Daily Archives: ડિસેમ્બર 26, 2010

પોસ્ટ ૯૦૯/જક્ષણી રામનારાયણ પાઠક ‘દ્વિરેફ …

દ્વિરેફની વાતો- ભા. ૧, ૨, ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨) : રામનારાયણ વિ. પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લકેલી વાર્તાઓના સંગ્રહો. ધૂમકેતુની ભાવનામય અને કૌતુકરાગી વસ્તુસામગ્રી અને નિરૂપણપદ્ધતિની સામે જઈ, એની પૂરક હોય એવી સ્વસ્થ બૌદ્ધિક સંવેદનશીલ ભૂમિમાં વાર્તાને રોપવાનું કામ આ સંગ્રહોએ કર્યું છે. પ્રયોગશીલ નિરૂપણભંગીઓની અને સાર્થક પ્રવિધિઓની વિવિધતા અહીં ધ્યાન ખેંચે છે. મનોવિશ્લેષણની વિલંબનરીતિ ને એ દ્વારા જળવાઈ રહી અંતે પ્રગટતું રહસ્ય આ વાર્તાઓની વિશિષ્ટતા છે. હાસ્યના વિવિધ પ્રકારો નીચે પ્રચ્છન્ન વહેતો કરુણ કેટલીક વાર્તાઓને સ્થાયીત્વ બક્ષે છે; તો ક્યારેક અનિષ્ટ સાથેનો સ્વસ્થ સમભાવ પણ આકર્ષક રીતે વાર્તાઓને જિવાડી જાય છે. સઘન પ્રતીકાત્મકતા ધારણ કરતી ‘જમનાનું પૂર’, વાર્તા અંતર્ગત વાર્તાના કરુણગર્ભને પોષતી ‘મુકુન્દરાય’, , વિશેષ સામાજિક પરિવેશ વચ્ચે નારીના સંકલ્પબળ સુધી પહોંચતી ‘ખેમી’, દાંપત્યવિષમતાને હળવી રીતે ભાણપદ્ધતિએ ઉઘાડતી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’- આ સંગ્રહોની જ નહિ,

ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છેપ્રસન્નદાંપત્યની લાક્ષણિક મુદ્રા બનાવતી ‘જક્ષણી’ …

૬૦ વર્ષ પહેલા ભણેલા તે જક્ષણીની વાર્તા મને ખૂબ ગમતી…હજુ પણ ગમે છે.યાદ હું ભાતું કરતી હતી, ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન હોય છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા હોય છે, એ બધું હું વરતું છે. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે: ‘કેમ?’ પણ મને ભાતું કરતી જોઇ અચકાઇ ગયા. ‘કેમ, આ શું આદર્યું છે?’મેં કહ્યું: ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’‘પણ ક્યાં! શા માટે જાય છે?’‘મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા.’એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એમ કે એ શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કહે કે, ‘જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે, તે સિવાય તેમને મહાવરો થતો જ નથી…

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized