Daily Archives: ડિસેમ્બર 27, 2010

પોસ્ટ ૯૧૦/સદા વાત્સલ્ય તવ ઉરનું હજો મુજ સાંત્વના ;

આત્માધિદેવા !
જીવને આ કુસુમ-કંટકનાં સુભગ સંમિશ્રણો, -સૌ ઓપતાં
જીવનપથે ક્લાંતિભર્યાં પાથેય જીવનનું બની …
તો પિતા મારા ! ભલે આવો વિટંબોના પહાડો ઝૂમતા,
ઘેરા નિશાનાદો રહો ચિર ઘૂમતા, … નૈરાશ્યના ઉરદાહ,
ભગ્નોત્સાહના ભીષણ ભલે ભેંકાર આવી લૂમતા,
છોને રહે ઉર ચૂમતા, બંબાકાર છોને પ્રલયપાતો
વાધતા લઘુ જીવને !!

અર્પ્યાં પિતા ! તેં નેણલાં … સહેતા દુઃખો
જાઉં કદાઅશ્રુપ્રપાતે હું ડગી , તો યે ન શમજો વદન પર
સ્મિતરેખ, જે પણ તેં દીધી .વ્હેજો ,વિભો ! થમજો ન ,
યાચું એટલું :દિનરાત તુજ ધારા અવિચળ પ્રેમની.
કો દિ’ કસોટી તું કરે મુજ ધીરતાની,
ને કદીતારા પરીક્ષણમાં ડગું હું ,
તોયમુજ દેવાધિદેવા !એટલું પ્રાર્થન :
સદા વાત્સલ્ય તવ ઉરનું  હજો મુજ સાંત્વના ;
જેથી બનું હોંસે વિભો !  હું

1 ટીકા

Filed under Uncategorized