Daily Archives: ડિસેમ્બર 28, 2010

પોસ્ટ ૯૧૧ /અંતર-ડૂબ્યું મુખરિત ઉર આ ધન્યતા આરાધતું.

 

જો માણવી તારે જીવનની માધુરી,
દિલ કોરતી કરુણા જ એકલ તવ સખી .
જેરવી જાણ્યો જગે આનંદ કરુણા સ્રાવતો
તેને કઠે ના જિંદગી કેવળ કટુતા ઝેરતી .
જેણે પીધાં, પોંખ્યાં, પચાવ્યાં પાન એ કારુણ્યનાં ,
ને જીવી આ જિંદગાની એ કટુતા જેરતા ,
તે માણતા આનંદમાધુરી તણાં સંભારણાં ,
ગીતડાં ગહેકાવશે મોંઘી મીઠી કો કાલનાં .
કારુણ્ય તો જીવનઅમી આરાધ્યનું,
અધ્યાત્મસરિનો નિત્ય  નિર્ઝરતો ઝરો.
જેણે કીધું પયપાન એ કારુણ્યનું ‘સ્વ’ને વરિ,
આત્મતારક ઝગમગી તે ભાલ રવિ થઇ ઓપતો.
ધન્ય હે કરુણામયી! તારી કૃપાના પાનથી
અંતર-ડૂબ્યું મુખરિત ઉર આ ધન્યતા આરાધતું.

Leave a comment

Filed under Uncategorized