રૂપની પૂનમનો પાગલ એકલો એકલો સફરે નીકળી પડ્યો.અજિત મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ

Ajit Merchant (B: 15-8-1922 D: 18-3-2011)

Photo for Naresh Kapadia

From:
Naresh Kapadia <nareshkkapadia@gmail.com> 

Add to Contacts

To: nareshkkapadia@hotmail.com

દોસ્તો,
રૂપની પૂનમનો પાગલ એકલો એકલો સફરે નીકળી પડ્યો. સંગીતકાર અજીત મર્ચન્ટે તેમની બેટન નીચે મૂકી દીધી છે.
આ પ્રસંગે પત્રકાર મિત્ર ઉર્વીશભાઈ કોઠારીના બ્લોગની રજૂઆત સાદર કરું છું. તમને જરૂર ગમશે.એમને અભિનંદન આપવા હોય તો આ રહી લીંક:
નરેશ કાપડિયા
૦૯૯૦૯૯ ૨૧૧૦૦

Friday, March 18, 2011

અજિત મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ

આજે સવારે ૬ ૧૦ વાગ્યે શિવાજી પાર્ક (મુંબઇ)ની એક હોસ્પિટલમાં ૮૮ વર્ષના સંગીતકાર અજિત મર્ચંટનું અવસાન થયું.થોડા સમયથી બિમાર અને જીવનમાં પહેલી વાર પથારીવશ-હોસ્પિટલવાસી હતા. છેલ્લે છેલ્લે મુંબઇ હોસ્પિટલમાં તેમને મળી શકાયું, બિનીત પણ તેમને મળી આવ્યો, મુંબઇસ્થિત પત્રકારમિત્ર તેજસ વૈદ્ય તેમને મળીને સમાચાર આપતો હતો. એ બધું જોયા પછી, અજિતકાકાને શારીરિક-માનસિક પીડામાંથી મુક્તિ મળી એમ જ લાગે. એવી મુક્તિ જેને અમારા-આપણા જેવા એમના ચાહકોએ હૃદયના ઊંડાણથી અને ભીની આંખે અનુભવવાની હોય. (તેમનાં પત્ની અને ખરા અર્થમાં સાથી એવાં નીલમકાકી હજુ તેમની સાથે કંઇક વાત થઇ શકે એટલાં સ્વસ્થ થયાં નથી.)
અજિત મર્ચંટ (૧૫-૮-૧૯૨૨, ૧૮-૩-૨૦૧૧)ની કારકિર્દી અને તેમના પ્રદાન વિશે માહિતીસભર અંજલિ આપવાનું અત્યારે મન નથી. આજે બસ એમની યાદ! અને એમની યાદમાં બે મિનીટનું મૌન નહીં, થોડી મિનિટોનું સંગીત- ખુદ તેમણે હાર્મોનિયમ પર ગાયેલાં પોતાનાં ગીત, દુર્લભ તસવીરો, પત્રો અને થોડી અંગત છતાં હવે જાહેર યાદ.

પ્રદીપજી સાથે અજિત મર્ચંટઃ ‘ચંડીપૂજા’

પત્ની નીલમ મર્ચંટના નામે ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દીવાદાંડી’ની જાહેરખબર. ‘તારી આંખનો અફીણી’ એ ગીતથી પ્રખ્યાત થનાર આ ફિલ્મના સંગીતકાર ઉપરાંત પ્રોડ્યુસર પણ અજિત મર્ચંટ હતા. આ ફિલ્મની પ્રિન્ટો લેબોરેટરીની આગમાં બળી ગઇ હોવાથી, ‘તારી આંખનો અફીણી’ પડદા પર કદી જોવા મળ્યું નથી. અજિતકાકા કહેતા હતા કે આફ્રિકામાં કોઇની પાસે ફિલ્મની એકાદ પ્રિન્ટ હોવાનું સાંભળ્યું છે.
(ડાબેથી) નીલમકાકી, મન્ના ડે, અજિતકાકા અને રજનીકુમાર પંડ્યા, થોડાં વર્ષ પહેલાં મુંબઇમાં મન્ના ડેના એક કાર્યક્રમમાં

૧૫-૧૧-૨૦૦૦ની ટપાલની છાપ ધરાવતો આ પત્ર અજિતકાકા સાથેની અમારી પહેલી મુલાકાત પછીનો છે. તેમને મળવા જતાં પહેલાં મને હિતેચ્છુભાવે ચેતવવામાં આવ્યો હતો કે ‘અજિતભાઇ બહુ આકરા માણસ છે. બહુ ભાવ નહીં આપે.’ એટલે હું અને સોનલ મુંબઇ ગયા ત્યારે એક સવારે સાડા દસની આસપાસ તેમને ઘેર પહોંચ્યાં- એમ ધારીને કે ‘સવારે જમવાના સમય પહેલાં (બાર વાગ્યા પહેલાં) તો કાકાના ઘરે પાછાં જતાં રહીશું. આકરા માણસ સાથે કેટલી વાતો થાય?’ પણ વાતો શરૂ થયા પછી સાંજના છ ક્યાં વાગી ગયા, તેની સરત ન રહી. વચ્ચે સોનલે અને નીલમકાકીએ જમવાનું બનાવ્યું. ત્યાં જ જમ્યા. બસ એ દિવસથી ગમે તેટલા ઓછા સમય માટે મુંબઇ જવાનું હોય, તો પણ અજિતકાકા-નીલમકાકીને મળવા, તેમની સાથે ઓછામાં ઓછા ચાર-પાંચ કલાક ગાળવા એ ક્રમ બની ગયો. પહેલી મુલાકાત પછી અજિતકાકાએ લખેલા પત્રનો આગળનો હિસ્સો
(ડાબેથી) આસ્થા, નીલમકાકી, સોનલ અને વેણીભાઇ પુરોહિતના કાવ્યસંગ્રહમાંથી કોઇ ગીત શોધતા અજિતકાકા

મહેમદાવાદના જૂના ઘરે યાદગાર મિલનઃ (પાછળ ડાબેથી) અજિતકાકાનાં પુત્રી, અજિતકાકા, નીલમકાકી, મમ્મી (આગળ બેઠેલા) કનુકાકા, ઉર્વીશ, સોનલ, પપ્પા

યુવાન વયનો સ્કેચ

અજિતકાકા-નીલમકાકી

સુરતના સંશોધક મિત્ર હરીશ રધુવંશી સંપાદિત ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું વિમોચન કરતા અજિતકાકા, ડાબે હરીશભાઇ, જમણે કેકેસાહેબ (અભિનેતા કૃષ્ણકાંત)

અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના સ્થાપક પ્રમુખ (હવે સ્વ.) અરવિદ દેસાઇ અને રંજન દેસાઇ સાથે અજિતકાકા-નીલમકાકીને પારિવારિક સંબંધ થયો. અરવિદભાઇની વિદાય પછી રંજનકાકીએ પણ તેમની લાક્ષણિક ગરીમા અને હૂંફથી સંબંધ ટકાવી રાખ્યો. ગ્રામોફોન ક્લબના બીજા સભ્ય ચંદ્રશેખર વેદ્ય પણ અજિતકાકા સાથે ગીતસંગીતની આપલે દ્વારા સંપર્કમાં રહેતા હતા. અજિતકાકા-દિલીપકાકાના જોડીદાર બદ્રીકાકા (બદ્રીનાથ વ્યાસ) ચંદ્રશેખરભાઇને ખબર આપે એવું પણ ક્યારેક બને. અજિતકાકા રંજનકાકીને ત્યાં ઉતર્યા ત્યારે હું અને બિનીત તેમને માણેકચોક લઇ ગયા હતા. ત્યાં ‘જનતા’નાં દાળવડાં અને આઇસક્રીમ ખાતી વખતે અજિતકાકાએ ખાસ આ ફોટો પડાવ્યો અને તેનું શીર્ષક શું રાખવું એ પણ ત્યારે જ કહી દીઘું :
‘મરચું અને મરચન્ટ’

ગયા વર્ષના અંતે ભારતીય વિદ્યાભવનના પ્રતિષ્ઠિત મુનશી સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાન સાથે અજિતકાકા. આ સમારંભમાં અજિતકાકાના આજીવના સાથીદાર ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા. દિલીપકાકા બિમારીને કારણે હાજર ન રહી શક્યા અને એ બિમારીમાં જ અવસાન પામ્યા. એ વાતને હજુ ત્રણ મહિના પણ નથી થયા ત્યાં અજિતકાકા પણ…
મુનશી સમારંભના બીજા દિવસે અમારો અજિતકાકા-નીલમકાકી સાથે બહાર જમવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. પણ સમારંભ વખતે કાકાની તબિયત અને તેમને આવેલા સોજા પછી અમે બહાર જવાનો કાર્યક્રમ માંડવાળ કર્યો. એને બદલે, મુંબઇમાં કાકા-કાકીનું ઉલટભેર- પ્રેમથી ઘ્યાન રાખનાર, અનેકવિધ પ્રતિભાઓ ધરાવતો મિત્ર અજિક્ય સંપટ ઘરે જ નાસ્તાપાણીનો સરંજામ લઇ આવ્યો. ફોટોમાં નીલમકાકી, અજિતકાકા અને તેમની દીકરી સાથે અજિક્ય, બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) દેખાય છે. અજિતકાકા ચટાકેદાર ખાણીપીણીના શોખીન હતા. દરેક વખતે તેમની સાથે બેસીએ ત્યારે મારો આઇસક્રીમ-પ્રેમ જાણતાં કાકી અજિક્ય પાસે આઇસક્રીમ મંગાવી રાખે અને અમે બધાં ઠાંસી ઠાંસીને આઇસક્રીમ ખાઇએ. છેલ્લા દિવસોમાં કાકા ઘરમાંથી પડી ગયા ત્યારે ઓપરેશન તો સફળ થયું, પણ ખોરાક ફરી પૂર્વવત્‌ શરૂ થઇ શક્યો નહીં અને તેમની હાલત કથળતી ચાલી.
(ડાબેથી) ઉર્વીશ, અજિક્ય, બીરેન, બિનીત કાકા-કાકી સાથે

‘તારી આંખનો અફીણી’ વિશે

‘અભિયાન’ના દિવાળી અંકમાં આ ગીતની સર્જનકથા વિશે મેં પાંચેક પાનાંનો લેખ લખ્યો ત્યારે રાજી થઇને અજિતકાકાનો પત્ર આવ્યો હતો. તેનો આ પાછળનો ભાગ છે, જેમાં તેમણે એ ગીતની ઓરકેસ્ટ્રામાં કોણે શું વગાડ્યું હતું તેની વિગત લખી છે.

‘આંખનો અફીણી’નાં પચાસ વર્ષ થયા એ નિમિત્તે અજિતકાકાએ દિલીપકાકાને લાગણીનીતરતો એક પત્ર લખ્યો હતો. ત્રણ પાનાંના એ પત્રનું પહેલું પાનું.

video

‘તારી આંખનો અફીણી’ ખુદ અજિત મર્ચંટના કંઠે, બાજુમાં નીલમકાકી
‘સપેરા’નું મન્ના ડેએ ગાયેલું ગીત ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું’ અજિત મર્ચંટના કંઠે

video


કહ દો અગર તુમ, મરકે ભી જી લું…

તો આ કહ્યું!
Posted by urvishkothari-gujarati at 1:37 PM 0 comments

Labels: Binit Modi, film/ફિલ્મ, music/સંગીત, Urvish Kothari/ઉર્વીશ કોઠા


Naresh Kapadia
99099 21100

6 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized

6 responses to “રૂપની પૂનમનો પાગલ એકલો એકલો સફરે નીકળી પડ્યો.અજિત મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ

 1. chandravadan

  That popular Gujarati Geet…now knowing all hisorical details of the past & with photos is a wonderful feeling for me…Thanks Pragnajuben for sharing..Hope “someone”finf that last existing copy of that “historical film”.It will be a lasting tribute to AJITBHAI MARCHANT.
  Chandra-Vandan to Ajitbhai Marchant…..& Bhavbhari Anjali !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks to you, Pragnajuben…and Nareshbhai Kapadia for sharing !

 2. ગુજરાતનાં આવાં રત્નોને ભૂલી જવાની ગુજરાતીઓની આદત બહુ જરી પૂરાણી છે. એમને નેટ ઉપર અવશ્ય કાયમી સ્થાન મળવું જોઈએ.
  બ્લોગને બદલે કીપિડીયા પર આવા લેખ મૂકાય તો ? વિચારી જોજો.

 3. એક યુગ વિતી ગયો!
  “તારી આંખનો અફીણી”ની એક કદી ન કહેવાયેલી વાત કહીશ.
  ૧૯૫૬માં જશવંત ઠાકર દિગ્દર્શીત/અભિનીત નાટક “ઊંડા અંધારેથી…” જોવા ગયો હતો. વચ્ચે સમય પૂરવા એક ૧૮ વર્ષના યુવાનને તેમણે એક ગીત ગાવા કહ્યું. તેમણે આ જ ગીત – “તારી આંખનો….” ગાયું. નવું સવું ગીત હતું અને લોકોની કલ્પનાને આંબી ગયું હતું. આ યુવાને ગાયેલા આ ગીતને ખુબ વખાણ્યું, વાહ વાહ થઇ. તેમનો ઉત્સાહ વધી ગયો, અને વાવાનું શરૂ કર્યું, ચાલુ રાખ્યું અને ગુજરાતના પ્રખ્યાત ગાયક બની ગયા – શ્રી. કેતુમન પારઘી. સ્વ.અજીત મર્ચંટના ગીતે આવો પણ જાદુ કર્યો હતો!

 4. રૂપની પૂનમનો પાગલ……એકલો સફરે ઊપડી ગયો ને જાણે એક યુગ વિતી ગયો.
  આભાર, પ્રજ્ઞાબેન.

 5. પિંગબેક: અજિત મર્ચંટની વિદાયઃ | શબ્દોનુંસર્જન

 6. પિંગબેક: અજિત મર્ચંટની વિદાયઃ | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.