મહાકાળી, તું પાવાવાળી…/દલપત પઢિયાર+જયશંકર ‘સુંદરી’

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,
મારા ભોજનીયા જમવાને વહેલી આવજે…
મહાકાળી, તું પાવાવાળી…

ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી !
બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી !
બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી…
મહાકાળી, તું પાવાવાળી…

કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી !
દાળભાત શાક રસ રોટલી બનાવી, માતાજી ઓ માતાજી !
ચટણી પાપડ… ચટણી પાપડ લીંબુ અથાણા- જે જોઈએ તે લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

પકવાન પુરી ને દહીંતરા શ્રીખંડ છે, માતાજી ઓ માતાજી !
પાતરા કચોરીને ભજીયા ગરમ છે, માતાજી ઓ માતાજી !
દહીંને ભાંગી… દહીંને ભાંગી છાશ બનાવી ફડકો મારી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

ચોસઠ પાનનાં બીડલાં બનાવ્યાં, માતાજી ઓ માતાજી !
લવિંગ સોપારી ને એલચી મંગાવ્યાં, માતાજી ઓ માતાજી !
અત્તર ખુશ્બુ… અત્તર ખુશ્બુ તેલ સુગંધી રૂમાલ માંગી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

દાસ દલપત તારો થાળ ધરાવે, માતાજી ઓ માતાજી !
દાસ દલપત તારો થાળ ગવડાવે, માતાજી ઓ માતાજી !
ભાવે જમજો… ભાવે જમજો ગરબે રમજો ભૂલની માફી દેજો…
મહાકાળી, તું પાવાવાળી…

-દલપત પઢિયાર

……………………………………

રંગભૂમિ પર સ્ત્રીપાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી’ સ્ટેજ પર સ્ત્રી વેશે સજીને આવતા ત્યારે સ્ત્રીઓ પણ તેમના સૌંદર્ય અને મીઠા અવાજ સામે ઝાંખી પડતી. રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા જયશંકર ‘સુંદરી ’ના નામે બંધાયેલો હોલ આજે જર્જરિત અવસ્થામાં છે.જેણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા..સજીવ અભિનયથી લોકહૈયા ડોલાવનાર, નાટ્યકલાના આજીવન સાધક જયશંકર ભોજક…….રંગભૂમિના મહાન કલાકાર એવા જયશંકરભાઈનો જન્મ વિસનગરમાં ભોજક જ્ઞાતિમાં થયો હતો. તેમના કુટુંબમાં સંગીતના સંસ્કારો હતા. તેમના પિતામહ ત્રિભોવનદાસ મહાન ગાયક હતા. જયશંકર પ્રાથમિક શાળામાં દાખલ તો થયા પરંતુ તેમનું મન તો ભજવેલાં નાટકોમાં જ અટવાઇ ગયું.

તેમની રગેરગમાં અભિનય દોડી રહ્યો હતો. એકાંતમાં પણ તેઓ નાટકોનાં પાત્રોનું અનુકરણ કરતા. ભણવામાં મન લાગ્યું નહીં. આથી પરાણે માતા-પિતાની આજ્ઞા લઈને તે સમયની કોલકાતાની ‘‘પાસી ઉદૂર્’’ નાટક મંડળીમાં જોડાયા અને રંગમંચના બેતાજ બાદશાહ બની ગયા.

જયશંકર નાટયકલાના પરમસાધક હતા. અભિનયકલા તેમનામાં નૈસર્ગિક રીતે વણાયેલી હતી. ગુજરાતી પ્રજાને તેમના અભિનય પ્રત્યે ભારોભાર આદરભાવ હતો. સામાન્ય ‘નટ’ પાનબીડી, ઠઠ્ઠામશ્કરી, નકામી વાતો કરનાર, પ્રમાદી અને ધનનો લાલચું કલ્પવામાં આવે છે, પરંતુ જયશંકરમાં આમાંથી એક પણ અવગુણ ન હતા.

તેઓ પાત્રને સમજીને મનમાં બેસાડી આત્મસાત કરતાં પછી જ સ્ટેજ ઉપર આવતાં. પાત્રને પૂણર્ ગૌરવ અપાવતા. જયશંકરે અનેક નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં, તેમાં ‘નૂરજહાં’ નાટકમાં નૂરજહાં, ‘કòષ્ણચરિત્રમાં’ રાધા, ‘જુગલ જુગારી’માં લલિતા, ‘મધુરબંસરી’માં બંસરી, ‘સ્વામીભકિત’માં પૂતળીબાઇ, ‘કામલતા’માં કામલતા. સુંદરીની ભૂમિકાથી તેમના નામ પાછળ ‘સુંદરી’ જોડાવા લાગ્યું.

પચાસ ઉપરાંત નાટકોમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું. તેઓ જયારે સ્ત્રીનો શણગાર સજીને સ્ટેજ પર આવતા ત્યારે સ્ત્રીઓ પણ ઝાંખી પડતી. સ્ટેજ પર એક સ્ત્રીને કેવી રીતે પ્રગટ કરવી તે કલા તેમનામાં અદમ્ય હતી. સાહિત્યસભાએ તેમની કલાની કદર કરતાં ૧૯૫૪માં એમનું બહુમાન કર્યું હતું અને ‘રણજિતરામ સુવણર્ચંદ્રક’ અર્પણ કર્યોહતો. રંગમંચના આ મહાન કલાકારે ૨૨-૧-૧૯૭૫ના રોજ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો.

Thanks to Divyabhaska

જયશંકર ભૂધરદાસ ભોજક, ‘સુંદરી’ (૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫): આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કોલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં પદ્મભૂષણનો ઈલ્કાબ. વિસનગરમાં અવસાન.તેમની આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં છેલ્લા સો વર્ષના ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “મહાકાળી, તું પાવાવાળી…/દલપત પઢિયાર+જયશંકર ‘સુંદરી’

  1. સુરેશ જાની

    એમનો પરિચય બનાવી દો તો?

  2. પિંગબેક: જયશંકર સુંદરી, Jayshankar Sundari | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.