Monthly Archives: એપ્રિલ 2012

આજ મારી નણદીએ મેણું માર્યું …

આજ મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતા
બોલ્યા નણંદબા નૈનો નચાવતા
ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું
વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નામે
_____________આજ વિસાર્યું

Leave a comment

Filed under Uncategorized

સખી રે, મેં કૌતુક દીઠું /વીરવિજય

સખી રે, મેં કૌતુક દીઠું,
સાધુ સરોવર ઝીલતા રે,
સખી, નાકે રૂપ નિહાલતા રે,
સખી, લોચનથી રસ જાણતા રે,
સખી, મુનિવર નારી સું રમે રે સખી રે.

સખી, નારી હીંચોલે કંતને રે,
સખી, કંત ઘણા એક નારીને રે,
સખી, સદા યૌવન નારી તે ચહે રે,
સખી, વેશ્યા વિલુદ્ધા કેવલી રે.

સખી, આંખ વિના દેખે ઘણું રે,
સખી, રથ બેઠા મુનિવર ચલે રે,
સખી, હાથ-જલે હાથી ડુબિયો રે,
સખી, કૂતરીએ કેસરી હણ્યો રે.

સખી, તરસ્યો પાણી નવ પીએ રે,
સખી, પગવિહૂણો મારગ ચલે રે,
સખી, નારી નપુંસક ભોગવે રે,
સખી, અંબાડી ખર ઉપર રે.

સખી, નર એક નિત્ય ઊભો રહે,
સખી, બેઠો નથી, નવિ બેસશે રે,
સખી, અધર ગગન વચે તે રહે રે,
સખી, માંકડે મહાજન ઘેરિયો રે.

સખી, ઉંદરે મેરુ હલાવિયો રે,
સખી, સૂરજ અજવાળું નવિ કરે રે,
સખી, લઘુ બાંધવ બત્રીસ ગયા રે,
સખી શોકે ઘટી નહિ બેનડી રે.

સખી, શામલો હંસ મેં દેખિયો રે,
સખી, કાટ વલ્યો કંચનગિરિ રે,
સખી, અંજનગિરિ ઊજલ થયો રે,
સખી, તોહે પ્રભુ ન સંભારિયા રે.

સખી, વયરસ્વામી પાલણે સૂતા,
સખી, શ્રાવિકા ગાવે હાલડાં રે,
સખી, થઈ મોટા અરથ તે કેજો,
સખી શ્રી શુભવીરને વાલડાં રે.

Leave a comment

Filed under Uncategorized

ગૂગલ ડૂડલ : એક અર્થસભર ચીતરપટ્ટી/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas   |

ડૂડલ એટલે કોઈ કારણ વિના કાગળ પર કરાતું ચિતરામણ. મૂળ શબ્દો ડ્યૂડલ એટલે સાવ અર્થહીન, ક્ષુલ્લક અને ડાવડલ એટલે સાવ સાદોસીધો માણસ. એ પરથી બોલચાલનો શબ્દ બન્યો ડૂડલ.

શબ્દ મંડાણ : પત્ની અને ગૂગલ એકમેકના પર્યાય છે. તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ તેમની પાસે હોય જ. અરે, એક ભાઈએ તો પોતાની પત્નીનું નામ જ ‘ગૂગલેશ્વરીદેવી’ રાખ્યું હતું. એક જરાક સર્ચ કરો અને ઘડીના છઠ્ઠા ભાગમાં અનેક ઉત્તરોની વણજાર ડિસ્પ્લે થઈ જાય. તમે થાકો, પણ એ થાકે નહીં. જોકે પત્ની સાથે પનારો કેવી રીતે પાડવો તેવું પૂછીએ તો ગૂગલ પણ કન્ફ્યૂઝ થઈ જાય. એ કહે કે ‘સ્ટીલ સચિઁગ’ (ખમા કરો, ઈ કરીને… અમેય ગોતી ર્યા છે, બાપ!) જોકે જોક જાવા દઈએ તો પણ ગૂગલ સર્ચ એન્જિન આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ચૂક્યું છે.

તમે ઇન્ટરનેટ પર સર્ફ કરવાનું ચાલુ કરો કે ગૂગલ હોમપેજના સ્ક્રીન પર Google શબ્દના અક્ષરો રોજબરોજ એક રીતે લખાયેલા જોવા મળે, પણ કોઈ વાર-તહેવારે આ અક્ષરો કંઈ જુદી રીતે ડિસ્પ્લે થતા જોવા મળે છે. જેમ કે ૨૦૧૧ના વર્ષની આખરી રાત્રે પાર્ટીની ધમાલ કરતા ગૂગલ શબ્દના છ અક્ષરો નવા વર્ષ ૨૦૧૨ના પ્રથમ દિવસે બદલાઈ ગયા હતા. સરસ સંદેશ હતો એમાં. ગૂગલનો પહેલો ‘જી’ સંગીત સાંભળતા દુનિયાની જુદી જુદી ભાષામાં અભિવાદન કરી રહ્યો હતો.

પછીના બંને ‘ઓ’ અનુક્રમે એરોબિકસ અને યોગા કરીને ફિઝિકલ ફિટનેસનો સંદેશ આપી રહ્યા હતા. પછીનો ‘જી’ ગિટારની સુરાવલી રેલાવી રહ્યો હતો. ‘એલ’ સાહિત્ય વાંચનનો મહિમા ઉજાગર કરતો હતો, તો ‘ઈ’ સૌથી અગત્યની વાત, સાફસફાઈમાં પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. ગૂગલે ૧૯૯૮થી વ્યક્તિ વિશેષ કે પ્રસંગ વિશેષ ચિત્રોનીમદદથી લોકોને જે તે દિવસનો મહિમા કહેવાનો સિલસિલો શરૂ કર્યો છે, જેને ‘ગૂગલ ડૂડલ’ કહેવાય છે.

બીજી ઓક્ટોબર, ગાંધી જયંતી આંતરરાષ્ટ્રીય યુએન અહિંસા દિન નિમિત્તે ગાંધીજીની છબી ધરાવતું આંતરરાષ્ટ્રીય ‘ગૂગલ ડૂડલ’ નોંધનીય છે. જોકે ગૂગલનાં કેટલાંક ડૂડલ રાષ્ટ્રીય સ્તરનાં હોય છે. જેમ કે બાળદિન નિમિત્તે નોઇડામાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની વર્ષા ગુપ્તાનાં સંગીતનાં વાધ્યો દર્શાવતા ‘ગૂગલ ડૂડલ’ની પસંદગી કરવામાં આવી હતી.

શબ્દ વ્યુત્પત્તિ : ડૂડલ એટલે કોઈ પણ કારણ વિના બેધ્યાનપણે કાગળ પર ચિતરામણ કરવાની ક્રિયા. મૂળ શબ્દો ડ્યૂડલ (Dudle) જેનો અર્થ થાય છે સાવ અર્થહીન, ક્ષુલ્લક, તુચ્છ અને ડાવડલ (Dawdle) એટલે સાવ સાદોસીધો માણસ. એ પરથી બોલચાલનો શબ્દ બન્યો ડૂડલ (Dudle). ડૂડલ એવાં સરળ, સાદાંસીધાં ચિત્રકામ, જેના આકાર કોઈ નક્કર આકારનું પ્રતિનિધિત્વ પણ કરતાં હોય અથવા તો એ સાવ અર્થહીન પણ હોઇ શકે.

નિશાળમાં ભણવા કે ભણાવવામાં રસ ન હોય ત્યારે આવતા કંટાળાના આક્રમણ દરમિયાન છોકરાઓ નોટબુકનાં પાનાં પર હાંસિયામાં ચિતરામણ કરે. શિક્ષકનું જ ઠઠ્ઠાચિત્ર બનાવે, ટીવી કે ફિલ્મનાં પાત્રોનું રેખાચિત્ર કે પછી ટેકરી, વચ્ચે ઊગતો સૂરજ, નદીનું મુક્તહસ્ત ચિત્ર. ક્યાંક ભૌમિતિક ચિત્ર હોય તો ક્યાંક જાહેરખબરનું આલેખન ચિત્ર.

શબ્દ કથા : ૧૮મી સદીમાં અમેરિકા અને યુરોપમાં થયેલા યુદ્ધમાં બ્રિટિશ વસાહતી લશ્કરની સાથે કામ કરતા અમેરિકન સૈનિકોને ‘યાન્કી ડૂડલ’ કહેવાતા. યાન્કી એટલે અમેરિકન. ડૂડલ એટલે ભોળો, થોડો કમઅકકલ માણસ. બ્રિટિશ વસાહતી લશ્કરમાં મજાકમાં ગવાતા સમૂહગીત – ‘યાન્કી ડૂડલ વેન્ટ ટુ ટાઉન, રાઇડિંગ ઓન એ પોની…’માં અસ્તવ્યસ્ત વિખરાયેલા વાળવાળા, બોલચાલની તમીજ ન હોય એવા ભલાભોળા અમેરિકન સૈનિકની મજાક ઉડાવાતી હતી. જો કે આ ગીત આજે અમેરિકાનાં દેશભક્તિનાં ગીતમાં શામેલ કરવામાં આવ્યું છે. અમેરિકાનાં કનેક્ટિકટ રાજ્યમાં તો એને રાજ્ય ગીતનો દરજજો અપાયેલો છે.

શબ્દ સમજ : કવિવર રમેશ પારેખની એક કવિતામાં -‘એક છોકરાએ સીટીનો હીંચકો બનાવી એક છોકરીને કીધું રે ઝૂલ…’ પછી છોકરી ઝૂલે તો શું થાય? એનું સાનભાન ઘોડું ચરી જાય અને પછી-‘બાપની પેઢી પર બેસીને છોકરો ચોપડામાં ચીતરતો ફૂલ.’ આ ફૂલ ચીતરવાની ઘટનાને ‘ડૂડલ’ કહેવાય.

શબ્દ પ્રયોજન: ડૂડલ એટલે અકારણ ચિતરામણ કરવાની ક્રિયા, તમને વિચાર કરવામાં અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થઈ શકે. ‘મિ. ડીડ્સ ગોઝ ટુ ટાઉન’ ફિલ્મમાં ડૂડલ શબ્દનો ઉપયોગ સ્ક્રીનપ્લે રાઇટર રોબર્ટ રિસ્કિને પહેલી વાર આ સંદર્ભમાં ડૂડલ શબ્દનો ઉપયોગ કર્યો. ‘એપ્લાઇડ કોગ્નિટીવ સાઇકોલોજી’ નામની વિજ્ઞાન પત્રિકામાં છપાયેલા અભ્યાસ અહેવાલમાં એ સાબિત થયું છે. માણસ દિવાસ્વપ્ન જુએ ત્યારે દિમાગની ઘણી બધી પ્રક્રિયા શક્તિ વેડફાય છે. આથી ઊલટું ડૂડલ કરવાથી વર્તમાન પર ધ્યાન આપવામાં સફળતા મળે છે.

પૂડલ પ્રજાતિનાં કૂતરાં સાથે અન્ય કૂતરાંની વર્ણસંકર ઓલાદને ડૂડલ કહે છે. રાલ્ફ બક્ષીની એનિમેટેડ ફિલ્મમાંએક પાત્ર ડૂડલ છે, તો ડૂડલબોપ્સ નામની બાળકોની ટીવી સિરિયલ જાણીતી બની છે. અમેરિકાનાં ન્યૂ યોર્કમાં એક ત્યજી દેવાયેલું નગર (Ghost Town)નું નામ ડૂડલ ટાઉન છે. ડૂડલ.કોમ નામની વેબસાઇટ ટાઇમ મેનેજમેન્ટ માટે અને મિટિંગ માટે સગવડ કરી આપે છે.

શબ્દ આરતી : અંધજન વાંચી શકે એવી સ્પર્શ લિપિના શોધક લૂઇસ બ્રેઇલના જન્મદિને વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલા ‘ગૂગલ ડૂડલ’માં બ્રેઇલ લિપિમાં Google શબ્દ લખ્યો હતો, જે આપણને હળવેથી યાદ કરાવે છે કે કેટલાક એવા પણ છે કે જે આપણી જેમ વેબ સફિઁગ કરી શકતા નથી. અંધેરે મેં જો બૈઠે હૈ, નઝર ઉસ પર ભી કુછ ડાલો, અરે ઓ રોશનીવાલો.

pareshvyas@pareshvyas.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

2 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized

26 Things You Can Do With Toothpaste

26 Things You Can Do With Toothpaste
Although the primary use of toothpaste is to clean and improve the aesthetic appearance and health of teeth, there are also 26 other things that you can use it for. Every household has one and every household uses it at least twice a day. And because of the common availability of toothpaste, you can try everything below. Remember, use only white paste.

1.Removes stain from clothDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6l8WKUv5I/AAAAAAAABOk/vY_wuzL-WGE/s400/lipstickwg8.jpg
To take out all kinds of stain like ink or lipstick. Squeeze some on the spot, scrub and rinse.

2.Even out scratches on CD / DVDDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6lVkubZeI/AAAAAAAABOE/yQchSh6_TMQ/s400/scratchcdwb5.jpg
If the screen freezes, take out the disc, put some toothpaste on it, scrub and clean it off.

3.Cleans diamond ringDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mM1F23dI/AAAAAAAABPM/wMOfZNoNnF0/s400/diamondringzp3.jpg
Just squeeze a little on a used toothbrush, wet the ring, scrub gently, rinse and your diamond ring should be look sparkling new.

4.Cleans silverDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6n5Ac4pnI/AAAAAAAABQc/7F9HyO1RV68/s400/Sterling_Silver_Jewelery.jpg
Toothpaste can be used to polish any kind of silver. It really does bring out the shine in silverwares.

5.Placate burnsDescription: http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mgmyWvgI/AAAAAAAABP0/MzHntDc6qL0/s400/burnju1.jpg
Right after you get burnt, put it on. It helps to relieve the sting.

6.Removes crayon from painted wallsDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mMyxZ45I/AAAAAAAABPU/Ll7-Q7IOQIw/s400/crayonvy2.jpg
Rub the marks with the toothpaste and a damp rag. Wipe with water to get rid of residue.

7.Remove carpet stainsDescription: http://4.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mgbc27dI/AAAAAAAABPk/oAUnsd_h7Qs/s400/carpetsw8.jpg
Squeeze some onto the carpet, scrub, rinse and let it dry.

8.Relieves insect bitesDescription:

http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mMpBTF2I/AAAAAAAABO0/S_s0DHLv3wc/s400/insectbitequ8.jpg
Spread a little over either of these and you’ll feel soothed and no itches. Mosquito, flea and ant bites work especially well.

9.Keep girl babies’ bows in their hairDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6moZRErgI/AAAAAAAABQM/XEkt6I_JmIY/s400/babybowvu3.jpg
If they don’t have much hair this is particularly useful. It doesn’t pull it out, it just washes out.

10.Clean your nailsDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6l8eRkwyI/AAAAAAAABOc/mmGVRHNoqh4/s400/nailsbo1.jpg
Teeth and nails are made of the same material. To clean your nails, squeeze some on top of a toothbrush, wet your nails and brush them thoroughly. Be amazed by the sparkle.

11.Clean shoesDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6lVSJj9WI/AAAAAAAABN0/ZajjfjcPDKE/s400/sneakersoy5.jpg
Scrubbing toothpaste with a wet toothbrush over the boots, working shoes and rubber part of sneakers will work. It can also be used to remove scuffs.

12.Put up postersDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6l8BakD0I/AAAAAAAABOM/Ukm4adaMjBg/s400/postersvg9.jpg
You can use toothpaste to put up posters without damaging the wall. However, avoid using it for collector posters. It can damage the ink over time.

13.Use it to temporarily seal holesDescription:

http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6lVQ5s44I/AAAAAAAABNs/Myni6R3uOp8/s400/spacklext2.jpg
Can be used as a spackle to fill nail holes. This sounds evil, but you can use it right before you move out of your rented apartment. =P

14.Clean around the bathroomDescription: http://4.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mobkqzaI/AAAAAAAABQU/-UYzG6B9DMQ/s400/abthtubug9.jpg
Use it to clean shower doors and rings around the bath tub. It has an abrasive so that is why it works good.

15.Clean your vehicle’s headlight lensesDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6moIEwqFI/AAAAAAAABQE/zbRZRDTNofA/s400/bmwheadlightsiq5.jpg
Put some toothpaste in a bowl with some water. Use a buffer pad and clean off fog caused by dirt and bugs hitting them.

16.Clean model carsDescription: http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mgWcveEI/AAAAAAAABPs/ILf1Sbr6PnY/s400/carmodelsjs7.jpg
Hobbyists who collect and build model cars, robots and action figures can certainly use toothpaste to make them nice and shiny.

17.Remove scratches on your watch crystalDescription: http://3.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6lVXw1HwI/AAAAAAAABN8/br-aoCPfdEs/s400/scratchedwatchka9.jpg
Dab some on the watch and scrub it with tissue.

18.Treat acneDescription: http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6lVSBs0aI/AAAAAAAABNk/aGd61yvNe54/s400/zitvl9.jpg
Be very careful when using this. Use it at most once a week. Just dab a small amount on a pimple before bed, wake up and it will dry up.

19.Prevent fog in your swimming gogglesDescription:

http://4.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mMmPlLII/AAAAAAAABO8/WBtDcCt5apk/s400/googleswr3.jpg
Just wipe it on, clean it off. Works well for me.

20.Clean piano keytopsDescription: http://4.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6l8IcXEuI/AAAAAAAABOU/lQgMoFG7tnE/s400/pianobo1.jpg
A dab of toothpaste, a soft cloth and some rubbing will usually clean piano keytops and turn them white again.

21.Deodorize smelly handsDescription:

http://2.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6qnFJBknI/AAAAAAAABQk/Ww7eEU3upIM/s400/hand.jpg
Wash your hands with a dab of toothpaste and it will remove smells like onions and other unpleasant odors.

22.Remove scratches on glasswareDescription: http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mMqrW7NI/AAAAAAAABPE/YquDmVS2PuY/s400/glasswarezg3.jpg
Polish with a squeeze of toothpaste. Your glassware should be shining in no time.

23.Remove beach tarDescription:

http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6scYYvU5I/AAAAAAAABQs/giaOPSTwHPA/s400/beach+tar.jpg
Getting that black beach tar on your feet can put a small crimp in your vacation, but it is easy enough to remove. Just rub it with some non-gel toothpaste and rinse.

24.Deodorize baby bottlesDescription:

http://4.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mgmJ5ABI/AAAAAAAABP8/QJN_hUhh268/s400/bottlenw5.jpg
Works for sour smelling baby bottles. Scrub with toothpaste and a bottle brush and the bottles should end up smelling clean and fresh.

25.Cleans clothes ironDescription: http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6l8W9fHKI/AAAAAAAABOs/hmbVTyTWGa4/s400/irontc8.jpg
The mild abrasive in non-gel toothpaste is just the ticket for scrubbing the gunk off the bottom plate of your clothes iron. Apply the toothpaste to the cool iron, scrub with a cloth, then rinse clean.

26.Remove water marks from furnitureDescription: http://1.bp.blogspot.com/_qT-kf8quf0A/SZ6mgYBP3AI/AAAAAAAABPc/piYmkM1NpOg/s400/coffeestainbi4.jpg
To get rid of those telltale watermark rings left by sweating beverages, gently rub some non-gel toothpaste on the wood with a soft cloth.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

પરપીડ હજો મુજ આત્મવ્યથા .

જીવને નવ નિત્ય અમી વરસી

ગ્રહું ઝેર હળાહળ આ જગનાં ,

મુજ અંતરનાં પટ વિસ્તરતા

લઘુ પામરતા સહુ જાઉં ગળી .

નવજીવન-ઐક્ય સુધા પીરસું

જગ-આંગણમાં રવડી રઝળી ,

નિરખું નવવિશ્વ-પટે પ્રજળી

ઝગતા નવ-આતમ સૌમ્ય શુચિ .

વિભુ ! લ્હાણ હજો મુજ અંતરના

મૃદુ સૌમ્ય સુમંગલ ભાવ તણી ;

કદી રુક્ષ અમંગલ ભાવ રહ્યા

ઉરમાં , ઉરમાં જ રહો પ્રજળી .

નવ પીડન આત્મ થકી પરને ,

પરપીડ હજો મુજ આત્મવ્યથા .

1 ટીકા

Filed under Uncategorized

મૂળ રે વિનાનું કાયા ઝાડવું /દલપત પઢિયાર…જીવતું ભજન

મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે, એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે , એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે , એ જી ઈ તો અમર ફળ કહેવાય રે હાં..
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે , પ્રભુને ભજો તો ઉતરો ભવપાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦ /દલપત પઢિયાર

આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો !
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..
પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે ,
જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
રૂદિયા કમળમાં હુવા અંજવાળા રે
તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
સતનો શબદ મારા ગુરુએ સુણાવ્યો રે
નુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
કહે રવિરામ સંતો ! ભાણને પ્રતાપે રે
ગુરુના ભજનમાં મારી સુરતા ખડી.. મારા સંતો
અગમ આસન ઉપર સુરતા ચડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !/’શેષ’

ઉમા-મહેશ્વર

‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,

ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.

જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ: શ્રવસ, ને

વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,

અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.

બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું

અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?

રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’

‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને

શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.

બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’

‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,

મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-

મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’

તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;

અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

1 ટીકા

Filed under Uncategorized

બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,

બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે,

ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,

અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું,
ને એમ કે હું ફાવી ગયો છું,

અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને

ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,

લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું,
માણસ માંથી જાણે મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,

ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ પેટ ભરીને ઠોકવું છે,

બાઈક પર ત્રણ સવારી રખડવું છે,
ભગવાન, મારે ફરી PARENTS નો લાડલો બની જવું છે,
પોતાના લોકોથી છુટો પડી ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,

બધાંને એમ છે કે હું ફાવી ગયો છું..

Satish Shah <smshah31@gmail.com>

10 ટિપ્પણીઓ

Filed under Uncategorized

મેમો-ગેટ, સ્લેપ-ગેટ, પોર્ન-ગેટ: યે ‘ગેટ ગેટ’ ક્યા હૈ? પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas Print Comment

આવા તો અનેક ‘-ગેટ’ છે, પણ એનાં મૂળમાં છે વોટર-ગેટ. આજે મૂળ ‘-ગેટ’ અને તે પછીનાં કેટલાંક રસપ્રદ ગેટના દરવાજા ખોલીએ ને જાણીએ કે તેની પાછળ શું છે?

શબદ મંડાણ: કણૉટક સરકારના મહિલા અને બાળવિકાસમંત્રી વિધાનસભામાં બેઠાં બેઠાં મોબાઈલ ફોન ઉપર મહિલાઓનાં કપડાં ઉતારતી ભદ્દી ફિલ્મ જોઈ રહ્યા હતા. સહકારમંત્રી તેમાં પોતાનો યથાશક્તિ સહકાર આપી રહ્યા હતા. ફોન હતો મત્સ્ય અને બંદરમંત્રીનો અને તેઓએ ગુલાંટ મારતાં કહ્યું આ તો વિદેશી સંસ્કૃતિનાં વરવાં પ્રદર્શનરૂપી રેવ પાર્ટી દરમિયાન સ્ત્રીઓ પર થતા સિતમની ફિલ્મ મને કોઈએ મોકલાવી અને અમે સાથે મળીને આવી ઘટના બીજી વાર ન બને તેના ઉપાય શોધી રહ્યા હતા. લો બોલો! હવે આ એમએમએસ, આ ડર્ટી પિકચરની ડિમાન્ડ રેકર્ડબ્રેક રીતે વધી રહી છે. પોર્નોગ્રાફીને ટૂંકમાં પોર્ન કહે છે.

પોર્નોગ્રાફી શબ્દ ગ્રીક શબ્દ પોર્નોગ્રાફ્સ પરથી આવ્યો છે. પોર્નોગ્રાફી એટલે જિસ્મફરોશી કરતી સ્ત્રી પ્રોસ્ટીટ્યુટનું વર્ણન જેમાં છે એવું લખાણ, ચિત્ર કે ચલચિત્ર. પોર્નોગ્રાફી માત્ર કામવિકાર અને કામવાસના જાગ્રત કરે, એનું કલાત્મક કે સાહિત્યિક મૂલ્ય હોય જ નહીં. પોર્ન તો પોર્ન છે, પણ આ પોર્ન-ગેટ (porn-gate) શું છે? હમણાં આવા અન્ય ગેટ પણ ચર્ચામાં આવ્યા હતા. અમેરિકાના સૈનિકો પાકિસ્તાનની સરજમીન પર ઘૂસીને, પાકિસ્તાની લશ્કરી થાણાથી સાવ નજીક છુપાયેલા ઓસામા બિન લાદેનની કતલ કરે એ તો પાકિસ્તાની લશ્કર માટે શરમજનક ઘટના કહેવાય.

પાકિસ્તાનના શાસકોને લાગ્યું કે ગુસ્સે ભરાયેલું લશ્કર બળવો કરશે. બીકના માર્યા એમણે અમેરિકાને મેમો રૂપે પત્ર પાઠવ્યો કે અમને અમારા લશ્કરથી બચાવો. બસ, આ સમાચારે તહેલકો મચાવી દીધો. આ ઘટનાને મીડિયાવાળાઓએ નામ દીધું મેમો-ગેટ. અત્યારે પણ એ કેસ પાકિસ્તાનની અદાલતમાં ચાલી રહ્યો છે. હમણાં સંજય દત્તની પાર્ટીમાં શાહરુખ ખાને ફરાહ ખાનના પતિને લાફા (slap) ઝીંક્યા તો એને કહેવાયું સ્લેપ-ગેટ.

આમ તો સ્લેપ-ગેટ શબ્દની જન્મદાત્રી હતી શરદ પવારને તમાચો પડવાની ઘટના. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં છે ત્યારે આ પહેલાંની ટૂરને યાદ કરો. ભારતીય ભજજી ઓસ્ટ્રેલિયન એન્ડ્ર્યૂ સાયમન્ડ્સને ગાળ દેવા ગયો તો સાયમન્ડ એમ સમજયો કે મને ‘મંકી’ (વાંદરો) કહે છે. આને જાતિભેદની ઘટના ગણીને ભારે હોબાળો મચ્યો’તો. આ સમાચારને નામ અપાયું હતું મંકી-ગેટ. આવા તો અનેક ‘-ગેટ’ છે. પણ એનાં મૂળમાં છે વોટર-ગેટ. આજે મૂળ ‘-ગેટ’ અને તે પછીનાં કેટલાંક રસપ્રદ ગેટના દરવાજા ખોલવા છે.

શબદ ઉદ્ગમ: વર્ષ ૧૯૭૦-૭૪ વચ્ચેના સમયગાળામાં તે સમયના અમેરિકન પ્રેસિડન્ટ રિચાર્ડ નિકસને વિરોધ પક્ષની રાજકીય વ્યૂહરચના જાણવા માટે ડેમોક્રેટિક પાર્ટીના હેડ ક્વાર્ટર ઉપર જાસૂસી કરાવી, પણ જાગ્રત મીડિયાના કારણે આખું સ્કેન્ડલ બહાર આવ્યું અને નિકસને રાજીનામું આપવું પડ્યું. અમેરિકી ઈતિહાસની આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર ઘટના. એને નામ અપાયું વોટર-ગેટ સ્કેન્ડલ. કારણ કે જ્યાં જાસૂસી થઈ તે ડેમોક્રેટિક પાર્ટી હેડ ક્વાર્ટરની ઓફિસ ‘વોટર-ગેટ કોમ્પ્લેકસ’ નામના બિલ્ડિંગમાં બેસતી હતી. પોટોમેક નદી તટ પર થતા મ્યુઝિક સિમ્ફની પરથી આખા વિસ્તારનું નામ પડ્યું હતું વોટરગેટ અને એટલે એ વિસ્તારના એક બિલ્ડિંગને વોટરગેટ કોમ્પ્લેકસ નામ અપાયું હતું. વોટરગેટ સ્કેન્ડલથી એવો તો હોબાળો મચ્યો કે તે પછી રાજકારણ કે સરકારમાં થતાં કોઈ પણ દૂરગામી અસરવાળાં કલંકિત કર્મોની શરમજનક ઘટનાની પાછળ ગેટ પ્રત્યય લાગી ગયો.

શબદ વિશ્લેષણ: રાજકારણ જ નહીં, રમતગમત, કલા, ટેક્નોલોજી અને સાહિત્યમાં પણ મોટાં સ્કેન્ડલને દર્શાવવા ‘-ગેટ’ અનિવાર્ય બની ગયો. વર્ષ ૨૦૦૧માં સીબીસી ન્યૂઝ કોલમે નોંધ્યું કે ‘-ગેટ’ શબ્દ અનૈતિક વર્તણૂંક અને તેની પર ઢાંકપિછોડો કરવાના કૃત્યને દર્શાવે છે. અંગ્રેજી સિવાય અન્ય ભાષા બોલતા દેશો જેવા કે આજેઁન્ટીના, જર્મની, હંગેરી, ગ્રીસ અને અલ્જિરિયામાં પણ સ્થાનિક રાજકીય સ્કેન્ડલ માટે ‘-ગેટ’નો ઉપયોગ થવા માંડ્યો. આવાં છાશવારે થતાં નાનાં છમકલાં માટે ગેટ શબ્દપ્રયોગ ગેરમાર્ગે દોરે છે.

ઓરિજિનલ વોટરગેટ તો પ્રેસિડન્ટના ભ્રષ્ટાચારનું પોતીકું કૌભાંડ હતું. એને છતું કરવા મીડિયાએ અથાગ મહેનત કરી હતી. કોઈ પણ છુછા જેવા સ્કેન્ડલ પાછળ ગેટ લગાડવાના પ્રયોજનને સોશિયોલોજિસ્ટ જોહ્ન થોમ્પસન ‘સ્કેન્ડલ સિંડ્રોમ’ કહે છે. આજકાલ વહેલા અને પહેલા સમાચાર આપવાની હોડમાં મીડિયાકર્મીઓ સરળતાથી નાના ફાસફૂસિયા બનાવને પણ ‘-ગેટ’ પ્રત્યય સાથે જોડીને વિશ્વસનીયતા પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણને રાજકીય ઊથલપાથલ ગમે છે. કટોકટીની ચર્ચા આપણા કોઠે પડી છે. આપણે ચર્ચાપ્રધાન લોકો છીએ.

ન્યૂ યોર્ક ટાઇમ્સનાં કોલમનિસ્ટ અને નિકસન સરકારના એક સમયના સ્પીચરાઈટર વિલિયમ સફાયરે તો આવી નાની ઘટનાઓ સાથે ગેટ શબ્દ જોડવાનો ઠેકો લીધો હતો. આમ કરવા પાછળ નિકસન પદભ્રષ્ટ થયા પછીની સરકારો પણ એટલી જ ભ્રષ્ટ છે તેવો માહોલ પેદા કરીને – બાકી બધાય દૂધે ધોયેલા નથી – તેવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકમાનસમાં પોતાના ભૂતપૂર્વ બોસ નિકસન માટે સહાનુભૂતિ પેદા કરવાની કોશિશ હતી એ.

શબદ પ્રયોજન: કલા-મનોરંજન ક્ષેત્રમાં પણ કેટલાંક મશહૂર ગેટ સ્કેન્ડલ્સ થયાં છે. માઈકલ જેકસનની બહેન જેનેટ જેકસન એક લાઈવ સંગીત કાર્યક્રમમાં છાતીને છતી કરે છે. અરે ભાઈ, છાતી પરનું અંગવસ્ત્ર ભૂલમાં સરી ગ્યું’તું, પણ બધા માનતા હતા કે આવું જાણી જોઈને થયું. આ સ્કેન્ડલને ‘નિપ્પલ-ગેટ’ નામ અપાયું. યુકેના બિગબ્રધર સેલિબ્રિટી શો દરમિયાન શિલ્પા શેટ્ટી પરની વંશીય ટિપ્પણીઓનાં વિવાદને ‘શિલ્પા-ગેટ’ નામ અપાયું. ગોલ્ફ ચેમ્પિયન ટાયગર વુડ્સના લગ્નવિચ્છેદ માટે નિમિત્ત બનેલા લફરાંઓને ‘ટાયગર-ગેટ’ નામ અપાયું હતું.

શબદ આરતી : ગુજલશિ ગઝલના શાયર અદમ ટંકારવી લખે છે કે -તું મને આંસુનું ઈંગ્લિશ પૂછ મા આંસુ અહીંયાં ટિશ્યૂથી લુછાય છે.સાવ મોનિકા જેવી ભાષા છે અદમ, સહેજ અડકો ને ભવાડા થાય છે. પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનની વ્હાઈટ હાઉસ ઈન્ટર્ન મોનિકા લેવેન્સકી સાથેનાં મુખમૈથુનના ભવાડાને મોનિકાગેટ, લેવેન્સકી ગેટ, સેક્સગેટ અથવા ઝીપરગેટ જેવાં વિવિધ નામ અપાયાં હતાં.

pp_vyas@yahoo.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

Leave a comment

Filed under પરેશ વ્યાસ, Uncategorized