મૂળ રે વિનાનું કાયા ઝાડવું /દલપત પઢિયાર…જીવતું ભજન


મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે, એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે , એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે , એ જી ઈ તો અમર ફળ કહેવાય રે હાં..
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે , પ્રભુને ભજો તો ઉતરો ભવપાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “મૂળ રે વિનાનું કાયા ઝાડવું /દલપત પઢિયાર…જીવતું ભજન

  • pragnaju

   તેમનો પરિચય તેઓ આ કાવ્યમા આપે છે.
   મને હું શોધું છું – દલપત પઢિયાર

   ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
   કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..

   આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
   પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
   ડગલેપગલે હું જ મને આડો ઊતરું
   ને હું જ મને અવરોધું છું…

   કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
   ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
   હું અતડો, મારાથી અળગો
   શું, કોને સંબોધું છું….

   એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
   આઘાં તડકે નાખું
   બાજોઠ ઢાળી બેઠોબેઠો
   આનંદ મંગળ ભાખું
   એમ થાય કે નભમંડળનું આખું તોરણ
   આંખે બાંધી રાખું
   વળી, થાય કે છાંયાસોતો
   વડલો વહેરી નાખું
   વારાફરતી વૃક્ષબીજમાં
   હું જ મને વિરોધું છું…

   અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
   અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
   સહી દસ્તક હું પોતે દલપતરાય
   નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?
   આ જ પરિચય પુરતો નથી. ?
   તેમના ભજન તેમના જ સ્વરમા સાંભળવા એક લહાવો છે.

 1. ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે , પ્રભુને ભજો તો ઉતરો ભવપાર રે હાં…
  એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
  Most wonderful Bhavbhari Rachana by Kavi Dalpat.
  ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે
  I had read these words of Dedication to the Guruji in sme other Poem & thought of an OLD Kavi of yester years.
  Just like Sureshbhai, I am interested to know MORE about Kavi Dalpat
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar.

 2. Yes, Pragnajuben,
  You had responded to SJ’s Comment by the Kavya by Kavi Dalpat.
  However, he is a LIVING HUMAN presently on this Earth & it is natural that OTHERS want to see/know him better.
  Is there a VIDEO Clip that you saw & heard him ??
  This brings to my ANOTHER point.
  I had “gradually” known you MORE…but you too had NOT reveal yourself “fully”
  With a PERSON Email, i will be happy know of your Birthplace/Education ..I I have seen you in the Photos..I had seen your immediate Family members..but what is “missing” I have the desire to know !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Pragnajuben, Your Comments on my Blog are always “inspirational” & I hope you will continue to come to my Blog.
  I hope I had NOT offended you by writing “what was om my mind”.
  I had even tried to send the Books I had published via Rajendrabhai as I do not have your Mailing Address.
  Best of Health to you always !

 3. pragnaju

  e mail Suresh Jani
  આ પરિચયથી તો એમની પ્રતિભા ઓર દીપી ઊઠી.
  હવે આખો પરિચય બનાવી દો.

 4. પિંગબેક: દલપત પઢિયાર, Dalpat Padhiyar | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.