Monthly Archives: મે 2012

હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !/ અજ્ઞાત

મારાં હૈયાનાં દ્વાર,દેવ!  ખોલજો રે!
મારું અંતર ઉજાળો  !
મારું અંતર ઉજાળો,
મોહપૂંજો નિવારો ,
દૃગનાં નીરને પખાળો  ;
મારે હૈયે ઝગાવો દિવ્ય ચેતના રે !

અંધારે અંતર આ ઊમટો ભાવ તણા ભંડાર!
શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !
નૈના નિરખો ઊંડેરું  !
નૈના નિરખો ઊંડેરું,
આતમ ઊડજો ઊંચેરું,
ઉરનું ટળજો અંધારું !
કૂળી કરુણાનો દિલમાં દીપક ચેતવો રે !
પુલક પ્રગટ કરજો મુજ રોમે રોમ સદૈવ , દયાળ !
ભાવભૂલ્યાં હૈયે આ પ્રકટો કોમલ દિવ્ય પ્રભાત રે !
જીવન જેથી ઉજાળું.
જીવન જેથી ઉજાળું,
પુનિત પંથે સિધારું,
દુઃખડાં દમતાનાં હારું ;
હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !
મારાં હૈયાનાં દ્વાર, દેવ ! ખોલજો રે !

અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized

ઉમા-મહેશ્વર/ ‘શેષ’

 ‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ: શ્રવસ, નેવળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,

અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.

બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું

અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?

રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’

‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને

શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.

બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’

‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,

મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-

મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’

તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;

અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

આ રચના અભિષેક પર પણ રજુ થઇ હતી

ઇ મેઇલ જીજ્ઞેશ અધ્યારૂ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે./તાહા મન્સૂરી

પરીક્ષાઓથી ક્યાં કોઈનું ભલું થાય છે,
પછી કેમ વારંવાર આ પરીક્ષાઓ લેવાય છે?
ના આવડતું બધું જ પેપરમાં પૂછાય છે,
ને બસ આવડતાની કમી વરતાય છે.
પરીક્ષક હોય જાણે કોઈ મોટો રાક્ષસ,
ન સેહવાય એવી દશા થાય છે.
એક સમસ્યા છે મારે, પરીક્ષા છે સવારે,
એ સમયે તો મારાથી બસ ઉંઘાય છે.
સમાજ કે વિજ્ઞાન હોય તો આવડે થોડું ઘણું,
આ નામાનાં આંકડા આપણને ક્યાં સમજાય છે.
જોઇને દ્રશ્ય પરીક્ષાખંડનું, બદલાઇ જશે એ કહેવત,
કે ભારતનું ભાવિ એનાં વર્ગખંડોમાં ઘડાય છે.
કોઈ જઇને સમજાવો એ પટેલ આનંદીબેનને,
આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે.
જો “તાહા” બાજુવાળી પૂજા કેવું મસ્ત લખે છે !
ને તું બેઠો બેઠો વર્ગમાં ઝોકા ખાય છે.
– તાહા મન્સૂરી
તાહા ભાઈની આ રચના સાભળવા માટે

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ખુદ તો રોયેં મગર ઔરો કો હસાતે હી રહે


ખુદ તો રોયેં મગર ઔરો કો હસાતે હી રહે,
ઈસ તરહ ગમ કો હમ અપને છિપાતે હી રહે.
જીત મેં ઉનકી હમારી તો ખુશી થી દિલકી,
દિલ કે ખુશ રખને કો હમ ખુદકો હરાતે હી રહે.
ઝિંદગી જીને કે કાબિલ નહીં યારોં ને કહા,
ઝિંદગી ફીરભી હમ બસ હસ કે બિતાતે હી રહે.
હમ કો ઉમ્મીદ ભી જન્નત કી હમેશા હી રહી,
યું ગુનાહો સે દામનકો બચાતે ભી રહે.
અપને વાદોં પે ગઝલ ઐસી લિખો એક ‘તાહા’,
વાદે કરતે ભી રહે ઔર નિભાતે ભી રહેં.

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

અમારી શરાફત નડે છે અમોને/મેઘબિન્દુ

તમારી શરાફત નડે છે અમોને

અમારી શરાફત નડે છે અમોને

હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે

કરી જે મરામત નડે છે અમોને

સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ

હવે તો અનાગત નડે છે અમોને

અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે

છતાં જે લખ્યા ખત નડે છે અમોને

અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો

છતાંયે તફાવત નડે છે અમોને
.

ધરમના જ નામે ચલાવી રહ્યા છો

તમારી બગાવત નડે છે અમોને .

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ક્રુઅલ ટુ બી કાઈન્ડ કઠોર કૃપાની કરમ કહાણી/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas

શેકસપિયરના હેમલેટે કહેલું, ‘મારે ઘાતકી થવું પડે છે કારણ કે એ જ યોગ્ય છે. ભલે ખરાબ છે પણ એથીય વધારે ખરાબને પાછળ મૂકી દીધું છે.’

પ્રણવ મુખર્જી આપણા વિત્ત મંત્રી છે. બજેટમાં એક તરફ ઈન્કમટેક્સ જેવા સીધા વેરામાં રૂપિયા ૪૫૦૦ કરોડની રાહત આપે છે અને બીજી તરફ સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટી જેવા આડકતરા વેરામાં વધારો કરીને રૂપિયા ૪૧,૫૦૦ કરોડનો બોજ આપણાં માથે થોપી દે છે. એક હાથે દઇ દો અને દસ હાથથી લઈ લો-એ મુખર્જી મંત્ર છે. વિત્ત મંત્રી છે, ભાઇ. વીતાડે તો ખરાને? પણ બહારનું ખાવ નહીં, સિગારેટ દારૂ છોડો, માંદા ન પડો, મોજશોખ વૈભવને ત્યજો તો ઝાઝી તકલીફ નથી. સોનું, પ્લેટિનમ, આઇસક્રીમ, ચોકલેટની મમત ન રાખો તો નડતર જેવું નથી.

એ.સી.ની કરી દો ઐસીતૈસી અને ફ્રિજને ફગાવી દો, કમ્પ્યુટરની ટકટક અને મોબાઇલની કચકચ છોડી દો, તમારે કશું જ ગુમાવવાનું નથી. મહીડાં મથો તો માખણ મળે પણ સાગર મંથન તો અમૃત અને ઝેરનો સંગમ. પ્રવણ મુખર્જી ભરી સંસદમાં કહે છે કે ‘આઇ હેવ ટુ બી ક્રુઅલ ટુ બી કાઇન્ડ. આ આકરા કરવેરા તમારા ભલા માટે છે. દયાળુ બનવા મારે ઘાતકી થવું પડે છે.’ – આમ તો પરસ્પર વિરોધી વાત. આજે આવા પાસપાસે તો ય કેટલાં જોજન દૂર હોય તેવા આ બે શબ્દોની ચર્ચા કરવી છે. આજે પ્રણવ મુખર્જીની કહેવાની કઠોર કૃપાના આ વિરોધાભાસી (Oxymoron) અથવા અસંગત (Paradox) શબ્દોની વાત કહેવી છે.

શબદ શેકસપિયર: કવિ નાટ્યકાર વિલિયમ શેકસપિયર આજથી સાત સદી પહેલાં જન્મેલો શબ્દોનો સોદાગર હતો. શબ્દોને એણે તોડ્યા’તા, મરોડ્યા’તા, જોડ્યા’તા અને ખોડ્યા’તા અને એમાંથી નવા જ શબ્દો સજર્યા હતા. લખાતી-બોલાતી અંગ્રેજી ભાષામાં જ નહીં પણ દુનિયાની અનેક ભાષાઓમાં શેકસપિયરનો દબદબો આજે પણ કાયમ છે. ચમકે તેટલું સોનું નહીં (ll thet glitters isnt gold), નગ્ન સત્ય (naked truth) અને વિચિત્ર જોડીદાર (strange bedfellows) જેવા અનેક શબ્દો એને દુનિયાને દીધા છે.

એણે કર્તાને ક્રિયાપદ અને સર્વનામને વિશેષણ બનાવ્યા અને કેટલાય પ્રત્યયને આગળ-પાછળ લગાડીને સાવ નવા શબ્દો, નવા મહાવરા એવા તો સજર્યા કે આજે પ્રણવ મુખર્જીએ પણ પોતાના કડવા બજેટને મધમીઠું ગણાવવા માટે શેકસપિયરના શબ્દોનો સહારો લીધો છે. સરેરાશ બંગાળી ઘરમાં રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની બાજુમાં વિલિયમ શેકસપિયરનાં પુસ્તકો હોય જ છે એટલે પ્રણવદા પોતાની બજેટ સ્પીચમાં શેકસપિયરને ટાંકે એમાં નવાઇ શી?

ડેન્માર્કના રાજા પ્રિન્સ હેમલેટની ટ્રેજડીની વાત છે. યુવાન રાજકુમાર હેમલેટને પોતાના પિતાનો પ્રેતાત્મા આવીને કહી જાય છે કે એના કાકા કલોડિયસે જ પિતાને મારી નાખ્યા હતા. કલોડિયસ અત્યારે રાજા બની બેઠા છે અને નિયમોનુસાર મૃત રાજાની પત્ની એટલે કે હેમલેટની માતા સાથે લગ્ન કરી ચૂક્યા છે. પ્રેતાત્માની વાત સાચી છે કે કેમ? એ બાબતે હેમલેટ દ્વિધામાં છે. ત્યારે નાટકમંડળીના કલાકારો એને સુઝાવ આપે છે કે રાજાના મર્ડરની પ્રતિકૃતિ જેવો સીન તખ્તા પર ભજવીએ. રાજા કલોડિયસની પ્રતિક્રિયાને ધ્યાનથી જોઇએ. જો એ ગુનેગાર હશે તો એની પ્રતિક્રિયા જ સાચી વાતનો પુરાવો આપી દેશે. (આ લે લે, આ તો હિન્દી ફિલ્મ ‘કઝ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી સ્ટોરી!) મર્ડર ઓફ ગોન્ઝાઓ નાટકનો મર્ડર સીન જોઈને કલોડિયસ ચાલુ નાટકે ઊભો થઈને જતો રહે છે.

હેમલેટ હવે જાણી જાય છે એના કાકા જ એના પિતાના કાતિલ છે. એની માતા હેમલેટને બોલાવીને આ બાબતે ખુલાસો પૂછે છે. મા દીકરા વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. દરમિયાન પડદા પાછળ સંતાઇને વાતચીત સાંભળતા પ્રધાન પોલોનિયસને કલોડિયસ સમજીને હેમલેટ મારી નાખે છે. પછી કહે છે કે મને કોઈ પસ્તાવો નથી. I must be cruel, only to be kind; Thus bad begins, and worse remains behind.મારે ઘાતકી થવું પડે છે કારણ કે એ જ યોગ્ય છે. ભલે ખરાબ છે પણ એથીય વધારે ખરાબને આપણે પાછળ મૂકી દીધું છે. દુષ્ટનો સંહાર કરવાનું ઘાતકીપણું સર્વજન હિતાવહ છે, સર્વજન સુખાય છે.

શબદ વિવરણ: પોલિટિકલ સાયન્સના ખેરખાં મેકિયાવેલી ઇટલીના રાજનીતિજ્ઞ, પણ પોતાના માસ્ટરપીસ ગ્રંથ ‘ધ પ્રિન્સ’માં લખે છે કે શાસન કરવું હોય તો કંઇ પણ કરવું પડે. અંગત નૈતિકતા અને જાહેર નૈતિકતા બે જુદી વાત છે. જો કોઇ વાતનો અંત સારો આવવાની અપેક્ષા હોય તો, કોઇ વાત જો રાજ્યના ભલા માટેની હોય તો- ક્યારેક આકરાં, અઘરાં, અળખામણાં કે અજુગતાં પગલાં લેવા પડે. મેકિયાવેલીએ તો હિંસાને પણ સમર્થન આપ્યું હતું. પોલીસ એનકાઉન્ટરમાં રીઢા ગુનેગારોનાં ઢીમ ઢાળી દેવાની ઘટના પણ મેકેયાવેલિયન સિદ્ધાંત અનુસાર જાયજ છે કારણ કે એને કારણે પોલીસની ધાક રહે છે. ગુના થતા અટકે છે. પોલીસને ક્રુઅલ ટુ બી કાઇન્ડ થવું પડે છે.

ક્રુઅલ ટુ બી કાઇન્ડ મહાવરો સાંપ્રત કાળમાં એટલો જ પ્રસ્તુત છે. ટીવી રિયાલિટી શોમાં ગાનારા કે નાચનારામાં ટેલન્ટ ન હોય તો તેને શોની બહાર કાઢી મૂકતા જજ એ જ સમજાવે છે કે એને કઠોર એટલે થવું પડે છે કે ભવિષ્યમાં એ ફરી મહેનત કરે અને આગળ આવે. અથવા માતાની ભલામણ હોય છતાં પિતા પોતાના પુત્રને મોજશોખ માટે માગ્યા મુજબ પૈસા આપતા નથી. પુત્ર નારાજ જરૂર થાય છે, પણ એ આખરે તો એના ભલા માટે છે. ક્રુઅલ ટુ બી કાઇન્ડ એ બાપલોકોને મહાવરો છે, પુરુષવાચક શબ્દ છે.માતૃમંડળીઓ તો કાયમ કાઇન્ડ જ કાઇન્ડ હોય છે.

શબદ ગીત: બ્રિટિશ ગીતકાર અને ગાયક નિક લોવ પોતાના અતિલોકપ્રિય ગીત ‘ક્રુઅલ ટુ બી કાઇન્ડ’માં નિષ્ઠુર પ્રેમિકાની વાત રજુ કરતાં કહે છે કે- હું કન્ફ્યુઝ છું. તું કહે છે કે મને પ્રેમ કરે છે, પણ તું કહે કંઇ છે અને કરે કંઇ છે. તારી નિર્દયતાને તું સાચી ઠરાવે છે. કહે છે કે એ પ્રેમની નિશાની છે. હું સમજી શકતો નથી. તને પૂછું છું તો તું એક જ વાત વારંવાર કહે છે કે તારે ક્રુઅલ ટુ બી કાઇન્ડ થવું પડે છે. પ્રેમ, યુદ્ધ અને રાજકારણમાં કશું ઘાતકી નથી, જે કરો તે બધું વાજબી છે.

શબદ આરતી: રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્ય ‘વિચરતાં પક્ષી’માં કહે છે કે ધરતી પર લાત મારો તો માત્ર ધૂળ ઊડે, એને ચીરો, એને ખેડો તો જ એમાં પાક ઊગે, માણસો નિર્દયી છે, પણ માણસ દયાળું છે.

Men are cruel, but Man is kind…

pp_vyas@yahoo.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

3 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized

અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !/કાયમ સાહેબ

શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ . તેઓનું ૧૯૯૨માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’
ધર્મને અનેક અનોખા માધ્યમોમાં, સ્વરૂપોમાં, વિષયોમાં સાંકળીને સર્જન પામેલ ગઝલો – કાવ્યરચનાઓ આ સંગ્રહની આગવી વિશેષતા છે. પ્રસ્તુત નાનકડા સંગ્રહમાં અનેક ચોટદાર શે’ર અને સુંદર ગઝલો ધર્મના જીવનમાં સ્થાન અને તેની અસર ઉપર પ્રકાશ પાડે છે. કવિની કલમ ધર્મના ઠેકેદારો અને ધર્માંધોને શબ્દબાણે વીંધવાનું ચૂકી નથી, તો માર્ગ ભૂલી રહેલાઓને સાચા ધર્મને સમજવાની રીત પણ ક્યાંક બતાવાઈ છે. ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે.  ખૂબ ખૂબ આભાર . આ આખું પુસ્તક  ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.
પુસ્તકની ઝલક આપતા કેટલાક શે’ર અને મુક્તકો અત્રે પ્રસ્તુત છે.
* * *
નગર આખું રમકડું છે તમારું કાચનું ‘કાયમ’
અને બે-ચાર પાગલ ત્યાં ફરેછે પથ્થરો સાથે !
* * *
એક તરફ અલ્લાહો અકબર, બીજો નાદ અલખ-નિરંજન
ક્યાં પહોંચે છે બેય અવાજો? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
ક્યાં જાશે એ બે ય સવારી? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
એક નનામી ! એક જનાજો! અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
* * *
પાંદડાઓની વ્યથા એ કંઇ રીતે કાને ધરે?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
જોઇને મોટાઓના આ સાવ હિણા કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
* * *
જીવનને વેડફી દીધું આ કેવી પાંગળી જીદમાં,
ભીંતોને દ્વાર સમજી ખોલવાની વ્યર્થ કોશિશમાં..
* * *
એક બાજુ ઘોર અંધારાને ઓઢી સૂઇ ગયેલી જિંદગી
એક બાજુ ફાટલા ખિસ્સા મહીં રાખેલ ચપટી રોશની
* * *
આપનારો પણ કહો એને વધુ શું દઇ શકે?
એક નાગો એક ખોબાથી વધુ શું લઇ શકે?
જે પડે જગમાં ભૂલો, પહોંચે કદી તો ઘર સુધી;
પણ જે પડે ઘરમાં ભૂલો એ કહો ક્યાં જઇ શકે?
* * *
નગર આખું રમકડું છે તમારું કાચનું કાયમ,
અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !
* * *
સાવ સાદો ને સહજ આ જિંદગીનો મામલો,
એક બાળક, ઘંટ, છુટ્ટી ને અધૂરો દાખલો.
* * *
ના હિન્દુ મરે છે ના મુસલમાન મરે છે;
શૈતાનના હાથો વડે ઈન્સાન મરે છે..

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

આત્મતેજ પ્રગટાવી જગમાં પ્રજળું , જગ અજવાળું

 

ઘૂમરાતાં મંડરાતાં બાદલ   સૌમ્ય બનીને આવો ,

સુધાસિક્ત તુજ અંબુશિકરથી આત્મોલ્લાસ જગાવો .

વીજ-કડાકે ઉદ્યુત તારા દૈવી તેજ-ફુવારા

હૃદયોત્થિત અંધાર વિદારી દીપ્તિ અમર ઝગાવો .

ઝંઝાનિલોદ્ભવિત તાંડવો , રૌદ્ર પ્રચંડ પ્રપાતો

ઝંઝાવાત હૃદયના ભેદી શીતલ આગ ઝરાવો .

ઘન-અંકે જ્યમ વીજ ઝબૂકે , વિશ્વે નિત્ય ઝબૂકું ,

આત્મતેજ પ્રગટાવી જગમાં પ્રજળું , જગ અજવાળું

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

દ્વીઅર્થી શબ્દો/– જુ.

મારા પ્રાતઃસ્મરણીય ગુરુજી શ્રી ન. પ્ર. બુચનાં કાવ્યો શ્લેષથી ભરપુર અને લોકપ્રસીદ્ધ  છે..એમાં દ્વીઅર્થી શબ્દોને બહુ જ ખુબીથી પ્પારયોજ્રયા છે…ફક્ત બે જ દાખલા આપું છું – – જુ.

    શ્લેષ પર શ્લેષ (અનુષ્ટુપ)

……………….   શ્લેષ–શોખીન હું ઘણો,

‘એ’ કે’ એક સમી સાંજે,  “શ્લેષ–શોખીન છો ઘણા;

કરો  તો  શ્લેષ  પે  શ્લેષ,  જોઉં  કેવાક  આવડે !”

કરી  આશ્લેષ  મેં કીધું, “થયોને  શ્લેષ શ્લેષ પે ?”

…………………… ‘એ’   કે’,   એકે   જ  શું  વળે ?”

ફરી આશ્લેષ કરી મેં કું’, “બીજો  બી,  થયો  કની ?

–––––––––––––––––––––––––––––––––––––  

માટીની માયા

ટીપી ટીપી ઘટ આ ઘડિયો

માટીનો  શો નાજુક ખડિયો !

અણુઅણુએ  માટીની માયા,

કેવળ  માટીની  આ   કાયા.

મા(તા) ‘ટી’ની માયા

‘ટી’પી ‘ટી’પી ઘટ આ ઘડિયો

મા ‘ટી’નો શો નાજુક ખડિયો !

અણુઅણુએ મા‘ટી’ ની માયા,

કેવળ  મા ‘ટી’ની  આ  કાયા.

–––––––––––––––––––––

‘ટી’ – ચા.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

મનના રોગ/કાંતિ ભટ્ટઃ

 Email  Comment

માનવીના મન વિષે હું હજારો સૂત્ર ટાંકી શકું.  ટી. જે. એસ. જ્યોર્જે ‘ડિક્શનરી ઓફ કવોટેશન’ પ્રગટ કરી છે. તેમાં સૌથી વધુ કવોટેશન ‘મન’ પર છે. મેં ૭૯ વર્ષના મારા મન સાથેના યુદ્ધમાં એક મારું સૂત્ર પેદા કર્યું છે: ‘તારા માંકડા જેવા મનને તારા મનમાંથી જ પેદા કરેલી લાકડીથી પાંસરુંદોર કર.’ તો? હું સફળ થયો છું? ના. જો સફળ થયો હોત તો હવે પત્રકાર બની રહેવાને બદલે ગીરના જંગલમાં કે મારા વતનના દરિયાની ભેખડોમાં ભટકીને મનથી મુક્ત થઈ મજા કરતો હોત.

ફિલ્મ નિર્માતા અને અવળી ફિલસૂફીવાળા મહેશ ભટ્ટના મુંબઈ સ્થિત વાંદરાના ઘરે મહાન ફિલસૂફ યુ. જી. કૃષ્ણમૂર્તિ ઊતરેલા. તેમનો ઇન્ટરવ્યુ લેવાનું સદ્ભાગ્ય મળ્યું. મેં પ્રથમ પ્રશ્ન કર્યો: મનને કેમ જીતવું? તેમણે મારો ઊધડો લઈને કહ્યું: શું તમને ફિલોસોફર બનવાનો શોખ વળગ્યો છે? તમારે સ્પિરિચ્યુઅલ થવું છે અને મોટાભા થઈ ફરવું છે?

સ્પિરિચ્યુઆલિટી ઈઝ ધ ઇન્વેન્શન ઓફ ધ માઈન્ડ એન્ડ ધ માઈન્ડ ઈઝ ધ મીથ. અર્થાત્ ‘આઘ્યાત્મિકતા’ એ માત્ર માનવીના મનની શોધ છે. આઘ્યાત્મિકતાનો સૌથી મોટો વેપલો ગુરુઓ કરે છે. આ આઘ્યાત્મિકતા કયાંથી પેદા થઈ? એ મનની પેદાશ છે. યુ. જી. કૃષ્ણમૂર્તિ ધડામ્ દઈને કહી નાખે છે કે મન એક પુરાણકથા જેવી ચીજ છે, કાલ્પનિક વસ્તુ છે, તેને નામે પણ વેપલો ચાલે છે. ડો. બ્રુસ લેવિનના કહેવા પ્રમાણે ‘મનના રોગ’ની શોધ કરનાર મનોવિજ્ઞાની કે માનસચિકિત્સકોની મદદથી આજે એકલા અમેરિકામાં જ ૨૫ અબજ ડોલરનો વેપલો (સાયકિયેટ્રિક દવાઓનાં વેચાણ સહિત) થાય છે. યુ. જી. મનને મીથ કહે કે ન કહે, આજે આ મનનું સામ્રાજ્ય ચારેકોર છે. આપણા કૃષ્ણ કહી ગયા તે આજે ય સાચું છે. મન જ માનવીનાં બંધન અને મોક્ષનું કારણ છે. મનના પનારા મરતાં સુધી પડયા છે.

ડો. બ્રુસ લેવિનનું પુસ્તક ‘એનેટોમી ઓફ એપિડેમિક’ મગાવશો તો તમને યુ.જી. કૃષ્ણમૂર્તિની વાત સાચી લાગશે, પણ આપણે બધા કંઈ યુ.જી. થઈ શકીએ નહીં. આપણે સંસારના કીચડમાં ખુંદાતા સામાન્ય માનવ તરીકે જીવવાનું છે. એમાં તમને મિત્રો કનડે, પત્ની કનડે, પતિ કનડે અને એ કોઈ કનડતું ન હોય તો તમારું મન કનડે છે, પીડે છે. મેં ઈલાજ શોધી કાઢ્યો છે કે એ મનની પીડાને જોતાં રહેવાનું. અરે, પીડાને ઈનવાઈટ કરવી. પીડાને કહેવું કે ‘આવ તારે પીડવું હોય તેટલું પીડ. હું મારા મનનો ડંડો લઈને બેઠો છું. એ મનના ડંડાથી જ મનની પીડાનો સામનો કરીશ. પીડાને મિત્ર બનાવી લઈશ.’

મનને મિત્ર બનાવવાનું મારું યુદ્ધ જારી છે! કવિ સુરેશ દલાલે કવયિત્રી એષા દાદાવાળાનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો છે. તે સંગ્રહમાં ‘જડતા’ના મથાળાવાળું કાવ્ય છે. એમાં ૨૧મી સદીના માનવનું માનસિક ચિત્ર છે: અહીં તૂટેલાં સપનાંની વેદનાને ક્યાંય જગા નથી.

આંખને તો આદત છે આડેધડ સપનાં પેદાં કરવાની,દસ બાય દસની ઓરડીમાં આધેડની વ્યથા સમાચાર બનતા નથી.અહીં બધાના કોમન સેન્ટિમીટર ફિકસ્ડ છેબળાત્કાર-આપઘાત બધાના જ…

અહીં કવયિત્રી માનવની એક મોટી તકલીફને ચૂકી ગયાં. આજે શહેર કે ગામડાંનો માણસ, રાષ્ટ્રપતિભવન કે મુંબઈની ચાલીનો માણસ – એ તમામને તેનું મન જ પીડે છે. તેના મનના રોગનાં ઘણાં નામ છે. સતત હીજરાયા કરવું, ગમગીન થઈ જવું, બેચેન બનવું, ડિપ્રેસ થઈ જવું – આ તમામને અંગ્રેજીમાં મેલંકલી કહે છે. કવિ જેમ્સ બોસવેલે ૧૭૬૩માં લખેલું – સ્ત્રી-પુરુષ કુદરતનું કેવું વિચિત્ર સર્જન છે! માનવીને પાવરની ઘણી વરાયટી અને ફેકલ્ટીઝ (જ્ઞાનની શાખા) મળી છે, પરંતુ છતાં માનવનું મન કેટલું સરળતાથી ડિસ્ટર્બ થઈ જાય છે, મૂડમાં અસ્તવ્યસ્ત થઈ જાય છે.

અમેરિકન સાયકોલોજિકલ એસોસિયેશને ૨૦ નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ રચીને માનવીનું મન અને ગમગીની કેવા રોગ પેદા કરે છે તેની તપાસ કરવા કહ્યું. ૩ વર્ષ સુધી માથાફોડ કરી ત્યારે ગમગીની, ડિપ્રેશન અને મેલંકલીનાં ઘણાં કારણો સમજાયાં. નાની છોકરી સાથે ટીનેજમાં કોઈએ દુરાચાર કર્યો હોય, લગ્ન દુખી હોય, સાંસ્કòતિક દ્રષ્ટિએ બોયકોટ થવું પડતું હોય (હરિજન વગેરે) અને તે પછી મોટપણમાં શરીરમાં હોર્મોનના ફેરફાર થાય છે. સ્ત્રીઓ ખાસ મૂડ સ્વિંગને પાત્ર બને છે. ગર્ભ રહે, માસિકસ્રાવ આવે, બાળક જન્મે અગર સંતાનહીનતા આવી જાય – આ તમામમાં સ્ત્રીના મૂડ-મનની હાલત બદલાય છે.

મન વિલન બને છે. ભારત અને અમેરિકામાં અનુક્રમે ૫૦ લાખ અને ૨૫ લાખ સ્ત્રી-પુરુષોને મનની ગમગીની પીડે છે. પશ્વિમના લોકો મહ્દ અંશે મનોવિજ્ઞાનમાં પૈસા ફેંકે છે. ભારતની સ્ત્રીઓ બાપુઓની કથામાં, ભજનોમાં અને મંદિરોમાં જાય છે.

એરિસ્ટોટલ અને હિપોક્રેટસ નામના પુરાણા ચિંતકોએ નક્કી કર્યું કે ચાર તત્વો માનવીનો મિજાજ નક્કી કરે છે. તેનું લોહી, કફ, કાળું પિત્ત અને પીળું પિત. આ ચારેય તત્વોને સમતોલ રાખવાનાં. ગ્રીક ભાષામાં ‘મેલાસ’નો અર્થ કાળું થાય છે. મેલંકલી એટલે કાળો મિજાજ. એ મિજાજ અગર ઉદાસ મનને પોતે જ સુધારવાનું છે. કવિતા રચી, ગાઈ કે જંગલોમાં વિહાર કરીને. નિસર્ગોપચારમાં પ્રાથમિક રીતે સૌથી પહેલાં શરીરના ખાટા કે કાળા રસને શાંત કરવા ખાટાંમીઠાં ફળો ખાઈ એસિડિટી ઓછી કરવાનો શારીરિક ઈલાજ થાય છે, ઉપવાસ કરાવાય છે. પછી ફળાહાર કરાવાય છે.

ભારતમાં ઘણા યાત્રાએ ઊપડી જતા. જંગલમાં ચાલ્યા જતા. હેન્રી ડેવિડ થોરો જંગલમાં ચાલ્યા ગયેલા. જહોન કિટસ અને સેમ્યુઅલ કુલટિજે ગમગીનીને સલામ કરતી કવિતા લખેલી. ગમગીનીના કવિઓ (મરીઝ, મીનપિયાસી)ને તમે જાણો છો. ખરેખર તો મનની પીડા કે ગમગીની સારી વસ્તુ છે. તેના થકી સેન્સિટીવિટી એટલે કે લાગણીપ્રધાનતા આવે છે. સૌથી મોટી પળોજણ ડો. બ્રુસ પાવરે કરી. તેમણે એન્ટિડિપ્રેસન્ટ ડ્રગ્ઝને પ્રચલિત કર્યા. તદન નકામી સાયકોથેરપી પેદા કરી.

આ સાયકોથેરપીની પોલ છેક ૧૯૮૨માં ખૂલી. અમેરિકાના રોકવીલે ગામની એક ઓશર નામની માનસિક રોગીએ ત્યાંની ચેસ્ટનટ હોસ્પિટલ સામે કહેવાતી સાયકોથેરપી દ્વારા ડોક્ટરેએ તેને લૂંટી તેવો કોર્ટ કેસ કર્યો. દર્દી-ડોક્ટર બન્ને ઊંડા ખર્ચમાં ડૂબી ગયા. દર્દી સારી થઈ ગઈ. ડોક્ટર અડધો પાગલ થઈ ગયો!

પ્રખ્યાત ગણિતજ્ઞ-વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટન મનના રોગથી-ડીપ્રેશન-ગમગીનીથી પીડાતા હતા છતાં ૧૭૦૫માં તેમણે સાયન્ટિસ્ટ તરીકે ઈંગ્લેંડની રાણી એનનો એવોર્ડ મેળવેલો. બિથોવન, અબ્રાહમ લિંકન, લોર્ડ વિન્સ્ટન ચર્ચિલ, ભારતના ટૂંકા સમયના રાષ્ટ્રપતિ હિદાયતુલ્લા અને મેથેમેટિકસમાં નોબલ મેળવનારા જહોન નેશને ગમગીની પીડતી હતી. ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામના પુસ્તકમાં આ ગણિતશાસ્ત્રીના મનના રોગની કરુણ કથા છે. તેના પરથી બનેલી આ જ નામની ફિલ્મને ઘણી પ્રતિષ્ઠા મળી છે. ટોલ્સ્ટોય, કવિ જહોન કીટસ, માર્લન બ્રાન્ડો, અર્નેસ્ટ હેમિંગ્વે ગમગીનીથી અને મનના રોગથી ખૂબ પીડાયેલા.

ગમગીનીનો સૌથી મોટો સેલિબ્રિટી દર્દી છે અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન. બરાબર ૧૫૯ વર્ષ પહેલાં બીજી વખત મેન્ટલ બ્રેકડાઉનનો ભોગ બન્યા તે તબક્કા વિશે વાત કરતું પુસ્તક વાંચવું જોઇએ. તેનું નામ છે ‘લિકન્સ મેલંકલી – હાઉ ડિપ્રેશન ચેલેન્જડ એ પ્રેસિડન્ટ એન્ડ ફ્યુઅલ્ડ હિઝ ગ્રેટનેસ’ નામના પુસ્તકમાં તેનું વર્ણન છે. આજે પણ સાયકિયેટ્રી ટેકસ્ટ બુકમાં પ્રમુખની પીડાનો દાખલો અપાય છે. પ્રમુખ લિંકનના પિતા થોમસ લિંકન અને માતા નાન્સી લિંકન ગમગીનીનાં બંદા હતાં. નેન્સી સતત ડિપ્રેશનથી પીડાતી, પરંતુ અબ્રાહમ લિંકન ગમગીની છતાં ખૂબ વાંચતા. વાંચને તેને (માનસિક) લડવૈયા બનાવ્યા.

‘ધ ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના સાપ્તાહિકના ૩-૪-૨૦૧૦ના અંકમાં કહેવાયું છે કે, ‘ન કરે નારાયણ ને જો તમે હોસ્પિટલમાં હો અને તમને માત્ર ઈંટમાટીની દીવાલ દેખાતી હોય , તેના કરતાં જો તમારી પથારી બારી પાસે હોય અને તમે પથારીમાં પડયાપડયા વૃક્ષો કે હરિયાળી દેખાતાં હોય તો જલદી સાજા થઈ જાઓ છો. માઈન્ડ અને બોડીનું કનેકશન ઉપચારમાં ઘણું કામ લાગે છે. ડોક્ટરોએ એવા પેશન્ટ જોયા છે, જેમના છૂટાછેડા થયા હોય કે કુટુંબમાં મરણ થયું હોય તો તેનું શોકાતુર મન તેને જલદી સાજા થવા દેતું નથી.

માનવીના મગજની તાણ તેની રોગપ્રતિકારશક્તિ ઘટાડે છે. શોકાતુર મનવાળાના શરીરની રાસાયણિક ક્રિયા એવી થાય છે જે રોગને સારો થતાં વિલંબ કરે છે.’ગમગીની કે ડિપ્રેશનના દવા વગરના ઈલાજ બતાવી શકાય, પણ મોટી જવાબદારી ખુદ દર્દીની છે. સૌથી રિપિટ કરવા જેવો ઈલાજ છે – રચનાત્મક પ્રવૃત્તિ કરો. તમે લેખક-કલાકાર થઈ શકો છો. જૂના જમાનાની મનની પીડાયેલી સ્ત્રી ભકત-કવયિત્રી બની જતી. આપણા સમાજની સ્ત્રી તેની ગમગીનીનો ઈલાજ ઘરની વધુપડતી સાફસૂફીમાંથી શોધે છે તે ખરેખર સાયન્ટિફિક છે.

એક્ટિવિટી ઈઝ ધ બેસ્ટ મેડિસિન ઓફ માઈન્ડ. અંગ્રેજો તો એપ્રિલને ક્રૂરમા ક્રૂર મહિનો માને છે અને જાન્યુઆરીના ત્રીજા સોમવારને બ્લુ મન્ડે કહે છે. તે દિવસે ખાસ ડિપ્રેશન આવે છે. જાન્યુઆરી-એપ્રિલમાં મૂડને ઠીક રાખો. દવા ન કરો. જૂનાં ગીતો સાંભળો. જંગલમાં ફરવા ચાલ્યા જાઓ. જાપાનનો લેખક હારૂહી સુઝમિયા તો આજે ય એટલો પ્રખ્યાત છે કે તેની કરુણ અંતવાળી ફિલ્મો, અને આત્મકથા પ્રખ્યાત છે. રડવા માટે બ્રાન્ડ ઓશિકાં અને આંસુ લૂછવાનાં રૂમાલ મળે છે. આદર્શ સ્થિતિ તો એ છે કે તમે પોતે એવા બડકમદાર થઈને રહો કે બીજા જે તમને પીડવા માગે તેણે આવા રૂમાલ ખરીદવા પડે!


1 ટીકા

Filed under Uncategorized