Daily Archives: મે 12, 2012

માતૃદિનના અભિનંદન/માને અને મા જેવા હ્રદયવાળાને…

માતૃ દિન ના અભિનંદન/માને અને મા જેવા હ્રદયવાળાને…

પ્રેમનો એક અર્થ છે જતન કરવું એ. માતા પોતાના બાળકનું કેટલું બધું જતન કરે છે. કેટલી બધી કાળજી રાખે છે. ભર ઊંઘમાં હોય ત્યારે પણ પડખામાં સૂતેલું બાળક ક્યારેય એ પડખું ફરતાં એના ભારથી કચડાઈ ગયું હોય એવું ઈતિહાસમાં આજ લગી કદી નોંધાયું નથી. બે પ્રેમી મળે છે તો હોઠ બોલતા નથી, પણ આંખ બોલે છે. શબ્દ વિના પણ પ્રેમ વ્યક્ત થઈ શકે છે. માતા બહાર ગઈ હોય અને ઘરે પાછી આવે ત્યારે બાળકની આંખમાં જે ચમકાર થાય એ ચમકાર એ ઈશ્વરનો ચમત્કાર છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

Janani Ni Jod Sakhi Nahi Jade Re Lol – YouTube

www.youtube.com/watch?v=pmGu87HyhUA17 Jan 2011 – 6 min – Uploaded by cypher8888888
Janani Ni Jod Sakhi Nahi Jade Re Lol. Standard YouTube License.

મધર્સ ડે નિમિત્તે માણીએ માતા અને સંતાનનો સંબંધ વિશે સ્વામીજીના વિચારો. સ્વામીજીના પુસ્તક ‘નર-નારીનાસંબંધો‘ ની ઓડિઓ બૂક માંથી સાભાર.] 

@14.00M-min. માતા થવા માટે કુદરતે સ્ત્રીમાં ઋતુકાળની વ્યવસ્થા કરી છે. રજોદર્શનસાથે પ્રબળ કામેચ્છાના આવેગો પણ શરુ થાય છે અને તે તેને પત્ની થવાની અને પછી માતા થવાની ફરજ પાડે છે. આવુંજ પુરુષની બાબતમાં. જે લોકો આવા આવેગોને દમન કરવાનો ઉપદેશ આપે છે તે યુવાનોને ગુમરાહ કરે છે. આવેગો મર્દાંનગીની નિશાની છે. આ કુદરતી આવેગોને નિયંત્રિત કરવા પતિ-પત્નીનો સંબંધ જરુરી છે. @17.00Min. સાંભળો અવરોધાયેલું શુક્ર વિશે લોકોનો મહાભ્રમ. માતૃત્વ પોતેજ એક તપસ્યા અને તે ગર્ભધાનથીજ શરુ થઇ જાય છે. આવનારા બાળક માટે કેટલાયે સુખોનો ત્યાગ કરે છે. પહેલાં તે પતિ વિના રહી શકતી ન હતી તે હવે બાળક વિના રહી શકતી નથી

23 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ઓક્યુપાય વોલસ્ટ્રીટ : આર્થિક સમરસતાનું આંદોલન/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas   |

વોલસ્ટ્રીટથી શરૂ થયેલું ‘ઓક્યુપાય’ આંદોલન આજે ૮૨ દેશોનાં ૯૫ શહેરોમાં ચાલી રહ્યું છે. જાણીએ, ‘ઓક્યુપાય’નું એ ટુ ઝેડ…

શબ્દ મંડાણ : વર્ષની ફિલ્મોને એવોર્ડ મળે તે તો જાણે સમજયા, પણ વર્ષમાં લોકજીભે ચર્ચાતા શબ્દોનું નોમિનેશન થાય અને કોઈ એક શબ્દ કે શબ્દસમૂહને વર્ષનો સૌથી પ્રભાવી, સૌથી અગત્યના શબ્દ તરીકે ઘોષિત કરવામાં આવે એ કેવું? અમેરિકન ડાયલેકટ સોસાયટી ૧૯૯૧થી દર વર્ષે આવો ‘વર્ડ ઓફ ધ યર’ નક્કી કરે છે. ૨૦૧૧ વર્ષના શ્રેષ્ઠ શબ્દની રેસમાં Fomo (Fear of Missing Out) એટલે – તમે લઈ ગયા અને અમે રહી ગયા-નો માનસિક ડર) અને We ૯૯% (એટલે હમ ૯૯%) ગરીબો કી સૂનો, નહીંતર ૧% ધનપતિઓનું બેન્ડ બજાવી દઇશું. જેવા બે શબ્દોને પછાડીને Occupy (કબજો જમાવવો) શબ્દ બોલચાલશાસ્ત્રનો ઓસ્કર ગણાતો ‘વર્ડ ઓફ ધ યર’ એવોર્ડ જીતી ગયો. ‘કબજો બળવાન’! શું કિયો છો?!

શબદ વ્યૂત્પત્તિ : ‘ઓક્યુપાય’ આમ તો સાવ સાદો શબ્દ. આપણેય મકાન ખરીદીએ તો પૂછીએ કે ઓક્યુપન્સી સર્ટિફિકેટની છેને? અમે બિલ્ડિંગ યુઝ (બી.યુ.) કરી શકીએને? ઓક્યુપાય એટલે વાસ કરવો, રહેવું, કબજો જમાવવો. પછી એ જગ્યાનું રોકાણ હોય, મકાનનો કબજો હોય કે મનમાં ઘર કરી ગયેલી કોઈ વાત હોય. પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવાના હોય તો તેને પણ આપણે કહીએ કે ઓક્યુપાય રાખો, નહીંતર નવરા નખ્ખોદ વાળશે. મૂળ લેટિન શબ્દ ‘ઓક્યુપાર’ પરથી આવેલો શબ્દ ‘ઓક્યુપાય’ ૧૬મી સદીથી સામાન્ય વાતચીતમાં ઓછો વપરાવા લાગ્યો કારણ કે એ શબ્દ બળજબરી કે બળાત્કાર સાથે સંકળાયેલો હતો, પણ ગત વર્ષ દરમિયાન એવું તે શું થયું કે ઓક્યુપાય શબ્દ સૌથી અગત્યના શબ્દ તરીકે જાહેર કરાયો?

શબદ વિનિયોગ : અત્યારના આર્થિક મંદીનો હાઉ હાવી થૈ જયો સે, બાપ. ચાર-પાંચ વર્ષ પહેલાંય તો ઇવુ જ હતું’ન ભૈ. ત્યારે Subprime (જોખમી આર્થિક ધિરાણ કે રોકાણ) અને Bail-out (ખાનગી કંપનીઓનો સરકારી ઉગારો) જેવા આર્થિક વ્યવહારના શબ્દો અનુક્રમે ૨૦૦૭ અને ૨૦૦૮ના ‘વર્ડ ઓફ ધ યર’ થિયા’તા. અત્યારે પણ એવું જ છે. આ વર્ષનો ‘ઓક્યુપાય’ શબ્દ ‘ઓક્યુપાય મૂવમેન્ટ’ નામના આર્થિક અને સામાજિક અસમાનતાનો વિરોધ કરવા આંતરરાષ્ટ્રીય આંદોલન સાથે સંકળાયેલો છે. ગત સપ્ટેમ્બરમાં અમેરિકામાં ‘ઓક્યુપાય વોલ સ્ટ્રીટ’ આંદોલન શરૂ થયું.

આખી રાત તંબુ કે સ્લીપિંગ બેગમાં સૂઇને સવારે પ્રદર્શનકારીઓએ ન્યૂ યોર્કના શેરબજાર વોલ સ્ટ્રીટમાં કબજો જમાવ્યો. લાઉડસ્પીકરની મંજુરી ન આપી તો ભાષણ કરનાર એક વાક્ય બોલીને અટકે અને નજીક ઊભેલા માણસો કોરસમાં વાક્ય પાછું બોલે એટલે પાછળ ઊભેલા બધાને સંભળાય એવા ‘હ્યુમન માઇક્રોફોન’ની તરકીબ અજમાવી. જનરેટરની મંજુરી ન આપી તો સાઇકલનાં પૈડાં ફેરવીને ડાયનેમોમાંથી વીજળી પેદા કરી લેપટોપ અને મોબાઇલ ફોન ચાર્જ કર્યા. ચક્કાજામ થયા. આવું રોજ રોજ થવા માંડ્યું. છેલ્લે ત્રીજી જાન્યુઆરીએ ઓક્યુપાય વોલ સ્ટ્રીટના આંદોલનકારીઓ આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ અચાનક જ હજારોની સંખ્યામાં (Flash Mob) પીક આવર્સમાં ન્યૂ યોર્ક ગ્રાંડ રેલવે સ્ટેશન ટર્મિનલને ઓક્યુપાય કરીને વિરોધ પ્રદર્શન કર્યું. આજે આ આંદોલન ૮૨ દેશોનાં ૯૫ શહેરોમાં ચાલી રહ્યું છે.

શબદ પ્રયોજન : કેનેડિયન આંદોલન ગ્રૂપ ‘એડબસ્ટર્સ’ને આની પ્રેરણા આરબ દેશોનાં જન આંદોલન-ખાસ કરીને ઇજિપ્તનાં કૈરોનાં તેહરીર સ્કવેર પર થયેલા આંદોલનથી મળી છે. આંદોલનનું સૂત્ર છે : વી આર. ૯૯%. અમીરો અમીર થતા જાય છે અને ગરીબો વધારે ગરીબ. અમેરિકાના ૧% લોકો પાસે ૩૫% સંપત્તિ છે. એ પછીના અમીર લોકોને ગણીએ તો ૧૯% લોકો પાસે બાકીની ૫૦% સંપત્તિ છે. બાકી રહી ગયેલા ૮૦% લોકો પાસે વધેલીઘટેલી મહઝ ૧૫% સંપત્તિ બાકી રહે છે.

ઓક્યુપાય આંદોલનનો કોઈ નેતા નથી અને એને ખરેખર શું જોઈએ છે? – એ વિષે સ્પષ્ટ નથી; આવી વાત સરકારતરફી મીડિયા કરે છે, પણ આંદોલનકારીઓ સ્પષ્ટ છે. તેઓ રાજકારણ પરથી પૈસાની ભ્રષ્ટ અસરને દૂર કરવા માગે છે. બેન્કિંગ પદ્ધતિમાં સુધારા કરવા માગે છે. આર્થિક ગુનેગારોને ભારે સજા થાય તેમ ઇચ્છે છે, વધારે સંખ્યામાં વધારે સારી નોકરીઓ ઇચ્છે છે. તેઓ મોટી કંપનીઓના દરેક ખરીદવેચાણ પર, નાણાંની લેતીદેતી પર ટેક્સ નાખવા સરકારને વિનંતી કરે છે. અમીર પાસે નાણાં લઈને ગરીબને આપવાના હેતુસરના આ ટેક્સને ‘રોબિનહૂડ ટેક્સ’ કહેવાય છે. આ જનઆંદોલન અહિંસાના સિદ્ધાંતને વરેલું છે.

શબદ ચિત્રાંકન : આંદોલન એટલે માત્ર સૂત્રોચ્ચાર નહીં, કલાકારનો હિસ્સો પણ ખરો. ઓક્યુપાય વોલસ્ટ્રીટ આંદોલનનું આમંત્રણ આપતા પોસ્ટરમાં શેરબજારના આક્રમક આખલા પર ઊભાં રહીને છોકરી નૃત્ય કરી રહી છે. સ્વસ્થતાથી, શાંતિથી આખલાને કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે. વોલસ્ટ્રીટ નામની ખાટકીની દુકાન-પોસ્ટરમાં શેરબજારનો આખલો ડોલર ચાવી જાય છે. લખ્યું છે કે ધનલાલસા સારી વાત છે. ગેરરીતિથી, કાવાદાવા કરીને ૧% જેટલા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આખલાઓની માંસપેશીઓ મજબૂત કરે છે. પછી અમુક પૂંજીપતિઓ આખલાઓનું માંસ શેરબજાર નામના ખાટકીની દુકાનમાંથી તફડાવી જાય છે અને બાકીના ૯૯% લોકો માટે રહી જાય છે છાણનો પોદળો.

શબદ આરતી : ટાઇમના ૨૦૧૧ વર્ષના છેલ્લા અંકમાં કવર પેજ પર The Protester-સિસ્ટમ સામે વાંધો ઉઠાવનારને પર્સન ઓફ ધ યર દર્શાવ્યો છે. લખ્યું છે કે આરબ સ્પ્રિંગથી એથેંસ સુધી અને ઓક્યુપાય વોલ સ્ટ્રીટથી મોસ્કો સુધી, આખું વર્ષ ‘પ્રોટેસ્ટરે’ ઓક્યુપાય કર્યું હતું.

શબ્દાતીત : દૂરદર્શનની પહેલી સિટકોમ સિરિયલ ‘યે જો હૈ જિંદગી’ના એક એપિસોડનું ગીત ‘મેરે દિલ કા કમરા કર લો ઓક્યુપાઇ, મત દેના પ્યારે રેન્ટ તુમ સિંગલ પાઈ’ યાદ આવી ગયું. કાળઝાળ મોંઘવારીમાં ચાલો એટલું તો સારું છે કે દિલનો ઓરડો ઓક્યુપાય કરવા પૈસા દેવા નથી પડતા.

pareshvyas@pareshvyas.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

Leave a comment

Filed under પરેશ વ્યાસ, Uncategorized