Stopping by Woods on a Snowy Evening • Robert Frost
Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
નો ડો કવિશ્રી પંચમભાઈ શુક્લે સુંદર ભાવ વાહી અનુવાદ કર્યો
Here an attempt to translate Robert Frost’સ
“Stopping by Woods on a Snowy Evening”
pragna vyas <pragnajuvyas@yahoo.com> ખૂબ સુંદર છંદબધ્ધ ભાવાનુવાદ
અ દ ભૂ ત
ચરૈવેતિ ચરૈવેતિ. ચાલતા રહો, ચાલતા રહો. તમે ક્યાંથી આવો છો તે મહત્વનું નથી અને તમે ક્યાં જવાના છો તેની તમને ખબર ન હોય તો પણ કોઇ વાંધો નથી. બસ, ચાલતા રહો. સ્કોટિશ નવલકથાકાર રોબર્ટ લુઇ સ્ટિવન્સને લખ્યું છે,
‘I travel not to go anywhere, but to go’.
એટલે કે હું ક્યાંય જવા માટે નહીં, પણ ચાલવા માટે ચાલું છું. સારો પ્રવાસી એ છે જેને ઉદ્ગમસ્થાન અને ગંતવ્યની તમા કર્યા વગર માત્ર ચાલવામાં જ રસ હોય છે.
And miles to go before I sleep,
And miles to go before I sleep.
એ વાક્ય આપણી જ ભાષાનું હોય તેવું લાગે છે
એને અનુવાદમા પણ આમ જ રહેવા દઇએ તો?
અને મઠારી આ
થંભ્યા વિના..
આ પ્રગટ થયા બાદ પ્રતિભાવ આવ્યા
2012/5/17 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી પંચમભાઈ અને પ્રજ્ઞાબહેન.
વસંતતિલકામાં ગણગણી જોવાનો પ્રયાસ કર્યો પણ એના કરતાં આ લાંબું છે.
આ બાબતમાં માર્ગદર્શન આપશો.
જેનો કવિશ્રી એ સ રસ પ્રત્યુતર પાઠવ્યો From: Pancham Shukla <spancham@yahoo.com>
એક બર્ફીલી સાંજે ઉપવને પોરો ખાતાં [ભાવાનુવાદ: પંચમ શુક્લ]
|
(વસંતતિલકા)
કોનાં કશે ઉપવનો પથરાયલાં આ?
જાણું, હશે કવણ સુજ્ઞ, ઘણુંખરું એ
આઘે રહ્યાં જનપદે ઘર એનું આથી
જોઈ શકે નવ મને ક્ષણ આમ ઊભો
સૌંદર્યપાન કરતો હિમથી લચેલાં
એનાં જ આ ઉપવને સ્થિર આંખ ઠારી!
ને નાનકા (મુજ) તુરગનેય થતું હશે કે:
શાને ખડા? ન પથિકાશ્રમ કને છતાં આ
વર્ષાન્તની લઘુક, શ્યામ-અપાર સાંજે
થીજી ગયેલ પડ-પોપડિયાળ કોઈ
કાસાર ને ઉપવનો બિચ સાવ ઠાલું!
તાણી-લગામ ઝટકી, નિજ ડોક વાળી
પૃચ્છા કરે ઘમકતી ગ્રીવ-ઘૂઘરીને
રે! રે! કશી ચૂક થઇ અસવારની શું?
ને સૂસવે ધ્વનિ કશો વળતા જવાબે-
તે હિમ–પિચ્છલ–કણે–તર વાયુ શાંત…
જોયા કરું, ન મટકું લગીરેય મારું,
કેવાં રૂડાં ઉપવનો વળી ગાઢ, ઊંડા!
કિંતુ દીધાં વચન, તે સહુ પાળવાનાં,
નિદ્રા મહીં સરી પડાય રખે! તે પહેલાં
થંભ્યા વિના, ક્ષણ કશે ભટક્યાય વિના,
આ યોજનો અવિરતે બસ કાપવાના.
આ યોજનો અવિરતે બસ કાપવાના!
15/5/2012 થી 17/5/2012
|
તને મેં ઝંખી છે,
યુગોથી ધીખેલા સતત સહરાની તરસથી.
સુંદરમ્ ની આ પ્રસીદ્ધ પંક્તીઓ એનું ઉદાહરણ છે. પરંતુ છંદની ચુસ્તતા જાળવીનેય વીચારને બીજી પંક્તીમાં ઢાળવાની (કે ઢોળવાની ) રીતનોય મહીમા છે. પણ તે જરા જુદી વાત છે…જુઓ આવું જ મારું એક સોનૅટ જેમાં વીચાર–ભાવ પંક્તીઓનાં બંધનો તોડીને એકબીજીમાં ઢોળાતા રહ્યા છે…
એવાં રે અમે એવાં.
–જુગલકીશોર.
[શીખરીણી]
‘તમોને વીંધી ગૈ સનન’, અવ આ આમજનને
વીંધી ર્ હૈ છે બાપુ ! સતત વરસોથી,પજવતી
રહેતી, નીષ્ઠાનાં શીથીલ કરતી પોત; તમને
હણ્યા એનો ના ર્ હે કંઈ વસવસો એટલી હદે !
વછુટેલી હીંસા સનન, ગણતી જે ત્રણ, તમે
ભરી રાખી હૈયે ! રુધીર વહ્યું તેને પણ અહો
ઝીલી લીધું સાદા, શુચી વસન માંહી; થયું હશે
તમોને કે હીંસા તણી કશી નીશાની નવ રહે
ભુમીમાં – જે મોંઘું ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !
તમે તો ઉચ્ચારી દઈ ફકત ’હે રામ !’, ઉજવ્યું
અહીંસાનું મોંઘું પરવ; પણ આ ખાસ જન ના
શક્યું ઝીલી એને. કળણ બહુ ઉંડાં શબદનાં !
તમે ઝીલ્યા હૈયે ક્ષણ ક્ષણ પ્રહારો – ત્રણ નહીં !
અમે એવાં એવાં, નહીં ગમ કશો, કો’ ગણ નહીં !
===============================
સુંદરમ્ ને.
(મિશ્રોપજાતિ)
સંશોધવા અક્ષય તત્વ જે ધ્રુવ,
મથી રહ્યા જીવન, કાવ્ય માંહે;
એ મંથનેથી પ્રગટી સુ’મંગલા’
શી કાવ્ય કેરી અપરૂપ નિર્જરી !
તો યે હજી પ્રશ્ન રહ્યો અનુત્તર.
એ પામવા–
વસુંધરા ઘૂમી વળ્યા સ-ચિંતને,
ને પામિયા રે’વસુધા’નું દર્શન.
એ દિવ્યના દર્શન કેરી ‘યાત્રા’
પૂર્ણત્વને પામી; અને તમેયે
પામી ગયા’ક્યાં ધ્રૂવ?’નો જ ઉત્તર.
યાત્રા કરું હું વસુધાની મંગલા
બેસી પ્રણય પાવડીએ….
પામી શકું એ ધ્રૂવ ધન્ય,ધન્ય!
– જુ.
આવ, આવ !
( ઉપજાતિ)
–જુગલકિશોર.
આજે…ય ના’વી….!
અવ કાલ આવશે-
આશાભર્યો એમ જ આજ દી લગી
ઝૂરી રહ્યો દર્શન કાજ તાહરાં !
તું આવશે તો….(ફટ રે ભૂંડા, ‘તો’ ! )
સત્કારવા આંગણિયે ઉતાવળો
આવીશ; ને બેઉ કરો થકી તને
ચાંપીશ હૈયે.
ભીંજાવીને સ્નેહ થકી હું માહરા
ખોલીશ તારું દિલ, મુગ્ધ હૈયે;
જાણીશ તારા ઉરની કથા જે,
મારો અજંપો ઉરનો શમાવવા.
સંદેશ કોઈ મમ કાજ લાવ-
ટપાલ દેવી ! ઝટ આવ આવ.
(ટપાલિ, ભાઈ ! ટપ્-આલ આલ !! )
જવાબ લાંબો થઈ ગયો….? – જુ.
ર્.પા.ને યાદ કર્યા…
હરિ પર અમથુ અમથુ હેત
હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત