Daily Archives: મે 20, 2012

રાગથી (સાંગીતીક) રોગ મટે -.”Dr.Madhusudan shah”

– રાગથી (સાંગીતીક) રોગ મટે –
રાગ દરબારી – મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરે, બી.પી.માં રાહત.
રાગ આશાવરી – માથાનો દુખાવો દૂર કરે, શારિરીક ઉત્સાહ અને સ્ફૂર્તિ લાવે.
રાગ ભૈરવી – તાવ ઉતારવામાં મદદરૂપ.
રાગ ભૈરવ અને
શિવરંજની – ઉગ્ર પિત્ત રોગ પર ત્થા ઉધરસ – સળેખમનો નાશ કરે.
રાગ પૂરિયા ધનાશ્રી- પિત્તપ્રધાનતા તથા ક્રોધી સ્વભાવવાળા રોગીઓને શાંત સૌમ્ય બનવે,
એ.સી.ડી.ટી., ઝેરી તાવ ઉતારે.
રાગ પીલુ-
કેદાર-બિહાગ – અનિંદ્રા દૂર કરે.
રાગ મલકૌંષ સોહાણી- વાયુ કફનો નાશ કરે, ટી.બી., કેન્સર, દમમાં રાહત.
રાગ સારંગ – કફ શરદી મટે.
રાગ કલ્યાણ – સર્વે રોગ દૂર કરી સૌનું કલ્યાણ કરનારો, – દમ, શ્વાસ, બ્રોંકાઇટીસ,
હાઇપર્ટેન્શન દૂર કરવામાં મદદરૂપ.

લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?

બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?

દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?

વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.

પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !

– ગુંજન ગાંધી

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized