મારા પ્રાતઃસ્મરણીય ગુરુજી શ્રી ન. પ્ર. બુચનાં કાવ્યો શ્લેષથી ભરપુર અને લોકપ્રસીદ્ધ છે..એમાં દ્વીઅર્થી શબ્દોને બહુ જ ખુબીથી પ્પારયોજ્રયા છે…ફક્ત બે જ દાખલા આપું છું – – જુ.
શ્લેષ પર શ્લેષ (અનુષ્ટુપ)
………………. શ્લેષ–શોખીન હું ઘણો,
‘એ’ કે’ એક સમી સાંજે, “શ્લેષ–શોખીન છો ઘણા;
કરો તો શ્લેષ પે શ્લેષ, જોઉં કેવાક આવડે !”
કરી આશ્લેષ મેં કીધું, “થયોને શ્લેષ શ્લેષ પે ?”
…………………… ‘એ’ કે’, એકે જ શું વળે ?”
ફરી આશ્લેષ કરી મેં કું’, “બીજો બી, થયો કની ?
–––––––––––––––––––––––––––––––––––––
માટીની માયા
ટીપી ટીપી ઘટ આ ઘડિયો
માટીનો શો નાજુક ખડિયો !
અણુઅણુએ માટીની માયા,
કેવળ માટીની આ કાયા.
મા(તા) ‘ટી’ની માયા
‘ટી’પી ‘ટી’પી ઘટ આ ઘડિયો
મા ‘ટી’નો શો નાજુક ખડિયો !
અણુઅણુએ મા‘ટી’ ની માયા,
કેવળ મા ‘ટી’ની આ કાયા.
–––––––––––––––––––––
‘ટી’ – ચા.