ઘૂમરાતાં મંડરાતાં બાદલ સૌમ્ય બનીને આવો ,
સુધાસિક્ત તુજ અંબુશિકરથી આત્મોલ્લાસ જગાવો .
વીજ-કડાકે ઉદ્યુત તારા દૈવી તેજ-ફુવારા
હૃદયોત્થિત અંધાર વિદારી દીપ્તિ અમર ઝગાવો .
ઝંઝાનિલોદ્ભવિત તાંડવો , રૌદ્ર પ્રચંડ પ્રપાતો
ઝંઝાવાત હૃદયના ભેદી શીતલ આગ ઝરાવો .
ઘન-અંકે જ્યમ વીજ ઝબૂકે , વિશ્વે નિત્ય ઝબૂકું ,
આત્મતેજ પ્રગટાવી જગમાં પ્રજળું , જગ અજવાળું