ઘૂમરાતાં મંડરાતાં બાદલ સૌમ્ય બનીને આવો ,
સુધાસિક્ત તુજ અંબુશિકરથી આત્મોલ્લાસ જગાવો .
વીજ-કડાકે ઉદ્યુત તારા દૈવી તેજ-ફુવારા
હૃદયોત્થિત અંધાર વિદારી દીપ્તિ અમર ઝગાવો .
ઝંઝાનિલોદ્ભવિત તાંડવો , રૌદ્ર પ્રચંડ પ્રપાતો
ઝંઝાવાત હૃદયના ભેદી શીતલ આગ ઝરાવો .
ઘન-અંકે જ્યમ વીજ ઝબૂકે , વિશ્વે નિત્ય ઝબૂકું ,
આત્મતેજ પ્રગટાવી જગમાં પ્રજળું , જગ અજવાળું
રચયિતા?
કવિ કોણ? તમે પોતે?
ના જી
કવિ શોધવા પ્રયત્ન કર્યો પણ જડ્યા નથી આપને ખબર પડે તો જણાવશો
તે ઊમેરીશુ ત્યાં સુધી લોક સાહિત્યના લોકકવિ કહીશું ?
આ રચના આપ આ પહેલા પણ બે બખત અહીં રજૂ કરી ચૂક્યા છો…
૧) ૧૨ એપ્રિલ ૨૦૧૨
અને…
આભાર
અજ્ઞાતની આ સુંદર રચના મને ખૂબ ગમી ગઇ હોવાથી ફરી મૂકી…
તે વખતે માણવાનું ચૂકી ગયા હોય તેમના પ્રેરણાદાયી પ્રતિભાવ
આ વખતે મળ્યાં.
મને બ્લોગ માણી પ્રતિભાવ આપવાનું વધુ ગમે છે તેથી મારા જ
બ્લોગ અંગે ક્ષતિ રહી જાય છે ! જે મિત્રમંડળના સૂચનો દ્વારા સુધારવાનો
પ્રયત્ન કરું છુ.
આપના સૂચનોને આવકારતા આનંદ થાય છે
.ફરી પધારશો
“સૂના આ જીવનના વનમાં,
વસંત બનીને આવો;
યુગયુગથી તવ રાહ નીહાળું,
હરિવર આવો, આવો…
હરિ આવો.”
બાપોદરા સાહેબ સંગીત શીખવતા ત્યારે એમના કંઠે ગવાયેલું અને મદિનાબહેનના કંઠે શાપુરમાં પ્રાર્થનામાં ઘણી વાર માણેલું આ ગીત યાદ આવી ગયું.
પણ તમારા ગીતમાં તો સૌમ્યત્વની સાથે ઝંઝા પણ રણકે છે. શીતલ આગની વાત તો કોઈ જ કરી શકે. આત્મતેજની ધખનાનું સુંદર ગીત….