અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !/કાયમ સાહેબ

શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ . તેઓનું ૧૯૯૨માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’
ધર્મને અનેક અનોખા માધ્યમોમાં, સ્વરૂપોમાં, વિષયોમાં સાંકળીને સર્જન પામેલ ગઝલો – કાવ્યરચનાઓ આ સંગ્રહની આગવી વિશેષતા છે. પ્રસ્તુત નાનકડા સંગ્રહમાં અનેક ચોટદાર શે’ર અને સુંદર ગઝલો ધર્મના જીવનમાં સ્થાન અને તેની અસર ઉપર પ્રકાશ પાડે છે. કવિની કલમ ધર્મના ઠેકેદારો અને ધર્માંધોને શબ્દબાણે વીંધવાનું ચૂકી નથી, તો માર્ગ ભૂલી રહેલાઓને સાચા ધર્મને સમજવાની રીત પણ ક્યાંક બતાવાઈ છે. ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે.  ખૂબ ખૂબ આભાર . આ આખું પુસ્તક  ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.
પુસ્તકની ઝલક આપતા કેટલાક શે’ર અને મુક્તકો અત્રે પ્રસ્તુત છે.
* * *
નગર આખું રમકડું છે તમારું કાચનું ‘કાયમ’
અને બે-ચાર પાગલ ત્યાં ફરેછે પથ્થરો સાથે !
* * *
એક તરફ અલ્લાહો અકબર, બીજો નાદ અલખ-નિરંજન
ક્યાં પહોંચે છે બેય અવાજો? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
ક્યાં જાશે એ બે ય સવારી? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
એક નનામી ! એક જનાજો! અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
* * *
પાંદડાઓની વ્યથા એ કંઇ રીતે કાને ધરે?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
જોઇને મોટાઓના આ સાવ હિણા કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
* * *
જીવનને વેડફી દીધું આ કેવી પાંગળી જીદમાં,
ભીંતોને દ્વાર સમજી ખોલવાની વ્યર્થ કોશિશમાં..
* * *
એક બાજુ ઘોર અંધારાને ઓઢી સૂઇ ગયેલી જિંદગી
એક બાજુ ફાટલા ખિસ્સા મહીં રાખેલ ચપટી રોશની
* * *
આપનારો પણ કહો એને વધુ શું દઇ શકે?
એક નાગો એક ખોબાથી વધુ શું લઇ શકે?
જે પડે જગમાં ભૂલો, પહોંચે કદી તો ઘર સુધી;
પણ જે પડે ઘરમાં ભૂલો એ કહો ક્યાં જઇ શકે?
* * *
નગર આખું રમકડું છે તમારું કાચનું કાયમ,
અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !
* * *
સાવ સાદો ને સહજ આ જિંદગીનો મામલો,
એક બાળક, ઘંટ, છુટ્ટી ને અધૂરો દાખલો.
* * *
ના હિન્દુ મરે છે ના મુસલમાન મરે છે;
શૈતાનના હાથો વડે ઈન્સાન મરે છે..

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !/કાયમ સાહેબ

 1. આપનારો પણ કહો એને વધુ શું દઇ શકે?
  એક નાગો એક ખોબાથી વધુ શું લઇ શકે?
  જે પડે જગમાં ભૂલો, પહોંચે કદી તો ઘર સુધી;
  પણ જે પડે ઘરમાં ભૂલો એ કહો ક્યાં જઇ શકે?

  વાહ ,ખુબ જ સુંદર શેર .આખી જ પોસ્ટ માણવા જેવી છે. આભાર .

 2. chandravadan

  ના હિન્દુ મરે છે ના મુસલમાન મરે છે;
  શૈતાનના હાથો વડે ઈન્સાન મરે છે.. The Truth !
  Liked the Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Pragnajuben..Inviting you to read a New Post on my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.