આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે./તાહા મન્સૂરી

પરીક્ષાઓથી ક્યાં કોઈનું ભલું થાય છે,
પછી કેમ વારંવાર આ પરીક્ષાઓ લેવાય છે?
ના આવડતું બધું જ પેપરમાં પૂછાય છે,
ને બસ આવડતાની કમી વરતાય છે.
પરીક્ષક હોય જાણે કોઈ મોટો રાક્ષસ,
ન સેહવાય એવી દશા થાય છે.
એક સમસ્યા છે મારે, પરીક્ષા છે સવારે,
એ સમયે તો મારાથી બસ ઉંઘાય છે.
સમાજ કે વિજ્ઞાન હોય તો આવડે થોડું ઘણું,
આ નામાનાં આંકડા આપણને ક્યાં સમજાય છે.
જોઇને દ્રશ્ય પરીક્ષાખંડનું, બદલાઇ જશે એ કહેવત,
કે ભારતનું ભાવિ એનાં વર્ગખંડોમાં ઘડાય છે.
કોઈ જઇને સમજાવો એ પટેલ આનંદીબેનને,
આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે.
જો “તાહા” બાજુવાળી પૂજા કેવું મસ્ત લખે છે !
ને તું બેઠો બેઠો વર્ગમાં ઝોકા ખાય છે.
– તાહા મન્સૂરી
તાહા ભાઈની આ રચના સાભળવા માટે

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે./તાહા મન્સૂરી

  1. બાળમાનસને સચોટ રીતે વ્યક્ત કરતી રચના. શાળાઓ અને શીક્ષણક્ષેત્રની (એમને જ ખરેખર તો ભણાવવા જેવી) મજાની રચના…..

    આનંદીબહેનવાળી બે પંક્તીઓ વચમાં આવીને કાવ્યને કંઈક અંશે બીનંગત બનતી રોકે છે.

  2. The article belongs to aksharnaad…. main article is at

    http://aksharnaad.com/2011/06/03/aksharnaad-akshar-parva-part-10/

    Please give due credit when you copy an article from any blog / website like aksharnaad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.