અગમનો અર્થ સમજાતાં ઘણીયે વાર લાગે છે.
પરમનું પોત પરખાતાં ઘણીયે વાર લાગે છે.
.
નરી આંખે બધાયે અક્ષરો ના ઊકલે બંધુ
વણલખી વાત વંચાતા ઘણીયે વાર લાગે છે.
.
અચાનક આંગણામાં સાત રંગો સામટા આવે
છતાં નખશિખ રંગાતા ઘણીયે વાર લાગે છે.
.
તિરાડો પાડશે તરત જ તમારાં વેણની ઠોકર,
પછી સંબંધ સંધાતાં ઘણીયે વાર લાગે છે.
.
ખબર છે જૂજવે રૂપે તત્વ તો એક છે તો પણ,
ધજાના ભેદ ભૂંસાતાં ઘણીયે વાર લાગે છે.
.
ઉતાવળ ના કરો ખોટી જરાયે દાદ દેવામાં
ગઝલનો તાગ લેવાતાં ઘણીયે વાર લાગે છે.
આ રચના વાર લાગે છે શિર્ષક થી મોરપીંછ પર પણ રજુ થઇ હતી
ઇ મેઇલ જીજ્ઞેશ અધ્યારૂ
.