Daily Archives: જૂન 7, 2012

મ્હારા આતમસરોવરઘાટ/ નાનાલાલ

અહીં આ ઋતુમાં

વૃક્ષોની ડાળે ખીલેલી લીલી કુંપળોને જોઈને

દરેકના મનમાં પ્રેમના અંકુરણ પણ જાણે-

અજાણે થાય છે અને આવા મોસમમાં પ્રેમ

પૂરે જીવનમાં અનંત….       શક્તિ .

જાણે ભારતની વસંત

આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;

આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;

આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ ! આવો ને.

આ ચંદરવો કરે ચન્દની, હરિ ! આવો ને;

વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;

દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ ! આવો ને.

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ ! આવો ને;

એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે,હરિ ! આવો ને;

એવા આવો જીવનમણિ ભાવ !હવે તો હરિ ! આવો ને.

આ ચંદની ભરી છે તલાવડી,હરિ ! આવો ને;

ફૂલડિયે બાંધી છે પાંજ,હવે તો હરિ ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;

મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.

મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;

મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;

મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ ! આવો ને.

યાદ આવે તેમના પિતાશ્રી દલપતરામની પંક્તી

સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે….

આ રચના

નાન્હાલાલ ભક્તિગીત શિર્ષક થી મનનો વિશ્વાસ પર પણ રજુ થઇ હત

ઇ મેઇલ જીજ્ઞેશ અધ્યારૂ


14 ટિપ્પણીઓ

Filed under Uncategorized