Daily Archives: જૂન 9, 2012

ખરેખર ખૂબ અઘરું છે,/ કવિશ્રીઓ મનોજ જોશી અને મનોજ ખંડેરિયા

દિવસ ઉથલાવતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે,

ને રાતો વાંચતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે. .

ઉપરથી લાગતું સ્હેલું ! ખરેખર ખૂબ અઘરું છે,

ભીતરથી જાગતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે. .

કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ

પ્રથમથી આપતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે. .

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ

લગોલગ ચાલતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે. .

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે !

નહીં તો જીવતા રહેવું ! ખરેખર ખૂબ અઘરું છે.

 કવિશ્રી મનોજ જોશી

ત્યારે આવીજ કવિશ્રી મનોજ ખંડેરિયાની રચના

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.

– મનોજ ખંડેરિયા

આ યાત્રા ભીતરની યાત્રા હોય છે, એ ભાગ્યે જ બતાવવાનું હોય. એમાં જાતમાં ડોકીયું કરવાનું, ભીતરી વીશ્વમાં ખાંખાખોળાં કરવાનું, સતત ને સતત જાગતા રહેવાનું હોય છે.કૃષ્ણ ભગવાન કહે છે કે સર્વ જીવોનો જાગતા રહેવાનો સમય છે તે જ્ઞાનયોગી માટે રાત્રિ સમાન છે. કોઈ માણસ જ્યારે પ્રેમથી-ભાવથી ઇશ્વરને ભજે છે ત્યારે એ ભીતરથી તરબતર થતો હોય છે

આ રચના   દિવસ ઉથલાવતા-ડૉ મનોજ  શિર્ષક થી મોરપીંછ પર પણ રજુ થઇ હતી

ઇ મેઇલ જીજ્ઞેશ અધ્યારૂ

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized