Daily Archives: જૂન 11, 2012

મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો/શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા

MySpaceGraphicsandAnimations.com

વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે,

આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે.

 .

શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે,

વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે.

 .

એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ,

તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે.

 .

પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી,

મારી ગઝલ એ પાંચ વખતની નમાજ છે.

 .

મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો,

તું પણ ખુદાની જેમ શું બંદાનવાજ છે.

 .

આ રચના વાજિંત્ર છે -એસ એસ રાહી શિર્ષક થી મોરપીંછ પર પણ રજુ થઇ હતી

ઇ મેઇલ જીજ્ઞેશ અધ્યારૂ

9 ટિપ્પણીઓ

Filed under Uncategorized