Daily Archives: જૂન 20, 2012

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે/કવિ કેશવ

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

સૌજન્ય ટહુકો
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…  આવી જ પ્રાર્થના સ્વામી વિવેકાનંદજી સમસ્ત રાત કરતા રહ્યા. ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે, ‘જો પ્રાર્થના વ્યાકુળતાપૂર્વક કરવામાં આવે તો ઇશ્વર અવશ્ય સાંભળે છે.’ સ્વામીજીની પ્રાર્થના એટલી વ્યાકુળ હતી કે આ અકલ્પનીય પરિસ્થિતિમાંથી છુટવા ઇશ્વરને પ્રાર્થના સાંભળવી જ પડી. પ્રાર્થનાના ઉત્તરરૂપે જાણે કે વીજળીના ચમકારાની જેમ એક ઉપાય તેમને સૂઝી આવ્યો. બીજે દિવસે સવારે જ્યારે ભરવાડનો છોકરો દરરોજની જેમ દૂધ દેવા આવ્યો ત્યારે સ્વામીજીએ તેની સાથે મિત્રતા કરી અને ધીમા સ્વરે પોતાની સંકટમય સ્થિતિનું વર્ણન કર્યું. તે છોકરો સ્વામીજીના આકર્ષક વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો. જાણે સાક્ષાત્ શિવ બિરાજમાન છે, એવો ભાસ તેને થયો હતો.

અને

ચિ રાજવીને ગ્રેજ્યુએશનના અભિનંદન

1 ટીકા

Filed under Uncategorized