સંકુલતા , સંવિધાન આદિ સંજ્ઞાઓ વિભાવો ( કન્સેપ્ટસ )
અનિવાર્યપણે કવિ- લેખકની અનુભવસૃષ્ટિ સાથે સંકળાયેલા છે
‘અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
– રવીન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ આપણામાંથી મોટાભાગનાએ અનેકવાર સાંભળ્યો હશે.
કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.
પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખુલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ. મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો… અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે… કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો… હું હું ન રહું, બધામાં ભળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે. બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો.. આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે….
વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે.
આ હૃદય
માત્ર આપણે માટે નહીં
બીજા કોઈને માટે ધબકતું હોય છે.
પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી
અને પ્રેમની બેચેનીની
તો કોઈ જુદી જ વાત છે.
માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ
ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.
સૌજન્ય લયસ્તરો
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.
શ્રી રવિન્દ્રનાથ ટાગોર એટલે એક ઊંડાણથી આવતી કવિતાઓ. શબ્દો પોતે
ચીંતનને ગરીમા ધરતા સંદેશા દેતા અનુભવાય.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રેરણાદાયી પ્રતિભાવ બદલ આભાર
‘ચીંતનને ગરીમા ધરતા સંદેશા દેતા અનુભવાય….’
આનો આધાર વ્યક્તિગત પાત્રતા પર રહે,
ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.
વેણીભાઈ પુરોહિત ની અ દ ભૂ ો.ત પંક્તીઓ
જો તમે પ્રેમ કરવા સમર્થ છો,
તો પ્રેમ જ આશિષ બની જાય છે.
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
‘અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે……
Just the 1st lines tell everything !
Rest of the wishes of the Kavi as diplayed in other lines then easily follow !
Like it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
સાચી વાત છે.તેના જીવન અને તમારી વચ્ચેની સીમા તૂટી ગઈ.
તમે એક-બીજામાં વહો છો.જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને
પરમાત્મા વચ્ચે ઘટે છે,
રવીન્દ્રનાથ ટાગોરની કવિતાઓ અદ્ભુત હોય છે
એટલેતો એમને નોબેલ પ્રીઝ મળ્યું
આતાજી
આપ આવી માંદગીમા પણ બ્લોગ પર આવવા બદલ ઘણો આભાર આપ આ જરુર માણશો
► 5:00► 5:00
saarthak ye janam mera (Rabindranath tagore …
youtube.comFeb 21, 2012 – 5 min – Uploaded by oldhindimovies1
saarthak ye janam mera (Rabindranath tagore Poem)-Jagjeet Singh … RABINDRASANGEET IN …