Daily Archives: જૂન 29, 2012

કાળજી..!/એષા દાદાવાળા

જયારે

તમે

કોઈના ચહેરાને

તમારી બેઉ હથેળી વચ્ચે લઇ

એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે

બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!

સૌજન્ય લોક સાહિત્ય

લાગણીની લવચિક્તા અને આ હૃદયસ્પર્શી રચનાની   છેલ્લી પંક્તિ ઉત્કટ ભાવ પ્રગટ કરનારી છે.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized