Daily Archives: જાન્યુઆરી 2, 2013

ચિ પરેશની ૫૪ મી વર્ષગાંઠના શુભાશીસ/યાદ/સાંપ્રત સમસ્યા અંગે તેનો લેખ

                                                      ભાવનગર/ જાન્યુઆરી ૧૯૫૯

3Paresh-withParents

…………………………………………મોતિ સાથે ૧૯૬૦

2PareshwithMoti

સંગીત સભામા

IMG_9292[1]

                         ……………….. તેની રચના રજુ કરતા          ૨૦૧૨-પી પી.રમુજી વાત

ભારતીય પુરુષને એવું તે થયું છે શું?

 

ગુજરાતની ચૂંટણીનાં પરિણામનું ટીવી પર વિશ્લેષણ થઇ રહ્યું હતું. ભાજપનાં સાંસદ સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસનાં સાંસદ સંજય નિરુપમ લાઇવ ચર્ચામાં બાખડી પડ્યા. સંજય નિરુપમે સ્મૃતિ ઇરાનીને એવું કહી દીધું કે કલ તક તો આપ પૈસો કે લિયે ટીવી પે ઠુમકે લગાતી થી…પતા હૈ તુમ્હારા ચરિત્ર.

મારા પત્ની કોકિલાને આ જરા ય ન ગમ્યુ. સ્મૃતિબહેને મેગા સામાજિક સિરિયલ ‘સાસ ભી કભી બહૂ થી’ માં આદર્શ વહુ ‘તુલસી’નું પાત્ર ભજવ્યુ હતુ. માત્ર ટીવીમાં કામ કર્યું એટલે સ્મૃતિબહેન ચારિત્ર્યહીન થઇ ગયા? એમ તો સંજય નિરુપમ પણ બિગ બોસ સીઝન-ટૂમાં ગોઠવાયા’તા પણ એક અઠવાડિયામાં બહાર ફેંકાય ગયા’તા. પણ કોઇ પુરુષને એમ નથી કહેતું કે આપ પૈસો કે ટીવી પે બિગ બોસકે ઘર ઠુમકે લગાતે થે..પતા હૈ તુમ્હારા ચરિત્ર !

‘યત્ર નારી અસ્તુ પુજયન્તે, રમન્તે તત્ર દેવતા.’ નારીની જ્યાં પૂજા થાય છે, ત્યાં દેવતાનો નિવાસ છે. આ વાત મનુ સ્મૃતિમાં કહી છે, જે  સ્મૃતિબેનની સ્મૃતિમાં તો હશે. પણ સંજય પાસે ધૃતરાષ્ટ્ર દ્રષ્ટિ છે. એમને આ વાત બ્રેઇલ લિપિમાં લખીને સમજાવવી પડશે. નિરુપમ એટલે અદ્વિતિય. જેનો કોઇ જોટો ન મળે. પણ આ નિરુપમ જેવા પુરુષોનો કોઇ તોટો નથી. એમનો વાંક નથી. ભારતીય પુરુષોની માનસિકતા જ એવી થઇ ગઇ છે.

જો કે કોંગ્રેસનાં પ્રવક્તા રેણુકા ચૌધરીએ પોતાનો ખેદ વ્યક્ત કર્યો. પણ નુકસાન થઇ ચુક્યું હતુ. અત્યારે નારી વેદનાની વાત ચૌરે ચૌટે છે. દિલ્હી બળાત્કારની રાજધાની છે. સંજય નિરુપમ માટે આવી કોમેન્ટ કરવાનું આથી વધારે ખરાબ ટાણું નહોતુ. જાણીતા પત્રકાર, ફિલ્મકાર અને કવિ પ્રિતીશ નાંદીએ સરસ વાત કરી. ટીવી લાઇવની ખાસિયત એ છે કે એમાં ભાગ લેતા માણસ ચર્ચાનાં વિષય કરતા પોતાની જાતની સાચી માનસિકતાને વધારે છતી કરે છે.

આખુ અઠવાડિયું  બળાત્કારીઓની હેવાનિયતની ચર્ચામાં ગયુ. લોકો રસ્તા પર આવ્યા. નારા લગાવ્યા. પોલિસ અત્યાચાર સહ્યા. મને લાગે છે કે પોલિસે કિસ્સાને ઝડપથી ઉકેલી લીધો હતો. બળાત્કારીઓને ઝડપી લીધા. સજા પણ થશે. સવાલ એ નથી કે ગુનેગારને પકડી લીધા. સવાલ એ છે કે પોલિસનો કેમ કોઇને ડર નથી ? ભારતીય પુરુષને એવું  થયુ છે શું કે એની માનસિકતા બળાત્કારી થઇ ગઇ છે?

મુંબઇનાં જોઇન્ટ પોલિસ કમિશ્નર હિમાંશુ રોય કહે છે કે સ્ત્રીઓ પણ ધ્યાન રાખવું જોઇએ. જોખમ શાને લેવું? પણ હવે પુરુષ જોડીદાર સાથે હોય તો પણ અત્યાચાર તો થાય જ છે. કોર્ટ કહે છે કે પોલિસ વધારો. સાદા કપડામાં, ચોરે ચૌટે, મોલમાં, સિનેમા હોલમાં. પણ પોલિસનો ડર ન હોય તો સંખ્યાત્મક વધારો કાંઇ ઇલાજ નથી. પોલિસમાં પણ જાંબાઝ અધિકારીઓને હાંસિયામાં ધકેલી દેવાય છે. ગુનેગારોની આગવી ઢબે સરભરા કરીએ તો માનવ અધિકાર પંચ કૂદી પડે છે. પોલિસ અધિકારીઓ બીજાને બચાવવા કરતા હવે પોતાની જાત બચાવીને નોકરી કરી રહ્યા છે. પોલિસની દબંગાઇ હવે ફિલ્મ્સ પુરતી મર્યાદિત રહી ગઇ છે.

મારી પત્ની કોકિલા યુપીનાં કુખ્યાત બુંદેલખંડની એક ખ્યાતનામ વાત કરે છે. ત્યાં સ્ત્રીઓનું એક સંગઠન છે. નામ છે, ‘ગુલાબી ગેંગ.’ ચોપ્પન વર્ષનાં સંપત પાલ દેવી એનાં કમાન્ડર-ઇન-ચીફ છે. ગુલાબી સાડીમાં સજ્જ ગુલાબી ગેંગ સ્ત્રીઓ સામેનાં અત્યાચાર જેવા કે દહેજ, ઘરેલુ હિંસા વિગેરે સામે અવાજ ઉઠાવે છે. બે લાખ સ્ત્રીઓ ગુલાબી ગેંગની મેમ્બર છે. એકતાની લાઠીનાં સહારે તેઓ સ્ત્રી જાતની સુરક્ષા કરે છે.

હું, રસિક મહેતા આજે વ્યથિત છું. મેરા ભારત મહાન નથી. સામાન્ય રીતે મારી તમામ ચિંતાનો ઉકેલ મારી પત્ની પાસે હોય જ છે. કોકિલા કહે છે કે હિંસા આદિકાળથી ચાલી આવે છે. સ્ત્રીઓ અને સ્ત્રીદાક્ષિણ્યનાં હિમાયતી પુરુષોએ પોતે સજ્જ થવું પડશે. બચવું પણ પડશે. ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતુ  કે જીવવા માટે જદ્દોજિહાદ અને એ જ ટકે જે હોય સૌથી સજ્જ. અતિરિક્ત જોખમ લેતા અટકવું ય પડશે. હેવાનોને જાહેરમાં સબક શીખવાડવો ય પડશે. આ પ્રદર્શન રાષ્ટ્રપતિ ભવન પાસે કર્યા, એના કરતા બળાત્કારીઓ રખાયા છે એ જેલ સામે કર્યા હોત તો સારું હતુ.

મને લાગે છે કે પુરુષની માનસિકતા બદલવા માટે વધારે જવાબદારી કવિ, લેખક, અખબારકર્મી અને ધર્મધુરંધરોની છે. કલમની તાકાત ઘણી છે. સમાજને સમજાય તે રીતે વાત કહેવાની અને પુરુષમાં રહેલી હિંસાત્મક વાસનાનું વિષ નષ્ટ કરવાની તેઓની જવાબદારી છે. રાજકારણી અને પોલિસની તો છે જ. પણ ત્યાં પણ કાયદો અને વ્યવસ્થા એટલે ‘કાંઇ-દો, નહીં તો વ્યવસ્થા કરો’ એવું ન થાય, તે જોવું જોઇએ.

આખરે દરેકે પોતાની લડાઇ પોતે લડવાની છે. એક નવલકથાની વાત કરીએ.  ફિલાડેલ્ફિયા, અમેરિકાની સાયરાક્યુસ યુનિવર્સિટીમાં ભણતી એક છોકરી ઘરે પાછી ફરતી હતી ત્યારે, કેમ્પસ નજીકનાં પાર્કમાં એક બળાત્કારી એનાં પર હુમલો કરી, એને ઢસડી, નજીકનાં બુગદામાં લઇ જઇને બળાત્કાર કરે છે. એટલું જ નહીં, એને ગંભીર ઇજા પહોંચાડે છે. પોલિસ બળાત્કારનો ભોગ બનેલી છોકરીને કહે છે કે તું ‘નસીબદાર’ છો. થોડા દિવસ પહેલા આ જ બુગદામાં એક બળાત્કારીએ એક છોકરી પર બળાત્કાર કર્યા બાદ એને મારી નાંખી હતી. બળાત્કારી તરત તો પકડાતો નથી. પણ ત્રણ મહિના પછી એ છોકરી કોલેજનાં કેમ્પસ પાસે ફરતા બળાત્કારીને ઓળખી કાઢે છે. પોલિસને જાણ કરે છે. બળાત્કારી પકડાય છે. એને મહત્તમ સજા થાય છે. થોડા વર્ષો પછી આ છોકરી પોતાના પર થયેલા બળાત્કારની સત્ય ઘટનાનાં અનુભવની વાર્તા લખે છે, જે નવલકથાનું  શીર્ષક છે, ‘લકી’(નસીબદાર). અમેરિકન લેખિકા એલિસ સેબોલ્ડની પોતાના પર જ બળાત્કાર થયો હતો. એલિસ લખે છે કે કાં તમે પોતે તમારી જાતને બચાવો અથવા અસુરક્ષિત રહો.

કલરવ:

ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી,
ટોચે બેઠેલા ભ્રષ્ટાચારની પ્રગટાવો હોળી.

વાસનાનો રાક્ષસ જાણે બરાબર જાગ્યો છે,
ગલી-ગલીના બળાત્કારની પ્રગટાવો હોળી.

બીજાને લૂંટવાની જાણે જામી છે હરિફાઈ,
મનમાં જામેલ કુવિચારની પ્રગટાવો હોળી.

‘સાગર’ અહીં મોતને સસ્તું બનાવી બેઠા છે,
મનમાં જાગતાં તિરસ્કારની પ્રગટાવો હોળી.

– ‘સાગર’ રામોલિયા

Painting RAPE by MFHusaain


 

12 ટિપ્પણીઓ

Filed under Uncategorized