Daily Archives: જાન્યુઆરી 3, 2013

આહાર સંબંધી વિપરીત માન્યતાઓનો છેદ

રાઇટ ચોઇસ – ડો. પરિતા દેઢિયા (રજિસ્ટર્ડ કન્સલ્ટિંગ ડાયેટિશિયન)
* સાકર શરીર માટે જરૂરી છે?-હા! એ વાત સાચી છે, પરંતુ તેના માટે સાકર ખાવાની જરૂર નથી, કારણ કે આપણે જે કંઇ ખોરાક લેતા હોઇએ છીએ તે શરીરમાં જઇ સૌપ્રથમ સાકરમાં જ રૂપાંતર પામે છે. શરીરમાં બનેલી આ સાકરને શરીરના કણો એનર્જીમાં બદલે છે. લોહીમાં આ વધેલી સાકરનું પ્રમાણ ઘટાડવા પેનિ્ક્રયાઝ નામની ગ્રંથિ ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન કરે છે. ઇન્સ્યુલિનનું મુખ્ય કામ લોહીમાં સાકરનું સંતુલન બનાવી રાખવાનું છે. જ્યારે લોહીમાં સાકરનું પ્રમાણ વધે છે તો પેનિ્ક્રયાઝમાં પણ બ્લડશુગરને સંતુલિત રાખવા અધિક ઇન્સ્યુલિન હોર્મોન છોડે છે. અધિક પ્રમાણમાં સાકર, ગ્લુકોઝ, મધ, કોર્ન સિરપ, ડેક્સ્ટ્રોઝ, ફ્રૂક્ટોઝ (ફળોમાં રહેલી સાકર) વગેરે લેવાથી અધિક ઇન્સ્યુલિનની જરૂર પડે છે. જેથી લાંબા ગાળે પેનિ્ક્રયાઝ પ્રમાણસર ઇન્સ્યુલિન બનાવવા અસમર્થ રહે છે જેથી ડાયાબિટીઝ થાય છે. ડાયાબિટીઝમાં આગળ જતાં પેનિ્ક્રયાઝ ઇન્સ્યુનિલ નથી બનાવી શકતું એટલે જ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન બહારથી લેવાં પડે છે. સાકરના પ્રમાણમાં ગોળ, મધમાં મિનરલ્સનું પ્રમાણ હોય છે એટલે તે સાકર કરતાં સારા ગણવામાં આવે છે, પરંતુ લોહીમાં તે પણ સાકરનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. એટલે જ અધિક સાકર, મધ, ગોળ વગેરે લેવાથી તે શરીરમાં જઇ ચરબીરૂપે જમા થાય છે. એટલે જ આ પદાર્થોને ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવા.
* બ્રેડ, પાસ્તા, બટાટા, ભાત, સાબુદાણા-સાકરની જેમ બધી જ સફેદ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર સમાન જ છે. આ પદાર્થોમાંથી બહારનું ફાઇબરનું પડ કાઢી નાખવામાં આવે છે. જેથી તેમાં ફક્ત સ્ટાર્ચ (એક પ્રકારની શુગર) રહે છે જે શરીરમાં સાકરનું પ્રમાણ એકદમ વધારી ઇન્સ્યુલિનની જરૂરિયાત વધારે છે. એટલે જ આ પદાર્થોની જગ્યાએ ફાઇબરયુક્ત પદાર્થો, જેમ કે હોલ વીટ બ્રેડ, હોલ વીટ પાસ્તા, બ્રાઉન રાઇસ લેવા વધારે હિતાવહ છે.
* કેફિન, મદિરા-કોફીમાં રહેલું કેફિન તત્ત્વ તથા શરાબ શરીરમાં જઇ તરત જ શોષાઇને બ્લડશુગર વધારવાનું કામ કરે છે. એટલે જ સવારે ઊઠીને ચા-કોફી વગર આપણને ચાલતું નથી, તેનું આ જ કારણ છે. એક ગુટકા લીધા બાદ જ આપણે તાજગી અનુભવીએ છીએ જે સાબિત કરે છે કે કેફિન પણ એક પ્રકારનું ફાસ્ટ શુગર છે જે શરીરમાં બ્લડશુગરને તરત જ વધારી મગજને એક્ટિવ કરવાનું કામ કરે છે. કોફી યા, શરાબ મર્યાદિત લેવું જોઇએ. અધિક સેવનથી શરીરને તેની આદત પડે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારી સાબિત થઇ શકે છે. કાળી ચા, કોફી કરતાં ગ્રીન ટીમાં રહેલાં અધિક એન્ટિએક્સિડન્ટ્સ શરીર માટે લાભદાયક સાબિત થાય છે. ચા, કોફીની જગ્યા પર ગ્રીન ટી દિવસમાં ૪-૫ કપ સાકર વગર લેવી હિતકારી છે.
* ફળોનો જ્યુસ- ફળોને હંમેશાં હેલ્ધી ગણવામાં આવે છે. તથા તેમાંથી બનતા જ્યુસને હેલ્ધી માની પીવામાં આવે છે, પરંતુ દરેક ફળમાં ફ્રૂક્ટોઝ નામક શુગર હોય છે. અમુક મીઠાં ફળોમાં અધિક તો ખાટાં ફળોમાં ઓછા પ્રમાણમાં હોય છે. ફળોને છાલ સાથે ખાવાથી ફાઇબર મળે છે જેથી ફળોમાં રહેલી ફાસ્ટ શુગર ફાઇબરના કારણે લોહીમાં ધીરે ધીરે સાકરનું પ્રમાણ વધારે છે, પરંતુ જ્યુસરમાં બનેલા આજ ફળોના જ્યુસમાં ફાઇબર અલગ કરી નાખવામાં આવે છે જેથી વ્યક્તિને ફક્ત ફાસ્ટ સુગર જ મળે છે. એટલે જ જ્યુસ કરતાં આખા ફળ મર્યાદિત સંખ્યામાં લેવાં હિતકારી છે.
* કોલેસ્ટરોલ-લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધતાં જ ટેન્શન આવી જાય છે. તેમાં પણ ખરાબ કોલેસ્ટરોલ વધે અને સારું કોલેસ્ટરોલ ઘટે તો હજી ચિંતા થવા લાગે છે. મૂળ વાત તો એ છે કે કોલેસ્ટરોલ શરીરમાં જઇને સારું (એચ.ડી.એલ.) ખરાબ (એલ.ડી.એલ.) રૂપે પરિણમે છે. લોહીમાં અધિક સાકર તથા અસંતુલિત આહારને કારણે રક્ત નળીઓની અંદરનો ભાગ ચીકાશ પકડી લે છે. કોલેસ્ટરોલ શરીરમાં લોહી સાથે ફરે છે અને આ રક્ત નળીઓમાં પસાર થતાં તે તેની દીવાલોમાં ચોંટી જાય છે. જે કોલેસ્ટરોલના કણો દીવાલમાં ચોંટે છે તેને ખરાબ કોલેસ્ટરોલ (એલ.ડી.એલ.) કહેવાય છે. તથા બચેલું કોલેસ્ટરોલ જે લોહી સાથે પસાર થાય છે તેને સારું કોલેસ્ટરોલ (એચ.ડી.એલ.) કહેવાય છે. કોલેસ્ટરોલ ઘટાડવાની ગોળીઓ આ બંને કોલેસ્ટરોલને ઘટાડે છે એટલે તેના કરતાં હર્બલ પદાર્થો જેમ કે આદું, લસણ, ગ્રીન ટી વગેરેથી ફાયદો થાય છે.
__._,_.___

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized