Daily Archives: જાન્યુઆરી 4, 2013

એક એવું ઘર મળે આ વિશ્વમાં,/માધવ રામાનુજ.

 એક એવું ઘર મળે આ વિશ્વમાં,

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

એક એવું આંગણું કે જ્યાં મને;

કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

સૌજન્ય ટહુકો આ પ્રાર્થના ગીત


સ્વ રાસભાઇના કંઠે માણેલ આ ગીત

તેમની કવિતાને સમજવાનો પ્રયત્ન એ,

મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે!”

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
આ પંક્તીઓ તો વારંવાર બોલીએ
… અમે તો પાનખરનો રવ સાંભળેલા પાન

સમાચાર…
નાનપુરા સ્થિત જીવનભારતી સ્કૂલનાં રંગભવન હોલમાં તા. ૨૨થી ડિસેમ્બરથી ૨જી જાન્યુઆરી સુધી ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી અને ચિત્રલેખા દ્વારા સાતમી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિફાઇનલ જંગમાં ૧૬ નાટકો હતાં જેમાંથી ૧૪ નાટકો ભજવાયા હતાં. સ્પર્ધાનાં અંતે ૮ નાટકોને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. જેમાં સુરતનાં પાંચ નાટકોનો સમાવેશ થાય છે.
આયોજક કમલેશ દરૂએ કહ્યું કે સ્પર્ધા માટે ૪૨ એન્ટ્રી આવી હતી. જેમાંથી ૩૬ નાટકો પ્રથમ રાઉન્ડમાં હતા. આ ૩૬માંથી ૧૬ નાટકોની સેમિફાઇનલ માટે પસંદગી કરાઇ હતી. જેમાંથી મુબઇના બે નાટકો સંજોગોવશાત કેન્સલ થતા સ્પર્ધામાં ૧૪ નાટકો રહી ગયા હતાં. ફાઇનલ માટે આઠ નાટોકનું ચયન કરવામાં આવ્યુ છે. ફાઇનલ માટે સિલેકટ થયેલા નાટકો મુંબઇમાં ભજવાશે. મુંબઇમાં ૧૦મી જાન્યુઆરીથી ફાઇનલ સ્પર્ધા થશે. ૧૪ નાટકોમાં ૭ સુરતના, ૧ મુંબઇનું, ૨ અમદાવાદનાં અને ગાંધીનગર, વડોદરા, જામનગર તથા અમરેલીનું એક એક નાટક હતું. બુધવારે છેલ્લા નાટક ‘બંધ આંખના અજવાળાની પુણૉહૂતિ બાદ ફાઇનલમાં પ્રવેશ માટે જજ પેનલે નક્કી કરેલા નાટકો યાદી રજુ કરાઇ હતી. સુરતનાં સાતમાંથી પાંચ નાટકો પસંદગી પામ્યા છે. જે સુરતી રંગભૂમિ માટે ગૌરવ સમી બાબત છે. કમલેશ દરૂ, લલિત શાહ અને વિહંગ મહેતાએ નિણૉયકોની ભૂમિકા ભજવી હતી. નિરિક્ષક તરીકે પ્રવિણ સોલંકી અને રમાકાંત ભગતે સેવા આપી હતી.
 ફાઇનલમાં સિલેકટ થયેલા નાટકો
વ્હાલનાં વારસદાર(રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત)

એનવી જાલન અમર છે( સ્વરમ એન્ટરટેઇનર, સુરત)
બા સાહેબ( અસ્તિત્વ, સુરત)
પતિ હાઇફાઇ તો પત્ની વાઇફાઇ (સંભવ ગ્રુપ, સુરત)
કમૉધિન (કરંજિયા આર્ટ્સ, સુરત)
અંતિમ અપરાધ (થિયેટર પીપલ, જામનગર)
જુજવે રૂપે અનંત ભાસે (હનિફ વાય. મીર, વડોદરા)
ખુશાલીનો વન્સમોર (નાટ્ય સુમન કલા ટ્રસ્ટ, અમદાવાદ)  વ્હાલનાં વારસદાર(રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત)નું દ્રુશ્યવ્હાલના વારસદાર (2)

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized