Daily Archives: જાન્યુઆરી 6, 2013

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર/ઇન્દુલાલ ગાંધી.

 

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.peacock-noght

 સૌજન્ય Webમહેફિલ

સાંભળો rankaar.com › ઇંદુલાલ ગાંધી

સંગીતકાર/રાસબિહારી દેસાઇ

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized