Daily Archives: જાન્યુઆરી 7, 2013

ચૂંટણીની નવાજૂની: જૂના શબ્દો, નવા અર્થ/ પરેશ પ્ર વ્યાસ

ચૂંટણીની નવાજૂની: જૂના શબ્દો, નવા અર્થ

ચૂંટણી પતી. હવે ચાની લારીએ કે પાનનાં ગલ્લે ચર્ચા શેની કરીશું? ઘણાં નવા શબ્દો ચર્ચાયા. નમો તરફી અથવા કોંગ્રેસ વિરોધી ભાષણોમાં મેડમ, મિયાં, બાબા, 50000 કરોડ ગર્લફ્રેન્ડ વગેરે શબ્દો ચર્ચાસ્પદ રહ્યા.  તો  કોંગ્રેસ તરફી અને નમો વિરોધી ભાષણોમાં વાનર, ઉંદર, રાવણ, સુલતાન, લહુપુરુષ વગેરે શબ્દો વિવાદાસ્પદ રહ્યા. મિડિયાએ તુલિકા ફેક્ટર,મોદીત્વ, દબંગ-3, મોદીમેનિયા વગેરે નવા શબ્દો આપ્યા.  આ ચૂંટણીમાં અવનવા અર્થનાં વાઘાવસ્તર પહેરીને આપણી સમક્ષ આવેલા જુના શબ્દોની નવી વાત.   

ઓડ્ ટૂ વેસ્ટ વિંડ(Ode to the West Wind)

કવિઓ દુનિયાનાં ઘડવૈય્યા છે પણ એની કોઇ નોંધ લેતુ નથી. હું નથી કહેતો. અંગ્રેજ કવિ પર્શી શેલી(1792-1822) એવું કહે છે.  ‘ઓડ્ ટૂ ધ વેસ્ટ વિંડ’ કાવ્યમાં કવિ પવનને સંબોધીને કહે છે કે તારી અગાઢ શક્તિનો અંશ મને આપ. મને પાંદડુ, વાદળ કે મોજાંની માફક તારી સાથે ઊડાડીને લઇ જા.તારી અલગારી રખડપટ્ટીમાં મને સંગાથી બનાવ. મારા વિચારને દુનિયાભરમાં પ્રસરાવ. ઓડ્ એટલે ઉચ્ચ કોટિનું ઉર્મિ કાવ્ય. શેલી આ કાવ્ય લખે છે ત્યારે ફ્લોરેન્સ, ઇટાલીમાં છે. ઇંગ્લેંડનો શિયાળો વધારે કાતિલ છે. અતિઠંડો પશ્ચિમી પવન વાય રહ્યો છે. કવિ એ પવનને નવનિર્માણ, બદલાવ અને ક્રાંતિનો સંદેશો ઇંગ્લેંડ સુધી પહોંચાડવા ઇજન આપે છે. કાવ્યનાં પહેલા શબ્દો છે; ‘ઓ વાઇલ્ડ વેસ્ટ વિંડ…’

નવો અર્થ:  કાવ્યનાં આખરી શબ્દો છે; ‘ટ્રમ્પેટ ઓફ અ પ્રોફસી ! ઓ વિન્ડ, ઇફ વિન્ટર કમ્સ, કેન સ્પ્રિંગ બી ફાર બીહાઇન્ડ ?’ ભાવીની આગાહીનું રણસીંગુ છે, ઓ પવન, શિયાળો આવે છે તો વસંત ઋતુ કાંઇ ઝાઝી આઘી નથી. ભારતને જ્યારે દશા અને દિશા બદલવાની જરૂર પડે છે ત્યારે પશ્ચિમ દિશામાંથી પવન વાય છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને હવે નરેન્દ્ર મોદી. પાનખર પછીની વંસત. ઇ.સ. 2014.

મોડિફિકેશન(Modification):

મોડિફિકેશન એટલે ફેરફાર, સુધારો, ગોઠવણ, બંધબેસતુ કરવું, મેળ સાંધવો. મૂળ લેટિન શબ્દ મોડિફિકેશિયો એટલે માપવુ. તે પરથી ફ્રેંચ શબ્દ મોડિફિકેશન એટલે એવો ફેરફાર કે સુધારો જે મર્યાદિત હોય. ધરમૂળથી ફેરફાર હોય એને મોડિફિકેશન ન કહેવાય. કાળક્રમે પર્યાવરણનાં કારણે જીવોમાં ફેરફાર થાય એને જીવોનું મોડિફિકેશન કહેવાય.

નવો અર્થ: આમૂલ પરિવર્તન. સત્તામાં નહીં પણ પોતાનાં અભિગમમાં, કામ કરવાની નીતિરીતિમાં સમૂળગો ફેરફાર. તમે ગરીબ છો, તમારા પાસે ઘરનું ઘર નથી, તમારી પાસે બિપાસા (બિજલી, પાની, સડક) નથી- એવી કોઇ વાત નહીં પણ સર્વ જગ્યાએ સર્વાંગી વિકાસની વાત. આ વાત નરેન્દ્ર મોદીની હતી. રાજકારણનું આ ચૂંટણીલક્ષી નવીન મોદી-ફિકેશન હતું.

 

એમ્બ્યુલન્સ ચેઇઝર્સ(Ambulance Chasers)

બનેલી દુર્ઘટનાને પોતાના ધંધાકીય લાભ માટે ઉપયોગ કરતા વ્યાવસાયિકો, ખાસ કરીને વકીલોને એમ્બ્યુલન્સ ચેઇઝર્સ કહે છે. એક્સીડન્ટ થાય, સાયરન મારતી એમ્બ્યુલન્સ ઘાયલને લઇ જાય, અને એમ્બ્યુલન્સની પાછળ પાછળ કાળા ડગલા પહેરેલા વકીલ દોડ્યા જાય, દાવો કરો. અત્યારે ફીની જરૂર નથી. કોર્ટમાં કેસ કરવાનો, વર્ષો પછી મળેલા વળતરનાં અર્ધા મારા, અર્ધા તારા. વકીલાતનો ધંધો ચાલે કેમ? અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાર એસોસિયેશન દ્વારા એમ્બ્યુલન્સ ચેઇઝીંગ પ્રતિબંધિત છે, અનૈતિક છે.

નવો અર્થ: દિલ્હીનાં સુલતાન મુહમ્મદ તુઘલકને સુફી સંત હઝરત નિઝામુદ્દીનની લોકપ્રિયતાથી બળતરા થતી. દેવગિરિનો ખજાનો લૂંટીને દિલ્હી પાછા ફરતા તુઘલકે નિઝામુદ્દીન સાહેબને સંદેશો મોકલ્યો કે હું આવું તે પહેલા નિઝામુદ્દીને દિલ્હી છોડીને જતા રહેવું. હઝરત નિઝામુદ્દીને શિષ્યને પર્શિયન ભાષામાં કહ્યું કે જવાબ લખી દો ‘હુનૂઝ દિલ્લી દૂર અસ્ત’. હજી દિલ્લી દૂર છે. બન્યું પણ એવું. દિલ્હીનાં પાદરે એનાં સ્વાગત માટે તૈયાર કરેલો શામિયાણો તૂટ્યો અને તુઘલક મરી ગયો.

 નમો માટે ‘દિલ્લી દૂર અસ્ત’નાં નારા લગાવતા કાંઇ કેટલા ય એમ્બ્યુલન્સ ચેઇઝર્સ છે, જે 2002નાં કોમી રમખાણોનાં હજી સુધી વારંવાર અનંત શબપરીક્ષણ કરતા રહે છે. આવા એમ્બ્યુલન્સ ચેઇઝર્સ પર કોઇ વ્યાવસાયિક પ્રતિબંધ નથી.

યોર સ્લિપ ઇઝ શૉઇંગ(Your Slip is Showing)

છોકરીઓ ફ્રોકની નીચે પેટિકોટ પહેરે છે. જેને સ્લિપ કહે છે. ફ્રોકનાં ખરબચડા કાપડથી ત્વચાની રક્ષા કરવા, ઉષ્મા મેળવવા કે પછી પ્રકાશ પડે ત્યારે ફ્રોકની આરપાર કોઇ જોઇ ન શકે તેવા આવરણ અર્થે સ્લિપ પહેરાય છે. સ્ત્રીઓ પોતાના વસ્ત્રો બાબતે ચીવટ રાખે છે, જેથી એનો વટ પડી જાય. પણ આ વસ્ત્રો બરાબર ન પહેરાય, સ્લિપ ફ્રોકની બહાર લબડતી દેખાય તો સ્ત્રી અણઘડ દેખાય, એનામાં ડ્રેસિંગ સેન્સ નથી, એવું કહેવાય. તેને યોર સ્લિપ ઇઝ શૉઇંગ કહેવાય. કોઇ સ્ત્રીએ આત્મસંમાન, માનમર્યાદા કે શરમલાજ નેવે મુકી હોય ત્યારે તેવી વાત મોઢામોઢ ખરાબ શબ્દોમાં ન કહેતા સૌમ્યતાથી કહેવી હોય તો તે માટે પણ આ રૂઢિપ્રયોગ વપરાય છે. કોઇ ભાઇ કે બાઇની છૂપી કાર્યસૂચિ(Hidden Agenda) અનાયાસ છતી થાય તેને ય યોર સ્લિપ ઇઝ શૉઇંગ કહેવાય.

નવો અર્થ: ગુજરાતની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક મતદાનથી સૌ વિશ્લેષકો હેરતમાં પડી ગયા. કોઇ વેવ નહોતું. પ્રચારપ્રસાર સાવ નીરસ હતો. એનું શું કારણ? અને શું પરિણામ આવશે?- એવી ચર્ચામાં કોઇ નિષ્કર્ષ નીકળતો નહોતો. પરિણામ પછી ય કાંઇ સમજાયુ નહીં કે આવો મોટો લોકજુવાળ મતદાન કરવા શીદને ઉમટી પડ્યો? કારણ એક જ હતું. ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાન સ્લિપનું વિતરણ. લોકોને થયું કે ચૂંટણી પંચ ઘરનાં ઉંબરે ચોખા મૂકવા આવે તો આપણે એટલા બધા કૃતધ્ન છીએ કે મત આપવા ય ન જઇએ. અને આમ ચૂંટણી પંચની અભિનંદનીય કામગીરીનાં ફળસ્વરૂપ અભૂતપૂર્વ મતદાન થયું. ચૂંટણી પંચને કહીએ કે યોર સ્લિપ ઇઝ શૉઇંગ. તમારી સ્લિપે સિધ્ધિ મેળવી દેખાડી.

શબદ આરતી:

એક અફવા છે,કદાચ સાચી ય હોય. હવે પછીની ચૂંટણીમાં મતદાનનાં દિવસે બૂથ એક્ટિવિટી પછી પોલિયોનાં ટીંપા- દો બૂંદ જિંદગી કી- કીટની જેમ ઇવીએમ મશીન લઇને પોલીંગ ઓફિસર ઘરે ઘરે ફરશે. જેથી કોઇ મતદાન કરવામાં બાકી રહી ગયા હોય તો આંગળી પર ટપકું કરી બટન દબાવી શકે. એક બટન જિંદગી કા ! મતદાન તો હવે 90% સુધી લઇ જવું છે ! યોર ઇવીએમ ઇઝ શૉઇંગ !

The speaker invokes the “wild West Wind” of autumn, which scatters the dead leaves and spreads seeds so that they may be nurtured by the spring, and asks that the wind, a “destroyer and preserver,” hear him. The speaker calls the wind the “dirge / Of the dying year,” and describes how it stirs up violent storms, and again implores it to hear him. The speaker says that the wind stirs the Mediterranean from “his summer dreams,” and cleaves the Atlantic into choppy chasms, making the “sapless foliage” of the ocean tremble, and asks for a third time that it hear him.

The speaker says that if he were a dead leaf that the wind could bear, or a cloud it could carry, or a wave it could push, or even if he were, as a boy, “the comrade” of the wind’s “wandering over heaven,” then he would never have needed to pray to the wind and invoke its powers. He pleads with the wind to lift him “as a wave, a leaf, a cloud!”—for though he is like the wind at heart, untamable and proud—he is now chained and bowed with the weight of his hours upon the earth.

The speaker asks the wind to “make me thy lyre,” to be his own Spirit, and to drive his thoughts across the universe, “like withered leaves, to quicken a new birth.” He asks the wind, by the incantation of this verse, to scatter his words among mankind, to be the “trumpet of a prophecy.” Speaking both in regard to the season and in regard to the effect upon mankind that he hopes his words to have, the speaker asks: “If winter comes, can spring be far behind?”

Form

Each of the seven parts of “Ode to the West Wind” contains five stanzas—four three-line stanzas and a two-line couplet, all metered in iambic pentameter. The rhyme scheme in each part follows a pattern known as terza rima, the three-line rhyme scheme employed by Dante in his Divine Comedy. In the three-line terza rima stanza, the first and third lines rhyme, and the middle line does not; then the end sound of that middle line is employed as the rhyme for the first and third lines in the next stanza. The final couplet rhymes with the middle line of the last three-line stanza. Thus each of the seven parts of “Ode to the West Wind” follows this scheme: ABA BCB CDC DED EE.

Commentary

The wispy, fluid terza rima of “Ode to the West Wind” finds Shelley taking a long thematic leap beyond the scope of “Hymn to Intellectual Beauty,” and incorporating his own art into his meditation on beauty and the natural world. Shelley invokes the wind magically, describing its power and its role as both “destroyer and preserver,” and asks the wind to sweep him out of his torpor “as a wave, a leaf, a cloud!” In the fifth section, the poet then takes a remarkable turn, transforming the wind into a metaphor for his own art, the expressive capacity that drives “dead thoughts” like “withered leaves” over the universe, to “quicken a new birth”—that is, to quicken the coming of the spring. Here the spring season is a metaphor for a “spring” of human consciousness, imagination, liberty, or morality—all the things Shelley hoped his art could help to bring about in the human mind. Shelley asks the wind to be his spirit, and in the same movement he makes it his metaphorical spirit, his poetic faculty, which will play him like a musical instrument, the way the wind strums the leaves of the trees. The thematic implication is significant: whereas the older generation of Romantic poets viewed nature as a source of truth and authentic experience, the younger generation largely viewed nature as a source of beauty and aesthetic experience. In this poem, Shelley explicitly links nature with art by finding powerful natural metaphors with which to express his ideas about the power, import, quality, and ultimate effect of aesthetic expression.

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized