Daily Archives: જાન્યુઆરી 9, 2013

પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો કે ભવન મારું ઝળહળતું/ -દલપત પઢીયાર

ઉર ધારો , પ્રભુ ! ના ઠુકરાવો ; શરણ ગ્રહો , ગુરુદેવ !

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર મારું ઝળહળતું ….મેં તો

મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો

મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો

મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે અંતર મારું ઝળહળતું …..મેં તો

મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો

-દલપત પઢીયાર

DSC_0228

More videos for You tube દલપત પઢીયાર »

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized