Daily Archives: જાન્યુઆરી 12, 2013

‘તમારા ગયા પછી ‘/ઝફર ઈકબાલ થી ‘ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી..’/રઇશ મણિયાર

ખાલી લગા મકાન તમારા ગયા પછી

ગેહરા થા આસ્માન તમારા ગયા પછી

જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
ઐસા રહા ગુમાન તમારા ગયા પછી

સિગરેટને કુછ મઝા ન દિયા દેર તક મુઝે
કડવા લગા થા પાન તમારા ગયા પછી

સારી સુની સુનાઈ કિનારે લગી કહીં
થી ખત્મ દાસ્તાન તમારા ગયા પછી

ઐસી ઉઠી કે બૈઠ ગયા સબ ગુબારે દિલ
ઇક દર્દ કી ઉઠાન તમારા ગયા પછી

બે પર હી રહ ગયા થા સચ્ચી કહું તો મેં
ભૂલી થી હર ઉડાન તમારા ગયા પછી

સારી ખુદાઈ પર કોઈ પરદા સા તન ગયા
દેખી ખુદા કી શાન તમારા ગયા પછી

ઐસા હુવા કે નીંદ નહીં આઈ ફિર મુઝે
દેના પડા લગાન તમારા ગયા પછી

કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી

ઝફર ઇકબાલ

સૌજન્ય લયસ્તરો
ઘરમા લાગે છે બધુ શૂનસાન તમારા ગયા પછી.
અકળાઈ રહ્યો એકલો આજ તમારા ગયા પછી!

પથારીમાં પડતાં જ ઊંઘ જે મને આવતી હતી,
ઊડી ગઈ કોણ જાણે એ આજ, તમારા ગયા પછી!

બપોરની નીંદ પછી ચા મસાલાની જે મળતી’તી
ન શિખ્યાના થયા છે બે હાલ, તમારા ગયા પછી!

ખાવા મળે છે ખુબ વાનગીઓ આપણા મિત્રોને ત્યાં,
ઊડી ગયો છે રસોઈનો સ્વાદ, તમારા ગયા પછી!

લખવાનું મળશે મોકળાશે ઘણુ-બધુ હતુ જે મને,
કલમ મારી રહે છે ઉદાસ, તમારા ગયા પછી!

પી લઉ છુ બિયર બે-ચાર ઓફિસથી આવી ક્યારેક,
નથી થતી નશાની કોઈ અસર, તમારા ગયા પછી!

સમજાઈ નથી જે વાત તમારી મને આજ સુધી,
ઉતરી ગઈ છે ગળે એ વાત, તમારા ગયા પછી!

મિત્રો ભલેને કહે ચમન લાગે છે પત્નીમાં પાગલ,
સમજાઈ છે મને સ્નેહ ની વાત, તમારા ગયા પછી!

મા ચીમનભાઈ પટેલ ‘ચમન’

સૌજન્ય આત્મા

દિલને નથી કરાર તમારા ગયા પછી

આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી .

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી

લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી .

દિલને નથી કરાર તમારા ગયા પછી

 વીતી રહ્યો છે એક સરીખો સમય બધો

શું સાંજ,શું સવાર તમારા ગયા પછી .

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી

આવી નથી બહાર તમારા ગયા પછી .

મહેફિલ  એજ છે, એજ સૂરા, એજ જામ છે

ચઢતો નથી ખુમાર તમારા ગયા પછી

જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી

તૂટી જશે ધરાર,તમારા ગયા પછી .

નાઝિરને  છેક ઓશિયાળો ના તમે કરો

કરશે ન કોઇ પ્યાર તમારા ગયા પછી

દિલ ના દ્વાર થયા છે સુના,તમારા ગયા પછી,

હવે આંસુય લાગે છે ઉના તમારા ગયા પછી

સુવાસ એજ મહેકી રહી છે પેલી કિતાબોમાં.
યાદોનાં ગુલાબ થયા છે જુના તમારા ગયા પછી

નશો થયો હતો જયારે પીધીતી તમ રૂપની મદિરા,
હવે ખખડી રહ્યા છે ખાલી પેમાંના તમારા ગયા પછી

નમાઝોમાં મહોબ્બત માગી હતી ખુદા પાસે તારી
અરે! સરખા થયા ઝુમેરાત ને ઝુમ્માં તમારા ગયા પછી

સજા પણ ના આપી શક્યા મોત પછીય “હીર” ને
કબરમાં કરતો રહ્યો ચાહતના ગુના તમારા ગયા પછી

                                                    -હિરેન્દ્રસિંહ વાઘેલા

કઈંક તો ખૂટે છે તમારા ગયા પછી,

ભીતર કંઈ ફૂટે છે તમારા ગયા પછી.

એજ આયનાઓ  ને એજ પ્રતિબિંબો,

અચાનક કાં ફૂટે ,તમારા ગયા પછી.

બેફામ બે હાથે લુંટીતી ક્ષણોને અમે,

ટોળે વળી લુંટે મને,તમારા ગયા પછી.

કઈંક તો ખૂટે છે તમારા ગયા પછી,

ભીતર કંઈ ફૂટે છે તમારા ગયા પછી.

સૌ થઇ ગયા દુર તમારા ગયા પછી ….!!
મોત હવે મંજુર તમારા ગયા પછી …!!
તણાય ગયા સોનેરી સૌ સોણલા;
નયનમાં આવ્યા ઘોડાપુર તમારા ગયા પછી …!!
અખંડ ચહેરા ખંડિત થયા ને દર્પણ
થયા ચૂરચૂર તમારા ગયા પછી …!!
ઓણ વસંતે  પણ કર્યાં  દગા  ‘ને ,
પાનખર પણ આવી ભરપુર તમારા ગયા પછી…!!
હૃદયને છેતરી ગયું પેલું રણ;
રહીએ છીએ ચિંતાતુર તમારા ગયા પછી …!!
મન મૃદંગ છે મૌનમાં હવે ,
સ્તબ્ધ થયા સૌ સૂર તમારા ગયા પછી …!!
‘અવસાદ’ તમ તરસ્યાને  તે… જળ મળી ના શકયા !
આભાસી વાદળ ઘેરાયા ઘેઘુર તમારા ગયા પછી …!

તમારા ગયા પછી…
તાવ સમું મુખ નયન સમક્ષ  તરવરતા જ….
નયન માં અશ્રુ વહે છે અને ઉર રડવા લાગે છે.
ક્ષણ તો એ વીતી ગઈ એ પણ અનંત  ખાલીપો સર્જાયો
                                                           તમારા ગયા પછી…
નિશાના સ્વપ્નોમાં આવી તમે પ્રેમ તો ખુબ કરો છો,
તો પછી નિત્ય ચાલ્યા જૈશાને રડાવી જાઓ છો…
રહેવાતું નથી તામ્ર સાથ વિના,
                                                         તમારા ગયા પછી..
મારા એ સ્વપ્નોને ક્ષણમાં ચુર  કરી ,
અનાથ બનાવી મુજને જગતમાં ,,,
ખુદાએ તમને બોલાવ્યા કે તમે જાતે ગયા…
પણ ખુબ વીતી……                              તમારા ગયા પછી…
આશા અરમાનો ની હોળી સળગી..
તમન્નાઓ બધી ભસ્મીભૂત થઇ..
ઝીંદગી એક જ ઝાટકે પૂરી થઇ ગઈ… 

                                                       તમારા ગયા પછી.


ના પુછો કેવા છે હાલ તમારા ગયા પછી,
વાગોળુ છુ એક જ સવાલ તમારા ગયા પછી

એવિ તે શી ભુલ કે એકલા થઈ જવાયુ,
કરુ કોને હવે હું વ્હાલ તમારા ગયા પછી

“આજ” તો રસ્તા માં જ રખડી પડી ક્યાંક,
નથી પડી અહિ “કાલ” તમારા ગયા પછી

એક પછિ એક સૌ છોડીને ચાલ્યા,
બનુ કોનુ હું ઢાલ તમારા ગયા પછી

શબ્દો પણ રિસાયા જાણે આ ખાલી ઘર થી
હવે આવે ના કોઈ ટપાલ તમારા ગયા પછી

બારી બારણા શોધી ને થાક્યા દિવાલો રડી ને,
હવે ના રહયુ કોઈ રખેવાલ તમારા ગયા પછી

હમેશા ગુંજતુ-કિલ્લોલતુ ગાતુ ઘર “પ્રિયલ”
હવે છે ફક્ત ચાર દિવાલ તમારા ગયા પછી

– દેવાંશી ભટ્ટ ગાંધી

હવે હઝલો

હતી  બંધ   મુઠીમાં આબરુ , ફેલાઈ ગઈ  ગામને  ચોરે તારા   ગયા પછી,
હતો  સંપ   સૌ માં,   બાજી-મર્યા  સૌ   સંતાનો   તારા  ગયા  પછી.

ઘણું હતું,  શું લઈ ગયો,  તસ્વીર   પણ તારી   ધુળ  ખાઈ છે  આજે,
નામ્-ઠામ    સઘળું      ભુસાઈ    ગયું , બસ   તારા   ગયા   પછી .

કરી કંજુસાઈ  તે , પામી શક્યો કે ના  માણી શક્યો  સુખની  કોઇ પળ્,
ફૂંકી  મારી   સારી    મિલકત  તારીજ    પેઢીએ , તારા   ગયા પછી.

“દીપ”  શીદ ને ચિંતા કરે,શું થશે  મારા લખેલા  પુસ્તકોનું ?
ધુળ  ખાસે કે  જશે    પસ્તીમાં,   તારે શું ? તારા ગયા પછી.

 

કવિ ડો.રઈશ મણિયાર પોતાના કંઠે કાવ્ય સંભળાવે અને શરુઆત કરે કે,

“આખુ જીવન અમે ધીરે ધીરે લખ્યું,

રેત પર જેમ પાગલ સમીરે લખ્યું !”

એમની હઝલ સાથે…કે

( પિયર ગયેલી પતિઓની આનંદ અભિવ્યકિત)

“દિલને ઘણી છે હાશ તમારા ગયા પછી,

ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી,
દુઃખ છે મને ના ખાસ તમારા ગયા પછી.,

રામો થયો છે ઉદાસ તમારા ગયા પછી.

પિયરની સાથે પ્રાસ બિયરનો મળી ગયો,

રણકી રહયા છે ગ્લાસ તમારા ગયા પછી,
ખો ખો રમતી હતી તું દરરોજ તું મનેને

ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી..”

મીત500x_kylesimpsonsunset

 

 

 

11 ટિપ્પણીઓ

Filed under Uncategorized

કેમ માનું તુજ થકી હું દૂર છું?: ‘રુસ્વા’ મઝલૂમી

9_348રુસ્વા

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર* છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દી઼ન* ફક્ત ‘રુસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી એટલેકે પાજોદ દરબાર જનાબ રુસ્વા સા’બ……… જેના થકી ઉત્તમ ગઝલો જ નહીં પણ અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરી જેવાં ઉત્તમ ગઝલકારો પણ સાંપડ્યાં.  આજે આપણી વચ્ચે તેઓ હાજર નથી પણ માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં સ્વતંત્ર ભારતનો નવો નકશો પણ તેમણે જ બદલ્યો છે.  બાબી વંશનાં નવાબ સા’બ પહેલાં મુસ્લિમ રાજવી હતાં જેણે ભાગલા વખતે જૂનાગઢને ભારત સાથે જોડવાનું નક્કી કર્યું અને  ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી પણ ત્યાંની જ !!  તેમનાં જન્મદિને બસ તેમનાં શબ્દો યાદ કરી માનવું જ રહ્યું કે, “કેમ માનું તુજ થકી હું દૂર છું?”*મનસૂર – એક સૂફી સંત જેઓને અનલહક ( અહં બ્રહ્માસ્મિ) બોલવા બદલ ઈસ્લામ વિરોધી સમજી મૃત્યુદંડ આપી કબરમાં નહીં દાટતા સળગાવી મૂકેલાં.*ઇમામુદ્દીન – તેમનું સાચું નામ.

રુસ્વા મઝલુમી માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઇમાનદારી અને શાયરીમાં ઇબાદત હતી. રુસ્વા મઝલુમ અચૂક કહેતા, ‘અલ્લાહ તો ઇમાન છે, વિશ્વાસ છે. આપના હૃદયમાં અલ્લાહ માટે મહોબ્બત અને લગાવ છે એ જ ઇમાન છે, એ જ અલ્લાહ છે.’ ‘મારોય એક જમાનો હતો’ નામક પુસ્તકમાં રુસ્વા મઝલુમીના આવા બિન્દાસ જીવન, કવન અને વિચારોને હૃદયસ્પર્શી રીતે રજુ કરવામાં આવ્યાં છે.રુસ્વા મઝલુમીની ગઝલોમાં રજુ થયેલા મજહબી વિચારોમાં ભારતની વિવિધતામાં એકતાની મહેક પ્રસરેલી છે. મંદિર અને મિસ્જદ વચ્ચેની ભેદરેખાનું વિલીનીકરણ તેમની રચનાઓમાં વારંવાર ડોકાયા કરે છે.‘યે મિસ્જદ હૈ, વો બુતખાનાચાહે યે માનો, ચાહે વો માનો,મકસદ તો હૈ દિલ કો સમજાના,ચાહે યે માનો, ચાહે વો માનો.’ખુદા મિસ્જદમાં પણ છે અને બુતખાના (મંદિર)માં પણ છે. બંનેમાંથી જેને ચાહો તેને માનો. એમ કહેનાર રુસ્વા સાહેબ મિસ્જદમાં પણ પરાણે જવાનો ઇનકાર કરે છે. ઇબાદતનો દેખાડો રુસ્વને જરા પણ મંજુર નથી તેથી જ રુસ્વા સાહેબ લખે છે,મજહબની આવી સ્પષ્ટ વિભાવના કરનાર રુસ્વા સાહેબની ગઝલોમાં ક્યાંક ક્યાંક સૂફી રંગોના છાંટણા જોવા મળે છે.

‘રંગ છું, રોશની છું, નૂર છું,માનવીના રૂપમાં મનસૂર છું,પાપ-પુણ્યની સીમાથી દૂર છું,માફ કર ફિતરતથી હું મજબૂર છું.’સૂફી સંતોના બાદશાહ મન્સૂરને માનવીના રૂપમાં પોતાના વ્યક્તિત્વમાં સાકાર કરવા મથતા રુસ્વા સાહેબની પાપ – પુણ્ય અંગેની વિચારધારા ભિન્ન છે. માનવી તેની ફિતરત અથૉત્ સ્વભાવથી મજબૂર છે. એટલે તે ક્યારેક પાપ-પુણ્યની ફિકર કર્યા વગર જિંદગીને ભરપેટ માણી લેવા મથે છે. જિંદગી પ્રત્યેની તેની એ જ મહોબ્બત તેને ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે ઇલાહી તરફ દોરી જાય છે. એ જ રીતે સૂફી વિચારધારાના મૂળભૂત લક્ષણ સમી ધર્મનિરપેક્ષતા રુસ્વા સાહેબની રચનાઓની જાન છે. થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું, નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા, ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.નરસિંહઅને મોહનને વંદન કરતી તેમની આ ચાર લાઇનોમાં શુદ્ધ ગુજરાતી ભાષાની શાન જોવા મળે છે. આમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધ્યો નહીં જડે.ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા. તેમણે રુસ્વા સાહેબને પણ પોતાની સાથે રહેવા વિનંતી કરી હતી. એવા સમયે રુસ્વા સાહેબ વતન-પરસ્તીની મિસાલ બની રહ્યા. કેટલાક નવાબોનો રોષ વહોરીને પણ ભારતીય સંઘમાં જોડાવા તેમણે દસ્તખત કર્યા હતા. તેમની મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.

નથી આવ્યા અમે કેવળ અહીંયા પર્યટન માટે,વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે,તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો!બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે’ગુજરાતી ગઝલના પિતામહ અમૃત ઘાયલ અને રુસ્વા મઝલુમી પરમ મિત્ર હતા. એ નાતે મિત્ર રુસ્વા મઝલુમીની ફિતરતને અભિવ્યક્ત કરતા અમૃત ઘાયલ લખે છે.‘ભાઇથી હિંદુને અધિક માનેએ મુસલમાન એટલે રુસ્વાબાંધી બ્રાહ્નણને હિંદુ-મુસ્લિમનુંક્રોસ સંધાન એટલે રુસ્વાદેવ મંદિરના ધૂપ: મિસ્જતમાં જલતો લોબાન એટલે રુસ્વાખુદાનો બંદો ગેબનો દરવેશને કદરદાન એટલે રુસ્વા.’આવા શાયર રુસ્વા મઝલુમીને આપણા સૌના સો સો સલામ.

ખુદનો બંદો : રુસ્વા મઝલુમીરુસ્વા મઝલુમી માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઇમાનદારી અને શાયરીમાં ઇબાદત હતી. રુસ્વા મઝલુમ અચૂક કહેતા, ‘અલ્લાહ તો ઇમાન છે, વિશ્વાસ છે. આપના હૃદયમાં અલ્લાહ માટે મહોબ્બત અને લગાવ છે એ જ ઇમાન છે, એ જ અલ્લાહ છે.’ ‘મારોય એક જમાનો હતો’ નામક પુસ્તકમાં રુસ્વા મઝલુમીના આવા બિન્દાસ જીવન, કવન અને વિચારોને હૃદયસ્પર્શી રીતે રજુ કરવામાં આવ્યાં છે.રુસ્વા મઝલુમીની ગઝલોમાં રજુ થયેલા મજહબી વિચારોમાં ભારતની વિવિધતામાં એકતાની મહેક પ્રસરેલી છે. મંદિર અને મિસ્જદ વચ્ચેની ભેદરેખાનું વિલીનીકરણ તેમની રચનાઓમાં વારંવાર ડોકાયા કરે છે.‘યે મિસ્જદ હૈ, વો બુતખાનાચાહે યે માનો, ચાહે વો માનો,મકસદ તો હૈ દિલ કો સમજાના,ચાહે યે માનો, ચાહે વો માનો.’ખુદા મિસ્જદમાં પણ છે અને બુતખાના (મંદિર)માં પણ છે. બંનેમાંથી જેને ચાહો તેને માનો. એમ કહેનાર રુસ્વા સાહેબ મિસ્જદમાં પણ પરાણે જવાનો ઇનકાર કરે છે. ઇબાદતનો દેખાડો રુસ્વને જરા પણ મંજુર નથી તેથી જ રુસ્વા સાહેબ લખે છે,મજહબની આવી સ્પષ્ટ વિભાવના કરનાર રુસ્વા સાહેબની ગઝલોમાં ક્યાંક ક્યાંક સૂફી રંગોના છાંટણા જોવા મળે છે.‘રંગ છું, રોશની છું, નૂર છું,માનવીના રૂપમાં મનસૂર છું,પાપ-પુણ્યની સીમાથી દૂર છું,માફ કર ફિતરતથી હું મજબૂર છું.’સૂફી સંતોના બાદશાહ મન્સૂરને માનવીના રૂપમાં પોતાના વ્યક્તિત્વમાં સાકાર કરવા મથતા રુસ્વા સાહેબની પાપ – પુણ્ય અંગેની વિચારધારા ભિન્ન છે. માનવી તેની ફિતરત અથૉત્ સ્વભાવથી મજબૂર છે. એટલે તે ક્યારેક પાપ-પુણ્યની ફિકર કર્યા વગર જિંદગીને ભરપેટ માણી લેવા મથે છે. જિંદગી પ્રત્યેની તેની એ જ મહોબ્બત તેને ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે ઇલાહી તરફ દોરી જાય છે. એ જ રીતે સૂફી વિચારધારાના મૂળભૂત લક્ષણ સમી ધર્મનિરપેક્ષતા રુસ્વા સાહેબની રચનાઓની જાન છે. થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું, નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા, ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.નરસિંહઅને મોહનને વંદન કરતી તેમની આ ચાર લાઇનોમાં શુદ્ધ ગુજરાતી ભાષાની શાન જોવા મળે છે. આમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધ્યો નહીં જડે.ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા. તેમણે રુસ્વા સાહેબને પણ પોતાની સાથે રહેવા વિનંતી કરી હતી. એવા સમયે રુસ્વા સાહેબ વતન-પરસ્તીની મિસાલ બની રહ્યા. કેટલાક નવાબોનો રોષ વહોરીને પણ ભારતીય સંઘમાં જોડાવા તેમણે દસ્તખત કર્યા હતા. તેમની મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.‘નથી આવ્યા અમે કેવળ અહીંયા પર્યટન માટે,વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે,તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો!બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે’ગુજરાતી ગઝલના પિતામહ અમૃત ઘાયલ અને રુસ્વા મઝલુમી પરમ મિત્ર હતા. એ નાતે મિત્ર રુસ્વા મઝલુમીની ફિતરતને અભિવ્યક્ત કરતા અમૃત ઘાયલ લખે છે.‘ભાઇથી િંહદુને અધિક માનેએ મુસલમાન એટલે રુસ્વાબાંધી બ્રાહ્નણને િંહદુ-મુસ્લિમનુંક્રોસ સંધાન એટલે રુસ્વાદેવ મંદિરના ધૂપ: મિસ્જતમાં જલતો લોબાન એટલે રુસ્વાખુદાનો બંદો ગેબનો દરવેશને કદરદાન એટલે રુસ્વા.’આવા શાયર રુસ્વા મઝલુમીને આપણા સૌના સો સો સલામ સૌજન્ય Webમહેફિલ

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized