Daily Archives: જાન્યુઆરી 15, 2013

રાગ બાગેશ્રીમાં પ્રેમીજનના ઈંતઝારની રચનાઓ /નરેશ કાપડિયા

                                                                            Om Based On Raag Bageshreeમ્યુઝિકાના 2રાગ બાગેશ્રીમાં પ્રેમીજનના ઈંતઝારની રચનાઓ આ રાગ પર એકએકથી ચડિયાતા ગીતો આપણા દિગ્ગજ સંગીતકારોએ બનાવ્યા છે

 

રાગ બાગેશ્રી એ ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જાણીતા રાગોમાંનો એક રાગ છે. આ રાગમાં સ્વર ‘મ’ ને ભારપૂર્વક રજૂ કરાય છે. તેના આરોહમાં ‘પ’ને છોડી દેવાય છે, જે તેની વિશેષતા છે. અવરોહમાં પણ ‘પ’ને છોડી દેવાય છે, પણ કેટલાંક સંગીતકારો અવરોહમાં ‘પ’નો ઉપયોગ કરીને આશ્ચર્ય જગાવતા હોય છે. કાફી થાટના રાગ બાગેશ્રીનો ખરો સમય મોડી રાત્રીનો ગણાય છે.

આ રાગ માટે કહેવાય છે કે પ્રતિક્ષાનો રાગ છે. ખાસ કરીને પ્રિયજન માટેની પ્રતિક્ષા. હવે આ તેની ખાસિયત હોય તો કેટલા મધુરા ગીતો તેના પર બનતા રહે? એનું કારણ એ છે કે પ્રેમકથામાં પ્રિયજન માટની પ્રતિક્ષા જ કપરી અને અનિવાર્ય ઘડી હોય છે. ત્યારે મનમાંથી જે ઉદગાર નિકળતા હોય છે, તે પણ કાવ્યમય જ હોય ને!

 

જોકે આ રાગ પર આધારિત ગીતો નવી ફિલ્મોમાં ખૂબ ઓછા હશે અને એનું કારણ કદાચ એ હશે કે આજકાલ પ્રેમીજનની પાસે પ્રતિક્ષા કરવાનો સમય જ નહિવત હોય છે.

 

આ રાગ દિગ્ગજ ગઝલ ગાયકોનો પણ પ્રિય છે, કારણ કે ઈંતઝાર એ ગઝલનો ગમતો વિષય છે. જગજીત સિંઘે ‘ઈકોઝ’ આલબમમાં  ચિત્રાજી માટે ‘આપકો ભૂલ જાયે હમ ઈતને તો બેવફા નહીં’ ની તર્જ બાગેશ્રીમાં બનાવી હતી. તો મહેંદી હસને તો આ રાગ પર કમાલની રચનાઓ આપે છે, ‘કૈસે કૈસે લોગ હમારે જી કો જલાને આ જાતે હૈ’, તો ‘દિલ કી બાત લબોં પે લાકર અબ તક દુઃખ સેહતે હૈ’ કે ‘એક નયે મોડ પે લે આઉં’ જેવી બહેતરીન રચનાઓ મહેંદી હસને આપી છે. ગુલામ અલીએ પણ બાગેશ્રીના ટહુકા કર્યા છે. ‘પૂછતા જા મેરે મરઘટ સે ગુજર ને વાલે’ કે ‘ચમન મેં રંગ-એ-બહાર ઉતરા તો મૈંને દેખા’ જેવી રચનાઓ તેમણે આ રાગમાં સ્વરબદ્ધ કરી છે.

 

હિંદી ફિલ્મોમાં આ રાગ પર આધારિત સરસ રચનાઓ મળી છે. શંકર જયકિશને ‘રાજહઠ’ની મો. રફીની ક્લાસિક રચનાઓ ‘આયે બહાર બન કે લુભાકર ચલે ગયે’ કે ‘સસુરાલ’ની ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસી કી નજર ના લગે’ તથા ‘હાલાકુ’ની ‘આજા કે ઈંતઝાર મેં જાને કો હૈ બહાર ભી’ આ રાગમાં બનાવી હતી. તો ‘રંગોલી’ની ભક્તિ રચના ‘જાઓ જાઓ નંદ કે લાલ’ પણ એમાં સામેલ કરાય.

 

સી. રામચંદ્રએ તેમની યાદગાર ફિલ્મ ‘અનારકલી’માં જ્યારે અનારકલી ભર્યા દરબારમાં મૂર્છીત થાય છે ત્યારે તેને જગાડવા માટે હેમંત કુમાર પાસે આ રાગ આધારિત ગીત ગવડાવ્યું હતું, ‘જાગ દર્દ-એ-ઈશ્ક જાગ, દિલ કો બેકરાર કર, છેડ દે આંસુઓ કા રાગ’. તો દિલીપ કુમાર અભિનીત ‘પૈગામ’માં આ રાગનું શીર્ષક ગીત ‘ઈન્સાન કા ઈન્સાન સે હો ભાઈચારા, યહી પૈગામ હમારા’ કવિ પ્રદીપની એક સુંદર કવિતા પણ હતી, જેને મન્ના ડે એ કંઠ આપ્યો હતો. તેમણે ‘આઝાદ’માં ભક્તિ રચના ‘રાધા ના બોલે ના બોલે ના બોલે રે’ પણ આજ રાગમાં બનાવી હતી.

 

તેવી જ રીતે સલિલ ચૌધરીની યાદગાર ફિલ્મ ‘મધુમતી’માં આદીવાસી કન્યા બનેલા વૈજ્યંતિમાલા ગાતા હતા, ‘આજા રે પરદેશી, મૈં તો કબ સે ખડી ઈસ પાર, યે અખિંયા થક ગઈ પંથ નિહાર’ તો તેજ ગીત સાથે મેળ ખાતું ગીત ‘ઘડી ઘડી મેરા દિલ ધડકે, હાય ધડકે, ક્યું ધડકે’ પણ આ જ રાગની નિપજ હતી.

 

સંગીતકાર નૌશાદને એક જ વખત સુપર ગાયક કુંદનલાલ સાયગલ સાથે કામ કરવાની તક ‘શાહજહાં’માં મળી હતી, જ્યારે સાયગલ બાગેશ્રીમાં ગાતા હતા ‘ચાહ બરબાદ કરેગી હમે માલુમ ન થા’. ખૈયામની ‘ગમન’ની યાદગાર રચના ‘સીને મેં જલન આંખો મેં તૂફાન સા ક્યું હૈ’ આ રાગમાં સુરેશ વાડકર પાસે ગવડાવી હતી. મદન મોહને ‘દેખ કબિરા રોયા’ની ગઝલ ‘હમ સે આયા ના ગયા, તુમ સે બુલાયા ના ગયા’ પણ બાગેશ્રીમાં રચી હતી. રવિએ રચેલી રફી સાહબની ‘અમાનત’ની ગઝલ ‘દૂર રહકર ન કરો બાત કરીબ આ જાઓ’ પણ આજ રાગમાં હતી.

 

કલ્યાણજી આનંદજીની યાદગાર ફિલ્મ ‘સફર’માં રાજેશ ખન્ના માટે કિશોર કુમાર ઈંદિવરની સુંદર કવિતા ગાતા હતા, ‘જીવન સે ભરી તેરી આંખે’ અને લક્ષ્મીકાંત પ્યારેલાલની ‘હમ બને તુમ બને એક દૂજે કે લિયે’ કદી ભૂલાય તેવી રચનાઓ છે?

 

ફિલ્મ ગાર્ડીયન – પાનું 4 –  શુક્રવાર – 9.11.12 – મ્યુઝિકાના – નરેશ કાપડીઆ

 તેમા સૌથી વધુ ગમતાની યુ ટ્યુબ માણો

…………………………………………………………………………………………………….

Rajesh Khanna – Jeevan Se Bhari Teri Ankhen

www.youtube.com/watch?v=ddXt2O9ivAUSep 6, 2012 – 3 min – filmigaane
A


Hum Bane Tum BaneEk Duuje Ke Liye (720p HD Song) – YouTube

…………………………………………………………………………………………..

www.youtube.com/watch?v=LueogIoB7woMar 9, 2012 – 5 min – Uploaded by MannuDreamer
Hum Bane Tum BaneEk Duuje Ke Liye (1981) 720p HIGH DEFINITION Song Movie Name : Ek Duuje Ke

…………………………………………………………………………………………………

Aaja Re Pardesi Madhumati – YouTube

www.youtube.com/watch?v=Wlp_b0TlxuUAug 27, 2010 – 5 min – Uploaded by MrSanjivraval
From The Movie Madhumati, and originally sung by Lata Mangeshkar; the vocals are presented here by Mona

— On Fri, 11/9/12, Naresh Kapadia <nareshkkapadia@gmail.com> wrote:


From: Naresh Kapadia <nareshkkapadia@gmail.com>
Subject: Fwd: Raag Bageshree
To: “pragna vyas” <pragnajuvyas@yahoo.com>
Date: Friday, November 9, 2012, 1:55 AM

Hello,

 
Here is my article on the Songs based on Raag Bageshree. Hope you will enjoy. There are som more interesting articles on our page of Film Guardian. 
 
Enjoy.


Naresh Kapadia
99099 21100      Theory

Arohana & Avarohana

Arohana
n s,g m,D n S
Avarohana
S n D ,m p d, m g R S

Vadi & Samavadi

Vadi: Madhyam (Ma)
Samavadi: Shadaj (Sa)

Pakad or Chalan

D n s, m, m P D, m g R S
Varjit Swara R P in Aaroh
Jati :

Odhav Sampoorna ..

Organization & Relationships

Related ragas: List related ragas here, making each raga a link with .
Thaat: Kafi

Samay (Time)

The time for this raaga is madhya raatri.

Raag Bageshree – A beginning Alaap

swaravanshi 

Play

            અમને સંગીત શીખવતા શ્રી નરેશભાઇ

 


1 ટીકા

Filed under Uncategorized