નોન-વેજ વિષેની વેજ વાત…/ પરેશ પ્ર વ્યાસ


 

નોન-વેજ વિષેની વેજ વાત                    

“તમને રંગ લાલ ગમે કે લીલો?” મારી પત્ની કોકિલાએ મને પ્રશ્ન પૂછ્યો.

 “બન્ને” મેં ડિપ્લોમેટિક જવાબ દીધો.

 “લાલ ટપકું એટલે નોન-વેજ અને લીલું એટલે વેજ…હવે કહો, લાલ કે લીલું?”

 

“અલબત્ત લીલું, પણ તું કોઇ પણ સંદર્ભ વગર ઉખાણું પૂછે તો મને શી રીતે સમજાય?”

“તો પૂછી લેવું જોઇએ. જવાબ દેવામાં ઉતાવળ શું કામ કરો છો?” કોકિલાએ ટહૂકો કર્યો.

પણ મને એ સમજાયું નહોતું કે આજે અમારા ઘરમાં વર્જ્ય અને તજ્ય ગણાતા માંસાહારની ચર્ચા કોકિલા કેમ માંડી રહી હતી ? નક્કી કોઇ તાજા સમાચારમાં આવી ચર્ચા હોવી જોઇએ. કોકિલાએ એનો ફોડ પાડ્યો. અમેરિકામાં આજથી 38 વર્ષ પહેલાં પૌલ એબિસ નામનાં ભાઇએ એક લેખ લખ્યો. “બીઇંગ વેજીટેરિયન-ઇઝ નેવર હેવિંગ ટૂ સે સોરી-ટૂ ધ કાઉ” (અર્થાંત શાકાહારી હોવું એટલે ગાય સમક્ષ ક્યારેય-એનું માંસ ખાવા બદલ- માફી ન માંગવી પડે).  હા, અમેરિકન સહિત વિશ્વનાં ઘણાં લોકો ગાયનું દૂધ પીએ છે અને ગાયનું માંસ ખાય છે. એટલે અમેરિકાનાં કોઇ અખબાર કે મેગેઝીનનાં તંત્રીઓએ શાકાહારનો મહિમા ગાતો લેખ છાપ્યો જ નહીં. આખરે પૌલભાઇએ લેખની ચાર પાનાની ઝેરોક્સ કોપી કરાવી. આ હેન્ડ-આઉટ માંડ બે જણાંએ ખરીદ્યો. પણ પૌલભાઇ હિંમત હાર્યા નહીં. આજે ‘વેજીટેરિયન ટાઇમ્સ’ નામનાં આ લાઇફ સ્ટાઇલ મેગેઝીનનું સરક્યુલેશન સાડા ત્રણ લાખ નકલોને આંબી ગયુ છે. આ મહિને એટલે કે જાન્યુઆરી, 2013માં આ મેગેઝીનનો 400મો અંક પ્રસિદ્ધ થયો. જે દેશમાં માંસમચ્છી વિના કોઇ ભોજન બનતું નથી, એ દેશમાં શાકાહારને  લોકપ્રિય બનાવવાનું કામ કરવું કાબિલ-એ-દાદ છે. આ મેગેઝીન વેજીટેરિયન અને ફ્લેક્સિટેરિયન લોકોમાં લોકપ્રિય છે. ફ્લેક્સિટેરિયન એટલે જે ખાવામાં ફ્લેક્સિબલ છે. આમ હોય તો નોન-વેજ ખાનારા, પણ નોન-વેજ જોઇએ જ એવું કાંઇ નહીં. વેજ પણ ચાલે. ટૂંકમાં, ‘ચાલે’ એ જ ચાલે- એવું કાંઇ નહીં !

આપણે મુખ્યત્વે શાકાહારી છીએ. વિદેશી ક્વિક-સર્વિસ ખાણીપીણી કંપનીઓ અહીં આવે ત્યારે એને આપણે ત્યાં વેજ બર્ગર પીરસવાની ફરજ પડે છે. મેકડોનાલ્ડે કર્યું. હવે એવા સમાચાર પણ છે કે કેએફસી(કેંટકી ફ્રાઇડ ચિકન)ને પણ જાન્યુઆરી, 2013થી વેજ વાનગી પીરસવાની ફરજ પડી છે. જે કંપનીનાં નામમાં જ ભૂંજેલી મરઘી સમાયેલી હોય, એને આપણે ઘાસપાલો પીરસવા મજબૂર કરી શકીએ, એવું પાવરફુલ કન્ઝ્યુમરિઝમ  કોકિલાને ગમે છે. કોકિલા હિંસક અહિંસાવાદી છે. એ બન્ને પ્રકારનાં ભોજન પીરસતી રેસ્ટોરંટ્સમાં જમતી નથી. કહે છે કે ગ્રેવી તો એકની એક જ હોય અને તપેલાંનાં ચમચા ય એક જ હોય. આપણેઅભડાઇ જઇએ. એટલે અમે ફરવા જઇએ ત્યારે પુરી, પંગોચા, ચીકી, ભાખરવડી, સેવમમરા, પાપડપૌંઆ સાથે રાખીએ છીએ. થેપલા તો ખરાં જ. હું ખુદ શાકાહારી છું. પણ બીજા ખાય તો એ ગુન્હો ન હોવો જોઇએ એવો ઉદારવાદી મત ધરાવું છું. કોકિલાને મારું વૈચારિક ફ્લેક્સીપણું જરા ય ગમતું નથી.

વર્ષો પહેલાં હું નાગપુરમાં ભણતો હતો ત્યારે કોલેજમાં મારી સાથે એક મઝાનો બંગાળી છોકરો ભણતો. ગોપાલ ચંદ્ર કુન્ડુ. આમ તો મઝાનો, પણ દલીલ બહુ કરે. બંગાળી હોવાને નાતે માછલી ખાતો. મરઘાં ય ખાતો. ગાય માંસ નહોતો ખાતો, પણ દલીલ જરૂર કરતો કે ગાય માંસમાં પ્રોટિન પુષ્કળ હોય છે. હું કોઇ દલીલ કરતો નહીં. બંગાળીઓ સામે વાદવિવાદમાં જીતવું અઘરું છે, એની મને સમજણ હતી. એ તો મને એવું ય કહેતો કે આઝીદીની લડાઇમાં કેટલા ય બંગાળીઓ અને પંજાબીઓ શહીદ થયા. પણ આઝાદીમાં અહિંસાનાં નામે, કોઇ પણ બલિદાન દીધા વિના, જીવતા રહીને, જલસા કરીને, સંસાર સુખ ભોગવીને, આઝાદી મેળવવાનો બધો જશ તમે ગુજરાતીઓ લઇ ગયા. પણ હું કોઇ સામી દલીલ કરતો નહીં. એની દલીલને સ્વીકારી લેતો. એને મારી ચૂપકીદી કઠતી. એને દલીલબાજીની વન-સાઇડેડ મેચમાં જીતી જવા છંતા જીત્યાનો કોઇ રોમાંચ થતો નહીં. આમ હું એને અહિંસક રીતે હરાવતો. હું પરપ્રાંતમાં રહીને પરપ્રાંતિઓ વચ્ચે નર્યો નખશીખ ગુજરાતી હતો.

તે સમયની આ એક સત્ય ઘટના છે. અમે મિત્રો એક વાર સાયકલ પ્રવાસમાં નાગપુરથી વર્ધા ગયા. સવારે પહોંચ્યા. પૂજ્ય વિનોબાનાં આશ્રમમાં અમને સુંદર આવકાર મળ્યો. સિતાર વાદન સાંભળ્યું. વિનોબાજીનું પ્રવચન સાંભળીને ધન્ય થયા.  પછી પ્રશ્નોત્તરી શરૂ થઇ. અમારા ચર્ચાનિષ્ઠ ગોપાલ કુન્ડુથી રહેવાયું નહીં. એણે વિનોબાજીને પૂછ્યું કે “આપ ગાય હત્યા રોકવા માટે જ કેમ કહો છો? શું બીજાં પ્રાણી નથી? શું એમાં જીવ નથી?” ગોપાલ માનતો કે  માંસાહાર વિરોધની વાત નર્યો દંભ છે. પણ અમને થયું કે એણે અહીં આવો પ્રશ્ન પૂછીને એની અક્કલનું અને એની માન્યતાનું પ્રદર્શન નહોતું કરવું જોઇતું. વિનોબાજીએ થોડા ગુસ્સામાં મારા બધા તરફ  આંગળી ચીંધી. કહ્યું, ‘ગધા’. મારી બાજુમાં બેઠેલા મારા લાંબા સહાધ્યાયી તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘ઊષ્ટ્ર’. આમ અમારી આખી ટોળીને એક એક પ્રાણીની ઉપમા આપ્યા પછી વિનોબાજીએ કહ્યું, “યે સબકા કામ ક્યા અકેલા બાબા કરેગા? વો તુમ કરો?” અને આજે બત્રીસ વર્ષે વિનોબાજીનાં આદેશનું પાલન કરવા માંસાહાર વિરોધી લેખ લખી રહ્યો છું.

થોડા વર્ષો પહેલાં હું અને કોકિલા કેરો(ઇજિપ્ત) ગયા હતા ત્યારે ત્યાં મુવ એન્ડ પીક રેસ્ટોરાંમાં વેઇટરે અમારા શાકાહારીપણાં પર દયા ખાધી. કહે નોન-વેજ ન ખાવ તો શક્તિ શી રીતે મળે? વાઘ સિંહ માંસ ખાય છે. કેવા શક્તિશાળી છે? એણે દલીલ કરી હતી. મેં સામી દલીલ કરી કે હાથીને જોયો છે? રીંછ વિષે ખબર છે? ગેંડો દીઠો છે? આ બધા વેજીટેરિયન છે. છંતા શક્તિશાળી છે. ઇજીપ્ટિયન વેઇટર બંગાળી ન હોવાનાં કારણે દલીલબાજીમાં હું જીતી શક્યો હતો. ગોપાલ કુન્ડુ મારી સાથે હોત તો એણે એ વેઇટરને સુવ્વરનું માંસ ખાવા ય સમજાવી દીધો હોત ! 

ખલીલ જીબ્રાન ‘પ્રોફેટ’માંકહે છે કે જીવવા માટે વનસ્પતિ કે પ્રાણીનું ભક્ષણ કરવું પડે. તો પછી પ્રાર્થના કરવી કે જેમ હું મારા જીવન માટે આજે તારી કતલ કરું છું, તેમ કોઇ મારાથી વધારે શક્તિશાળી મને પણ વધેરશે. જીવો જીવસ્ય ભોજનમ્ . એ વાત સાચી પણ આપણું પેટ કાંઇ કબ્રસ્તાન થોડું છે તે મરેલા જીવને ત્યાં આપણાં પેટમાં દફનાવીએ?

કલરવ:

મોસમ બધી ગુલાબી હજુ એ ની એ જ છે
ઝાંખપ કદાચ મારી નજરમાં જ સહેજ છે

સુક્કા થયેલ ઓષ્ટ, અને શુષ્ક ચામડી
કિંતુ હ્રદયમાં પ્રેમનો એવો જ ભેજ છે

સાધુ, જતિ ને શોભતી વાણી હવે વદુ
વાતો અમારી ક્યાં હવે એ નોન-વેજ છે..!!

ડૉ. જગદીપ નાણાવટી

1,000 Vegetarian Recipes

 

 

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “નોન-વેજ વિષેની વેજ વાત…/ પરેશ પ્ર વ્યાસ

 1. લેખનું છેલ્લું વાક્ય આખા લેખના સાર જેવું છે — “જીવો જીવસ્ય ભોજનમ્ . એ વાત સાચી પણ આપણું પેટ કાંઇ કબ્રસ્તાન થોડું છે તે મરેલા જીવને ત્યાં આપણાં પેટમાં દફનાવીએ?”

  આજે વેજીટેરિયન ઇન્ડીયન રેસ્ટોરન્ટોમાં ઘણા અમેરિકનો જોવા મળે છે . વધુ લોકો અને સેલીબ્રીટીઝ વેગન થયા છે અને થતા જાય છે .

  પરેશભાઈનો આ એક રસિક વિષય ઉપરનો હળવી શૈલીમાં લખાયેલ લેખ વાંચીને આનંદ થયો .

 2. પ્રિય પરેશભાઈ
  તમારો લેખ બહુ ગમ્યો . વેજીટેરીયન બાબત ની એક વાત લખવાનું મન થયું .
  મારો નાનોભાઈ અમેરિકા આવ્યો .એ ચુસ્ત વેજીટેરીયન ,એને એક માંસાહારી અમેરિકન છોકરી એલીઝાબેથ સાથે પ્રેમ થયો .અને એ પ્રેમ લગ્ન કરવા સુધી પહોંચ્યો .એ લોકો ભારતમાં ફરવા આવ્યાં હું અમદાવાદમાં નોકરી કરું ,મારી સાથે બંને જણાં રહ્યાં .હું વેજીટેરીયન ખરો પણ મારા ભાઈ જેટલો માંસ જોઇને ભાગનારો નહીં .એલીઝાબેથ માટે હું બકરાં ઘેટાનું માંસ લાવી આપતો .
  એક મારા ભાઈનો દાખલો આપું છું . અમારા એક રામકૃષ્ણ આશ્રમના બંગાળી સાધુ વિભૂતિ મહારાજ અમદાવાદમાં મારા મહેમાન બન્યા .એને માછલી ખાવાની ઈચ્છા થઈ હું માછલી લઇ આવ્યો અને મારા ઘરમાં વિભૂતિ મહારાજે રાંધી ,હું સવારે માછલી લઇ આવ્યો .ત્યારથી આખો દિવસ મારો ભાઈ ઘરમાં આવેલો નહિ .માંરોભાઈ કોલેજમાં ભણતો અને મારી સાથેજ રહેતો .
  હું અમેરિકા આવ્યો .એલીઝાબેથ મને માસ ખાવા વિષે સમજાવે અને માસના ગુણ ગાય . અને એજ એલિજાબેથ હવે
  रंग बदल जाते है जजबात बदल जाते है
  वक्त पे इन्सानके ख़यालात बदल जाते है એમ હાલ એલીઝાબેથ ચુસ્ત વેજીટેરીયન છે .એટલે સુધી કે તે દૂધ કે દુધની બનતી કોઈ વસ્તુ નથી ખાતી . કોઈ વખત દેશી મિત્રો માસને લગતી વાતો કરે તો તેને તેને બોલતા અટકાવી દ્યે એલ્ઝાબેથને તમે જુવો તો તેની ઉમર તમે જાણી ન શકો બહુ પાતળા બાંધાની ફૂર્તીલી છે .

 3.   પ્રિય પરેશભાઈ તમારો લેખ બહુ ગમ્યો  . વેજીટેરીયન બાબત ની એક વાત  લખવાનું મન થયું  . મારો નાનોભાઈ અમેરિકા આવ્યો .એ ચુસ્ત વેજીટેરીયન ,એને એક માંસાહારી અમેરિકન છોકરી એલીઝાબેથ સાથે પ્રેમ થયો .અને એ પ્રેમ લગ્ન કરવા સુધી પહોંચ્યો .એ લોકો ભારતમાં ફરવા આવ્યાં  હું અમદાવાદમાં નોકરી કરું ,મારી સાથે બંને જણાં  રહ્યાં .હું વેજીટેરીયન ખરો પણ મારા ભાઈ જેટલો માંસ  જોઇને ભાગનારો નહીં .એલીઝાબેથ માટે હું બકરાં  ઘેટાનું માંસ લાવી આપતો . એક  મારા  ભાઈનો  દાખલો   આપું છું . અમારા એક રામકૃષ્ણ આશ્રમના બંગાળી સાધુ  વિભૂતિ મહારાજ અમદાવાદમાં મારા મહેમાન બન્યા .એને માછલી ખાવાની ઈચ્છા થઈ હું માછલી લઇ આવ્યો અને મારા ઘરમાં  વિભૂતિ મહારાજે રાંધી ,હું સવારે માછલી લઇ આવ્યો .ત્યારથી આખો દિવસ મારો ભાઈ  ઘરમાં આવેલો નહિ .માંરોભાઈ કોલેજમાં ભણતો અને મારી સાથેજ રહેતો . હું અમેરિકા આવ્યો .એલીઝાબેથ મને માસ  ખાવા વિષે સમજાવે અને  માસના ગુણ ગાય . અને એજ એલિજાબેથ  હવે   रंग बदल जाते है  जजबात बदल जाते है वक्त पे इन्सानके  ख़यालात बदल जाते है એમ હાલ એલીઝાબેથ ચુસ્ત વેજીટેરીયન છે .એટલે સુધી કે તે દૂધ કે દુધની બનતી કોઈ વસ્તુ નથી ખાતી . કોઈ વખત  દેશી મિત્રો માસને લગતી વાતો કરે તો તેને તેને બોલતા અટકાવી દ્યે એલ્ઝાબેથને તમે જુવો તો તેની ઉમર તમે  જાણી  ન શકો બહુ પાતળા બાંધાની  ફૂર્તીલી છે .

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

  • Paresh Vyas

   વેજ નોન-વેજ વિષે આપના અનુભવ જાણ્યા.શક્ય હોય તો શ્રીમતી એલિઝબેથને લેખનો પોઇંટ ઓફ વ્યૂ અને મારા સ્વાનુભવો વિષે ચર્ચા કરશો તેવી વિનંતી.

 4. વાતો અમારી ક્યાં હવે એ નોન-વેજ છે..!!
  ————-
  હવે એ એક જ વાત આ લેખમાં બાકી રૈ ગૈ !!
  —————–
  જોક્સ એપાર્ટ…
  આખી દુનિયા વેજ થૈ જાય તો.. અમર્યાદિત વધી ગયેલી પશુ વસ્તી ક્યાં રહેશે અને શું ખાશે?

  • Paresh Vyas

   દુનિયા આખી વેજ થશે તો પશુઓ સ્વાભાવિક ઓછા થઇ જશે. અત્યારે એનું માંસ ખાવા એને હોર્મોન જન્ય ખોરાક ખવડાવી એનું વધારે પડતું પ્રોડ્ક્શન કરાવાય રહ્યું છે.

   એ મઝાની વાત છે કે કે એફ સી હવે વેજ બર્ગર પીરસે છે.. આ ગુજરાત છે…!

 5. Being a Vegetarian

  Man, naturally, should be a vegetarian, because the whole body is made for vegetarian food. Even scientists concede to the fact that the whole structure of the human body shows that man should not be a non-vegetarian. Man comes from the monkeys. Monkeys are vegetarians, absolute vegetarians. If Darwin is true then man should be a vegetarian.

  Now there are ways to judge whether a certain species of animal is vegetarian or non-vegetarian: it depends on the intestine, the length of the intestine. Non-vegetarian animals have a very small intestine. Tigers, lions – they have a very small intestine, because meat is already a digested food. It does not need a long intestine to digest it. The work of digestion has been done by the animal. Now you are eating the animal’s meat. It is already digested – no long intestine is needed. Man has one of the longest intestines: that means man is a vegetarian. A long digestion is needed, and much excreta will be there which has to be thrown out.

  If man is not a non-vegetarian and he goes on eating meat, the body is burdened. In the East, all the great meditators – Buddha, Mahavir – have emphasized the fact. Not because of any concept of nonviolence – that is a secondary thing – but because if you really want to move in deep meditation your body needs to be weightless, natural, flowing. Your body needs to be unloaded; and a non-vegetarian’s body is very loaded.

  Just watch what happens when you eat meat: when you kill an animal what happens to the animal when he is killed? Of course, nobody wants to be killed. Life wants to prolong itself; the animal is not dying willingly. If somebody kills you, you will not die willingly. If a lion jumps on you and kills you, what will happen to your mind? The same happens when you kill a lion. Agony, fear, death, anguish, anxiety, anger, violence, sadness – all these things happen to the animal. All over his body violence, anguish, agony spreads. The whole body becomes full of toxins, poisons. All the body glands release poisons because the animal is dying very unwillingly. And then you eat the meat; that meat carries all the poisons that the animal has released. The whole energy is poisonous. Then those poisons are carried in your body.

  That meat which you are eating belonged to an animal body. It had a specific purpose there. A specific type of consciousness existed in the animal’s body. You are on a higher plane than the animal’s consciousness, and when you eat the animal’s meat your body goes to the lowest plane, to the lower plane of the animal. Then there exists a gap between your consciousness and your body, and a tension arises and anxiety arises.

  One should eat things which are natural, natural for you. Fruits, nuts, vegetables – eat as much as you can. The beauty is that you cannot eat more of these things than is needed. Whatsoever is natural always gives you a satisfaction, because it satiates your body, saturates you. You feel fulfilled. If some thing is unnatural it never gives you a feeling of fulfillment. Go on eating ice cream: you never feel that you are satiated. In fact the more you eat, the more you feel like eating. It is not a food. Your mind is being tricked. Now you are not eating according to the body need; you are eating just to taste it. The tongue has become the controller.

  The tongue should not be the controller. It does not know anything about the stomach. It does not know anything about the body. The tongue has a specific purpose to fulfill: to taste food. Naturally, the tongue has to judge, that is the only thing, which food is for the body, for my body and which food is not for my body. It is just a watchman on the door; it is not the master, and if the watchman on the door becomes the master, then everything will be confused.

  Now advertisers know well that the tongue can be tricked, the nose can be tricked. And they are not the masters. You may not be aware: much food research goes on in the world, and they say if your nose is closed completely, and your eyes closed, and then you are given an onion to eat, you cannot tell what you are eating. You cannot tell onion from apple if the nose is closed completely because half of the taste comes from the smell, is decided by the nose, and half is decided by the tongue. These two have become the controllers. Now they know: whether ice cream is nutritious or not is not the point. It can carry a flavor, it can carry some chemicals which fulfill the tongue but are not needed for the body.

  Man is confused, more confused than buffaloes. You cannot convince buffaloes to eat ice cream. Try!

  A natural food…and when I say natural I mean that which your body needs. The need of a tiger is different; he has to be very violent. If you eat the meat of a tiger you will be violent, but where will your violence be expressed? You have to live in human society, not in a jungle. Then you will have to suppress the violence. Then a vicious circle starts.

  When you suppress violence, what happens? When you feel angry, violent, a certain poisonous energy is released, because that poison creates a situation where you can be really violent and kill somebody. The energy moves towards your hands; the energy moves towards your teeth. These are the two places from where animals become violent. Man is part of the animal kingdom.

  When you are angry, energy is released – it comes to the hands and to the teeth, to the jaw – but you live in a human society and it is not always profitable to be angry. You live in a civilized world and you cannot behave like an animal. If you behave like an animal, you will have to pay too much for it – and you are not ready to pay that much. Then what do you do? You suppress the anger in the hand; you suppress the anger in your teeth – you go on smiling a false smile, and your teeth go on accumulating anger.

  I have rarely come to see people with a natural jaw. It is not natural – blocked, stiff – because there is too much anger. If you press the jaw of a person, the anger can be released. Hands become ugly. They lose grace, they lose flexibility, because too much anger is suppressed there. People who have been working on deep massage, they have come to know that when you touch the hands deeply, massage the hands, the person starts becoming angry. There is no reason. You are massaging the man and suddenly he starts feeling angry. If you press the jaw, persons become angry again. They carry accumulated anger. These are the impurities in the body: they have to be released. If you don’t release them the body will remain heavy.

  Osho, The Essence of Yoga, Talk #5

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.