Daily Archives: જાન્યુઆરી 23, 2013

શબ્દ સુગંધ પણ કપૂરી છે. / યામિની વ્યાસ

વાત પૂરી નથી, અધૂરી છે,
તોય મનને જરા સબૂરી છે.
વેદના કેટલી મધુરી છે !
સાવ પાસે છતાંય દૂરી છે.
આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
ફૂલ ખીલવાનો અર્થ જે પણ હો,
મ્હેક પ્રસરી રહે એ જરૂરી છે.
ચાલ અજમાવીએ બીજું કોઈ,
ભાગ્યના હાથમાં તો છૂરી છે.
ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
શબ્દ સુગંધ પણ કપૂરી છે.
તરહી મુશાયરો કવિ, હાસ્યકાર, નવલકથાકાર, કટારલેખક, કાર્ટુનિસ્ટ, નાટ્યકાર શ્રી નિર્મિશ ઠાકરની જન્મ દિન નિમિત્તે

-યામિની વ્યાસે રજુ કરેલી રચના

અનુભવ સ્વાનુભવ બને ત્યારે વ્યકિત સમષ્ટિ હોવા છતાં નિજી-અંગત અને પોતાની બને છે જયાં શબ્દની સરહદ પૂરી થાય છે, મૌનની સરહદ શરૃ થાય છે. સંતોષની સીમા અતિક્રમે છે… ત્યાંથી જે સરૃ થાય છે જે આવવાનાં જ હોય એની રાહ જોવાની પણ એક મજા હોય છે. નથી આવાવનાં છતાયં રાહ જોવી એમાં પણ એક મઝા છે. કયારેક શ્રધ્ધા અને શંકા વચ્ચે મીઠી ચડભડ થતી હોય છે અને જીતનો દારોમદાર આપણો સ્વભાવ બની જાય છે. સરળ વસ્તુની હરિફાઇ ક્ષણિક હોય છે. એટલે હરિફાઈ દુર્લભ અને અશકયની હોય છે.
યાદમાં અને સપનામાં હોય છે એ બંને વચ્ચે કેટલું ગણકાર્યા વિનાનું હોય છે એ સ્વીકારીએ તો જીંદગી મઠાર્યા વિનાની નહિ રહે…આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.

Viburnum-carlesii-autumn-black-shiny-fruit-and-foliage-color-ⓒ-Michaela-at-TGE

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized