શબ્દ સુગંધ પણ કપૂરી છે. / યામિની વ્યાસ

વાત પૂરી નથી, અધૂરી છે,
તોય મનને જરા સબૂરી છે.
વેદના કેટલી મધુરી છે !
સાવ પાસે છતાંય દૂરી છે.
આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
ફૂલ ખીલવાનો અર્થ જે પણ હો,
મ્હેક પ્રસરી રહે એ જરૂરી છે.
ચાલ અજમાવીએ બીજું કોઈ,
ભાગ્યના હાથમાં તો છૂરી છે.
ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
શબ્દ સુગંધ પણ કપૂરી છે.
તરહી મુશાયરો કવિ, હાસ્યકાર, નવલકથાકાર, કટારલેખક, કાર્ટુનિસ્ટ, નાટ્યકાર શ્રી નિર્મિશ ઠાકરની જન્મ દિન નિમિત્તે

-યામિની વ્યાસે રજુ કરેલી રચના

અનુભવ સ્વાનુભવ બને ત્યારે વ્યકિત સમષ્ટિ હોવા છતાં નિજી-અંગત અને પોતાની બને છે જયાં શબ્દની સરહદ પૂરી થાય છે, મૌનની સરહદ શરૃ થાય છે. સંતોષની સીમા અતિક્રમે છે… ત્યાંથી જે સરૃ થાય છે જે આવવાનાં જ હોય એની રાહ જોવાની પણ એક મજા હોય છે. નથી આવાવનાં છતાયં રાહ જોવી એમાં પણ એક મઝા છે. કયારેક શ્રધ્ધા અને શંકા વચ્ચે મીઠી ચડભડ થતી હોય છે અને જીતનો દારોમદાર આપણો સ્વભાવ બની જાય છે. સરળ વસ્તુની હરિફાઇ ક્ષણિક હોય છે. એટલે હરિફાઈ દુર્લભ અને અશકયની હોય છે.
યાદમાં અને સપનામાં હોય છે એ બંને વચ્ચે કેટલું ગણકાર્યા વિનાનું હોય છે એ સ્વીકારીએ તો જીંદગી મઠાર્યા વિનાની નહિ રહે…આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.

Viburnum-carlesii-autumn-black-shiny-fruit-and-foliage-color-ⓒ-Michaela-at-TGE

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “શબ્દ સુગંધ પણ કપૂરી છે. / યામિની વ્યાસ

  1. વેદના કેટલી મધુરી છે !
    સાવ પાસે છતાંય દૂરી છે.
    આવશે આપણો વખત સારો,
    એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
    નાના બાળકને ધીમેથી ઢબુરીને સુવડાવી દેવાય છે , એવી રીતે ઈચ્છાઓને માટે ઢબૂરી શબ્દ કેટલો કેટલો અહીં યોગ્ય રીતે વપરાયો છે !

    યામીનીબેનની આ ગઝલના શબ્દોમાંથી જાણે કે કપૂરી સુગંધ આવતી ન હોય !

  2. યામિની બેનના શબ્દોમાંથી કસ્તુરી સુગંધ ધીરે ધીરે નથી આવતી પણ વછૂટે છે .ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.