Daily Archives: જાન્યુઆરી 30, 2013

ગાંધી નિર્વાણ દિન

ઓબામા મહાત્મા ગાંધીજીને જેટલું માન આપતા હશે તેનાથી ઘણું ઓછું સન્માન

ભારતીય યુવાનો તેમને આપી રહ્યા છે! ૧૧.૦૦ કલાકે બે મિનીટ મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલી અર્પી આવા ગીતો ગાતા

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટયા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટયાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું -ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઇ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુળ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

આ કાવ્ય ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને માટે લખાયું હતું…….

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !

પૂછી જોજો કોઈ ગુલામને –
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ – શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !

એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું

એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !

પડું કેદખાનાને ઓરડે
લટકુંયે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગડે

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

કાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે
વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે

છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી

મારા દેશનાં સહુ શોષિતો
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો

એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી  ઝવેરચંદ મેઘાણી

કેટલીક ગેરસમજો હોય તે દૂર કરવા પ્રયત્ન કરતા ખાસ કરીને ગન કલ્ચરમાં સત્યાગ્રહ અંગે ખાસ સમજાવતા

સત્યાગ્રહની મુખ્ય વાત સામા માણસનો વિચાર ફેરવવાની છે, પોતે શુધ્ધ વિચાર કરવો અને સામા માણસને બરોબર સમજાવીને એને ગળે ઉતારવો, તેની સાથે વિચાર વિનિમય કરતાં આપણા વિચારમાં કાંઈ દોષ દેખાય તો તેનું સંશોધન કરવું એ જ ખરા સત્યાગ્રહનું સ્વરૂપ છે. શુધ્ધ વિચાર પર જાતે અમલ કરી તે સતત સંભળાવતા રહેવુ અને બીજાનો વિચાર સમજવા સદા તૈયાર રહેવું એ જ સત્યાગ્રહનું મુખ્ય સ્વરૂપ છે. આદિમાં વિચાર, અંતે વિચાર અને મધ્યમાં વિચાર એ સત્યાગ્રહનું મુખ્ય સ્વરૂપ છે.  ‘ગાંધીના કોઇ દીકરાએ ગાંધીના નામને વટાવી ખાવાનો પ્રયત્ન ન કર્યો. એમના નામે કોઇ પણ પ્રકારની ખાસ સગવડો કે સવલતોની માગણી ન કરી… કોઇએ સ્વરાજ પછી રાજકારણમાં પ્રવેશવા પ્રયત્ન ન કર્યો. એમના પૈકી કોઇએ અઢળક સંપત્તિ એકઠી ન કરી. આ બધી વાતો આમ તો સામાન્ય લાગે પણ બીજા નેતાઓના દીકરાઓ તરફ નજર કરીએ ત્યારે આ સામાન્ય ઘટનાઓ પાછળ પણ કેટલો અસામાન્ય સંયમ રહેલો હતો એ સમજાય છે.’ શ્રી નારાયણ દેસાઇ                                               

અને મૌનનું માહાત્મ્ય સમજાવાવી બને તેઓ  તે દિવસે મૌન પાળતા

 

10 ટિપ્પણીઓ

Filed under Uncategorized