ૐ કાર અને સોSહમ્અત્યાર સુધીનાં પ્રકરણોમાં શરીરના યોગની રીતો વિશે વાતો કરી. ( કામ વાચકે કરવાનું !) આ અને હવે પછીના પ્રકરણોમાં મનને લગતા વિષયો અંગે વાત કરવાની છે. યોગાસન અને પ્રાણાયમનાં સાધનો વડે, શરીરને તૈયાર કરીને મનની સાધના શરૂ કરવી વધારે હિતકારક છે. જો કે, મનને વશમાં લેવાની પ્રક્રિયા તો સતત કરતા જ રહેવાની છે. યોગાસન અને પ્રાણાયમની પૂર્વ તૈયારી હોય તો એ થોડુંક સહેલું બને – એટલું જ. કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતાં પહેલાં ત્રણ વખત ‘ૐ’ કાર કરીને શરૂઆત કરવાનું માહાત્મ્ય એ છે કે, ૐ ના ત્રણ ભાગ – ‘ઓ’, ‘ઊ’ અને ‘મ’ ની અભિવ્યક્તિ દ્વારા શરીરના નીચલા, વચલા અને મસ્તિષ્કમાં રહેલા ચૈતન્ય તત્વને યાદ કરવાનું છે. ૐ કાર કરવાની સાથે મનમાં આ ભાવ સતત યાદ કરતા રહેવાનો હોય છે. ખ્રિસ્તી માન્યતા વાળાઓ ‘ આમીન’ અને મુસ્લિમ માન્યતા વાળાઓ ‘આજાન’ હાક આ જ ભાવથી વાપરી શકે. ૐ કારનો આ અભ્યાસ કરતાં છેલ્લા ભાગ ‘મ’ દરમિયાન મગજમાં ગૂંજી રહેલો રણકાર , ચેતા તંત્રના આ સર્વોચ્ચ શિખરને રણઝણાવી નાંખતો અનુભવી શકાય છે.
વિકિપીડિયા ઉપર ૐ વિશે – અહીં….. આ જણ આમ ૐ કાર પછી ‘સોSહમ્’ ની સાધના કરે છે. શ્વાસ લેતી વખતે ‘સો’ અને કાઢતી વખતે ‘હમ્’ નો મનોમન ઉચ્ચાર. અને એ ત્રણ તબક્કામાં.
…………………થોડીક બહુ જ અગત્યની વાત …….
———————— એક સ્વાનુભવ વહેંચવો છે… જેમ જેમ આ ક્રિયા કરવાનો મહાવરો વધતો જશે; તેમ તેમ ‘સોSહમ્’ મંત્રોચ્ચાર , શ્વાસ અને ભાવ સહજ બનતો જતો અનુભવાયો છે. ચિત્ત શાંત હોય ત્યારે સોSહમ્ ની રીતે ઊંડા શ્વાસ લેવાની ટેવ પડતી અનુભવાઈ છે. આનો સીધો ફાયદો એ છે કે; પહેલાંના બેધ્યાનપણા કરતાં શરીરને વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અને વધારે અગત્યની વાત તો એ કે, જ્યારે મન નકારાત્મક વિચારોથી લદાયેલું, ખળભળેલું હોય- ત્યારે આપોઆપ ‘સોSહમ્’ રીતે શ્વાસ લેવા મન થઈ જાય છે. ચાર કે પાંચ જ સોSહમ્ કાર .. અને નકારાત્મક વિચારો ઊભી પૂંછડીએ ભાગ્યા જ સમજો. આમ જ કોઈક આ જણને ન ગમતી વાત કરે; તો પહેલાંની જેમ પ્રતિક્રિયા કરવાની વૃત્તિ પર કાબુ આવી જાય છે. ઘણાં બિન જરૂરી ઘર્ષણો નવી પડેલી આ ટેવને કારણે નિવારી શકાયાં છે. એક નક્કર અનુભવ આ રહ્યો .. ધ્યાન Why should we meditate ?
મનની ગુલામીમાંથી મુક્ત બની, આઝાદ થવાની સફરમાં હવે આપણે સીધા મનને જ અનુશાસનના લક્ષ્ય બનાવવાના મુકામની વાત કરવાની છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજ પડી જાય એવો શબ્દ છે-
મનને નિયંત્રણમાં લાવવા માટે વિચારોને હાંકી કાઢવા કદી પ્રયત્ન ન કરાય. એ તો બમણા જોરથી આક્રમણ શરૂ કરી દે. આથી મનને ક્યાંક હકારાત્મક કામે લગાડી દેવું પડે. ધ્યાન એ મનને આમ ક્યાંક કામે લગાડી દેવાનો એક સભાન પ્રયત્ન છે. ‘ધ્યાનની અનેક રીતો છે. જાપ, વિપશ્યના, ટ્રાન્સિડન્ટલ, પ્રેક્ષા, ચક્ર ધ્યાન, ક્ષમાયાચના, સંગીત વિ.વિ. ચક્ર ધ્યાન સંગીત સાથે ધ્યાન મહર્ષિ મહેશ યોગી દ્વારા ટી.એમ. અંગે વિડિયો પણ આ લેખમાળાનો પાયાનો હેતુ છે – આ લખનારના અનુભવો વહેંચવાનો. વિચાર પર ધ્યાન, જાપ અને વિપશ્યના – આ ત્રણ પ્રકાર અજમાવી જોયેલા છે. વિચાર પર ધ્યાનઆ એક બહુ જ સરળ અને તરત પરિણામ આપે તેવી રીત છે. આંખો બંધ કરીને સંકલ્પ કરીએ કે, ‘ હવે પછી શો વિચાર આવે છે- તે હું જોઈશ.’ અને આશ્ચર્યજનક રીતે થોડીક સેકન્ડો માટે કોઈ વિચાર નહીં આવે. મનથી અલગ એવી કોઈક ચેતના છે; એની પ્રતીતિ કરવા આ નાનકડો પ્રયોગ બહુ જ અસરકારક છે. પણ જ્યારે મન વિક્ષુબ્ધ હોય , ત્યારે કદાચ આવો સંકલ્પ એ વાવાઝોડાં સામે ન ટકી શકે. એ માટે તો સઘન ધ્યાનના પ્રયોગો સતત કરવા જ રહ્યા. જાપધ્યાનનો આ સૌથી વધુ પ્રચલિત અને લોકભોગ્ય પ્રકાર છે. પણ મનને ભટકતું રાખીને ખાલી માળા ફેરવવાના આચારથી કશું ન વળે. પંડિત પાસે જાપ કરાવીને ફળ મેળવવાની વાહિયાત રીત તો સાવ અર્થહીન જ છે. સ્વામી રામદાસ એના બહુ જાણીતા પ્રણેતા છે.[ શ્રીરામ જય રામ જય જય રામ ૐ ] ઉત્તર કેરાલામાં આવેલા તેમના ‘આનંદાશ્રમ’ ની વેબ સાઈટ આ રહી. જાપ અંગેનો એક જાત અનુભવ આ રહ્યો. વિપશ્યનાવિપશ્યના ધ્યાન પ્રકારમાં શરીરના વિવિધ ભાગમાં અનુભવાતી સંવેદનાનું નિરીક્ષણ કરવાનું હોય છે. શ્વાસ લેતી વખતે નાકના ઉપરના ભાગમાં જ્યાં તે અથડાતો હોય ત્યાં ; અને ઉચ્છ્વાસ બહાર કાઢતી વખતે નાકની દાંડી પર તે જ્યાં અથડાય ત્યાં એની સંવેદના અનુભવવાથી શરૂઆત કરવાની હોય છે. આમ મન એકાગ્ર થવા માંડે પછી; માથાની ટોચથી શરૂ કરીને પગની આંગળીઓના વેઢા સુધી શી શી સંવેદનાઓ અનુભવાઈ રહી છે – તે તરફ ધ્યાન એકાગ્ર કરવાનું હોય છે. જેમ જેમ આ માટે ફાવટ આવતી જાય, તેમ તેમ સાવ જડ લાગતા ભાગો પર થતી સંવેદના પણ અનુભવી શકાશે; અને પછી તો શરીરના અંદરના ભાગોમાં પણ. પણ આમ સંવેદના અનુભવાય ત્યારે સતત એ ભાવ સેવતા રહેવાનું હોય છે કે,
વિપશ્યના વિશે વધુ જાણવા અહીં ……… ગોએન્કાજી દ્વારા વિપશ્યના અંગે વિડિયો આ લખનારના અનુભવો …. થોડીક બહુ જ અગત્યની વાત …….
|
ધ્યાન એ કશુંક મેળવાનું નહીં, ગુમાવવાનું સાધન છે… very tmeaningful ..
વાંચી, વિચારી અને અમલ કરવા જેવો એક અભ્યાસુ સાધક દ્વારા લખાયેલ લેખ .
યોગ સાધના ઉપર પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે પણ એમાંથી આપણને માટે
આવી અનુભ સિદ્ધ માહિતી ફાયદાકારક નીવડી શકે .
તમારી આ લેખમાળા મારે ફરી ફરી વાંચવી રહી….
વિપશ્યનાની શિબિર મેં કરેલી છે પણ પછીથી પ્રેકટીસ ચાલુ રાખી શકાઇ નહીં..
ધ્યાન માટે મને ‘જાપ’ પધ્ધતિ ખૂબ અનુકુળ આવે છે. એમાં મને પૂ. મોટાના શબ્દો યાદ આવે છે કે મોટેથી જાપ કરવાથી વિચારો ઓછા આવશે. અલબત્ત હું મોટેથી નથી જ કરતી પણ પૂરી વિનમ્રતાથી કહી શકું કે માળા કરતી વખતે હું પ્રમાણમાં ધ્યાનમાં ઘણું રહી શકું છું. એક કારણ એ પણ કે પ્રચલિત મંત્રજાપોને બદલે મેં મારી પોતાની પ્રાર્થના જાતે ઘડી છે.
બીજી વાત. મને ‘ઉઘડતા દ્વાર અંતરના” (મૂળે એઇલીન કેડી, અનુ. કુન્દનિકાબહેન કાપડિયા) એ પુસ્તકે ખૂબ પ્રભાવિત કરી છે. બહુ મુશ્કેલ દિવસોમાં આ પુસ્તકના શબ્દોએ મને દોરવણી આપી છે. હવે મેં જરા જુદી રીતે, મારી પ્રાર્થના સ્વરૂપે એમાં બદલાવ કર્યો છે. આમ તો ‘હું’ થી દૂર રહેવાનું હોય છે પણ આ મારી પ્રાર્થના છે એટલે એમાં ‘હું’ આવે છે, કંઇક એ વિચારીનેય કે એનાથી મારું ‘કમિટમેંટ’ આવે !! મારે એ મારા બ્લોગ પર મૂકવી છે અને ખાસ તો આપનો પ્રતિભાવ જાણવો છે કે કેમ લાગે છે..
લતા હિરાણી
From:
“Suresh Jani”
To
“lata hirani”
કોઈ પણ રીતે સાધના કરો – એ બરાબર જ હોય છે. માત્ર એટલું જ ધ્યાનમાં રહે કે…
કદી એને બહારથી પ્રમાણિત કરવાની લાલચમાં ન પડતા.એ સૂક્ષ્મ અહં જ છે.
જો અહંને એટલી ઘડી માટે પણ કોરાણે ન મૂકી શકાય, તો – એ સાધના જ નથી.
સાધનાનું પહેલું પગલું બહુ જ અગત્યનું છે –
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
http://gadyasoor.wordpress.com/2013/03/05/bani_azad-17/
હં, તો પ્રજ્ઞાતાઇ, મેં ‘પોરી’ સંબોધનનો આનંદ વ્યક્ત કરી દીધો…
હવે મારી વાત.
સુરેશદાદાની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે
કોઈ પણ રીતે સાધના કરો – એ બરાબર જ હોય છે. માત્ર એટલું જ ધ્યાનમાં રહે કે…
કદી એને બહારથી પ્રમાણિત કરવાની લાલચમાં ન પડતા.એ સૂક્ષ્મ અહં જ છે.
જો અહંને એટલી ઘડી માટે પણ કોરાણે ન મૂકી શકાય, તો – એ સાધના જ નથી.
મારી વાતમાં બે મુદ્દા હતા જે મેં અલગ ન કર્યા એ મારી ભૂલ..
1. ધ્યાન
પહેલી વાત એ કે મને ‘ધ્યાન’ માટે જપ (માળા) પધ્ધતિ ખૂબ અનુકુળ આવે છે. એને હું ‘સાધના’ નથી કહી શકતી.. એ મારા માટે ઘણી ઊંચી વાત છે.. હા, જપમાં હું સારું ધ્યાનમાં રહી શકું છું અને એનું કારણ મને લાગે છે જે ‘મેં મારી પ્રાર્થના ઘડી છે.. સમજો એ મારી ઉપરવાળા સાથે વાતો છે..’ અને એ મેં કોઇની સાથે શેર નથી કરી…
2.
હવે બીજી વાત એ ‘ઊઘડતાં દ્વાર અંતરની’
એની પ્રાર્થના મેં અગાઉ પણ રોજે રોજ મારા બ્લોગ પર મૂકી હતી. એ તો પ્રકાશિત થયેલું પુસ્તક છે. કોઇપણ વાંચી શકે. મને એમાં થોડા ફેરફાર સાથે મારા માટે
વધુ અસરકારક લાગ્યું છે અને આ ફેરફાર મને એટલા માટે કરવાનું મન થયું છે કે એમ વાંચવાથી મારા મનમાં એક પ્રકારનું ‘કમિટમેન્ટ’ ઊભું થાય છે. અને એના
રીપીટેશનથી એને આચરણમાં મૂકવાની ધીમે ધીમે દિશા ખુલતી જાય છે… હું જાણું છું આ કામ લખું છું એટલું સહેલું નથી પણ એનો જરૂર અર્થ સરે છે એ અનુભવે
કહું છું. મારે એ રસ ધરાવતા લોકો સાથે શેર કરવું છે.. મેં એ ટૂંકાવ્યું પણ છે… બસ આટલું જ…. આ ફેરફાર તમને કેવો લાગ્યો એ જાણવાની મને ચોક્કસ ઉત્કંઠા
છે. તમારા અભિપ્રાય માટે હું અહીં બંને મુકીશ.
2 એપ્રિલ (મૂળ પાઠ)
દરેક બાબતને પોતાનો સમય હોય છે, પોતાની મોસમ હોય છે. એ ફક્ત તમારા જીવનને મારી દોરવણી હેઠળ ચાલવા દેવાનો પ્રશ્ન છે, જેથી અંદરના એક સ્પષ્ટ જ્ઞાન સાથે
તમે યોગ્ય સમય ને યોગ્ય મોસમ જાણી શકો અને અંદરથી જે સ્ફૂરે છે તેને અનુસરીને પરમ વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકો. તમે અંદરથી શાંત, સંઘર્ષરહિત હો, ત્યારે
સમયનો કશો અર્થ રહેતો નથી. તમે જ્યારે વ્યથિત કે બેચેન હો છો ત્યારે જ તમને સમયનો બોજ લાગે છે અને એમ થાય છે કે જાણે દિવસ ક્યારેય પૂરો જ નહિ થાય.
તમારા કામમાં તમને મજા આવતી હોય ત્યારે સમયને પાંખો આવે છે અને તમને એવી ઇચ્છા થાય છે કે દિવસના થોડા કલાક વધુ હોત તો કેવું સારું !! તમે જે કંઇ કામ
હાથમાં લો તેને પૂરેપૂરું માણતાં શીખો. એના પ્રત્યે તમારું વલણ એકદમ સુયોગ્ય હોય એ મહત્વનું છે. તમે ઘણું વધારે સિદ્ધ કરી શક્શો અને એ પ્રેમથી થશે એટલે પૂર્ણ સુંદર
રીતે થશે. તમારું લક્ષ્ય હંમેશાં પૂર્ણતાનું રાખો. તમે જ્યારે પ્રેમપૂર્વક કાંઇ કરો છો ત્યારે એ મારા માટે કરો છો.
2 એપ્રિલ (મારો બદલાવેલો અને ટૂંકાવેલો પાઠ)
દરેક બાબતને પોતાનો સમય હોય છે, પોતાની મોસમ હોય છે. એ ફક્ત તારી દોરવણી હેઠળ મારા જીવનને ચાલવા દેવાનો પ્રશ્ન છે જેથી અંદરના સ્ફૂરણોને અનુસરી પરમ
વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકું. જ્યારે હું અંદરથી શાંત અને સંઘર્ષરહિત હોઉં ત્યારે સમયનો કશો અર્થ રહેતો નથી. જ્યારે કામમાં મજા આવતી હોય ત્યારે સમયને
પાંખો આવે છે. જે કામ હાથમાં લઉં એ પૂરેપૂરું માણું. એના પ્રત્યેનું વલણ સુયોગ્ય હશે તો ઘણું વધારે સિદ્ધ થઇ શકશે અને પ્રેમથી થશે એટલે સુંદર રીતે થશે. લક્ષ્ય હંમેશા
પૂર્ણતાનું રાખવાનું છે. પ્રેમપૂર્વક કરેલું દરેક કામ તારા માટે થાય છે.
પ્રણામ સહ
—
Lata J. Hirani
http://readsetu.wordpress.com/
The woods are lovely, dark & deep
But I have promises to keep & miles to go before I sleep……
And miles to go before I sleep….. Robert Frost
વધુ અસરકારક લાગ્યું છે –
આપણી ચિત્ત વૃત્તિને જે માફક આવે તે જ આપણે માટે શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિ યુનિક હોય છે, એકને માટે અમૃત બીજાના માટે ઝેર પણ હોઈ શકે છે. આથી આ બાબત કોઈ સંશય રાખવાની જરૂર નથી.
રામદાસ સ્વામીની એક જ રીત હતી – માત્ર શ્રી રામ જય રામ જય જય રામ … અને તેઓ પણ સાક્ષાત્કાર કરી ચૂકેલા મહાત્મા હતા.
મીરાંબાઈ કે ગંગા સતી માત્ર ભજન ગાઈને એ સ્તરે પહોંચી ગયાં હતાં – કદાચ બહુ નાની ઉમ્મરે.
‘ગોરજ’ – વડોદરા પાસે, સેવા ધામ શરૂ કરનાર વિધવા બાઈ એક બહુ જ ઉચ્ચ કક્ષાની સંત હતી.
રીત અગત્યની નથી – એની પાછળનો આપણો ભાવ અગત્યનો છે.
સામાન્ય જીવનમાં એના કારણે આપણો અહં ઓગળવા લાગ્યો હોય, એ એની કસોટી છે. એ થોડી ક્ષણોનો શૂન્ય ભાવ વધતો જાય છે કે, નહીં – એ એની કસોટી છે.
બાકી અડધો કલાક કે ચાર કલાક, સાધના કરીએ અને બાકીના સમયમાં આપણા વિચાર/ વાણી / વર્તનમાં કાંઈ ફરક ન પડ્યો હોય; તો એ સાધના કે જપ કશા કામનાં નથી.જો કોઈના કડવાં વેણ આપણને શૂળની જેમ હજુ પણ ખૂંચતાં હોય, તો તે સાધના નકામી છે. જો કર્તા ભાવ, પ્રતિષ્ઠા મેળવવાનો ભાવ, બીજાને દુઃખ પહોંચાડી આપણો જ લાભ મેળવી લેવાનો ભાવ એમનો એમ હોય, જો કટોકટીની ક્ષણોમાં સમતા ન રાખી શકતા હોઈએ… તો એ સાધના નકામી છે.
મારી વડાઈ કરવા નહીં, પણ આ વાતનું ઉદાહરણ આપવા- આ અનુભવ …
http://gadyasoor.wordpress.com/2013/03/21/lost_road/
આમ તો આ વાત સાવ નજીવી લાગે; પણ મારા જીવનમાં એ બહુ જ મોટી ઘટના છે. પહેલાં આમ થતું નહોતું. આ સમતા બહુ જ ગંભીર બાબતોમાં પણ હવે આવવા લાગી છે – પણ જે જાહેર કરી શકું તેમ નથી.
આ સાથે લગભગ તૈયાર થયેલી ઈબુક મોકલું છુ. બીજા અધ્યાત્મ ગ્રંથોથી એ જુદી છે અને એ માટે જુદી છે કે, એ એક સામાન્ય માણસની ( અને હજુ પણ સામાન્ય જ ) અંતર યાત્રાનું એમાં બયાન છે. કોઈને એ વાંચીને ચાલતા થવાનું , જાગૃત થવાનું મન થાય – અને આવા નાના મોટા ફાયદા મેળવે – એ જ એક માત્ર ભાવથી એ લખી છે,.
————
તમે તો અમદાવાદમાં છો. આમને જરૂર મળજો.
http://gadyasoor.wordpress.com/2013/01/12/naseer/
હું એમને મારી ગમતીલી શૈલીના વાર્તાકાર તરીકે મળવા ગયો હતો; અને એક સાવ ગળી ગયેલો માણસ ભેટી ગયો. દાદા ભગવાનના ઉપદેશને આ ખોજા સજ્જને બરાબર પચાવ્યો છે. એમને મળવાની વ્યવસ્થા વલીભાઈ કરી દેશે.
2013/3/22 Lata J. Hirani