આ.સ્વામી સચ્ચિદાનંદજી સાહીત્ય/સૌજન્ય શ્રી બી જે મીસ્ત્રી

હરિ ૐ

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in
his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. A Social and Cultural Reformist I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die.” Swami Sachchidanand
 
EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
 
LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
 
 
(A) DARSHAN (Our Scriptures) 2/2 – દર્શન ( આપણા શાસ્ત્રો ) 2/2
 
 
 
Side 5A – DARSHAN – LONDON – દર્શન – લંડન – ગઈ કાલે સાંખ્ય શાસ્ત્રનો વિચાર કર્યો, એનું આપણાં છ એ છ દર્શનોમાં સૌથી વધુ મહત્વ છે. સાંખ્યવાળા યજ્ઞ-યાગાદિ પર ભાર મુકતા નથી. એના પર ભાર મુકનારો ઋષિ જૈમીની છે. જૈમીની કર્મકાંડી છે, એમાંથી વૈદિક પુરોહિતો અને પૌરાણિક પુરોહિતોની પ્રક્રિયા પેદા થઇ અને એ આખી પ્રક્રિયાથી આજીવિકા ઊભી થઇ, એટલેકે તમે યજ્ઞો કરો તો મને આજીવિકા મળે. @3.51min. લોકો હંમેશા કોઈપણ ક્ષેત્રમાં આડંબર પ્રિય હોય છે તે વિષે સાંભળો. સાંખ્યયોગની સાધના સામુહિક નથી પણ વ્યક્તિગત છે અને બીજું સામગ્રી વિનાની છે, એ વિષે સાંભળો. @7.08min. સુણાવ ગામમાં એક રૂઢીચુસ્ત સંપ્રદાયના આચાર્ય આવેલા, તેણે પીવા માટે કુવાનું પાણી માગ્યું અને શું રસ્તો કાઢ્યો તે સાંભળો. તમે જેટલા નકાર ઉભા કરો એટલાજ લોકો તમારા ઉપર પ્રભાવિત થાય. આડંબર હોય ત્યાં ટોળાં ભેગા થાય છે. આ પ્રદર્શન છે, પ્રદર્શન હોય ત્યાં દર્શન હોય નહિ. સાંખ્ય વાળા બહુ પ્રચલિત ન થયા એનું આ મુખ્ય કારણ છે. સત્યનારાયણની કથામાં કેમ બધું લાવવું પડે? @13.04min. આ જે સાંખ્યયોગ છે એ અંતરંગ સાધના છે અને બિલકુલ સામગ્રી વિનાની સાધના છે, દીવો કે ધૂપની પણ જરૂર નથી, એટલે બહુ પ્રચલિત ન થઇ. એમનું કહેવું છે કે આ ત્રણ ગુણો (સત્વ, રજસ અને તમસ)ની વ્યવસ્થા કરવી એજ મોટી સાધના છે.તમારે અહીયાંજ સુખી થવું છે, તો આ ત્રણ ગુણોને કંટ્રોલ કરો. ગુણો વધ-ઘટ કેમ થાય છે તે સમજવા ભગવદ ગીતાનો 17મો અધ્યાય વાંચો. આ ત્રણ ગુણોને નૈયાયિકો માનતા નથી, એમનું કહેવું છે કે આવા કોઈ ગુણોજ નથી. એમનું શું કહેવું છે તે સાંભળો. @17.26min. ઈશ્વર સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. નિર્ગુણ એટલે એમાં સત્વ, રજસ અને તમોગુણ નથી પણ એનામાં દયા, કરુણા, ઉદારતા, શૌર્ય, પરાક્રમ એ ગુણોતો છે એટલે સગુણ પણ છે. નૈયાયિકોનો પરમાણુંવાદ છે અને સાંખ્યવાળાનો પ્રકૃત્તિવાદ છે. પ્રકૃત્તિવાદ શાસ્ત્રીય છે અને પરમાણુંવાદ પ્રતિભાથી લીધેલો છે, અહીંથી બંને પક્ષે દલીલ સાંભળી લેવી. @26.27min. “शक्तिही कार्य गम्या” શક્તિ કદી પ્રત્યક્ષ નથી હોતી, કાર્યના દ્વારા દેખાતી હોય છે, એ વિષે ઉદાહરણથી સાંભળો. શક્તિ કદી નિરાધાર ન રહી શકે, એટલે બે તત્વો થયા, શક્તિ અને શક્તિમાન, એટલે પુરાણમાં શિવ મડદાની માફક સુતેલા છે અને શક્તિ દુર્ગા ઉપર નૃત્ય કરે છે. નીચે શિવ સુતેલા છે એટલે એનો અર્થ એવો થાય કે પેલી શક્તિને જ્યારે નૃત્ય કરવું હોય ત્યારે આધાર આપવો પડે. નૃત્ય કરવાનો અર્થ એ કે શક્તિ દુર્ગા જગતની રચના શિવના આધારે કરે છે તે ઉદાહરણથી સાંભળો. એટલે શિવના અસ્તિત્વ માત્રથી દુનિયાનું સર્જન થાય છે. પુરાણોમાં કામે લાગનારા તત્વોનું નામ પડ્યું છે “શિવજીના ગણો”. @33.07min. સાંખ્યશાસ્ત્રનો પરમાણુંવાદ અને વિસ્ફોટ વિષે સાંભળો. બધા દર્શનોની જેમ આ દર્શન પણ એમ માને છે કે મનુષ્ય જન્મનો હેતુ છે મોક્ષ. પ્રકૃતિ અને પુરુષ આ બંનેમાં વિવેક કરવાનો અને જ્યારે વિવેકનું જ્ઞાન થાય ત્યારે તમારો મોક્ષ થાય. રામકૃષ્ણ પરમહંસના બિલાડીના બચ્ચાનું ઉદાહરણ સાંભળો. @37.40min. કાશીના એક આચાર્ય વિદ્વાન પણ પોથા પંડિતની વાત સાંભળો કે નવા મકાનમાં વીજળીનું કનેક્શન કેમ ન લીધું? અર્થતંત્રની દ્રષ્ટિએ પ્રજાને સીધી-સાદી અને સસ્તું જીવન જીવતી કરો એટલે પ્રજા આપોઆપ મરી જશે. આરબો એવાજ હતા, ગોરા લોકોએ એમને સમૃદ્ધિ આપી. પ્રકૃત્તિને આપણે માતા માનીએ છીએ. અલ્લા શબ્દ સંકૃતનો છે, “अम्ब, अक्क,अल्ल् इति ईश्वरे.” અલ્લાનું અરબી ઉચ્ચારણ અલ્લાહ થયું. @41.53min. આ પ્રકૃત્તિ કેવી રીતે આત્માનું કલ્યાણ કરે છે? “पन्गु अन्ध न्याय” પંગુની પાસે આંખ છે અને અંધ પાસે પગ છે, જો બંને એકબીજાનો સહકાર કરે તો જ્યાં ફસાયા હોય ત્યાંથી બહાર નીકળી શકે. એમ આ પુરુષને પણ જ્યારે વિવેક ખ્યાતિ થાય ત્યારે એનો મોક્ષ થાય. આનું બીજું જોડકું દર્શન છે, એનું નામ છે “યોગ” અને એના રચનારા છે પતંજલિ. આ ઋષિ પંજાબમાં થયા.ઈ.સ. પૂર્વે તૃતિય શતાબ્દીની આજુબાજુ આ યોગ દર્શન “सर्वदर्षनो उपकारकम” છે, એટલે આ યોગ દર્શન બધાને માટે ઉપયોગી છે. એમનું કહેવું છે કે જો હું રસ્તો બતાવું અને એ રસ્તે તમે ચાલશો તો તમે અહિયાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખની પ્રાપ્તિ કરશો. @45.50min. યોગનું અશુદ્ધ ઉચ્ચારણ વિષે સાંભળો. યોગ એટલે બે વસ્તુને ભેગી કરવી. ઉપસર્ગ લગાડવાથી શબ્દના કેટલા અર્થ બદલાય જાય તે સાંભળો.
 
 
Side 5B – LONDONયુજ ધાતુ પરથી શબ્દ બન્યો “યોગ” અને યોગનો અર્થ બે વસ્તુને જોડવું. સંયોગ, વિયોગ, આયોગ, પ્રયોગ એમ આગળ ઉપસર્ગો મુકો એટલે અર્થ બદલાય જાય. એમ જીવાત્મા અને પરમાત્માને ભેગા કરી આપવાની પ્રક્રિયાનું નામ છે યોગ. @1.22min. આ પતંજલિ યોગ દર્શન કલેવરની દ્રષ્ટિએ બહુ નાનું દર્શન છે, પણ મીમાંસા મોટામાં મોટું દર્શન છે. પતંજલિએ પહેલું સૂત્ર લખ્યું “अथ योगानुशासनम्” અમે હવે યોગનું અનુશાસન કરીશું. આ દર્શનની ગીતા પ્રમાણે એક અનીર્વાર્ય શર્ત છે કે “इदं ते नातपस्काय……..योङ्ग्भ्यसुयति”….(गीता – 18-67) અર્જુન, આ જ્ઞાન કદી પણ અતપસ્વીને આપવું નહિ, જે ભક્ત ન હોય જે મારો દ્વેષ કરતો હોય તેને આપવું નહિ. જ્યાં સુધી પ્રજા અનુશાષિત નથી થતી ત્યાં સુધી એ ટોળું છે અને એમાંથી શક્તિ ઉત્પન્ન થતી નથી. @6.44min. યોગ નિરીશ્વરવાદી નથી, તત્વો બધા સાંખ્યના માને છે પણ છતાં એ પરમેશ્વરને માને છે. ટીકાકાર વિજ્ઞાન ભિખ્ક્ષુ લખે છે, ઈશ્વર નથી એવું કહેતી વખતે પણ મારી જીભ કાંપી ઉઠે છે. નૈયાયિકાઓના ઈશ્વરમાં વચ્ચે શું ફરક છે તે સાંભળો. એમની વ્યાખ્યા, “क्लेश कर्म विपाकाशयेहि अपरामृष्ट: पुरुषविशेष: ईश्वर:” જેને કલેશ ન થતો હોય એનું નામ ઈશ્વર. ક્લેશ એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ-દ્વેષ અભિનિવેશ. અહીંથી બધા શબ્દોની વ્યાખ્યા સાંભળો. @19.59min. ભક્તિબાનું ઉદાહરણ સાંભળો. માણસને દંડના દ્વારા અટકાવી શકાય પણ પ્રેમના દ્વારા સુધારી શકાય. @25.11min. ઓળખીતા એક કરોડાધિપતિ સજ્જનની વાત સાંભળો. @28.36min. યુજ ધાતુ અહી યોગ અર્થમાં છે અને જીવાત્મા અને પરમાત્માનો યોગ કરવાનો છે. કેમ યોગ કરવાનો છે? કેમકે બંનેનો વિયોગ થયો છે અને વિયોગના કારણે દુઃખી છે. પાણી હિમાલયથી દરિયા તરફ કેમ દોડે છે? જ્યાં સુધી સમુદ્રને મળે નહિ ત્યાં સુધી એને શાંતિ નથી કારણકે એની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઇ છે. એમ આ જીવાત્મા સમુદ્રરૂપી પરમાત્માને મળે નહિ ત્યાં સુધી શાંતિ થાય નહિ. @29.54min. હવે એને યોગ માર્ગમાં યોગના દ્વારા, જ્ઞાનમાર્ગમાં જ્ઞાનના દ્વારા, ભક્તિમાર્ગમાં પ્રેમના દ્વારા પરમેશ્વર સાથે મિલન કરાવી આપો. ચોથો માર્ગ પરમેશ્વર સાથેનું મિલન ઠાકોરજીની સેવા દ્વારા, એટલે પુષ્ટિમાર્ગવાળા સતત ઠાકોરજીની સેવા કરે છે, એમાં ગાંધીજીએ પરિવર્તન કર્યું તે દ્રષ્ટાંત દ્વારા સાંભળો. @33.41min. યોગવાળા કહે છે કે જીવાત્મા અને પરમાત્માનું મિલન કરાવવું તે કેવી રીતે થશે? ” योगस चित्तवृत्ति निरोध:” આ જે યોગ છે એ તમારી ચિત્તની વૃત્તિઓને અટકાવવી, નિરોધ કરવો એનું નામ યોગ તે ઉદાહરણથી સાંભળો. @37.41min. પૂર્વના કર્મોની ભ્રમ્મણાં. @40.55min. INSTRUMENT – हमको मंकी शक्ति देना, हे राम हे राम.
 
 
Side 6A – DARSHAN – LONDON – દર્શન – લંડન – વૈદિક દર્શનના સાંખ્ય અને યોગના જોડકાંની ચર્ચા ચાલુ…. સંખ્યા દર્શન તત્વ નિરૂપણ એટલેકે તત્વ બતાવનારું અને યોગ સાધન નિરૂપણ એ સાધન બતાવનારું શાસ્ત્ર છે. યોગ શાસ્ત્રનું કહેવું છે કે સંસારમાં પ્રાણી માત્રને કલેશ છે, દુઃખ છે અને દુઃખના કારણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી માણસ દુખ મુક્ત થઇ શકે નહિ. દુઃખના મુખ્ય પાંચ કારણો છે તે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અવિનિવેશ. રાગ શું છે તે સમજો. આપણે બરણીમાનું તેલ ખાલાવીએ છતાં એમાં તેલની ચોપડ બાકી રહે છે અને જલેબી-પેંડા ખાધા પછી એના થોડા સંસ્કાર ચિત્તમાં રહી જાય છે એનું નામ છે રાગ. @4.16min. નૈયાયિકોની સુખની વ્યાખ્યા, “सर्वोत्तम अनुकुलम वेद नियम सुखम्” સૌ કોઈને પોતપોતાને અનુકુળ જે અનુભૂતિ થાય એનું નામ સુખ, એજ પ્રમાણે દુઃખની વ્યાખ્યા સાંભળો. તમે બને એટલા લોકોને અનુકુળ થશો તો તમે બધાને માટે સુખરૂપ થઇ જશો પણ પ્રતિકુળ થઇ ગયા તો લાંબો સમય સુધી તમને લોકો સહન કરી શકશે નહિ. કોઈપણ વસ્તુ વગર તમે નહિ ચલાવી શકો એનું નામ રાગ અને એજ આશક્તિ કહેવાય. @8.44min. મેક્ષિકોનો એક અનુભવ સાંભળો. અનુકુળ અનુભૂતિથી સુખ થાય અને પ્રતિકુળ અનુભૂતિથી દુઃખ થાય છે. અનુકુળ અનુભૂતિનો પટ આપણા ઉપર બેસે છે એનાથી રાગ ઉત્પન્ન થાય છે અને એ વધતાં વધતાં તીવ્ર રાગ થઇ જાય છે, એટલે તમે એને વ્યસનીની જેમ આધીન થઇ જાવ છો. @13.25min. જેનાથી તમને પ્રતિકુળ અનુભવો થયા કરતા હોય એનું નામ છે દુખ અને એ પ્રતિકુળ અનુભવમાં દ્વેષ થાય છે. આ સંપ્રદાયવાળાઓને એજ પ્રમાણે તીવ્ર રાગ અને દ્વેષ થાય છે, એને કટ્ટર ધાર્મિકતા કહેવાય. જેના પ્રત્યે રાગ છે એ તમારા મગજ પ્રત્યે છવાઈ જાય છે, પરંતુ જેના પ્રત્યે તીવ્ર દ્વેષ હોય તે વધુ યાદ આવે છે. દ્વેષાત્મક બુદ્ધિ એ દુઃખનું મૂળ છે. એનાથી વેર બંધાશે, જેના પ્રત્યે દ્વેષ હશે તેની તમે ઈર્ષ્યા કરશો, નિંદા કરશો, એની વિરુદ્ધમાં ખટપટ કરશો. @16.46min. પાંચમો શબ્દ છે અવિનીવેશ. એનો પ્રયોગ છૂપો અહંકારમાં કરીએ છીએ. વ્યાસ ભાષ્યમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે જીવ માત્રને સતત જીવતા રહેવાની જે ઈચ્છા છે એનું નામ અવિનીવેશ કે જીજીવીશા છે. @19.34min. જેમ કોઈ વહાલો મહેમાન પોતાના ઘરે આવવાનો હોય અને ઘરના માણસો રાહ જોતા હોય એવી રીતે ભગવાનના દૂતોની રાહ જોઇને જે વ્યક્તિ બેઠી હોય, એના માટે મૃત્યુ ભયરૂપ થાય નહિ. ઋષિ કહે છે કે આ પાંચ દુઃખના મૂળ છે, આ પાંચને તમે જેટલા ઓછા કરી શકો એટલાજ દુખ તમારા દૂર થાય. અષ્ટાંગ યોગ – જેના આઠ અંગ છે એને અષ્ટાંગ યોગ કહેવાય. તે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી. આ જે અષ્ટાંગ યોગ છે એમાં કોઈ જગ્યાએ કુંડળી જગાડવાની, નેતિ, ધોતિ, બસ્તી, કુંજર, ખેંચરી મુદ્રા કરવાની કોઈ જગ્યાએ નથી. આ રાજ યોગ છે, એટલે કોઈપણ કરી શકે, કોઈ અટપટી ક્રિયા કરવાની નથી. @22.24min. નેતિ, ધોતિ, બસ્તી, ખેંચરી વિગેરે અકુદરતી ક્રિયાઓ શરીરને કષ્ટ દઈને કેવી રીતે કરે છે તે સાંભળો. આવું કદી કરવું નહિ, આવું કરનારા લગભગ બધાજ જિંદગીભરના બીમાર થઇ રીબાઈ રીબાઈને મરે છે. કાશીના એક બહુ મોટા ત્યાગી, જ્ઞાની, બહુ મોટા પંડિત “શંકર ચૈતન્ય ભારતી” વિષે સાંભળો કે જેણે બિરલા શેઠને પાછા વાળી દીધેલા, એમણે પોતે એકરાર કરેલો કે આ દુઃખ એમણે જાતે વહોરેલું છે કે મેં આ અકુદરતી ક્રિયાઓ કરી અને આ ક્રિયાઓ મને દુખ દે છે. અવસાન પછીની વાત સાંભળો. @28.49min. નજીકમાં રહેતા કુંભારનું યોગીના જેવું સહજ મૃત્યુ થયું તે સાંભળો. @32.09min. આ રાજયોગના બે પાયા(ફાઉન્ડેશન) છે તે યમ અને નિયમ. યમ અને નિયમ પાંચ પાંચ છે. યમ – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહા, યમાહા. નિયમ – શૌચ, સંતોષ, તપ:, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાનાની નિયમા:. આ યોગ સૂત્ર 2300 વર્ષ પહેલાં રચાયેલુ અને એના પર બૌદ્ધોની અસર છે તે સાંભળો. આખો બૌદ્ધ ધર્મ ત્રણ પાયા ઉપર ઊભો છે તે શીલ (યમ), સમાધિ (સમાધાન), અને પ્રજ્ઞા (ઊંચું જ્ઞાન) અને એવી રીતે જૈન ધર્મમાં ત્રણ સ્થંભો છે તે સમ્યક (શ્રદ્ધા), જ્ઞાન અને આચાર. યોગ માર્ગની અંદર યમ અને નિયમ જીવન ઉપર ચાલનારો માર્ગ છે તે અહિંસા અને સત્ય. આપણે હિંસાવાદી કે અહિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છીએ. જૈનો છેડાની અહિંસાવાદી છે. આપણી અને જૈનોની અહિંસામાં શું તફાવત છે, તે સાંભળો. @38.17min. બાજુના એક ગામમાં 18-20 વર્ષનો યુવાન છોકરો હડકાયું કુતરું કરડવાથી મારી ગયો હતો અને ગુરુબાપાને પૂછ્યું તો કહ્યું કે એતો ધામમાંજ ગયો છે, એટલે હવે અમને કોઈ ચિંતા નથી. આ પ્રશ્નો પર ધૂળ નાખવા બરાબર છે, કહેતા નથી કે ગામમાં જેટલાં હડકાયા કુતરાં હોય તેનો નાશ કરો. @40.40min. ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને 27 પ્રશ્નો પૂછેલા તે વિષે સાંભળો. @42.35min. સો એ સો ટકા સંપૂર્ણ સત્ય ભાગ્યેજ બોલી શકાય. મહાભારતનું કસાઈ અને ઋષિનું ઉદાહરણ સાંભળો. જે કલ્યાણકારી હોય તેજ સત્ય કહેવાય. મહાભારતનો પ્રસંગ “नरोवा कुन्जरोवा” વિષે સાંભળો. @46.46min. રાજાનો અને યતિનો ધર્મ.
Side 6B – LONDON – બ્રહ્મચર્યનો અર્થ થાય છે સંયમ. સંયમનો અર્થ થાય છે કે જે વસ્તુનો જેટલો ઉપયોગ કરવાનો હોય એટલો ઉપયોગ કરવો તે. એનો મૂળ અર્થ એવો થાય છે કે વેદ ભણવા માટે 24 વર્ષ ગુરુકુળમાં રહે એટલે નામ પડ્યું બ્રહ્મચારી. અપરિગ્રહ એટલે જે ચીજની જરૂર નથી તે વસ્તુ ભેગી ન કરવી તે. અપરિગ્રહના ઉપદેશની સૌથી વધુ અસર જૈનો ઉપર છે. જૈનો માટે એમ કહેવાયું છે કે જો તમારે મોક્ષ જોઈતો હોય તો પહેરેલાં કપડાં પણ છોડી દેવા પડે, અને વાસ્તવિકતામાં સૌથી વધુ પરિગ્રહ જૈનોજ કરે છે. એજ પ્રમાણે ઇસ્લામમાં વ્યાજને હરામ કહ્યું છે પણ પઠાણોજ વધારેમાં વધારે વ્યાજ લે છે. @3.50min. નિયમ, શૌચ એટલે નહાવું, ચોખ્ખા રહેવું. સંતોષ એટલે જે કંઈ પરિસ્થિતિ હોય એમાં સંતોષ માનવો. તપ, એટલે ધર્માચરણ કરવામાં કર્તવ્યનું પાલન કરતા જે કષ્ટો પડે તેને સહન કરવા એનું નામ તપ. જૈનોએ દેહ-દમનના તપ કર્યા. વાસ્કો-ડી-ગામા નું તપ રાષ્ટ્રિય તપ છે. રવિશંકર મહારાજનું સામાજિક તપ વિષે સાંભળો. આપણે ત્યાં માનવતાના, રાષ્ટ્રના, સમાજના તપ પર ભાર ન મુકાયો પણ પરલોકના તપ પર ભાર મુકાયો. એનાથી કોઈને ફાયદો થયો નહિ. જૈનોના લુંચન વિષે સાંભળો. @8.00min. સ્વામીજીને એક જૈન સાધુએ કહ્યું કે અમારા સાધુઓ તો વાળ ખેંચી કાઢે અને તમારે તો લીલા લહેર કરવાના. સ્વામીજીએ જવાબ આપ્યો કે જો રાષ્ટ્રને, સમાજને કે લોકોને ફાયદો થતો હોય તો હું મારું ચામડું ખેંચી કાઢું. સુણાવમાં એક નાનું છોકરું ફોસલાવીને સાધુ બનાવેલું અને લુંચન કરેલું તે વિષે હૃદય દ્રવી જાય તેવી વાત સાંભળો. આ તપને ભગવદ ગીતામાં અઘોર તપ કહ્યું છે અને જે એવું તપ કરે એમને અજ્ઞાનીઓ અને મૂર્ખા કહ્યા છે. સ્વાધ્યાય, એટલે રોજ આત્મ સંબંધી અધ્યયન કરવું. જે ગ્રંથો વાંચવાથી તમારું જ્ઞાન વધતું હોય અને શાંતિ મળતી હોય તે સ્વાધ્યાય. @12.04min. ઈશ્વર પ્રણિધાનાની એટલે ઈશ્વરની શરણાગતિ. એનો અર્થ થાય છે કે આટલું બધું કર્યા પછી તમારા વિચારોનું, તમારી લાગણીઓનું, તમારા મનનું પૂરેપૂરું સમાધાન થવાનું નથી એટલેજે બાકી રહે તે માટે ઈશ્વરની આગળ નિવેદન કરવું. નિયમ અપવાદ હોય, એ વિષે મથુરાનો એક અનુભવ સાંભળો. @16.15min. આચાર, અનાચાર અને અત્યાચાર ને વ્યાખ્યાઓ તથા અમરનાથનો અનુભવ સાંભળો. @20.35min. નીતિ શાસ્ત્ર, “स्वर्ग्रुहे तु संपूर्ण, परर्ग्रुहे पुनस्तदर्थम, राजगृहे तु पुनस्तदर्थम, पथिशुद्रवदाचरेत” તમે પોતાના ઘરમાં રહો તો પૂરેપૂરા નિયમો પાળો, પારકા ઘરે અડધા કરી નાખો, રાજાના ઘરે જાવ તો એનાથીયે અડધા અને યાત્રા કરવા નીકળો તો શુદ્રની માફક ઓછામાં ઓછા આચાર પાળો તો ચાલે પણ દુરાગ્રહ કરવો નહિ. આ જે યમ-નિયમ વ્યક્તિગત આચરવાની, જીવનમાં ઉતારવાની વસ્તુ છે. લાંબા સમય સુધી સુખ પૂર્વક બેસી શકાય એનું નામ આસન. યોગના આસનો આરોગ્ય માટે છે, પણ જો તમે હાર્ટનાં દર્દી હોવ તો શીશાર્ષન કરવું નહિ. પદ્માસન કે સિદ્ધાસન જેવા સહજ આસન પર સ્થિર થઈને બેસો એટલે આપોઆપ વ્યાયામ થાય છે. રૂધિરાભિષરણ બરાબર ચાલુ થઇ જશે. @25.07min. પ્રાણાયામ એટલે પ્રાણ + આયામ. આયામ એટલે વિસ્તાર કરવો તે. એના ત્રણ રૂપ છે તે પૂરક, કુંભક અને રેચક વિષે વિસ્તારથી સાંભળો. @29.14min. ઉપનિષદ લખે છે “प्राण बन्धनम् हि सौम्य मन:” હે સૌમ્ય (પુત્ર, શિષ્ય) આ જે મન છે, એનું બંધન, ખીલો પ્રાણ છે, અર્થાત પ્રાણ જેટલો આયામ વાળો હશે એટલું મન સ્થિર થશે, વધુ આગળ સાંભળો. પ્રત્યાહાર એટલે પાછું વળવું. આપણી પંચે-પાંચ ઇન્દ્રિયો એના આહાર માટે દોડતી હોય છે, આ દોડતી ઇન્દ્રિયોને પાછી વાળવી એનું નામ પ્રત્યાહાર. @33.38min. ધારણા, ધ્યાન અને સમાધિ વિષે સાંભળો. @35.00min. ઓમકારની સમજણ. @39.14min. INSTRUMENT – શહનાઈ, રાગ પૂરબ અંગ.
 
 
Side 7A – DARSHAN – LONDON – દર્શન – લંડનબૌદ્ધ અને જૈન ઉપર સાંખ્યની ગાઢ અસર છે, કારણકે બુદ્ધના પહેલા પણ સાંખ્ય દર્શન હતું. બૌદ્ધગયામાં એમની ગુંચ મધ્યમ માર્ગથી કેવી રીતે ઉકેલાય તે સાંભળો. જીન્દગીની સિતારનો તાર બહું ખેંચશો તો ભરી મહેફિલમાં તૂટી જશે. બહું કઠોર નિયમો, બહું કઠોર જીવન, જાત-જાતના વ્રતો, તપો એ તમે જો બહુ કરશો તો અધવચ્ચે જીન્દગીનો તાર તમારો તૂટી જશે. @4.29min. આપણાં કેટલાક મહાત્માઓ, શંકરાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર, વિવેકાનંદ વિગેરે, લાંબુ ન જીવ્યા અને 30-40 વર્ષની ઉંમર વચ્ચે કેમ મારી ગયા? ભક્તો તો પછી ગમે તે બહાના કાઢે. સામાન્ય લોકો જે 100 વર્ષ કે તેથીયે વધારે જીવતા હોય તે લોકો બહું સરળ-સહજ જીવન જીવતા હોય છે. કડક જીવન જીવતા હોય એનાથી લોકો પ્રભાવિત તો થાય પણ પોતે અંદરથી ખોખલા થઇ જાય છે. બુદ્ધ આલાનકાલાન જે સાંખ્ય પરંપરાના યોગી હતા, એમને ત્યાં રહ્યા હતા એટલે સાંખ્ય દર્શનની અસર બુદ્ધના ઉપર છે. બુદ્ધે યજ્ઞમાં થતી હિંસાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ બુદ્ધ પોતે માંસાહારી હતા. એમના ભિક્ષુઓ પણ આજે બધા માંસાહારી છે, એટલે એમનો ધર્મ બહુ વ્યાપક થયો. @8.23min. જૈનો બીજા છેડે પહોંચ્યા, એમણે યજ્ઞ વિગેરેમાં થતી હિંસા તો અટકાવી પણ માંસાહાર તથા ખેતીમાં પણ હિંસા માની, એટલે એમનો પ્રચાર ન થઇ શક્યો. સૌથી કડક નિયમો જૈનોના અને સાચા સાધુ તો દિગંબરજ કહેવાય. દિગંબર, જૈન સ્ત્રીઓને મોક્ષ નથી માનતા. સાધ્વી ગમે એટલી વિદુષી હોય, વિદ્વાન હોય, સૌથી સીનીયર હોય તો પણ મહત્તાતો સાધુનીજ. સાધુ કોઈ દિવસ સાધ્વીને નમસ્કાર ન કરે પણ હંમેશા સાધ્વીજ સાધુને નમસ્કાર કરે. મુસલમાનો આખી દુનિયામાં કેમ ફેલાય છે? કારણકે એમણે આચારની કઠોરતા કાઢી નાખી. હિંદુઓ કેમ નથી ફેલાતા? કારણકે જ્યાં હોય ત્યાં આભડછેટજ આભડછેટ. @11.42min. આ આભડછેટનું નવું મોડેલ બ્રહ્મકુમારી છે. જો બ્રહ્મકુમારીમાં દિક્ષિત ન થયો હોય તો સગા ભાઇનું પણ પાણી ન પીવાય. કાશ્મીરની આભડછેટ સાંભળો. ખરી આભડછેટ સાઉથ ઇંડિયાથી આવી. એ લોકો તો કોઈની દ્રષ્ટિ પડવાથી પણ અભડાય જાય. આ આભડછેટ હિંદુ ધર્મનો સૌથી મોટો દુશ્મન છે. આજેપણ આભડછેટમાં માનતા સાધુઓની પૂજા થાય છે કે આ સાધુ બહુ પવિત્ર છે. બૌદ્ધ ધર્મે આ બધું કાઢી મધ્યમ માર્ગ રાખ્યો. મુસ્લિમોએ તો ધર્મ પાળનારને સગવડો કરી આપી. @17.50min. જ્યારે મુસલમાન, મુસલમાન સાથે યુદ્ધ કરે ત્યારે જીહાદ ન કહેવાય પરંતુ કાફર સાથે યુદ્ધ કરે તો તે જીહાદ કહેવાય અને જો કોઈ શહીદ થાય તો કાયમના માટે અલ્લાહને ત્યાં જાય અને જે કંઈ લૂંટમાં મળે એમાંનો પાંચમો ભાગ સરદારને આપી ચાર ભાગ તમારી પાસે રાખો, એટલે વગર પગારે એમને યોદ્ધાઓ મળી રહે. કેસરિયા અને જૌહરવ્રત એટલે શું તે સાંભળો.ઉલુકખાંએ જે ગુલામો પકડેલા તેમાં નગર શેઠની કન્યાઓ, પત્નીઓ, સારા ખાનદાન કુટુંબની સ્ત્રીઓને રાજસ્થાનના રણમાંથી ગળામાં મરેલા ઘોડાના ચામડામાંથી બનાવેલી વાધરીઓ બાંધીને કેવી રીતે લઇ ગયો હતો તે હૃદય દ્રાવક કહાણી સાંભળો. તમારા ભૂતકાળને સમજો અને એમાંથી જાગો. “हम महान है” એમ સમજીને ઉંઘશો નહિ. એક વાર મહંમદ ગઝની 55000 ગુલામો પકડી લઇ જઈને ગઝનીના બજારમાં 4-4આનામાં વેચ્યા હતા. મુસલમાનોની વસ્તી કેમ વધી તે સાંભળો. @23.24min. કાશીમાં કરપાત્રી મહારાજનો આભડછેટ સંબંધી ફતવો સાંભળો. હિંદુઓની બ્લુ પ્રિન્ટ એવી છે કે એમનો હંમેશા ક્ષય થાય અને માર ખાતી રહે, બૌદ્ધો વ્યાપક થયા પણ આક્રમક ન થયા એટલે મુસલમાનો સામે ટકી ન શક્યા. પશ્ચિમમાં યોગ ઉપર એક રીસર્ચ સેન્ટર બેસાડેલું એમાં એવું બતાવેલું કે બહુંજ પ્રાણાયામ, ધ્યાન અને સમાધિ કરનારા લોકો અંતર્મુખ થાય છે, શાંતિ અનુભવે છે, પરંતુ એની એકટીવીટી સિમિત થઇ જાય છે. પત્ની, બાળકો, દુકાન બધામાંથી રસ ઉડી જાય છે, એટલે એમનો કહેવાનો અર્થ એ હતો કે આ કરવું જોઈએ નહિ. રસ કેમ ઉડી જાય છે તે સાંભળો. થોડા આસન, પ્રાણાયામ કરો પણ વધારે પડતું કરવું નહિ, નહિ તો મહત્વકાંક્ષા અને ઈચ્છા શક્તિને બહુ મોટો ફટકો પડશે અને એ ફટકો પડે એનેજ આપણે આધ્યાત્મ કહ્યું, આ યોગનું ઉધાર પાસું છે. @27.49min. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા: પૂર્વ મીમાંસાના રચનારા છે જૈમીની અને ઉત્તર મીમાંસાના રચનારા છે વ્યાસજી. વ્યાસજી એ ખરું નામ નથી પણ ઉપાધી છે, એમનું ખરું નામ છે કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણ. ભટ્ટ એટલે બ્રાહ્મણો મૂળમાં સેનાપતિઓ હતા. બ્રાહ્મણો અને ક્ષત્રિયો વર્ષો સુધી લડ્યા છે, એમની લડાઈનું શું સમાધાન થયું તે સાંભળો. પાઠક ભણાવનાર આચાર્યનું નામ છે. પટેલ અટક પણ પ્રાચીન નથી તથા બીજી વિવિધ અટકો વિષે સાંભળો. @32.48min. પૂર્વ મીમાંસા કર્મકાંડનું શાસ્ત્ર છે અને વેદો સાથે સીધું સંબંધ રાખે છે, એટલે વધુ પડતું વૈદિક છે. વેદોની અંદર પુષ્કળ કર્મકાંડ ભર્યા છે. વૈદિક કાળમાં ભારતની પ્રજા 25 થી 50 લાખની હતી. અકબરના કાળમાં 16 કરોડ અને અંગ્રેજો ગયા ત્યારે 33 કરોડ હતી. પ્રજા કેમ વધી તે સાંભળો. આખી દુનિયાના બધા ક્ષેત્રોમા અલ્પ સંખ્યકોજ રાજ કરતા હોય છે. ભારતમાં રજપૂતો 6 ટકાજ હતા. અડધો ટકો મુસ્લિમોએ રાજ કર્યું અને પા ટકાથી પણ ઓછા અંગ્રેજોએ રાજ કર્યું. જેનો જન્મદર મોટો તે તો મજુરોજ બને છે. @37.27min. ભારતમાં મુસ્લિમોની દશા વિષે સાંભળો. મિમાંસકો વિષે સાંભળો. બૌદ્ધો અને જૈનોનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું તે સાંભળો. મિમાંસકો કર્મવાદી છે, એમનું કહેવું છે કે તમારે જીન્દગીભર કર્મો કરવા, એ લોકો સન્યાસને નથી માનતા. શંકરાચાર્ય અને મંડાણ મિશ્ર વિષે સાંભળો. મિમાંસકોની મુશ્કેલી એ છે કે તે હોમ-હવનમાંજ કર્મવાદી છે. શંકરાચાર્ય કર્મને બહું મહત્વ નથી આપતા એમણે કહ્યું કે કર્મો તો અજ્ઞાનીઓ માટે છે, એટલે ભારતમાં જ્ઞાનીઓ ઘણા થયા !! બધાએ કર્મો છોડી દીધા અને બીજાને પણ છોડાવ્યા. ભગવદ ગીતાના કર્મવાદ સાથે શંકરાચાર્યનો મેળ નથી, એટલે કે કર્મો અજ્ઞાનીઓ માટે છે. શંકરાચાર્યના ઉપદેશે ભારતને ઘણું નુકશાન પહોંચાડ્યું. કર્મો અજ્ઞાનીઓ માટે છે અને જ્ઞાનીઓએ પ્રારબ્ધ ભોગવી લેવું. @43.15min. અત્યારે ભારતમાં પરદેશના 3000 ગોરા પાદરીઓ કામ કરે છે, એ જેટલું કામ કરે છે એટલું અમે 60 લાખ સાધુઓ નથી કરતા. એમાં 60 લાખનો દોષ નથી, એમને એવું શીખવાડવામાંજ આવ્યું છે. આ તમારા પતનનું કારણ છે. હરિદ્વારના આશ્રમો વિષે. પાદરીઓ જંગલમાં જઈ જઈને સ્કૂલો, દવાખાના બનાવે છે એટલે નાગાલેંડમાં છવાઈ ગયા. @46.20min. દ્વારિકાવાળા સ્વામીની કેમ દુર્દશા કરી? અરવિંદ, રમણ મહર્ષિ, રાજચંદ્ર એમણે દેશનું, સમાજનું, માનવતાનું કયું કાર્ય કર્યું? છતાં મહાન છે અને ભગવાન તરીકે પૂજાય છે. આ તમારી બ્લુ પ્રિન્ટ છે. તમે ક્રિશ્ચિઅનોની સામે સેવાના ક્ષેત્રમાં અને મુસ્લિમો સામે સમાનતાના ક્ષેત્રમાં નહિ ટકી શકો. @48.44min. મિમાંસકો કર્મવાદી છે, પણ જ્ઞાનને મહત્વ નથી આપતા. પૂર્વ મિમાંસકો અને ઉત્તર મિમાંસકો બંને વેદને માનનારા છે, પરંતુ પરસ્પર એકબીજાને નથી માનતા તે વિષે સાંભળો.
 
 
Side 7B – LONDON – જેમાં આજ્ઞા, આદેશ ન હોય એ બધા અર્થવાદ છે. અર્થવાદ એટલે “निन्दा स्तुत्यात्मकं वाक्यम् अर्थवाद” વિસ્તૃતમાં સાંભળો. @2.59min. વેદાંતીઓ શંકરાચાર્યના જે ચાર મૂખ્ય પ્રમાણ મહાવાક્યો માને છે, એ “तत्वमसि, अहंब्रःमास्मि, प्रज्ञानम् ब्रह्म” વિગેરે, એમાં આદેશ નથી. પ્રમાણ વાક્યો એ કહેવાય કે જેમાં આદેશ હોય. દા.ત. उदितेजहोति, यावदजिवेत अग्निहोत्रम जुहुयात्, सत्यंवद, धर्ममचर વિગેરે. આ બેય, પૂર્વ મિમાંસકો અને ઉત્તર મિમાંસકો એકજ વેદને માનતા હોવા છતાં, બંનેની માન્યતા જુદી જુદી છે. અહિયાં 99.99% સાધુઓ સાંપ્રદાયિક છે, એમનું મુક્ત જ્ઞાન નથી, એમનું રાષ્ટ્રવાદી, માનવતાવાદી ચિંતન નથી અને ભવિષ્ય એમને દેખાતું નથી. એટલે બહુ બહુ તો એ લોકો ક્રિશ્ચિઅનોને અને મુસલમાનોને ગાળો દે છે. નાગાલેન્ડમાં 65 પાદરીઓએ બલિદાન આપ્યા પછી એ પ્રજા ક્રિશ્ચિયન થઇ, આપણે તો કોઈ ગયાજ નહિ. @7.06min. નકુરુમાં હીરજી બાપા વિષે સાંભળો. ઘણીવાર લોકો મને કહે કે હું ક્રિશ્ચિઅનોના અને મુસલમાનોના વખાણ કરું છું, પણ હું એટલા માટે કહું છું કે આપણને એમાંથી બોધ-પાઠ મળે. દા.ત. મસ્જિદની અંદર ચોરી કરવાની શું ચીજ છે? અને આપણાં મંદિરોમાં? તો, આ મંદિરોમાં જે સોના-ચાંદી છે એ લુંટવા માટે મહંમદ ગઝની આવ્યો હતો. @12.09min. શીખ પ્રજા બળવાન કેમ બની? મિમાંસકો કર્મવાદી છે, સ્વર્ગને માને છે પણ મોક્ષને માનતા નથી એ વિષે સાંભળો. @16.21min. મિમાંસકો, ઈશ્વરની બાબતમાં લગભગ નથી માનતા પણ દેવોને માને છે. ઈશ્વરવાદ અને બ્રહ્મવાદ ઉપનિષદ કાળમાં આવ્યો. દેવ-દેવી મિમાંસકોમાંથી આવ્યા અને મિમાંસકો વેદોમાંથી લાવ્યા. પ્રાચીનકાળમાં ગ્રીસમાં પણ દેવ-દેવીઓ હતા. ઉપનિષદ કાળમાં પરિવર્તન એ આવ્યું કે આ બધાજ દેવોનું સમીકરણ કરવામાં આવ્યું અને એક બ્રહ્મવાદ આવ્યો પણ એ આજીવિકાને વાંધો આવે એટલે એને સામાન્ય લોકો સુધી પહોંચવા ન દીધો. એથી પણ ઉત્તર કાળમાં દેવોની સાથે સાથે નવ ગ્રહો આવ્યા. આગળ જતા બૌદ્ધો અને જૈનોની અસરમાં મિમાંસકો ઢીલા થયા અને એ બૌદ્ધો અને જૈનોમાં પણ પૂજા વિધિ આવી, કારણકે મૂળમાં લોકોને આ ગમે છે. કબીર તો નિરાકારવાદી છે પણ એને ત્યાં પણ પૂજા-વિધિ આવી. જે પદ્ધતિ મિમાંસકોમાં હતી તે સંપ્રદાયોમાં પણ આવી કારણકે લોકોને આ બધું ગમે છે અને આ છે પ્રદર્શન. @22.54min. મિમાંસકો કર્મવાદી છે, એમનું કહેવું છે કે કર્મનું ફળ મળેજ છે એ વાતને વધુ સાંભળો. ઉત્તર મીમાંસા જુદું છે અને એને રચનારા છે કૃષ્ણ દ્વેપાયન બાદરાયણ વ્યાસ છે, એનું એ બહુ મહત્વનું દર્શન છે. ઉત્તર મીમાંસાના બીજા નામ છે બ્રહ્મસુત્ર, વેદાંત દર્શન, સારિરત સુત્ર વિગેરે. આપણે ત્યાં એવી પદ્ધતિ રહી છે કે જે કોઈ આચાર્યે પોતાનો સિદ્ધાંત રાખવો હોય એ આચાર્યે બ્રહ્મસુત્ર ઉપર પોતાનું ભાષ્ય લખવું પડે. શંકરાચાર્યનું શાંકર ભાષ્ય, રામાનુજનું શ્રી ભાષ્ય, વલ્લભાચાર્યનું અણું ભાષ્ય કહેવાય વિગેરે. રામાનુજનું ભાષ્ય વાંચો એટલે એ બધા આચાર્યોના પ્રતિનિધિ છે. શંકરાચાર્ય અને વૈષ્ણવાચાર્યો પરસ્પરમાં મતભેદ ધરાવે છે. @26.34min. વૈદિક, પૌરાણિક, ઇસ્લામ અને અંગ્રેજોના સમયો. @34.52min. ભાગવતની રચના @37.34min. ભારતીય કલ્ચરની વિશેષતા. @39.42min.INSTRUMENT – आनंद मयी , चैतन्यमयी, अय मालिक तेरे बन्दे हम.
 
 
Side 8A – DARSHAN – LONDON – દર્શન – લંડન – મીમાંસા શબ્દનો અર્થ થાય છે પૂજિત વિચાર એટલે પુજ્યતા સાથેનો, શ્રદ્ધા સાથેનો વિચાર. @2.03min. પૂર્વ મીમાંસા વાળાએ પહેલું સુત્ર લખ્યું “अथातो धर्म जिज्ञासा” હે ભાઈઓ જેને ધર્મની જીજ્ઞાસા કરવી હોય એને માટે આ ગ્રંથની રચના કરીએ છીએ. બીજું લક્ષણ બતાવ્યું “नोदना लक्षणो अर्थो धर्म” જે વેદ કહે એનું નામ ધર્મ અને વેદ જેને નિષિધ્ધ કરે અનુ નામ અધર્મ. આ દર્શન તર્કને પ્રધાનતા નથી આપતું. મીમાન્સકોના ત્રણ ભેદ છે, તે કુમારિલ ભટ્ટ, પ્રભાકર અને મુરારી સંપ્રદાય પ્રમાણે. કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય બંને સમકાલીન છે. એવું કહેવાય છે કે કુમારિલ ભટ્ટે બૌદ્ધોનું ખંડન કરવા માટે બૌદ્ધ દર્શનોનું અધ્યયન કરેલું એ વિષે સાંભળો. કુમારિલ ભટ્ટે બૌદ્ધ આચાર્યોને હરાવ્યા પછી ભાન થયું કે ગુરુને હરાવવાથી પાપ લાગે એટલે વિદ્વાનોએ બતાવ્યા પ્રમાણે જહોંસીમાં તૃષાગ્નિનો ઢગલો કરી એમાં બળી મરેલા. પ્રભાકર અને મુરારીના મતની ચર્ચા અહી ઉપયોગી નથી. @8.06min. ઉત્તર મીમાંસાનું પહેલું સુત્ર છે, “अथातो ब्रह्म जिज्ञासा” તો આ બ્રહ્મ એટલે શું? તો બીજું સુત્ર લખ્યું, એનું ટુકું રૂપ છે “तज्जला” એમનું કહેવું છે કે જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, જેમાં સ્થિતિ અને જેમાં પ્રલય થાય એનું નામ છે બ્રહ્મ. યોગવાળાએ ઈશ્વરનું લક્ષણ કહ્યું કે જેને ક્લેશ ન લાગે અને જેને કર્મ વિપાક ન થતો હોય અને પુરુષ વિશેષ હોય એનું નામ ઈશ્વર. યોગ સુત્રવાળાએ એની સ્પષ્ટતા કરી કે આ જે ઈશ્વર છે તે આગળ બધા પૂર્વમાં સિદ્ધ પુરુષો થઇ ગયા એનો પણ ગુરુ છે. બ્રહ્મસુત્ર અને યોગસુત્રમાં કોઈને ભગવાન નથી માન્યા. બે પક્ષમાં શું ફરક છે તે સાંભળો. @14.18min. ભક્તિમાર્ગના આચાર્યો થયા એમનું ઈશ્વર સંબંધે શું કહેવું છે કે ઈશ્વર, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તો કરેજ છે પણ એ સર્વ શક્તિમાન છે. દર્શનોમાં વિચાર કરવાના ત્રણ તત્વો છે તે જગત, જીવ અને પરમેશ્વર. જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે વિચારો કર્યા અને એનાથી એના દર્શનો થયા. ઉત્તર મિમાંસકો ઈશ્વરની સૃષ્ટિ રચના માને છે. સાંખ્યો કહે છે કે ભગવાને નથી કરી પણ પ્રકૃતિએ કરી. મિમાંસકો કહે છે કે પ્રકૃતિ તો જડ છે અને જડ વસ્તુ વ્યવસ્થિત રચના કરી શકે નહિ એટલે પરમેશ્વર નિમિત્ત કારણ થઇ સૃષ્ટિની રચના કરે છે. @19.07min. જીવોની વ્યાખ્યા બહું ગુંચવાડા ભરેલી છે, કેમ તે સાંભળો. ચારવાક દર્શન અનાત્મવાદી છે, એટલે એને પરલોકની કે કર્મકાંડની ચિંતાજ નહિ. બૌદ્ધોનું કહેવું છે કે આત્મા છે પણ એ વિજ્ઞાનરૂપ છે અને એની ધારા ચાલી આવે છે. એનું કહેવું છે કે જેટલું ક્ષણિક છે એટલુંજ સત્ય છે. બીજું જેમાં ક્રિયા-કારિકા ન હોય તે વસ્તુજ નથી. બૌદ્ધો કર્મવાદ અને પુનર્જન્મમાં માને છે. એમની નિર્વાણની વ્યાખ્યા સાંભળો. @25.32min. જૈનો શું કહે છે કે જેટલું શરીર છે એટલો આત્મા છે, શરીર પરિણામી છે. કીડી અને હાથીનો આત્મા વિષે. એમને પૂછવામાં આવ્યું કે એ સાવયવી છે કે નિરવયવી છે? અવયવ હોય તો સંકોચ-વિકાસ થાય અને ન હોય તો ન થાય. વધુ આગળ સાંભળો. નૈયાયિક, વૈશેષિક સાંખ્ય યોગનું કહેવું છે કે આત્મા વ્યાપક છે, પરમેશ્વર તો વ્યાપક છેજ અને આત્મા અનંત છે તો એ બધા એક સાથે વ્યાપક રહેશે કેવી રીતે? એનું કહેવું છે કે @31.20min. એક સાથે અનેક વસ્તુઓ વ્યાપક થઇ શકે છે કેવી રીતે તે રેડીઓ-TV સ્ટેશનના ઉદાહરણથી સાંભળો. બ્રહ્માકુમારી વાળા કહે છે કે ઈશ્વર વ્યાપક નથી પરંતુ એ તો ધામમાં બેઠો છે. મુસલમાનો પણ એવું મને છે. આમ જુદા જુદા લોકોએ જુદી જુદી ભાવના, કલ્પના કરેલી છે. ઉત્તરવર્તી કાળમાં આપણાં અહી સાકારવાદ આવ્યો કે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં રહે છે, કૃષ્ણ ભગવાન ગો-લોકમાં રહે છે વિગેરે. આપણાં પ્રાચીન બ્રહ્મસુત્રમાં ઈશ્વર માત્ર નિરાકાર છે. અહી દરેકે પોત-પોતાનું ધામ બનાવ્યું. સ્વામિનારાયણે અક્ષર ધામ બનાવ્યું એ વિષે સાંભળો. કલ્પના એવી કરી કે અક્ષરધામ આવતાં-આવતાં બધા આપણાંજ ધામો જેવાકે સાકેત, વૈકુંઠ, કૈલાશ, ગો-લોક વિગેરે આવે છે પણ એમણે મુસલમાનોનું કે ક્રિશ્ચિઅનોનુ ધામ આવતા બતાવ્યું નથી. કારણકે એમની સામે હિન્દુઓજ છે અને એમાથીજ કનવર્ટ કરવાના છે. આ દર્શન ન કહેવાય પણ સાંપ્રદાયિકતા કહેવાય. @37.15min. સાંખ્ય, યોગ, નૈયાયિક આ બધાનું કહેવું છે કે આત્મા તો વ્યાપક છે, પણ ઘણાં છે તો બહું મોટો ઘોટાળો થશે તે કેવી રીતે તે સાંભળો. સુખ-દુઃખની અનુભૂતિ મન દ્વારા થતી હોય છે, એટલે જેનું મન જેની સાથે હોય તેનેજ સુખ-દુઃખની અનુભૂતિ થાય છે. ઉત્તરવર્તી કાળમાં જે વૈષ્ણવાચાર્યો થયા એમણે સુધારો કર્યો કે આત્મા અણું છે, કેવડો છે, અને તે હૃદયમાં રહે છે તે સાંભળો. બ્રહ્મસુત્ર પર જુદા જુદા આચાર્યોએ ભાષ્યો કર્યા, એમાંથી બીજા નવા નવા સિદ્ધાંતો નીકળ્યા તે શંકરાચાર્યનો અદ્વૈતવાદ, રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ, માધ્વાચાર્યનો દ્વૈતવાદ, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ વિગેરે. આ ચાર વાદોમાં બાકીના બીજા આચાર્યોના વાદનું સમીકરણ થઇ જાય છે. ઈ.સ. 788માં શંકરાચાર્ય થયા અને 820માં દેવ થયા, એમના ગુરુનું નામ છે ગોવિંદપદાચર્ય અને એમના ગુરુનું નામ છે ગૌડપદાચાર્ય. શંકરાચાર્યના બે-ત્રણ જમા પાસા છે તે સાંભળો. શંકરાચાર્યની ભાષા એકદમ પ્રાંજલ(સરળ) છે. અમારે ત્યાં એવી માન્યતા છે કે તથાગતની ભાષા હંમેશાં સરળ હોય. ગાંધીજીની ભાષા એકદમ સરળ છે, પણ અરવિંદની ભાષા કંઈ સમજાયજ નહિ. એનો અર્થ એવો નથી કે ગાંધીજી છીછરા વિચારો કરે છે અને પેલા ઊંડા વિચારો કરે છે. સત્ય બહું સરળ છે, અસત્યજ બહું વાંકુંચુંકુ છે. શંકરાચાર્યે આ બધા ભાષ્યો લખ્યા ત્યારે બીજા કોઈ આચાર્યો ન હતા, શંકરાચાર્યના ભાષ્યોમાં કોઈ જગ્યાએ તોછડાઈ નથી. @45.34min. ઉત્તરવર્તી કાળમાં પંડિતોમાં બહુ તોછડાઈ આવી, તે ઉદાહરણ સાથે સાંભળો. પંડિતોનું, આચાર્યોનું, ઋષિઓનું અને સંતોના સાહિત્યોની શું ખાસિયતો છે તે સાંભળો. જૈનો માને છે કે કૃષ્ણ સાતમી નારકીમાં છે, એ વિષે પંડિતની ભાષા સાંભળો. જૈન ધર્મના દર્શનોમાં રામ, સીતા, રાવણ બધા આવવાના પણ છેવટમાં બધા જૈન દિક્ષા લેવાના પછી એમનો મોક્ષ થશે. જૈનોનું પણ રામાયણ છે. 12મી શતાબ્દીમાં હેમચંદ્રાચાર્યે જૈનોના રામાયણની રચના કરી.
 
 
Side 8B – LONDON – પંડિતોની ભાષા, ભલે સંસ્કૃતમાં લખ્યું હોય પણ એ રાગ-દ્વેષથી પર નથી. આપણે ત્યાં પણ શંકરાચાર્યે લખ્યું છે કે “हस्तिना टाड्यमानोपि न गच्छेज जैन मन्दिरम” તમે એક સાંકડી ગલી માંથી આવતા હો અને સામેથી ગાંડો તૂર હાથી આવતો હોય અને તમને મારી નાંખવાનો હોય અને બચવા માટે ફક્ત જૈન મંદિર હોય તો પણ ત્યાં ન જશો. પણ હિન્દુઓએ એવું નથી કહ્યું કે મહાવીર નરકમાં પડ્યા છે. જૈનો પહેલેથીજ હિન્દુઓને લલચાવવા માટે એટલે કે, શ્રાવક બનાવવા શીરો બનાવતા. હિંદુઓ એટલા બધા મક્કમ નથી એના કારણે જનુની નથી થતા. ક્રિશ્ચિઅનો પણ ગરીબ માણસોને લલચાવે છે, આવુંજ સ્વામીનારાયણવાળા કરે છે કે બધાને રવિવારે મફત જમવાનું. મુસલમાનને જમવા બોલાવો તો જમે ખરો પરંતુ કંઠી પહેરશે નહિ. આશ્રમમાં જમવા આવતી એક મુસ્લિમ સ્ત્રીનું ઉદાહરણ સાંભળો. પંડિતોની ભાષા રાગ-દ્વેષથી ભરેલી છે, આચાર્યોની ભાષામાં થોડું ગૌરવ છે અને ઋષિની ભાષામાં આવું કંઈ જોવા નહિ મળે. @5.05min. ગાંધીજીની ભાષામાં એમણે અંગ્રેજો માટે એક પણ હલકો શબ્દ વાપર્યો નથી. ઋષિઓની સંતુલિત ભાષા છે અને સંતોની ભાષા એકદમ ઊંચી કક્ષાની છે, એટલે સંસ્કૃતમાં લખેલું બધુંજ શાસ્ત્ર છે એવું માનવું નહિ. આચાર્યનો સમય ચાલુ થયો એ પહેલા પૌરાણિક-પુરોહિતનો પીરીયડ હતો, ત્યારે આપણે ત્યાં વૈકુંઠ અને કૈલાસ ધામો હતા. સ્વર્ગ પુનરાગમન વાળું છે. દયાનંદ સરસ્વતીનું કહેવું છે કે મોક્ષ કાલીક છે. એમનું કહેવું છે કે જે લોકો મોક્ષનો પીરીયડ પૂરો કરી ફરી જનમ લેવા આવે એ જન્મજાત સિદ્ધો હોય. સ્વામીનારાયણવાળા એને મુક્ત પુરુષો કહે છે. પહેલાં શિવને માનનારા કૈલાસમાં અને વિષ્ણુને માનનારા વૈકુંઠમાં જાય એવું હતું. આ જે અવતારવાદ છે એ પાછળથી આવ્યો. @8.05min. આ આખા બ્રહ્મસુત્રમાં કોઈ જગ્યાએ અવતારની વાત નહિ આવે. ગીતાએ જ્યારથી ” यदा यदा हि धर्मस्य” લખ્યું ત્યારથી અવતારવાદનું બીજ શરુ થયું. આ બુદ્ધની સામે ટક્કર લેવા માટે કર્યું તે સમજો. શિવનું કૈલાસ, વિષ્ણુનું વૈકુંઠ, રામનું સાકેત અને કૃષ્ણનું ગો-લોક થયું. ગો-લોકમાં પુરુષ એક કૃષ્ણજ છે, એટલે તમારે પણ ગોપીભાવમાંજ જવાનું, એટલે વૈષ્ણવાચાર્યો, વલ્લભાચાર્ય વિગેરે નીચે સુધી ચોટલો રાખે, અંબોડો રાખે, માથે ઓઢે અને ગોપી ભાવમાં રહે છે. @12.25min. મુક્તિના ચાર ભેદ – સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય અને સાયુધ. સાલોક્ય એટલે એમના ધામમાં રહેવાનું મળવું, સાયુજ્ય એટલે નજીકમાં રહેવાનું મળવું, સામિપ્ય એટલે અત્યંત સમીપમાં રહેવાનું મળવું અને સાયુધ એટલે તમે ભગવાનના આયુધ થઇ જવું. હવે આમાં એકબીજા વચ્ચે ઈર્ષ્યા થાય કે નહિ? મુશ્કેલી શું છે કે આ પ્રકારની લોકોએ જુદી જુદી કલ્પનાઓ કરી અને આને વાસ્તવિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. ખરેખર તો અહી વાસ્તવિકતાની ઉપેક્ષા થઇ અને કલ્પના હતી તે વાસ્તવિકતા થઇ ગઈ. એટલે ગાલિબને લખવું પડ્યું કે “दिलको बह्लानेको ग़ालिब, जन्नतका खयाल अच्छा है.” @16.12min. બ્રહ્મસુત્રની અંદર સૃષ્ટિની રચના, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય એ બતાવ્યું છે. શંકરાચાર્ય અને વલ્લભાચાર્યની ભાષા મીઠી અને સુંદર છે. વલ્લભાચાર્યે કૃષ્ણ સિવાય કોઈનું અષ્ટક લખ્યું નથી, જયારે શંકરાચાર્યે કૃષ્ણનું, વિષ્ણુનું, શિવનું, ગંગાનું, યમુનાનું, નર્મદાનું, માતાનું બધાનું લખ્યું. શંકરાચાર્યનો કોઈ સંપ્રદાય નથી. વલ્લભાચાર્યે એના સિદ્ધાંતનું નામ શુદ્ધાદ્વૈત કેમ રાખ્યું અને શંકરાચાર્યે અદ્વૈત-કેવલાદ્વૈત કેમ રાખ્યું વિગેરે વિસ્તારથી અહીંથી સાંભળી લેવું. @28.30min. વેદ, વાણી અને પુરાણો. @34.00min. ઉપનિષદના માર્ગનું સ્વામી વિવેકાનંદનું પક્ષીના ઉદાહરણથી સમજણ. @39.55min. रघुपति राघव राजाराम, ॐ जय
जगदीश हरे.
 
 
>CHAATRA-PATI SHIVAAJEE –

1 ટીકા

Filed under Uncategorized

One response to “આ.સ્વામી સચ્ચિદાનંદજી સાહીત્ય/સૌજન્ય શ્રી બી જે મીસ્ત્રી

  1. મહાલાંબો લેખ …. અવાચ્ય બની જાય તેવો.
    નેટ પરના નોર્મ … ૮૦૦ શબ્દો.
    ————–
    આ જણની જાગૃતિની શરૂઆત કરાવનાર સાચા સંત.
    તમારા સૂચન પ્રમાણે ૫ ભાગ કર્યા છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.