ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા/પરેશ વ્યાસ

ચેરી-પિકિંગ: જો અચ્છા હૈ, વો સચ્ચા હૈ.../ પરેશ પ્ર વ્યાસ
ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા

આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે હવા, પાણી અને ખોરાકની ચિંતા કરવાનો રિવાજ છે. દર વર્ષે ઉજવણી માટે વિષય આપવામાં આવે છે. 2011માં વિષય હતો ‘ફોરેસ્ટ- કુદરત આપની સેવામાં’. 2012માં વિષય હતો ‘ગ્રીન ઇકોનોમી- શું આપ એમાં શામેલ છો?’. 2013માં વિષય છે, ‘વિચારો- ખાઓ-બચાવો-રીડ્યુસ યોર ફૂડપ્રિન્ટ’ શું છે આ ફૂડપ્રિન્ટ(FOODPRINT)?

મૂળ શબ્દ છે ફૂટપ્રિન્ટ. ફૂટ એટલે પગ. પ્રિન્ટ એટલે છાપ. પદચિહ્ન, પગલાંની છાપ. અથવા પગલાં. માટીમાં પગલાંની છાપ પરથી પગેરું મળી શકે. જાસૂસી શાસ્ત્ર એટલું વિકસ્યું છે કે ફૂટપ્રિન્ટ પરથી ગુનેગારની ઊંચાઇ અને વજન પણ ખબર પડે. પગલાંનો પાડનાર પુરુષ છે કે સ્ત્રી એ ય ખબર પડે. ધરતીનાં સ્તરમાંથી મળી આવેલા ડાયનાસોરનાં અશ્મિલમાંથી વર્ષો પહેલાંની માહિતી પણ મળી શકે. ફૂડપ્રિન્ટ શબ્દ ફૂડ અને ફૂટપ્રિન્ટનું સંમિશ્રણ છે. ફૂડપ્રિન્ટ એટલે અન્નની પર્યાવરણ પરની છાપ અથવા અસર. ખોરાકની વળી પર્યાવરણ અસર શું હોઇ શકે? લૌરી ડેવિડનું એક પુસ્તક છે. ‘ધ ફેમિલી ડિનર’. જેનાં અન્ન ભેગા, એનાં મન ભેગા. આ પુસ્તકમાં માત્ર વિવિધ વાનગીની રેસિપી જ નથી. શું ખાવું, કઇ રીતે ખાવું, એની રીત પણ સમજાવી છે. લૌરી કહે છે હાથે બનાવેલું ખાવું. પ્રોસેસડ઼્ ફૂડ ક્યાં બને, કેવું હોય, કોને ખબર? એ બનાવવામાં, પેકિંગમાં, તેની હેરફેરમાં અને પછી પાછા એને ગરમ કરવામાં કેટલું બળતણ વપરાય? આ બધું પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. યુએસ નેશનલ ઓબ્સર્વેટરી, હવાઇનાં નિષ્ણાંતો તાજેતરમાં જ તારણ પર આવ્યા છે કે પૃથ્વી પર પહેલી વાર હવામાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 400 પીપીએમને વટાવી ગયું છે. ઘણાં કારણો છે. એ પૈકી એક છે આપણી ખોરાક શૈલી; આપણી ફૂડપ્રિન્ટ જે પૃથ્વીનું પર્યાવરણ બગાડે છે. યોગ્ય ખોરાક યોગ્ય રીતે ન ખાઇએ તો આપણે સ્થૂળકાય થઇએ, મધુમેહથી પીડાઇએ કે આપણું રક્તદબાણ વધતું જાય તે નફામાં. ફૂડપ્રિન્ટ એટલે આપણું અન્ન પર્યાવરણ પર શી છાપ છોડે છે, તેની છબી.

2009માં ન્યૂયોર્ક શહેરમાં અન્ન અને પર્યાવરણ શિખરમંત્રણા થઇ. ન્યૂયોર્ક શહેરની ફૂડપ્રિન્ટ પર્યાવરણલક્ષી રહે તે માટે ન્યૂયોર્કનાં વહિવટીતંત્રે નક્કી કર્યું કે અન્નવિતરણ વ્યવસ્થામાં સ્થાનિક કૃષિપેદાશને ઉત્તેજન આપવું. શહેરી કૃષિ એવો શબ્દ જ અસ્થાને લાગે. શહેરમાં તે વળી ખેતીવાડી થતી હશે? પણ હવે તો ફ્લેટની બાલ્કનીમાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. કેટલો બધો હેરફેર ખર્ચ ઘટી જાય? અને રાંધ્યા પહેલાનો અને પછીનો વધેલો કચરો જેવો કે શાકભાજીનાં છોડા કે એંઠવાડનું ઘરઆંગણે જ જૈવિક ખાતરમાં રૂપાંતર કરવું. આપણાં નગરોનાં પર્યાવરણ પર આપણે સૌમ્ય ફૂડપ્રિન્ટ છોડવા માંગતા હોઇએ તો આપણે પણ આવા પ્રયોગ કરવા રહ્યા. સાકરટેટી સ્થાનિક પેદાશ છે. અનનાસ છેક કેરળથી આવે છે. સ્થાનિક ફળ ખાવા. હેરફેરમાં એટલું ડીઝલ ઓછું બળે. પર્યાવરણમાં એટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો જાય. એંઠવાડને આંગણાની જમીન કે કૂંડાની માટીમાં નાંખી શકાય. અને નાનકડું કીચન ગાર્ડન હોય તો તાજું તાજું શાક જાતે જ ઊગાડી શકાય. મઝાની વાત તો એ છે કે કાર્બન ફૂડપ્રિન્ટ ઘટાડવાનો દરેક નુસખો આપણી તબિયત માટે પણ એટલો જ ઉપયોગી છે. જીવનશૈલીનાં રોગને દૂર રાખવામાં મદદગાર સાબિત થાય છે.

ખોરાકનો બગાડ ક્યાં થાય? ખેતરમાં લણણી ટાણે અનાજનો કેટલોક ભાગ ત્યાં જ પડ્યો રહી જાય, હેરફેરમાં બગડે, માર્કેટમાં સડે, રેસ્ટોરંટ્સમાં ખાધા વિનાનો પડ્યો રહે અને અલબત્ત ફ્રિજમાં એટલો સમય રાખી મુકો કે આખરે ફેંકી દેવો પડે. મારી ખરીદશક્તિ હોય એટલે મને બગાડવાનો અધિકાર મળી જતો નથી. દર વર્ષે વિશ્વમાં 32 કરોડ ટન ફૂડનો બગાડ થાય છે. ગરીબ દેશોમાં પણ બગાડ થાય છે કારણ કે એમની પાસે અન્નની સાચવણી માટે ટેકનોલોજી નથી. અત્યારે એફડીઆઇ-એન-રીટેલની તરફેણમાં આ સૌથી મોટી દલીલ છે કે આપણે આપણું અન્ન સાચવવા સક્ષમ નથી; માટે વિદેશી કંપનીઓ આવશે, ટેકનોલોજી લાવશે અને અન્ન બગડતું અટકશે.

આપણે શું કરી શકીએ? અઠવાડિયામાં એક વાર ફ્રીજમાં રાખેલી આઇટેમની યાદી બનાવવી.. તો ખબર પડે કે શું છે અને શું ખૂટે છે? ઘણાં વખતથી રાખેલી આઇટેમ્સ ફ્રીજમાં આગળ રાખો અને એને પહેલાં વાપરો. આને અંગ્રેજીમાં FIFO નિયમ કહે છે; ફર્સ્ટ-ઇન-ફર્સ્ટ-આઉટ. પહેલું અંદર જાય એ પહેલું બહાર આવે. ફ્રીજને વધારે પડતું ભરશો નહીં. ઓછું ઓછું લાવો. ભલે અત્યારે મોંઘુ લાગે, પણ સરવાળે સસ્તું પડશે. યાદી હશે તો મને ખ્યાલ હશે કે મારા ઘરમાં તો આટલું ખાવાનું પડ્યું છે, મારે રેસ્ટોરંટમાં શા માટે જવું? આ જ રીતે રસોડામાં બનતી વાનગીનું મેનુ પણ પ્લાન કરો. આજે સરગવાની શિંગ પડી છે તો સૂપ થઇ શકે. ટામેટાં હોય તો સેવટામેટાંનું શાક થઇ શકે. પણ દૂધી પણ હોય તો દૂધીનું શાક થાય અને ટામેટાંનું સલાડ થાય. ઘણાં સમયથી રાખેલી આઇટેમને મેનુની મુખ્ય વાનગી બનાવો. સમય બચે, પૈસા બચે અને વિવિધ વાનગી આરોગવા મળે. શોપિંગ કરવામાં કાળજી રાખો. જાહેરાતોથી ભરમાવું નહીં. મોલમાં જાઓ તો બિનજરૂરી કેટલી ય ખાદ્યપદાર્થોની ખરીદી થઇ જાય. ખાદ્યપદાર્થો સસ્તા મળે એટલે જથ્થાબંધ લેવાની મનોવૃત્તિ ટાળો. ખાતા વધેલો ખોરાક ફ્રીજમાં રખાય. એમાંથી નવી વાનગીઓ પણ બની શકે. વધેલા ભાતનાં ભજીયા થાય અને વધેલી ભાખરીને દહીં, લસણ અને શિંગદાણાથી વઘારો તો નાસ્તામાં જમાવટ થઇ જાય. અથવા વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ભૂખ્યાને દાન કરી શકાય.

ફૂટપ્રિન્ટ વિષે કેરિલીન કાર્ટીની એક સુંદર અંગ્રેજી કવિતા છે. જીવન પથ પર ભગવાન આપણી સાથે છે. આપણાં પગલાં છે તો બાજુમાં અદ્રશ્ય ભગવાનનાં પગલાં પણ છે. પણ આપણે જોઇએ છીએ કે તકલીફનો સમય હોય ત્યારે ત્યારે એક જ વ્યક્તિનાં પગલાં રહી જાય છે. શું ભગવાન આપણો સાથે છોડી દે છે? ના રે ના. આપણે ચાલવા સક્ષમ ન હોઇએ ત્યારે આપણા કપરા કાળમાં ભગવાન આપણને તેડી લે છે. એટલે ફૂટપ્રિન્ટનો એક સેટ જ રહી જાય છે. આ ભગવાનની ફૂટપ્રિન્ટ છે. ફૂડપ્રિન્ટનું પણ એમ જ છે. આપણે વિચારીને ખાવાનું છે અને ખાધા પછી બચાવવાનું છે. અન્નનો બગાડ ન કરીને ફૂડપ્રિન્ટ ઘટાડવાની છે. અન્નદાતાની ફૂડપ્રિન્ટ તો આપણી સાથે છે જ.

શબદ આરતી:

કવિ શ્રી મુકેશ જોશીની ગઝલનો એક ઉમદા શે’ર છે કે- સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે; સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. અમારું નમ્ર સુચન છે કે આલીશાન હોટલનાં સ્ટાર રેટીંગ આપતી વેળાએ હોટલની ‘ફૂડપ્રિન્ટ’ પણ વિચારણામાં લેવાવી જોઇએ.

mail.google.com
Paresh Vyas Viburnum-carlesii-autumn-black-shiny-fruit-and-foliage-color-ⓒ-Michaela-at-TGE

\

5 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

5 responses to “ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા/પરેશ વ્યાસ

 1. The Footprints Prayer

  One night I had a dream…

  I dreamed I was walking along the beach with the Lord, and
  Across the sky flashed scenes from my life.
  For each scene I noticed two sets of footprints in the sand;
  One belonged to me, and the other to the Lord.
  When the last scene of my life flashed before us,
  I looked back at the footprints in the sand.
  I noticed that many times along the path of my life,
  There was only one set of footprints.

  I also noticed that it happened at the very lowest
  and saddest times in my life
  This really bothered me, and I questioned the Lord about it.
  “Lord, you said that once I decided to follow you,
  You would walk with me all the way;
  But I have noticed that during the
  most troublesome times in my life,
  There is only one set of footprints.
  I don’t understand why in times when I
  needed you the most, you should leave me.

  The Lord replied, “My precious, precious
  child. I love you, and I would never,
  never leave you during your times of
  trial and suffering.
  When you saw only one set of footprints,
  It was then that I carried you.

  • pragnaju

   આભાર
   આપે પ્રતિભાવમા લખેલ ઘણું જ સુંદર મૂળ કાવ્ય માણ્યું
   એના દરેક ભાષામા ભાષાંતર થયા છે. આપણે ગુજરાતીમા માણીએ
   એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.
   તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”
   હું કાયમ દરિયાકિનારે ફરવા જાઉં અને જોઉં તો મારા પગલાની સાથે એક જોડ પગલા હોય જ.
   મને તરત યાદ આવી જાય કે પગલા તો ભગવાનના છે કારણકે તે હંમેશા મારી સાથે જ રહે છે.પરંતુ જ્યારે જોઉં કે તે મારી સાથે હોય છે તે સમય મારા જીવનનો સુખમય સમય હોય છે.
   જ્યારે હું તકલીફમાં હોઉં અથવા દુઃખથી ઘેરાયેલો હોઉં ત્યારે માત્ર હું એક જ જોડ પગલા જોઈ શકું છું.આ તે કેવી રીત? મેં ભગવાનને પૂછ્યું: “તમે કહેતા હતાને કે તમે હંમેશા મારી સાથે જ રહો છો. તો પછી મારા ખરાબ સમયમાં હું કેમ તમારા પગલા નથી જોતો? તે સમયે તમે મારાથી કેમ દૂર જતા રહો છો?”
   ભગવાન મધુર સ્મિત કરતા બોલ્યા;”વહાલા બાળક, જે સમયે તું એક જ જોડ પગલાં જુએ છે, તે મારા પગલા હોય છે. કેમકે તે સમયે મેં તને ઉચકી લીધો હોય છે.”

   મારી આંખો ભીંજાઈ ગઈ,હું ગળગળો થઈ ગયો.મારું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું.

 2. ફુડ પ્રિન્ટ વિશે સરસ જાણવા મળ્યું. આભાર પરેશ ભાઈનો.
  સ્પેસ શટલમાં બધું રિસાયકલ થાય છે. નો વેસ્ટ .

 3. pragnaju

  Re: [niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*] “ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા/પરેશ વ્યાસ”
  Thursday, June 6, 2013 12:34 AM
  From:
  “himatlal joshi”
  To
  “pragna vyas”
  मैंने एक भजन बनाया है वो आपकी खिदमत में पेश करता हु
  जबसे खुदा को अपने दिलमे बसा रख्खा है तबसे हर शख्स को मै अपना बना रख्खा है …..जबसे
  हम तअसुब नहीं रखते यारो त असुब वाले हमने दूर बिठा रख्खा है ………..जबसे
  रब जो हमारे साथ है तो क्या डर हासिद मर्दुमने अपने दिलमे कीना रख्खा है ….जबसे
  साजिद है “अताई “दोस्तोका बुरे दोस्तोने खुद त अल्लुक छोड़ रख्खा है ……..जबसे

 4. આપણે વિચારીને ખાવાનું છે અને ખાધા પછી બચાવવાનું છે. અન્નનો બગાડ ન કરીને ફૂડપ્રિન્ટ ઘટાડવાની છે. અન્નદાતાની ફૂડપ્રિન્ટ તો આપણી સાથે છે જ.
  શ્રી પરેશભાઈનો મનનીય લેખ. ..સૌને વિચારતા કરી દે તેવો. ..જાગવું જ પડશે …પહેલું સુખ તે જાતે નર્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.