Daily Archives: જૂન 10, 2013

ચિ.સૌ.યામિની ને ૫૪ મા વર્ષ પ્રવેશે શુભેચ્છાઓ અને અંતરના આશીષ

આજે સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી વરસાદનાં એક-એક ફોરાં એક એક યાદ જ ટપકાવતા જાય છે !

૫૩ વર્ષ પહેલા… અમારા જંગલ વિસ્તારમા અમ વનવાસીઓને હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણના હવામાનનો વર્તારો દિવસે લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને રાત્રે જાદુઇ ટોર્ચ રાખનાર આગિયા આપતા.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો.આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું હતું.

૧૯૬૦ના જુનની દસમી ઉનાઇથી નવસારીની સુહાની સફર ડૉ.બામજી પાસે ચેક કરાવીને સાંજે પરત થવાનું હતુ ત્યાં ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે પુરેપુરું ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં
ત્યાં ગગને મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર .યાદ આવ્યુ विद्युच्चलं किं धनयौवनायु: અને મનમા ગુંજ્યું.વિજળીને ચમકારે મોતી પરોવતાં સંતોના અંતરમાં થયેલી દિવ્યતાની અનુભુતિ અને અનુભવો !…અને ચેક કરી મજેનું બેબી કહી ડો બામજી અભિનંદન આપતા ગયા.

scan0002_small
…………………………………………………………………..
તારા ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર શાહ પારિતોષિક આપાયું .
આની ઇ-બુક મા.સુરેશભાઇએ તૈયાર કરી પ્રતિભા પરીચય પર મૂકી
તેમાની અમને ગમતી ગઝલ
દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે.

રસ્તો હોય, આપણી સફર હોય, ઘેલછા હોય કે મહત્ત્વાકાંક્ષા – કશાયનો ક્યાંય અંત નથી. તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે ! બધા શેર સારા છે પણ મને સૌથી વધુ ગમી ગયો આખરી શેર… વાત કયી ધરતીની છે ? આખા ઉનાળાભેર ધખેલી ધરતીનો તલસાટ વરસાદના બે-ચાર ફોરાં વરસતાં જ ગાયબ થઈ જાય છે… કોઈ સ્નેહપિપાસુ હૈયાની આ વાત નથી ?
અનેક પારિતોષક વિજેતા મીલીના ઘર તરફ…’ પુસ્તકનું લોકાર્પણ થયું.નાટકનો જન્મ એટલે શબ્દની કલા સાથે અભિનયની પણ કલા. અભિનય રંગમંચ પર થાય છે.રંગમંચ પર … -‘મીલીના ઘર તરફ…’ નાટકમા શુભાંગીના ચરિત્રમાં શ્રેષ્ઠ અભિનય માટે પારિતોષક મળ્યું છે.તેની સ્કીપ્ટ આ સાથે છે.

Mili Na Script

અનેક પારિતોષક વિજેતા લઘુ નાટકો લખાયા અને ભજવાયા તેમા ગઇ ૩૦ મી એપ્રીલે સ્ત્રી ભ્રુણ હત્યા સામે લાલ બત્તી ધરતું નાટક “જરા થોભો ” નો ૨૦૦ મો પ્રયોગ ભજવાયો

રાષ્ટ્રીય કળા કેન્દ્ર નિર્મિત યામિની વ્યાસ લિખિત મેહુલ શર્મા દિગ્દર્શિત,દિલીપ ઘાસવાલા,યામિની વ્યાસ,

સિદ્ધિ ઉપાધ્યાય અભિનીત નાટક “જરા થોભો” નો ૨૦૦ મો પ્રયોગ પાલનપુર જૈન મહિલા મંડળ ના ઉપક્રમે

શાલીભદ્ર કોમ્પ્લેક્ષ સાંજે ૪ વાગે ભજવાયો નો ૨૦૦મો પ્રયોગ ભજવાયો.
ગયા વર્ષે પાંપણના પડછાયે ગીતના પુસ્તકનૂ વિમોચન થયું.
VAHALNA VARASDAR
20110203_001Yamini (1)

tn
અર્પણ
અને પાંપણને પડછાયે

27 ટિપ્પણીઓ

Filed under યામિની વ્યાસ, વાર્તા, Uncategorized