Daily Archives: જૂન 12, 2013

ચા ઇ લ્ડ સ ર્વિ ટ્યુ ડ: / પરેશ વ્યાસ

ચાઇલ્ડ સર્વિટ્યુડ:
500x_carinperillouxsunset

આજે વિશ્વ બાળ મજૂર વિરોધ દિન છે. યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) સંસ્થા દર વર્ષની 12 જુનનાં દિવસે જનજાગૃતિ માટે ઉજવે છે. આપણને આવા વિશ્વ દિવસો કોઠે પડી ગયા છે. ક્યારેક વિશ્વ તમ્બાકુ વિરોધ દિન તો ક્યારેક વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન ઉજવાય છે. ક્યારેક વિશ્વ કાચબા દિવસ છે તો ક્યારેક વિશ્વ હડકવા દિવસ. વિશ્વ ડાયાબિટિસ દિન છે. વિશ્વ એઇડ્સ દિન છે. વિશ્વ અન્ન દિવસ છે, વિશ્વ શાકાહાર દિવસ છે. ના, વિશ્વ માંસાહાર દિવસ નથી. ગાંધીબાપુનો જન્મ દિવસ વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવાય છે. આ બધા દિવસોએ વિશ્વને કોઇ એક ચોક્કસ વિષય વસ્તુ સંબંધે સુધારવા માટે હિદાયત અપાય છે. બાકીનાં દિવસો આપણે એ શિખામણ સ્વાનુકૂળ રીતે ભૂલી જઇએ છીએ. શેઠની શિખામણ બૌ બૌ તો ઝાંપા સુધી. તંઇ શું? પણ આજે ઝાંપાની અંદરની, આપણા ઘરની અંદર થતી બાળ મજૂરીની વાત કરવાની છે.

બાળ મજૂર વિરોધ દિન 2002થી ઉજવાય છે. દર વર્ષે બાળ મજૂરી અંગેની એક ચોક્ક્સ થીમ ઉપર વિચાર થાય છે. 2011માં જોખમી કામમાં જોતરાયેલા બાલ મજૂરો સામે ચેતવણી હતી. ગયા વર્ષે માનવ અધિકાર અને સામાજિક ન્યાયની દુહાઇ આપીને બાળ મજૂરી રોકવા ઇજન કરાયુ’તું. આ વર્ષે થીમ છે: નો ટૂ ચાઇલ્ડ લેબર ઇન ડૉમેસ્ટિક વર્ક. ઘરેલૂ કામમાં બાળ મજૂર ન હોવો જોઇએ. આપણે કારખાનામાં, દુકાનોમાં બાળમજૂરી બંધ કરવાનો દાવો કરીએ છીએ. પણ આપણા ઘરમાં કોઇ બાળ મજૂર છે? ખાસ કરીને નાની છોકરીઓ. વાસણ કરે, કપડા ધુએ. નાના છોકરાઓ કાર સાફ કરે, બગીચાકામ કરે. આપણે મન એમ કે જાણે કોઇને કામ દીધું. પણ બાળક પાસે આપણે એનુ બાળપણ છીનવી લઇએ છીએ. આ ઘરની અંદરની ચાઇલ્ડ સર્વિટ્યુડ(CHILD SERVITUDE) સામે જનજાગૃતિ જગાડવાની આ વર્ષ 2013ની આઇએલઓની પહેલ છે.

સર્વિટ્યુડ મૂળ લેટિન શબ્દ ‘સર્વિટ્યુડો’ પરથી ફ્રેંચ ભાષામાં થઇને મધ્યકાલિન અંગ્રેજી ભાષામાં આવ્યો છે. લેટિન શબ્દ ‘સર્વસ’ એટલે ગુલામ, નોકર. સવિટ્યુડો એટલે ગુલામગીરી. ચાઇલ્ડ સર્વિટ્યુડ એટલે બાળકો પાસે ગુલામની જેમ વૈતરું કરાવવું તે. પણ અંગ્રેજી ભાષાનો ‘સર્વિટ્યુડ’ શબ્દ પ્રમાણમાં હળવો છે. અંગ્રેજી ભાષામાં સર્વિટ્યુડનાં સમાનાર્થી શબ્દો ઘણાં છે. સ્લેવરી અને બોન્ડેજ શબ્દો ચઢતા ક્રમની ગુલામગીરી દર્શાવે છે. આ માહિતી વિસ્ફોટ યુગનો એ ફાયદો જરૂર છે કે હવે સ્લેવરી એટલે નકરી ગુલામગીરીની વાત કોઇ કરી શકતું નથી. બોન્ડેજ તો બંધવા મજદૂરની વાત છે જે સાંપ્રત સમાજમાં ખાસ નથી. હા, આજે પણ ઉચ્ચતર લોકોનાં બંગલાઓમાં ઘરકામ કરતા પોતાના માબાપને મદદ કરવાનાં ઓથાં હેઠળ બાલ-બાલિકાઓ કચરા-પોતા-ઠામ-વાસણ-કપડાં-લત્તાંની સાફસફાઇધુલાઇ કરતા જોવા મળે છે. આપણે સુધરેલા સારા ઘરનાં લોક એમ માનીએ છીએ કે આમ કરાવીને આપણે એને રોજીરોટી રળવામાં સહભાગી થઇએ છીએ. પણ અમેરિકન બાલ કલ્યાણનાં આજીવન ભેખધારી મહિલા ગ્રેસ એબોટ(1878-1939) લાલ બત્તી ધરે છે. એ કહે છે કે બાળ મજૂરી અને ગરીબી અનિવાર્યત: એકબીજા સાથે જોડાયેલી જ રહે છે. તમે જો ગરીબી નામનાં સામાજિક રોગનો ઇલાજ બાળકોને કામ આપી એની પાસે મજૂરી કરાવીને કરાવ્યા કરશો તો અંતે ગરીબી ય રહેશે અને બાળ મજૂરી ય રહેશે. માટે હે અજાણ પામર જીવો, આ વર્ષે ઘરકામમાં બાળકને રાખશો નહીં. એમ કરીને આપણે એનું બાળપણ છીનવી રહ્યા છીએ, એને ગરીબાઇમાં સડવાનો અભિશાપ દઇ રહ્યા છીએ.

બાળમજૂરની ઉંમર કેવડી હોય? ગયા મહિને CRY(ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ) નામની બિનસરકારી સંસ્થાએ દિલ્હીનાં સુધરેલા લોકોનો સર્વે કર્યો. ઘણાં લોકોએ કહ્યું કે દસ વર્ષનો છોકરો કે છોકરી કાંઇ બાળમજૂર થોડા કહેવાય? ઘણાંએ એવું કહ્યું કે ભણવાની સાથે કામ કરે તો ખાસ વાંધા જેવું શું છે? આ આપણી બાળમજૂરી પ્રત્યેની સમજણ શક્તિ છે. પણ આજથી સો વર્ષ પહેલાંની સરખામણીમાં આપણે ઘણી સમજ શક્તિ કેળવી છે. બસો વર્ષ પહેલાં વિખ્યાત લેખક ચાર્લ્સ ડિકન્સ પણ બાર વર્ષની વયે ફેક્ટરીમાં કામ કરવા જતા. દસ વર્ષ પહેલાં સિવાકાશીનાં ફટાકડાં ઉદ્યોગમાં બાળ મજૂરોની સર્વિટ્યુડ ખુલ્લેઆમ ચાલતી હતી. પણ સર્વોચ્ચ અદાલતનો કોરડો વીંઝાતા હવે સરકાર જાગી છે. મિડિયાનો જાપ્તો પણ છે. પણ હજી ત્રણ અઠવાડિયા પહેલાં દૂર્ગા કલર માચિસ ફેકટરી અને થમારૈકન્નન ફાયરવર્ક્સમાંથી 14 વર્ષની વય નીચેનાં સાત બાળ મજૂરોને સરકારી તંત્રે બચાવ્યાનાં સમાચાર આવ્યા છે. બાળકોને પગાર અડધો દેવો પડે. વળી બાળકોનાં હાથ નાના હોય છે એટલે ફટાકડાંમાં દારૂ ચપળતાથી ભરી શકે છે. નાના મારા હાથ, તે દારૂ ભરતા સાફ, એ તો કેવી અજબ જેવી વાત છે….આપણે કારખાનામાં, દુકાનોમાં બાળમજૂરી બંધ કરવાનો દાવો કરીએ છીએ. પણ આપણા ઘરમાં કોઇ બાળ મજૂર છે? ખાસ કરીને નાની છોકરીઓ. વાસણ કરે, કપડા ધુએ. નાના છોકરાઓ કાર સાફ કરે, બગીચાકામ કરે. આપણે મન એમ કે જાણે કોઇને કામ દીધું. પણ બાળક પાસે આપણે એમ કરાવીને એનું બાળપણ છીનવી લઇએ છીએ. એનો માનસિક અને શારીરિક વિકાસ રુંધીએ છીએ. આ ઘરની અંદરની ચાઇલ્ડ સર્વિટ્યુડ(CHILD SERVITUDE) સામે જનજાગૃતિ જગાડવાની આઇએલઓની આ વર્ષ 2013ની પહેલ છે.
સર્વિટ્યુડ મૂળ લેટિન શબ્દ ‘સર્વિટ્યુડો’ પરથી ફ્રેંચ ભાષામાં થઇને મધ્યકાલિન અંગ્રેજી ભાષામાં આવ્યો છે. લેટિન શબ્દ ‘સર્વસ’ એટલે ગુલામ, નોકર. સવિટ્યુડો એટલે ગુલામગીરી. ચાઇલ્ડ સર્વિટ્યુડ એટલે બાળક પાસે ગુલામની જેમ વૈતરું કરાવવું તે. પણ અંગ્રેજી ભાષાનો ‘સર્વિટ્યુડ’ શબ્દ પ્રમાણમાં હળવો છે. અંગ્રેજી ભાષામાં સર્વિટ્યુડનાં સમાનાર્થી શબ્દો ઘણાં છે. સ્લેવરી અને બોન્ડેજ શબ્દો ચઢતા ક્રમની ગુલામગીરી દર્શાવે છે. આ માહિતી વિસ્ફોટ યુગનો એ ફાયદો જરૂર છે કે હવે સ્લેવરી એટલે નકરી ગુલામગીરીની વાત કોઇ કરી શકતું નથી. બોન્ડેજ તો બંધવા મજદૂરની વાત છે જે સાંપ્રત સમાજમાં હવે નહીંવત છે. પરંતુ આજે પણ ઉચ્ચતર લોકોનાં બંગલાઓમાં ઘરકામ કરતા પોતાના માબાપને મદદ કરવાનાં ઓથાં હેઠળ બાલ-બાલિકાઓ કચરા-પોતા-ઠામ-વાસણ-કપડાં-લત્તાંની સાફસફાઇધુલાઇ કરતા જોવા મળે છે. આ ચાઇલ્ડ સર્વિટ્યુડ છે. ભારત દેશમાં વર્ષ 2006થી બાળકોને ઘરકામ કે હોટલ ઢાબામાં કામ પર રાખવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છંતા એનો અમલ ગંભીરતાથી થતો નથી. બાળ મજૂર પકડાયાનાં સમાચાર છપાતા રહે છે. વિશાખાપટ્ટનમનાં દારૂનાં બારમાં 14 વર્ષથી નાની વયનાં છોકરાઓ બારબાળ તરીકે કામ કરે છે. ઝારખંડમાં લેબર ડિપાર્ટમેન્ટ દરોડા પાડીને 23 બાળ મજૂરોને બચાવે છે. હૈદરાબાદમાં કેમિકલ ફેકટરીનાં માલિકનાં ઘરમાંથી અગિયાર વર્ષની બાળા ઘરકામ કરવા માટે ગામડેથી લઇ આવ્યા હોવાની ખબર છે. આપણે સુધરેલા સારા ઘરનાં લોક એમ માનીએ છીએ કે આમ કરાવીને આપણે એને રોજીરોટી રળવામાં સહભાગી થઇએ છીએ.

417866_445139908910486_2078160203_n From: Paresh Vyas
Subject: World Day against Child labor article 12th June

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

રાજેષ ખન્નાને શ્રધ્ધાંજલી/ભજનો/બાદશાહ અકબર અને સંત તુલસીદાસ

Tribute to Rajesh Khanna by Sonu Nigam at the

Mirchi Music Awards 2013

singing very popular Kakas’ songs…

Enjoy…brings back fond memories:

http://video.lyricsmint.com/video/sonunigammirchimusicawards2013/
BHAHANS FOR ( OVER 3 HOURS.)

Collection of bhajans

Visit Us @ http://www.MumbaiHangOut.Org

“Rajendra Trivedi, MD” <rmtrivedi@comcast.net>
મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો. આગંતુક તુલસીદાસને ઘેર ગયો ત્યારે એ નરશાર્દુલ “રામચરિતમાનસ” લખવામાં પરોવાયેલા. સામે રામ, લક્ષ્મણ અને જાનકીની છબી છે. ભક્ત ઘ્યાનસ્થ બેઠા છે. લેખિની એનું કામ કર્યે જાય છે. ત્યાં આગંતુકે હાક મારી, “કવિ શિરોમણિ, ઊઠો. આજે આપના ભાગ્ય ઊઘડી ગયાં. શાહી દરબારથી તેડું આવ્યું છે. બાદશાહ સલામત એમના વિદ્વાન રત્નોમાં આપનું નામ ઉમેરવા ઉત્સુક છે.”
તુલસીદાસે ભક્તિમદ છલકાતી આંખોને આગંતુક ઉપર ઠેરવી. બોલ્યા, “ભાઈ, હું દિલ્લીશ્વરને ન ઓળખું. મારે માથે વાસે તો એક જ રાજાનું શિરછત્ર હું જાણું. મારા રાજા રામનું શિરછત્ર. હું એમની રાંક પ્રજા. મારે બીજા કોઈ રાજા જોડે નાતા તાંતા નહીં. માટે ભાઈ, તું તારે માર્ગે પડ.”
“કવિ, આનું પરિણામ બૂરું આવશે હો !” આગંતુકે કહ્યું, “કુછ પરવાહ નહીં ભાઈ, મારે માથે શ્રી રામજીનાં રખવાળાં છે.” તુલસીદાસે ઠંડે પેટે વેણ કાઢ્યાં. આગંતુક જતો રહ્યો.
બાદશાહે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તુલસીદાસ ઉપર ઘણા નારાજ થયા. ત્યાં કોઈએ કહ્યું, “બાદશાહ સલામત, તુલસીદાસજી ઉચ્ચ કોટિના કવિ છે. પહેલા દરજ્જાના છે. એમના ગૌરવને છાજે એ રીતે આપ એમને દરબારમાં તેડો. માન-આદરથી પાલખી મોકલી એમને તેડવામાં આવે તો કવિ જરૂર આવશે.”
પાલખી લઈને રાજના સેવકો તુલસીદાસને તેડવા ગયા. એમને આંગણે શાહી પાલખી આવી પહોંચી. તે જોઈને તુલસીદાસ કહે, “અરે, મને વળી આ આડંબર શા? પાલખી શા ને વાત શી? હું રાજા રામનો નમ્ર સેવક. જાઓ ભાઈ, જાઓ. મને એકલો પડ્યો રહેવા દો.”
તુલસીદાસ ઘણાને વ્યવહારશૂન્ય અને બેવકૂફ લાગ્યા. ઘણાને તેમનું નિખાલસપણું અને સ્પષ્ટ વકતૃત્વ ઉદ્ધત લાગ્યાં. અકબર તુલસીદાસની તુંડમિજાજીને અનુરૂપ શિક્ષા કરવા તૈયાર થયા.
કવિની તો એક જ વાત – “તુલસીને રામ સિવાય કશું જોઈતું નથી.” બાદશાહનો શાહી ખોફ બહોરીને તુલસીદાસ બંદીખાને ગયા. ત્યાં કોટડીમાં બેઠા બેઠા એ જ અસલ આનંદથી રામચરિતમાનસ લખવા લાગ્યા. કોઈ દંભ નહીં, કોઈ છલ નહીં, કોઈ અંગત કડવાશ નહીં. એક દિવસ બાદશાહ અકબરે આ ખુદાઈ ખિદમતગારની કસોટી કરી.
અકબર તુલસીદાસને મળવા કેદખાને ગયા. જુએ છે તો રાજા રામની છબી સામે રાખી સંત રામચરિતમાનસ લખવા બેઠા છે. અકબર તેમની એકાગ્રતા જોઈને ચકિત થયા. “તુલસીદાસ, ક્યાં સુધી જેલમાં આમ સબડશો? બાદશાહ તરીકે મને કબૂલ રાખો અને મુક્તિ મેળવો.” તુલસીદાસ કહે, “મને સત્યનો મારગ સુઝાડનાર મારા સરદાર રાજા રામને હું આત્મ સમર્પણ કરી ચૂક્યો છું. હું એમનો અદનો સિપાહી. સિપાહીના બે સરદાર કદી હોય?”
તુલસીદાસનો ઉત્તર સાંભળી બાદશાહનો અહમ્ ઘવાયો. તેઓ શ્રીરામની છબી ફાડવા તૈયાર થયા. બાદશાહના આ કૃત્યથી અત્યંત દુઃખી થઈ તુલસીદાસજી અશ્રુ વહાવવા લાગ્યા. વર્ષોથી એ છબીમાં તેઓ પોતાના આરાધ્ય દેવ શ્રીરામનાં પ્રત્યક્ષ દર્શન કરતા આવ્યા હતા. તેમણે અશ્રુ વહાવતાં હનુમાનજીની સ્તુતિ કરવા માંડી. પોતાને આ નવી ઉપાધિમાંથી ઉગારી લેવા વ્યગ્ર મને તેમણે હનુમાનજીને વિનંતી કરી. ત્યાં અચાનક ન જાણે ક્યાંથી એક વાનરસેના આવી લાગી. તેમણે બાદશાહના હાથમાંથી શ્રીરામની છબી છીનવી લીધી. આ અણધાર્યા હુમલાથી અકબર હતબુદ્ધિ બની ગયા. તેણે તરત જ તુલસીદાસને મુક્ત કરવાનો હુકમ કર્યો. તેમની ક્ષમા માગી તથા તે નિર્ભિમાની સંતપુરુષના મુખેથી રામકહાણી સાંભળી પોતાના કાન પવિત્ર કર્યા. તે દિવસથી રામભક્તોની કોઈ પજવણી ન કરે તે તરફ બાદશાહ અકબર ખાસ ધ્યાન આપતા.
 Happy  INDEPENDENCE DAY / प्रणम्य  शिरसा  देवं  गौरी  पुत्रं  विनायाकम्
“સંત સુવાસ” પુસ્તક માંથી

1 ટીકા

Filed under અધ્યાત્મ, Uncategorized