Daily Archives: જૂન 16, 2013

‘પિતૃદેવો ભવ।’મુબારક

Baa Dadaji

બાપના હૃદયના ભાવ ઓછા ગવાયા છે ત મા રી યા દ
દાહોદ ફ્રી લૅન્ડગંજના રેલ્વેના કર્મચારીઓના નિવાસ સ્થાનમાં સવાર સાંજ સંગીતના સૂરો લહેરાતા. પૂ પપ્પા નિત્યક્રમ પતાવી ભગવાનની પ્રાર્થના કરી નોકરીએ નીકળતા ત્યારે હું તેમને વિદાય કરવા આંગણામા નીકળતી.સાંજે વાળુ કરી સાંજની સંગીત સભાની તૈયારી થતી.
૧૯૪૭મા આઝાદી મળી ત્યારે અને ત્યારબાદના રાષ્ટિય પ્રસંગો અને વાર તહેવારની ઊજવણી થતી.ત્યારબાદ ૧૯૪૮-૪૯મા અમે ગઢેચી આવ્યા ત્યારે હું આઠમા ધોરણમા બચપણનો સમય એવો હતો જ્યારે અમને સંગીત – સિનેમા વિશે સમજ આવી હતી. દાહોદ ભાવનગરમાં ચલચિત્રો આવતા, તે જોવા જતા પણ પૂ પપ્પા અમને સૌને સાયગલનાં ‘દેવદાસ’, ‘દુશ્મન’ જેવા ચલચિત્રો જોવા સાથે લઇ જતા હતા. તે જોઇને સાયગલ સાહેબના અવાજ અને અભિનય પ્રત્યે અપાર સ્નેહ થઇ ગયો!
પૂ પપ્પા સંગીત રસિયાઓને અબ્દુલ કરીમખાં સાહેબ, હિરાબાઇ બરોડેકર, ફૈયાઝખાં સાહેબનો અવાજ અને સંગીત સાંભળતા. કોઇ વાર મન થાય ત્યારે તેમના હારમોનિયમ કાઢી એકાદ રાગ વગાડતા. એક દિવસ અમે રમીને બહારથી આવ્યા ત્યારે બાલમ આયે બસો મોરે મનમેં સંભળાવ્યું.મુખડાના શબ્દો પૂરા થયા ત્યારે તેમણે કહ્યું,”હવે અંતરા પર ધ્યાન આપો. એક એવું પરિવર્તન નજર આવશે…” અને અંતરો શરૂ થયો.“સૂરતિયા જાકી મતવારી/પતરી કમરીયા ઉમરીયા બાલી…”
ગીત પૂરૂં થયા બાદ તેમણે અમને કહ્યું, “હવે આ ગીતની તમને ખુબી સમજાવું!” અંતરો શું તે સમજાવ્યું, અને કહ્યું, “શરૂઆતના વિલંબિતમાં ગાયેલા મુખડા પછી સાયગલે ગાયેલ દ્રુત ગતના અંતરામાં તેઓ હૃદયનો આંતરીક આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગશે.” અમને આ બધું સમજાયું નહિ, પણ મારી બાલબુદ્ધીની સમજ પ્રમાણે પહેલી કડી અને બીજી કડીમાં જે ફેરફાર હતો તે સમજમાં આવ્યો અને ખરે જ, ‘બીજી કડી’માં સાયગલના અવાજમાં થયેલું ભાવપ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું! અમારો આનંદ જોઇ તેઓ સંગીતના કાર્યક્રમમા અમને પણ સાથે રાખતા.
ગઢેચી વિસ્તારમા રેલ્વે કોલોનીમાંથી અમે અમારી સહેલીઓ જૂલી,ગુલશન સાથે ટ્રેનમા કે કોકવાર એન્જીનમા કે સાયકલ પર ભાવનગર માજીરાજ સ્કુલમા અને કોલેજમા જતા…
આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?…૧૯૯૬ મા તમારા આશીસ લઇ અહીં આવી ત્યારે શરુઆતના દોડાદોડીના સમયમા પણ તમારી યાદ વચ્ચે ૧૯૯૭મા તમારી છેલ્લી સ્થિતીની વાત આવતા તાકીદથી તમારી પાસે દોડી ગઇ .છેલ્લા શ્વાસે આંખોથી વાત થઇ’ તેમના ચહેરા પર શાન્તી જણાઇ…કાનમા રામ નામ જપી શાંત થતા જોઇ રહી.
કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગ્’યો
મમતા રુવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્’યો
પિતા-પુત્રીના સ્નેહની વાત આવે ત્યારે કવિ દાદની આ કવિતાની પંક્તિઓ યાદ
પૂ પપ્પાની આ વાત મઢાઇ ગઇ
ચિત્તની પ્રસન્નતા આવે ત્યારે બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે.
પોતાના સત્કર્મ થકી જે ધન મળે તેનાથી રાજી રહેવાનો ગુણ કેળવવો પડે.
ઈશ્વરેચ્છાથી જે કંઈ બને એનો સ્વીકાર કરતાં પણ શીખવું પડે.
IMG_1000

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…! /યામિની વ્યાસ

યામિની... નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

એક સવાલ …

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?
એક સવાલ …
ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!
એક સવાલ …scan0001

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized