વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…! /યામિની વ્યાસ

યામિની... નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

એક સવાલ …

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?
એક સવાલ …
ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!
એક સવાલ …scan0001

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…! /યામિની વ્યાસ

 1. પ્રફુલ્લ ભાઈને પ્રણામ.

 2. આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
  વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!

  એક વ્હાલી દીકરીની પપ્પાને સુંદર કાવ્યની ભેટ જેનું કોઈ મુલ્ય થઇ ન શકે

  શ્રી પ્રફુલભાઈને આ પિતૃ દિને અભિનંદન અને વંદન .

 3. આખી યે રચના ખુબ ખુબ ખુબ સુંદર…હ્રદયસ્પર્શી…

 4. chandravadan

  નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
  એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

  વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!
  Father’s Day Post by a Rachana by Yamini.
  It may be “personal” to her Father Prafullbhai….and rightly on her Mother’s Blog.
  The Rachana’s Words start with 2 Questions to Dad.
  Then…with nice words, Yamini expressed her feelings..and the the ENDING with words saying ” The Ocean of the Past is within her eyes”…Very nicely expressed ending lines that SHE HAD NEVER FORGOTTEN the DAYS SPENT with her FATHER.
  CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to read a Post of Father’s Day on Chandrapukar !

 5. પિંગબેક: (263 ) ફાધર્સ ડે નિમિત્તે મિત્રો તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત પિતા વિશેનું ગમતીલું સાહિત્ય | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.