Daily Archives: જૂન 21, 2013

ગીતસંગ્રહનું સ્નેહપૂર્ણ સ્વાગત/ શ્રી મનોહર ત્રિવેદી…વર્ષા ગીત /યામિની વ્યાસ.

500x_kylesimpsonsunset

– શ્રી મનોહર ત્રિવેદી…
‘કયાંક છડેચોક ! ક્યાંક છાનું! / મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું !’–જેવી ઉપાડની પંક્તિઓને , ‘પળની સામે પ્રેમ મૂકીને, / આંખે સપનું એક મૂકીને ‘માં મળતી સાદગીએ કે ‘પોતાના ને પોતાના ને પોતાના ટોળામા ફરતો લાગે છે/ રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે’ માં પ્રણયલુપ્ત નાયિકા દ્વારા નાયક માટે થતી અભિવ્યક્તીની હળવાસ અથવા ‘ માર હલેસા માર ખલાસી , માર હલેસા માર / દરિયાનો ખોળો ખુંદવાનો આવ્યો છે પડકાર’ માં વ્યક્ત થતું પ્રેરક ઉદ્બોધન ઃ આ બધું આપવા આપણા રંગકર્મી બહેન યામિની વ્યાસનાં ગીતોમાં મેં ભરપૂર જોયું છે.ગીત ને ભારઝલ્લું થવું પોષાય નહીં, એ સૂઝ એમનાં અન્ય ગીતોમાં છે તેની ભાવકને પ્રતીતિ થયા વિના નહીં રહે.

ગીતસંગ્રહનું સ્નેહપૂર્ણ સ્વાગત.

વર્ષા ગીત /યામિની વ્યાસ.
અહીં વર્ષાના ઈંધાણ એવા ‘વા’,’વીજ’ અને ‘વાદળ’ને
વિરહના પ્રતીક સમા આલેખી નેહના નીર છલકાવી પ્રિયને
મળવાને આતુર એવા આનંદવિભોર કરતા ટપ ટપ ફોરાં

ટપ ટપ ફોરાં સાથે જાણે ઝરમર ઝરમર ઝૂરે મન…
છલછલ ધારા સાથે જાણે આંખોએથી ચૂએ મન…

વિહ્વળ ધરતી તૃપ્ત થવા કંઇ મીટ માંડતી આભે,
ધોધમાર પહેલા વરસાદે અભાવ તારો સાલે,
લથબથ ઝડીઓ સાથે જાણે શમણાં મારા લૂંટે મન…

ટપ ટપ ફોરાં સાથે

દી’નો સૂરજ છાનો ઢળતો લ ઇને ઝાંખી વાતો,
મારમાર વરસાદે ચટકે વીજળી જેવી રાતો,
ફરફર વાતા વાયુ સાથે ચકરાવાએ ઘૂમે મન…

ટપ ટપ ફોરાં સાથેGhazal Sandhya

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized