Daily Archives: જૂન 25, 2013

ચોમાસાનો કાગળ…/યામિની વ્યાસ+સહજ ઊર્મિની છાલક /ડૉ.વિનોદ જોશી

500x_davidnemersonsunsetwallpaper
કાળા કાળા છાયા વાદળ,
જાણે ચોમાસાનો કાગળ…
એકે અક્ષર ઉકલે ના આંખોના ચાંદરણામાં !
આભ નથી જોડાતું શાને અક્ષર સુધારણામાં ?
જરા અમસ્તું વીજળીથી કંઇ ઉકલે તો હું વાંચુ આગળ…
જાણે ચોમાસાનો કાગળ…
કાળા કાળા …

શ્રી સવા તો ક્યાંય નથી, ના સવિનયના ઠેકાણા !
કેમ કરીને હવે આવશે ભીંજાવાનાં ટાણા ?
લિખિતંગ કોની સહી છે ? કાગળ કોરો આગળ પાછળ…
જાણે ચોમાસાનો કાગળ
કાળા કાળા …
Yamini (1)

Leave a comment

Filed under કાવ્ય, પ્રકીર્ણ, યામિની વ્યાસ, Uncategorized