Daily Archives: જૂન 29, 2013

ચોમાસું આપજે–યામિની વ્યાસ વિલક્ષણ બહુમુખી પ્રતિભા/ ડૉ.રઇશ મનીઆર

ડૉ.રઇશ મનીઆર

યામિનીબેન વ્યાસ સુરતના અને કલાના આકાશમાં છેલ્લા દોઢ દાયકામાં ઝડપભેર
ઉભરી આવેલું નામ છે. ગીત, ગઝલ, નાટક અને અભિનય આમ ચાર ક્ષેત્રો માં અધિકારપૂર્વક
પોતાનું પ્રદાન કરનાર યામિની વ્યાસ વિલક્ષણ બહુમુખી પ્રતિભા ધરાવે છે.
મારું દૂરથી એવું અવલોકન રહ્યું છે કે કોઈ પણ વિદ્યા એ બહુ ઝડપથી હસ્તગત કરી લે છે. એમની શરૂઆતની ગઝલોમાં જ છ્ંદની સફાઈ જોઈ મને આનંદાશ્ચર્ય થયું હતું. કશું શીખવાનો સભાન પ્રયત્ન કર્યા વિના જ માત્ર પ્રતિભાને જોરે એ પોતાની સર્જકતાના નવાનવા આયામ પ્રગટાવતા રહે છે.પડકાર ઝીલવાનું એમને ગમે છે. સતત નવું જુદું અને ઉચ્ચતર નિશાન તેઓ તાકે છે, પરિશ્રમ કરે છે અને સફળતા મેળવીને જ જંપે છે. આવા જ સર્જકો ,કસબીઓ, કલાકારો કલાજગતને ધબકતું અને પ્રાણવાન રાખે છે.

એમના આ કાવ્યસંપુટના પ્રાગટ્ય ટાણે એમની આ ધગશને સલામ કરીને એમની ભાવિ સાહિત્ય અને કલાની મંઝિલો વધુ યશસ્વી હોય એવી શુભભાવના અને શુભેચ્છા વ્યક્ત કરું છું.
Milina Ghartaraf (95)

ચોમાસું આપજે

મને ધારદાર ચોમાસું આપજે…
તું મને ધોધમાર ચોમાસું આપજે…
મૃગજળના શમણાં લઇને ,
તું એકવાર સાચું ચોમાસું આપજે…

તડકાઓ વાવીને થાકી ગઇ આજ અને છાંયડાઓ ચાલ્યા ભુલાઇ ,
જીવતરની બળબળતી લૂમાં સૌ લાગણીઓ ક્યારનીય ગઈ છે સુકાઇ,
બચપણમાં ચાંદનીને મુઠ્ઠીમાં રાખી’તી એય હવે ક્યાંક ગઇ મુકાઇ !
સઘળી ભ્રમણાઓ સામટી લ ઇને તું મને આરપાર ચોમાસું આપજે…
તું એકવાર સાચું ચોમાસું આપજે…

જીવવાનું નામ તો તરસ છે ભાઇ , એમાં આપણે નથી કોઈ નવાઇ
રોજ ઊઠી અરમાનો જોવાની ઝંખના કેવી થઇ જાતી સવાઇ
કોરી હથેલીમાં શોધવાનું શું કોઇ રેખા તો ક્યાં છે અંકાઇ ?
ફાટ ફાટ ઇચ્છાઓના ઝરણા લઇને મને મેઘમલાર ચોમાસું આપજે…
તું એકવાર સાચું ચોમાસું આપજે…

From: “Dr. Rajendra M. Trivedi, M.D.”
Je to úžasné – klik:
http://www.youtube.com/watch_popup?v=SkY03n0_sD8&vq=medium

Tucnaci ….
Penquins ….
photo_073008_005photo_073008_0021

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized