Daily Archives: જૂન 30, 2013

મારા ગુરૂઓ, ૧ સ્વા સ/Self Management

મારા ગુરૂઓ, મુંબઇ, બોરીવલ્લી કોફીમેટ સંસ્થા. વ્યક્તિને એકજ ગુરુ હોય છે પણ અહિ ગુરુઓ છે, તે સમજો. ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ – પ્રાચીન કાળનો આચાર્ય(ઋષિ), શ્રમણ કાળનો સાધુ, આદર્શ વ્યક્તિ(શિવાજી અને સ્વામી રામદાસ) અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. @6.49min. આ ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. હું જુની પરંપરામાં સંમત છું. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના ૨૪ ગુરૂઓની સમજણ. તમે બારેબાર મહિના સત્સંગ કરો તો સત્સંગની અસર નહિ થાય. @9.25min. જેસલ-તોરલનું ઉદાહરણ સાંભળો. મૃત્યુના ડર સૌને લાગે છે. એમાં પણ હિંસકો સૌથી વધારે ડર લાગતો હોય છે. જો આ સંસાર સારો ન હોત તો કોઈને જીવવાની ઈચ્છા નહિ થાય. સૌરાષ્ટ્રમાં એક બહારવટિયો થઇ ગયો. એણે વીણી વીણીને સવાસો પટેલોના નાક કાપીને મારી નાખેલાં એ વિષે વધુ આગળ સાંભળો. ભક્તિની ઉપાસનાની અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વીકૃતિના એકડાથી થતી હોય છે. જેસલે એક પછી એક પાપોના એકરાર કાર્ય પછી બેડલી બચી ગઈ. “જેસલ જગનો ચોરટો એને પળમાં કીધો પીર” @15.47min. બુદ્ધના માટે એવું કહેવાય છે કે એમને બૌદ્ધગયામાં એમને જ્ઞાન થયું, જ્ઞાન થયું એની ના નથી પણ જ્યાં ગૂંચવાયેલા ત્યાં જીવનના એક ક્ષેત્રનું જ્ઞાન થયું. એ ક્યાં ગૂંચવાયા હતા તે સાંભળો. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન- સાંખ્ય (કપિલ). @19.10min. બુદ્ધ લાખોના ગુરુ થયા પણ બુદ્ધના ગુરૂ કોણ હતા? ભરવાડણ બાઈએ ગુરુનું કામ કર્યું. સંસારીઓમાં જેટલી ઈર્ષ્યા હોય એથી સો ગણી વધારે ઈર્ષ્યા તપસ્વીઓમાં હોય. એક તપસ્વીને ચાર માણસો વધારે પગે લાગે તો બીજા તપસ્વીને ઈર્ષ્યા થાય. બહારના કઠોર જીવનથી અંતરનો કોઈ વિકાસ નથી થતો. જીવન કોઈ છેડા પર નથી પણ મધ્યમાં છે. “युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा”….(गीत 6-17). તમે યોગ્ય સમયે યોગ્ય આહાર કરો, યોગ્ય વિહાર કરો, ઊંઘવાના ટાઇમે ઊંઘો, જાગવાના ટાઇમે જાગો, કુદરતના સામે ના પડો કુદરતને મિત્ર બનાવો. બુદ્ધને જ્ઞાન થયું એનો અર્થ એવો નથી કે બુદ્ધને સૂર્ય, ચંદ્ર, તારાઓનું, પૃથ્વીનું જ્ઞાન થઇ ગયું. અમારા એક ઓળખીતા એક ભગવાન છે, દેવ થઇ ગયા. એમણે, એમના ભક્તોને કહ્યું કે હું સુરતના બાંકડે બેઠો હતો અને મહાવીર કરતાયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં જેટલું ચલાવવું હોય એટલું ચલાવી શકાય છે. વિજ્ઞાનું ક્ષેત્ર હોય તો લોકો પ્રયોગ શાળાનું પ્રુફ માંગે. તમે જાતે એમ કહી દો કે હું પોતે ભગવાન છું તો કહે હા, બરાબર છે. તમે એક ૫-૨૫ હજારનું ટોળું ઊભું કરો એટલે ટોળાંના બીકે કોઈ બોલશે નહી. @23.44min. દત્તાત્રયે ડગલે ને પગલે ગુરુ બનાવ્યા તે વિષે સાંભળો. એક બહેન ચૂડીઓ પહેરીને સાંબેલું લઈને ખાંડી રહી છે એટલે એનો અવાજને રોકવા એક સિવાય બધી ચૂડીઓ ઉતારી દીધી, અવાજ બંધ થયો એટલે દતાત્રયે એને ગુરુ બનાવી કે “एकाकी विचरे यति: कुमार्या इव कङ्कणं” જેને યતિપણું કરવું હોય, ત્યાગીપણું જીવન જીવવું હોય એને એકલા રહેવું. એક માન્યતા એવી છે કે આખ્ખી દુનિયા ગુરુ છે, શરત એટલી છે કે, તમારામાં શિષ્યત્વ જાગ્યું છે? @26.30min. ૧૯૬૨નું યુદ્ધ અને સ્વામીજીમાં આવેલો વણાંક વિષે સાંભળો. ઈતિહાસ વાંચ્યો તો ખબર પડી કે આપણે અઢી હજાર વર્ષથી હારતા આવ્યા છીએ. કેમ? @30.29min. વિશ્વની અજાયબી ચાઈનાની ગ્રેટ વોલ વિષે સાંભળો. સ્વામીજીના યુદ્ધના બે પુસ્તકો ભારતમાં અંગ્રેજોના યુદ્ધો અને ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઈતિહાસ વાંચો, આપણે કેમ હારતા રહ્યા એનો જવાબ મળી રહેશે. આક્રમણ વિના કદી પણ તમારા દેશની રક્ષા થઇ ન શકે. અમે સાધુઓ અઢી હજાર વર્ષથી લોકોની, દેશના ક્રીમ વર્ગની મહત્વકાંક્ષાને મારતા આવ્યા છીએ. આપણે હજારો તપસ્વીઓ, આચાર્યો, ભિક્ષુઓ પેદા કરી શક્યા પણ એક સિકંદર ન પેદા કરી શક્યા. આખા દેશને હિમાલય તરફ દોડતો કરી દીધો. @35.47min. ગુલામીના કારણો જાણ્યા પછી સ્વામીજીએ નક્કી કર્યું કે હું જ્યાં જ્યાં પ્રવચન કરવા જઈશ ત્યાં ત્યાં લોકોને માળા નહિ પકડાવું, તલવાર પકડાવીશ. જો શિવાજી મહારાજે તલવાર ન પકડી હોત અને માળા પકડી હોત તો મહારાષ્ટ્રની અને દેશની શું દશા થઇ હોત? @37.30min. કાશીમાં સ્વામીજી જેની પાસેથી ભણતા તેમનું ભારતના ત્રણ વીદ્વાનોમાંના નામ એવા સજ્જન બહુ જ્ઞાની પણ દુનિયાનું કશુજ જ્ઞાન નહિ, એ વિષે સાંભળો. કચ્છ-માંડવીમાં એક બહુ જ્ઞાની વેદાંતીની વાત સાંભળો. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે. આ લોકો હજુ માને છે કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે ચાઈનાવાળા પાછા ચાલી ગયા. કચ્છ-માંડવીમાં એક બહુ જ્ઞાની વેદાંતીની વાત સાંભળો. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે. આ લોકો હજુ માને છે કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે ચાઈનાવાળા પાછા ચાલી ગયા. @41.30min. સ્વામીજીનો પહેલો ગુરુ વાંચન છે, જેટલું વાંચશો એટલુંજ તમારા મસ્તિષ્કની અંદર વધારે વધારે પ્રકાશ થતો જશે. પણ એકલુજ વાંચન પર્યાપ્ત નથી, ભ્રમણ કરો. ભ્રમણ કરતાં ટાયરમાંથી હવા નીકળી જાય એવી મારી દશા થઇ. ચાઈના તો આપણાં પાછળનો દેશ છે પણ ક્યાંય ગંદકી નહિ, યુરોપને ટક્કર મારે એટલી ચોખ્ખાઈ. એરપોર્ટ તો ઠીક પણ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જુઓ તો ગ્રેનાઈટ પથ્થરથી તમારું મોઢું દેખાઈ એટલા ચોખ્ખાં. એટલે બીજો ગુરુ ભ્રમણ છે. આ દુનિયા જોવા જેવી છે. ભારતમાં પણ ભ્રમણ છે, પણ યાત્રાના રૂપમાં છે. યાત્રામાં શ્રદ્ધા મહત્વની છે અને પ્રવાસમાં જીજ્ઞાસા મહત્વની છે. એક યાત્રામાં તાજમહાલ જોવા જવાનો અનુભવ સાંભળો. @45.58min. હું તમને ખાનગીમાં એક સલાહ આપું છું કે તમે નાસ્તિકોની સાથે બેસજો પણ ચુસ્ત સાંપ્રદાયિકથી દૂર રહેજો. નકુડાજીનો અનુભવ સાંભળો. @48.25min. ત્રીજો ગુરુ છે નિરિક્ષણ. તમે ઘણું વાંચો, ઘણું ભ્રમણ કરો પણ જો તમારી પાસે નિરિક્ષણ શક્તિ નહિ હોય તો બધું ધૂળ બરાબર છે. એટલે સજ્જનો આ ત્રણ મોટા ગુરુઓ છે. અને આ ત્રણ ગુરુઓ જેની પાસે હોય, મારો વિશ્વાસ છે ભલે એ માણસ જીવનના બીજા ક્ષેત્રોમાં ગમે તે હોય પણ એ માણસ ઓછામાં ઓછો એક વસ્તુને સાચી રીતે સમજવાની લાયકાત પ્રાપ્ત કરતો જશે .

http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss546.htm:SATLECT

You are responsible for everything that happens in your life. Learn to accept total responsibility for yourself. If you do not manage yourself, then you are letting others have control of your Life. These tips will help “you” manage “you.”

Here is a list of things that help you in self management and which will in turn lead you to the path of success: –

-) Look at every new opportunity as an exciting and new-life experience.

-) Be a professional who exhibits self-confidence and self-assurance in your potential to complete any task.

-) Agree with yourself in advance that you will have a good attitude toward the upcoming task.

-) Frequently ask, “Is what I am doing right now moving me toward my goals?”

-) Do it right the first time and you will not have to take time later to fix it.

-) Accept responsibility for your job successes and failures. Do not look for a scapegoat.

-) Do not view things you do as a “job.” View all activities as a challenge.

{mosgoogle left}-) Use your subconscious mind by telling it to do what you do want. Instead of telling yourself, “I can’t do that very well,” say, “I can do this very well.”-) Give yourself points for completing tasks on your “to-do” list in priority order. When you reach 10 points, reward yourself.

-) Practice your personal beliefs. It may be helpful each morning to take 15 minutes to gather your thoughts and say a prayer.

-) Make a commitment to show someone a specific accomplishment on a certain date. The added urgency will help you feel motivated to have it done.

-) Practice self-determination, wanting to do it for yourself.

-) Believe that you can be what you want to be.

-) Never criticize yourself as having a weakness. There is no such thing. You are only talking about a present undeveloped skill or part of yourself that if you so chose, you can change. You do not have any weakness, only untapped potential.

-) Be pleasant all the time-no matter what the situation.

-) Challenge yourself to do things differently than you have in the past. It provides new ideas and keeps you interested.

-) Talk to yourself. A self-talk using positive affirmation is something that is common among all great achievers. They convince themselves that they can accomplish their goals.

-) Create your own “motivation board” by putting up notes of things you need to do on a bulletin board or special wall space. It is an easily visible way to see what you need to work on. When an item is done, remove the note. Also keep your goals listed and pictured on your board.

-) Stay interested in what you are doing. Keep looking for what is interesting in your work. Change your perspective and look at it as someone outside your job would,

-) Establish personal incentives and rewards to help maintain your own high enthusiasm and performance level.

CALENDAR-2013

Click

આ વર્ષનું આ એક સુંદર કેલેન્ડર છે જેમાં બધા જ ધર્મોના બધા જ તહેવારોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Courtesy Vipul Desai

 

5 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, Uncategorized