
આજે ‘નીરવરવે સહજ ભાવોના દ્યોતક ‘પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.ત્યારે સૌ પ્રથમ આપ સૌને અમારા સાદર નમસ્કાર.
આઠ નવ વર્ષ પહેલા ગુજરાતી વેબ પર ગુજરાતી કાવ્યો,લેખો રમુજી ટૂચકાઓ વાંચતા.પણ ટાઇપ કરતા આવડતું ન હતું .વર્જીનીયા વાળા શ્રી રાજુભાઇ જંત્રાણિયા ગુજરાતી ટાઇપ કરવાની સીડી લાવ્યા હતા. તેના પર પ્રેકટીસ કરાવી.ત્યાર બાદ તો અનેક શોધોને લીધે લખવાનું સરળ થવા માંડયું અને અમે પ્રતિભાવો લખવા માંડયા.વડીલો,સ્નેહીજનો.મિત્રોની સલાહથી બને ત્યાં સુધી રાજકારણ,ધર્મો,દેખાવ પર ટીકા ન કરવી અને પ્રોત્સાહન કે પ્રેરણામળે તેવું લખવું.
સંતો કહે છે તે પ્રમાણે આપણે યમ-નીયમાદિથી પાત્ર બનીએ પછી ગુરુ સામેથી આવે ! અને અમારી બ્લોગપાત્રતા લાગી હશે તેથી સામેથી ગુરુ સોનલ વૈદ્ય મળ્યા. મેં આ અંગે મારા અજ્ઞાનની વાત કરી તો તેમણે ઇ- મૅઇલથી નામ અને બ્લોગીંગ સાહીત્ય મોકલવાનું કહ્યું અને
સામાન્ય નીયમો કહયા. ચિ સૌ યામિની ના કાવ્યો અને તેના સમાચાર મઠારી,ચિત્રોથી શણગારી મૂકી આપ્યા.કેટલીકવાર મિત્રો ના ઈ મેઈલ મોકલી આપતા અને તેઓએ એક પણ દિન ખાંડો થયા વગર મૂકતા હતા પણ તેમના જોબવર્કના દબાણ નીચે જાતે પોસ્ટ તૈયાર કરી મૂકવા કહ્યું અને આજ સુધી રોજની એક પ્રમાણે પોસ્ટ મૂકી.
આ. જુ’ભા ઇએ નિરવની જોડણી સુધારવા સુચન કર્યું તથા બીજા પણ સૂચનો હતા તો મા.સુ.જાને સહતંત્રી બનાવ્યા અને તેમણે દીદાર બદલ્યા સાથે વેબગુર્જરી માટે સૂચનો આવ્યા.
From: jjugalkishor Vyas
Subject: nimantran
મુ. બહેન,
આજે એક નવા આરંભ માટેની દરખાસ્ત મુકી રહ્યો છું.
મારી આ આખી યોજનામાં વ્યાપ અને એકતા બે શબ્દો વધુ મહત્ત્વના છે જેમાં મુખ્ય અને પેટા હેતુઓનો સમાવેશ થઈ જાય છે. તમે લગભગ બધાં જ વર્તુળોમાં વીચારકણો મુકી ચુક્યાં છો. નેટજગતમાંનાં બધાં જ વર્તુળો પોતાનાં મીત્રો સાથે સ્નેહભાવે / ભાષાભાવે ખેંચાઈ આવે તે અત્યંત જરુરી હોઈ તમે મુખીપદનો આ ધુરાભાર સંભાળો તેવી આગ્રહભરી વીનંતી છે. (પ્રમુખને બદલે આપણે મુખી શબ્દ વાપરીશું ?)
તમારી મદદમાં દીપકભાઈ ધોળકિયા અને કૅપ્ટન નરેન્દ્રભાઈને મુકવા માગું છું. તેઓ બન્ને પણ આ કામમાં બહુ ઉપયોગી અને તટસ્થતા સાચવી શકનારા છે. ત્રીજી કેડર પરનાં સભ્યોની યાદી, તમારા અનુભવો / તમારા લગભગ બધાં વર્તુળોના સંપર્કના આધારે બનાવવા ધારું છું. આવાં દસ–પંદર નામો હશે તોય ખોટું નથી. સંખ્યા વધુ લાગે તો ભવીષ્માં ચુંટણી (કરવી ખરી ?)ના માર્ગે પસંદગી કરીશું અથવા તમે જ પ્રથમ સાત નામ એવાં બતાવો જે મોટા ભાગનાં બધાં વર્તુળોને સ્પર્શતાં હોય. હું કેટલાંક નામો તમારી પાસે મુકીશ પણ ફાયનલ તમે કરો તેવી વીનંતી છે. તમે મારી યાદીની રાહ ન જોશો. મારો વીચાર કોઈ પણ ભોગે ૨૫મી જાનેવારીની મધ્યરાત્રીએ આ આખું તોસ્તાન સૌ સમક્ષ મુકી દેવું છે.
કાલે વિનયભાઈ ખત્રીનો લંબાણ ફોન આવ્યો હતો. તેમની વાતોનો સાર એ હતો કે બધા જ પ્રકારનાં કામો જુદા જુદા બ્લૉગ પર થાય જ છે તો આ વધારાનું શા માટે ? બીજી વાત તે સંચાલનમાં કોઈને સમય નહીં હોય અને ત્રીજી વાત તે સંકલનની, જે કરવા માટે સક્ષમ વ્યક્તીઓની જરુર પડશે. (તેમણે પોતે તો પોતાના ૧૧૫૦ના જુથને આ નવા આયોજનની મદદમાં મુકી દઈને ક્રાંતીકારી પગલું ભર્યું છે જેને હું સૌ સમક્ષ મુકીશ જ.)
તેમને મેં ગળે ઉતરાવ્યું હતું કે આ યોજનામાં સંકલન જ મુખ્ય બાબત હોઈ નવા બ્લૉગ કે નવી કોઈ કાર્યવાહીથી સૌ પ્રમુખ બ્લૉગર્સનાં કામોને અડચણ આવવાની નથી…ને આમાં મોટાભાગની નીવૃત્ત વ્યક્તીઓ હશે તેથી સમયનો સવાલ બહુ નહીં રહે.
વિશાલના સન્માનની મારી વાતનો પણ બહુ મોટો પડઘો પડ્યાનું વિજયભાઈએ નોંધ્યું છે. મને મારા નેટકાર્યનો બદલો મળી ગયાનો આનંદ થયો છે. હવે આ યોજના કે જેમાં હું બહાર રહીને અત્યંત લાંબાગાળાની કામગીરી કરવા માગું છું તેમાં તમારી મદદ મારા આ પત્રમાંની દરખાસ્તને “હા” ભણીને આપશો જ એવી વીનંતી કરું છું.
તમારા જવાબની રાહમાં,
– જુગલકીશોર
અને
From:
“Dipak Dholakia”
મુ, પ્રજ્ઞાબેન,
શ્રી જુગલભાઇએ છેલ્લા બે લેખ લખ્યા છે તેના તરફ તમારૂં ધ્યાન ગયું નથી એમ લાગે છે. એમણે બ્લૉગરોનું એક જૂથ બનાવવાની દરખાસ્ત મૂકી છે.આ જૂથમાં બધા બ્લૉગ એકત્ર કરવાનો વિચાર છે. આ સૂચનને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. જૂથના અગ્રણી તરીકે તમારૂં નામ રજુ થયું છે. મેં પણ આ વિશે શ્રી જુગલભાઈ સાથે ચર્ચા કરી છે. તમે અનેક વિષયોમાં રસ લો છો અને કદાચ તમારી બરાબરી કરે એવું કોઈ બ્લૉગ જગતમાં તો દેખાતું નથી.
આ કામ મોટું છે અને તેમ છતાં કરવા લાયક છે. પહેલી વાર બધા બ્લૉગર્સ એક ઉદ્દેશ માટે એકત્ર થશે. એમાં સ્પર્ધા નથી, હુંસાતુંસીને સ્થાન નથી. કઈં પણ હોય તો આપણી માતૃભાષાની સેવા કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની ઇચ્છા છે. મારો પોતાનો ખ્યાલ એવો છે કે માત્ર લખવું કે વાંચવું અથવા પ્રતિભાવ પૂરતું જ લખવું એ જ પ્રવૃત્તિથી કશું અર્થપૂર્ણ કામ ન થઈ શકે. આના માટે તમારા જેવા વ્યક્તિત્વની જરૂર છે. શ્રી જુગલભાઈ્નો કન્સેપ્ટ છે એટલે તેઓ તો છૂટી જ નહીં શકે, તમારા પર કઈં બોજ નહીં રહે.
શ્રી જુગલભાઈ ‘ક્વૉલિટી કંટ્રોલ’ વિભાગ સંભાળે (ભાષા બાબતમાં). હું વર્ગીકરણ વિભાગ (બ્લૉગના મુખ્ય વિષયવસ્તુ પ્રમાણે) સંભાળવા તૈયાર છું. એક કૉમન બ્લૉગ બનાવીએ અને એમાં બધા બ્લૉગ જોડાય. આમ વાચકને પણ એક જ જગ્યાએથી બધી લિંક મળી રહે અને કયા બ્લૉગ પર શું મળશે તે પણ ટેલીફોન ડિરેક્ટરી કે યલો પેજિસની જેમ ખબર પડે.
એટલે તમે ગોવર્ધન તોળવા તૈયાર થતાં હો તો મારા જેવા ઉત્સાહી ગોવાળિયા ઘણા મળી જશે એની ખાતરી આપું છું.
૨. મેં શ્રી સુરેશભઈ મારફતે ઋગ્વેદ પરની મારી નોટ્સ હિન્દીમાં મોકલી હતી, તે વાંચવાનો સમય ફાળવવાની પણ આ સાથે વિનંતિ કરૂં છું.
આ મેઇલના સકારાત્મક જવાબની રાહ તો હું અને જુગલ્લભાઈ બન્ને જોઈએ છીએ.
કુશળ હશો.
દીપક
……………………………………………………………………………
આપ બન્નેના હેતભર્યા મુખીપદ માટે આમંત્રણ ઇ-પત્રો મળ્યા. અમારા પાગલપણાના ઉથલામા
અમારા મુકુલ ચૉકસીનો અવાજ સંભળાયો…
અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.
ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.
હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.
તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?
– અને બકઠા અને જ્યોતિંદ્ર દવે દેખાયા!
બકઠા કહે -‘તમે સુંદર લખી શકો છો તો આવા વિદૂષક જેવા સાહિત્યને બદલે પૃથ્વી છંદમા કાવ્યો કે સોનેટો કેમ લખતા નથી ? ‘
ઉતરમા જ્યો. દ. કહે,’ તમે વાતોમા મઝાની રમુજો કરો છો તો રમુજી સાહિત્ય કેમ લખતા નથી ?
અને છેલ્લે કહ્યું,’ રેઝર બ્લેડ લઇ લઢવા ન જવાય અને તલવારથી દાઢી ન થાય તેમ જેને જે અનુકૂળ હોય તે …’
અને આને માટે અમે લાયક નથી. હંમણા તો અમે રાજકારણ વગરના, ધાર્મિક લાગણી દુભાય નહીં અને વ્યક્તીગત દોષદર્શન વગરના પ્રતિભાવ આપવાનું જ યોગ્ય લાગે છે.
કવિ દાદ યાદ આવે છે
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ….
હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….
પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….
ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….
બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……
કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે, મુખીજી નથી થાવું
અમારા બ્લોગ ગુરૂ આદરણિય સોનલ વૈદ્ય તો તેમના કામમા બહુ જ વ્યસ્ત રહે છે.હંમણા તો સલાહકાર અને સહતંત્રી શ્રી સુજા તથા પુખ્ત વિચારશ્રેણી સાથે અમારે માટે સમય કાઢી શકે છે તેવા શ્રી વિનોદભાઇ અને શ્રી અતુલભાઇને પણ આ ઇ મેઇલ મોકલું
મા શ્રી અતુલભાઇનો પત્ર વૅ ગુ પર મૂક્યો છે જ
અમારા ભાવકો, વાચકો ,શુભેચ્છકો ના આશીસ અભિલાષી
પ્ર.વ્યા અને સુ.જા
જેમના માટે બ્લોગ શરુ કર્યો હતો…તેઓ ના સમાચાર…ચિ સૌ યામિની વરસાદના વાતાવરણનો નવો નાટક લખે છે
અને ચિ પરેશ – ‘આધુનિક જીવન શૈલી અને માનવ સંબંધો’- દ્રશ્ય શ્રાવ્ય અનુભૂતિ ‘હંમેશા પરિવાર સાથે રૂહ-બ-રૂહ રહો’ લેખક પરેશ વ્યાસનું વ્યાખ્યાન યોજાયું હતું.સિટી રીપોર્ટર,અમદાવાદ
ધ ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસ્ની સોશિયલ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત દિવ્યભાસ્કર ની ‘શબદ કિર્તન’ કોલમના લેખક પરેશ વ્યાસનું વ્યાખ્યાન યોજાયું હતું.આ વ્યાખ્યાનનો વિષય ‘આધુનિક જીવન શૈલી અને માનવ સંબંધો’ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.આજના સમયમા જ્યારે વધુ ને વધુ ટેક્નોસેવી બનતા જાય છે, ત્યારે તેમણે સાયબર વિડો,સાયબર લાઈફ સ્ટાઇલ,રિટેઈલ થીરપી,બેઈલ આઉટ,કાંગારુ કોર્ટ,ડિજીટલ ડાયેટ, ડિજીટલ ઓબેસિટી જેવા શબ્દો વિષે વાત કરી મોબાઈલ ફોનને દુનિયાની સૌથી લાંબી નાભિનાળ ગણાવ્યો ગળાવ્યો હતો તેમજ વિવિધ એક્સઝામપલસ દ્વારા એ વાત સમજાવી હતી
તમારા બકેટ લીસ્ટમા શું છે ? બકેટ લીસ્ટ એટલે એવું લીસ્ટ જેમાં તમે મરતા પહેલાં પૂરી કરવા માંગતા કોઇ પણ ઇચ્છાઓ.બકેટ લીસ્ટ ફિલ્મની વાત કરીએ તો તેમાં એક વ્યક્તી,જેનો મોટો કારભાર હોય છે, અને એક સામાન્ય વ્યક્તી તે બન્નેને કેન્સર થાય છે અને બન્ને એક જ હોસ્પિટલમા દાખલ થાય છે. બન્ને પાસે ૩ થી ૪ મહીનાનો સમય હોય છે.પેલો ધનિક વ્યક્તિ આ માણસનું બકેટ લિસ્ટ પુરું કરવાનું નક્કી કરે છે, જેને માટે તેઓ દુનિયાભરમાં ફરે છે. તેની આ ઇચ્છાઓ બાકી હોય છે ત્યારે આ મિત્ર મત્યુ પામે છે.અને આ માણસ ૮૧ વર્ષ સુધી જીવી જાય છે અને એક ઇચ્છા બાકી હોય છે ત્યારે તેનું પણ મત્યુ થાય છે.’
મંતવ્યમાં આપવામાં આવેલી ટિપ્સ પરિવારના સભ્યો સાથે વણસતા જતાં સંબંધોને બચાવવાની કેટલીક ટિપ્સ આપતાં જણાવ્યું કે,
૧ ચર્ચા કરો,ઝગડશો નહિ.
૨ હંમેશા તમે તેમની સાથે હોવાનો અનુભવ કરાવો.
૩ તમારી ટેકનોલોજીની વાતને પિછાણો
૪ સભ્યોની ઘરમાં હાજરી માટે પણ એક લોગબુક બનાવો.
૫ મોબાઇલ ઇંટરનેટ બંધ કરીને ઘરના માટે સમય આપો.
૬ રૂબરૂ એટલે રૂહ-બ રુહ,એટલે કે આત્માથી હાજર હોવાનો એહસાસ કરાવો

