શ્રી પ્રફૂલભાઇના બ્યાશીમાં પ્રવેશ વેળાએ …

     દીપજ્યોતિઃ
પ્રસંગે અમારા ભાવકો, વાચકો ,શુભેચ્છકો ના આશીસ અભિલાષી.
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |
સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |
સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ |
 અને
વર્ષાનુભૂતિ !
પ્રજ્ઞાબહેન વ્યાસ
પહેલા વરસાદે ઊઠતી ભીની માટીની સુગંધનો કોઈ પર્યાય કે વિકલ્પ નથી. એક અભ્યાસ વળી એવું કહે છે કે વરસાદમાં ભીંજાયા પછી શરીરમાંથી એક અલગ પ્રકારની સુગંધ પ્રગટે છે. જે એક બીજાને આકર્ષે ! આ મોસમમાં બે યુવાહૃદય એકબીજાને સંભાર્યા વિના આ મેઘરાજાની મહેર માણી શકે ખરા ?! એટલે જ પેલા ગીતમાં કહ્યું છે ને કે :
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા !સંસારચક્ર ચલાવવા જરૂરી છે એનું આગમન,
તોય વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?વરસાદની મોસમમાં સંગીત સાંભળવું કે ગાવું કે વગાડવું એક અદ્ભુત આનંદ આપે છે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીતના તાર છેડવા હોય તો વરસાદની ઋતુનો રાગ ગણાતો રાગ મિયાં મલ્હાર આપણામાં સૂર ભરી દે છે. મિયાં મલ્હાર ગાવાથી વરસાદની ઋતુનો અનેરો આનંદ માણી શકાય છે. સંગીતની પરિભાષામાં વરસાદની ઋતુને મલ્હાર ઋતુ કહેવાય છે.
મિયાં મલ્હાર રાગ વરસાદમાં જ શા માટે ગવાય છે, જાણો છો? દરેક રાગ કઈ ઋુતમાં અને કયા સમયે ગવાય છે તેનાં જુદાં જુદાં કારણો હોય છે. મિયાં મલ્હાર રાગના સૂરમાં જે શ્રુતિ રાગરૂપની મુવમેન્ટમાં ક્રિએટ થાય છે તે વરસાદની ઋુતુમાં દરેક પ્રાણી અનુભવી શકે છે. વરસાદની ઋુતુમાં પ્રાણી જાતિ તેના તનમનમાં એક ખુશીનો અહેસાસ અનુભવે છે, જે રાગ મિયાં મલ્હારમાં પણ અનુભવી શકાય છે. આ રાગ ગાતી કે સાંભળતી વખતે રોમેન્ટિક અને શૃંગાર રસનો સંચાર થાય છે. વૃક્ષો પણ વરસાદની ઋુતુમાં હર્યાંભર્યાં રહે છે. ધરતી પર લીલુંછમ્મ વાતાવરણ રચાય છે. આ રાગના સૂરોમાં બિલકુલ આવો જ અહેસાસ થાય છે. તેને ગાવાથી કે વગાડવાથી જાણે નવા જીવનનો અહેસાસ થાય છે. આમ આ રાગના સૂરો કુદરતની સાથે મિશ્ર થઈ જતા હોવાથી તેનો સંબંધ રચાયો છે અને તે વરસાદની ઋુતમાં ગવાય છે. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈ વરસાદ વરસાવ્યો હતો
અમે અનુભવેલી સૂરતની વાત.ચોક બજાર કિલ્લાના મેદાનમાં પંડિત ઓમકારનાથ ઠાકુરે સતત ત્રણ દિવસ સુધી રાગ મિયાં મલ્હાર છેડી અને પછી સુવર્ણનગરી ઉપર મેહુલો વરસી પડ્યો, વરસાદની ઋતુ જ એવી મનભાવન હોય છે કે વરસાદી બુંદની જેમ મનમાં ગૂંજતું સંગીત પણ ટપક ટપક ટપકીને એક સુરીલો રવ ઉત્પન્ન કરે છે. વરસાદ જેટલો મુંબઈગરાને ભીંજવે એટલો જ ભીંજવે મુંબઈ સમાચારનો મલ્હાર ઉત્સવ અમારા વહાલા વાચકોને. જુલાઈ મહિનાની મેઘલી રાતે સંગીતના સૂર છેડાતા હોય અને વાચકો રસભર ભીંજાતા હોય, એ કેવો અદ્ભુત માહોલ ! ભીની માટીની ખુશ્બૂ વાતાવરણને તરબતર કરતી હોય, ઠંડી હવાની લહેરખી મનને ઝંકૃત કરતી હોય અને વરસાદની બુંદ ચિબુક પરથી મોતીની જેમ સરકીને લાગણીનાં સ્પંદન જગવવા લાગે ત્યારે ગાઈ ઊઠવાનું મન થાય કે ‘ભીંજીયે ભીંજાઈએ વ્હાલમાં વરસાદમાં.’
‘ગ્રીષ્મવંદના’ દરમિયાન જેમના ગીતના ભણકારા વાગતા હતા તે રણની બળતી કોરાશમાં
મલ્હારની ભીનાશ લઈને આવતા કવિ શ્રી હરિશ્ચંદ્ર જોશી :
કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?
કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?
ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.
આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.
લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.
બિનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.
તો એવા જ અધ્યાત્મના ગૂઢ સંકેત લઈ આવ્યા અમારા શ્રી દલપતભાઈ :
ગોરંભો લઈ ગગન ઝળૂંબે
એક પડે ના ફોરું
તારે ગામે ધોધમાર, ને
મારે ગામે કોરું
ગોરંભો……………….
પલળેલી પહેલી માટીની,
મહૅંક પવન લઈ આવે-…
ઝરમર ઝરમર જીલવું અમને
બહાર કોઈ બોલાવે
આઘે ઊભું કોણ નીતરતું
કોણ આવતું ઓરું…
ગોરંભો………….
નાગણ જેવી સીમ વછૂટી
ધસી આવતી ઘરમાં…
ભીંતે ભીતે ભાર પડ્યા
હું ભરત ભરું ઉંબરમાં ..ચાસ પડ્યા તારા ચૌટામાં
હું અંધારાં ઓઢું
ગોરંભો………….
ગો રં ભો લ ઈ…
આજે સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી વરસાદનાં એક-એક ફોરાં એક એક યાદ ટપકાવતાં જાય છે !
૫૩ વર્ષ પહેલાં…
અમારા જંગલ વિસ્તારમાં અમ વનવાસીઓને હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણના હવામાનનો વર્તારો દિવસે લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપ અને રાત્રે જાદુઈ ટૉર્ચ રાખનાર આગિયા આપતા. આકાશમા પ્રકૃતિના આનંદદરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો. વૃક્ષો વાદળોને ઓઢીને ઊભાં હોય એમ લાગે છે અને આ વાદળોમાં આકાશ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ વૃક્ષો-છોડવાઓ બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! કેટલીક વાર તો પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ થાય જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતા પવનના સૂર, વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદનાં ફોરાં ઝાંઝરના રણકાર સમાં ભાસે છે. જાણે સ્વર્ગના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ આનંદની અનુભૂતિ. આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું હતું.
૧૯૬૦ના જૂનની દસમી– ઓધાનભર મારી ઉનાઇથી નવસારીની સુહાની સફર ! ડૉ.બામજી પાસે ચૅક કરાવીને સાંજે પરત થવાનું હતું. ડૉ.બામજીએ તરત તપાસના ટેબલ પર જ કહ્યું કે પૂરેપૂરું ડાયલેટેશન થઈ ગયું છે, તશીઓ વધેરાવાની તૈયારી છે. તરત લેબરરૂમમાં લઈ ગયાં…
ત્યાં ગગને મેઘ ઘનઘોર ગાજે, વીજળી કરે ચમકાર.
યાદ આવે, विद्युच्चलं किं धनयौवनायु: અને મનમા ગુંજ્યાં –
વીજળીને ચમકારે મોતી પરોવતાં સંતોના અંતરમાં થયેલી દિવ્ય અનુભૂતિ અને અનુભવો !…
અને ચૅક કરી મજેનું ‘બેબી’ કહી ડૉ. બામજી અભિનંદન આપતા ગયા. મન વિચારે –
વર્ષાશૃંગાર
આભ-ધરા મિલન
પ્રેમ ઓધાન.
*** *** ***
ભીંજાયે ગર્ભ
ફળે પ્રેમામૃતથી
જન્મે છે કાવ્યો.
ઈંદ્રધનુ ખીલ્યું, આકાશને ભેદતો હર્ષધ્વનિ વાતાવરણમાં ગુંજી રહ્યો.
દીકરીને દૈવત દેખાડીશ, દીનતા નહીં !
મા ! તું પારુબેન નથી, પારુમાઈ છે !

( આ તમારી જ પંક્તી તમને અર્પણ}

                               વર્ષાવૈભવ  માટે પસંદ થયેલો લેખ

તમારા ૮૨ મા પ્રવેશ થી અમારા ૭૫ પ્રવેશ શુધી બને તો અમારી,મિત્રો,ભાવકો, વાચકો ,શુભેચ્છકોની રચના મૂકવા પ્રયત્ન કરશું.

IMG_1234

13 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, Uncategorized

13 responses to “શ્રી પ્રફૂલભાઇના બ્યાશીમાં પ્રવેશ વેળાએ …

 1. શ્રી પ્રફૂલભાઇના 82 માં વર્ષમાં પ્રવેશ વેળાએ એમને અભીનંદન

  અને નિરામય દીર્ઘાયુ માટે હાર્દિક શુભેચ્છાઓ

 2. મારા ‘ હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ’ લેખમાંના પ્રફુલ્લભાઈ વિષેનાં આ વિધાનોને યાદ કરું છું :’ પ્રફુલ્લભાઈ પોતાના કુટુંબરૂપી બ્રહ્માંડના જાણે કે બ્રહ્મા હોય તેમ નિર્લેપભાવે પત્ની અને સંતાનોની બહુપાંખીય પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હોય તેમ લાગે છે! જો કે પ્રફુલ્લ્ભાઈ વિષેનું આ વિધાન ખાત્રીબંધ હોવાની બાબતમાં હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું સંતોષજંનક રીતે આ પરિવારની સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓ વિષે સંશોધન કરી શક્યો નથી’.

  પ્રફુલ્લ્ભાઈના ૮૨મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેમને અને તેમનાં કુટુંબીજનોને ખૂબ ખૂબ અભિનંદન. તેમના તંદુરસ્તીપૂર્ણ દીર્ઘાયુષ્ય માટે પ્રભુપ્રાર્થના.

 3. ૨૦૧૩માં ઓકટોબર પહેલીએ પ્રફુલ્લભાઈ થઈ ગયા બ્યાશી,

  એવું જાણી, ખુશ થઈ ચંદ્રને ત્યાં સુધી પહોંચવાની લગની લાગી,

  આજ વર્ષે, ઓકટોબર તેરના દિવસે ભલે હોય એ સીત્તેરે નાનો,

  પણ, પ્રભુકૃપા માંગી, આશા રાખે એ હોય વર્ષે પ્રફુલ્લભાઈ જેવો,

  ભવિષ્ય કોણ જાણે ? જે થયું અને જે થશે તે પ્રભુ ઈચ્છાથી જ હશે,

  એવા અજાણ ભવિષ્ય માટે ચંદ્ર હૈયે પ્રફુલ્લભાઈ માટે પ્રાર્થનાઓ રહેશે,

  નથી મળ્યો તમને, પણ જાણ્યા છે તમોને પન્તી પ્રજ્ઞાજુ કારણે,

  જોડી તમારી જીવન સફર કરે એવી આશાઓ ચંદ્ર હૈયે આણે,

  ૮૨ના અભિનંદન ! ખુબ ખુબ અભિનંદન છે આજે તમોને,

  જુગ જુગ જીઓ !કૃપા કરી, બક્ષે પ્રભુજી તંદુરસ્તી તમોને !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 4. શ્રી વડીલ પ્રફુલ્લભાઇને 82 મા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ અને ભગવાન એમને દીર્ઘાયુ તેમજ નિરામય ભાવિ જીવન અર્પે એ માટે ઇશ્વરનેહાર્દિક પ્રાર્થના.

 5. From: Naresh Kapadia
  To: pragna vyas
  પૂજ્ય મંમી જી,
  પ્રણામ.
  યામિનીનો સંદેશો આવ્યો કે આજે પપ્પા જીની વર્ષગાંઠ છે. તેને સરસ કાવ્ય પંક્તિઓ પણ મોકલી. એકદમ નાની મીની યાદ આવી ગઈ.

  પાપા જીને જન્મ દિનની ખુબ ખુબ શુભકામનાઓ. આપના તમામ સપનાઓ સાકાર થાવ. ખુબ આનંદ કરો, નીરોગી રહી.

  અમારી સૌની ખુબ ખુબ શુભકામનાઓ છે આપની સાથે.

  જન્મ દિન મુબારક.

  નરેશ અને પરિવાર.

 6. Aaja
  You can view it by clicking here:
  http://www.123greetings.com/send/view/10201013208341814216
  જન્મદિવસ પર અંતકરણ થી શુભેચ્છા !
  રાધે રાધે

  Chhaya ,Kamlesh & Madhav

  ecard sent by cnaik22@gmail.com to aajiaaja@gmail.com (Oct 1, 2013)

 7. જન્મદિવસની શુભેચ્છા માટે તમામ મિત્રોનો આભાર
  એક વાર રવિન્દ્રનાથ ટાગોરને કોઈએ વાતવાતમાં પૂછ્યું કે , આટલાં વર્ષની ઉંમર હોવા છતાં હજુ તમે એટલા જ આકર્ષક અને તાજગીભર્યા લાગો છો . એનું કારણ શું ? રવિન્દ્રનાથ ટાગોરે જવાબ આપ્યો કે એનું કારણ માત્ર રસ છે . હું જે પ્રવૃતિ કરું છું તે મારા રસનો વિષય છે . હું રસ હોય એ પ્રવૃતિ કરું છું અને તમે જ્યારે રસથી અને હ્રદયથી પ્રવૃતિ કરો છો ત્યારે તમે ઘરડા હોવા છતાં યુવાન બની જાઓ છો ને તમારું શૈશવ , તમારી યુવાની પાછી ફરે છે .
  હું જીવનભર સુધારક વીચારનો અને વીવેકબુદ્ધીવાદી રહ્યો છું. માનવ પ્રત્યે સમ્વેદનાસભર હૈયું અને માનવ સાથે તેવો વ્યવહાર એ જ ધર્મ. એવા માનવધર્મ સીવાય અન્ય કોઈ ધર્મ પરત્વે મને લગાવ નથી.

 8. આદરણીય વડિલ. બહેન શ્રી પ્રજ્ઞાજૂબહેન,

  શ્રી પ્રફુલ્ભાઇઅના ૮૨ માવર્ષ પ્રવેશ નિમિતે ખોબલા ભરી અભિનંદન

 9. પિંગબેક: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ

 10. શ્રી વડીલ પ્રફુલ્લભાઇને 82 મા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ અને ભગવાન એમને દીર્ઘાયુ તેમજ નિરામય ભાવિ જીવન અર્પે એ માટે ઇશ્વરનેહાર્દિક પ્રાર્થના.

 11. પિંગબેક: ૮૩ મુ વર્ષ વટાવી ૮૪માં પ્રવેશ વેળાએ શ્રી પ્રફૂલભાઇને … | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.