૭૫ … વર્ષમા પ્રવેશ વેળાએ…

જય માતાદી  નવરાત્રી ની અનેકાનેક શુભકામના   માતાજીના ભક્તો માટે રોજ મંત્ર                                                                                                         Image દીપજ્યોતિઃकालरात्रि
एकवेणीजपाकर्णपूरानग्नाखरास्थिता।लम्बोष्ठीकर्णिकाकर्णीतैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।वर्धनमूर्धध्वजाकृष्णाकालरात्रिर्भयङ्करी॥
કડોદ બારડોલી ખાતે આવેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ અને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮થી માંડવી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું  ગામ છે. ત્યાં અમારા આજાબાપા પૂ ભાઇશંકર જોષી રહેતા. ચાર દિકારીઓ અને એક દિકરા સાથે સગાવહાલા અને મહેમાનો નું ભરણ પોષણ કરવા ઘામોટું કરતા સાથે વૈદુ, જ્યોતિષ,ગોરપદા સાથે કથાઓ કહેતા.સન્માર્ગે જવાની પ્રેરણા આપનાર કે અંધકારભર્યા રસ્તે પ્રકાશના એક જ કિરણે મંઝિલ દેખાડનાર પ્રસંગો, વાક્યો કે પ્રેરણાદાયી જીવનચરિત્રો કહેતા. તેમની અસર સજ્જડ છાપ મૂકી જાય છે.  કેટકેટલા લોકોને પોતપોતાની નબળાઈઓ સ્વીકારીને સાચા રસ્તે લઈ જવામાં ભાગ ભજવે છે..મારા પૂ પપ્પા ફ્રી લૅન્ડગંજમા રેલ્વેમા ફોરમેન તરીકે નોકરી કરતા .પૂ.બા ઇશ્વરીબેનને પ્રથમ પ્રસૂતિ માટે તેમના પિયર કડોદ તેડાવ્યા હતા અને આજાબાપાની સલાહ પ્રમાણે  કરતા.   બરોબર ૭૪ વર્ષ પહેલા અમારા બા ને સૂરત જનરલ હોસ્પિટાલમા દાખલ કર્યા હતા. ડૉ.શાંતાબેન વૉરાએ મને સહજ પ્રગટ કર્યા!.

યાદ…દાહોદ ફ્રી લૅન્ડગંજના  રેલ્વેના કર્મચારીઓના નિવાસ સ્થાનમાં સવાર સાંજ સંગીતના સૂરો લહેરાતા. પૂ પપ્પા નિત્યક્રમ પતાવી ભગવાનની પ્રાર્થના કરી નોકરીએ નીકળતા ત્યારે  હું તેમને વિદાય કરવા આંગણામા નીકળતી.સાંજે વાળુ કરી સાંજની સંગીત સભાની તૈયારી થતી.૧૯૪૭મા આઝાદી મળી ત્યારે અને ત્યારબાદના રાષ્ટિય પ્રસંગો અને વાર તહેવારની ઊજવણી થતી.ત્યારબાદ ૧૯૪૮-૪૯મા અમે ગઢેચી આવ્યા ત્યારે હું આઠમા ધોરણમા  બચપણનો સમય એવો હતો જ્યારે અમને સંગીત – સિનેમા વિશે  સમજ આવી હતી. દાહોદ ભાવનગરમાં ચલચિત્રો  આવતા, તે જોવા જતા પણ પૂ પપ્પા અમને સૌને સાયગલનાં ‘દેવદાસ’, ‘દુશ્મન’ જેવા ચલચિત્રો જોવા સાથે લઇ જતા હતા. તે જોઇને સાયગલ સાહેબના અવાજ અને અભિનય પ્રત્યે અપાર સ્નેહ થઇ ગયો! પૂ પપ્પા સંગીત રસિયાઓને અબ્દુલ કરીમખાં સાહેબ, હિરાબાઇ બરોડેકર, ફૈયાઝખાં સાહેબનો અવાજ અને સંગીત સાંભળતા. કોઇ વાર મન થાય ત્યારે તેમના હારમોનિયમ કાઢી એકાદ રાગ વગાડતા. એક દિવસ  અમે રમીને બહારથી આવ્યા ત્યારે બાલમ આયે બસો મોરે મનમેં સંભળાવ્યું.મુખડાના શબ્દો પૂરા થયા ત્યારે તેમણે કહ્યું,”હવે અંતરા પર ધ્યાન આપો. એક એવું પરિવર્તન નજર આવશે…” અને અંતરો શરૂ થયો.“સૂરતિયા જાકી મતવારી/પતરી કમરીયા ઉમરીયા બાલી…”ગીત પૂરૂં થયા બાદ તેમણે  અમને કહ્યું, “હવે આ ગીતની તમને ખુબી સમજાવું!”  અંતરો શું તે સમજાવ્યું, અને કહ્યું, “શરૂઆતના વિલંબિતમાં ગાયેલા મુખડા પછી સાયગલે ગાયેલ દ્રુત ગતના અંતરામાં તેઓ હૃદયનો આંતરીક આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગશે.” અમને આ બધું સમજાયું નહિ, પણ મારી બાલબુદ્ધીની સમજ પ્રમાણે પહેલી કડી અને બીજી કડીમાં જે ફેરફાર હતો તે સમજમાં આવ્યો અને ખરે જ, ‘બીજી કડી’માં સાયગલના અવાજમાં થયેલું ભાવપ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું!  અમારો આનંદ જોઇ તેઓ સંગીતના કાર્યક્રમમા અમને પણ સાથે રાખતા.ગઢેચી વિસ્તારમા રેલ્વે કોલોનીમાંથી  અમે અમારી સહેલીઓ જૂલી,ગુલશન સાથે ટ્રેનમા કે કોકવાર એન્જીનમા કે  સાયકલ પર ભાવનગર માજીરાજ સ્કુલમા અને કોલેજમા જતા…આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?…૧૯૯૬ મા Untitled-64તમારા આશીસ લઇ અહીં આવી ત્યારે શરુઆતના દોડાદોડીના સમયમા પણ તમારી યાદ વચ્ચે ૧૯૯૭મા તમારી છેલ્લી સ્થિતીની વાત આવતા તાકીદથી તમારી પાસે દોડી ગઇ .છેલ્લા શ્વાસે આંખોથી વાત થઇ’ તેમના ચહેરા પર શાન્તી જણાઇ…કાનમા રામ નામ જપી શાંત થતા જોઇ રહી પૂ પપ્પાની આ વાત  મઢાઇ ગઇ. “ચિત્તની પ્રસન્નતા આવે ત્યારે બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે.પોતાના સત્કર્મ થકી જે ધન મળે તેનાથી રાજી રહેવાનો ગુણ કેળવવો પડે.ઈશ્વરેચ્છાથી જે કંઈ બને એનો સ્વીકાર કરતાં પણ શીખવું પડે.”                                                                                     આ વર્ષની કેટલીક યાદ.  વેબ ગુર્જરી પ્રસૂતિ પહેલા …
આદરણિય મહોદયશ્રીઓ.
આપ સૌના લાગણી ભર્યા ઇ-મૅઇલ બદલ આભાર. .
સામાન્યતયા એવો આગ્રહ રખાય છે કે મુખીની  ભૂમિકા માત્ર રબર સ્ટેમ્પની કે બહેરા, મૂંગા અને અંધની  ન હોવી જોઇએ. પરંતુ  વિચારશીલ અને કાર્યનો અમલ કરાવનાર બંધારણીય વડાની હોવી જોઇએ.એ રીતે ઘણા વિદ્વાન અને ટેકનીકલ નિષ્ણાતો હોવા છતા આપે અમારું સૂચન કર્યું તે આશ્ચર્યજનક છે !
સારા કામમાં સંમતિ અને હાજરી તો હોય જ . કવિ દાદ યાદ આવે છે-
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ….
હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….
પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….
ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….
બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……
કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે, મુખીજી નથી થાવું  
થી વિચાર કરો. અથવા કહું કે વિચાર ન કરો. अशोच्यानन्व शोचस्त्वं प्रज्ञाबेन वादांश्च भाषसे…’

વાત ફરીથી નથી લખતા અને વેબ ગુર્જરી આજે તો ૧૦ મહીનાનું પણ થયું.

છેલ્લે મારાં ભાવોની અભિવ્યક્તી જેવી ડૉ વિવેકની રચના

પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.

એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?

સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…– /   અમારો પ્રતિભાવ
સુંદર
જે ઘોડો નબળો હોય તેને અબલક કહેવામાં આવે છે
તેને હય બનાવવા વેદમા અશ્વગંધા ની યોજના છે
તને કોઈ અશ્વ કહે,
તુરંગી, તુરંગા ચહે,
હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !
અને
કટાવ છંદના સોનેટ ની આ પંક્તી એ
કંપ થયો આખી કાયામાં,પાન નામની ફૂટી ઘટના…
લીંબીક ને ઉજાગર કરી !
યાદ
સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી.     આ જે ૭૫ માં પ્રવેશવેળાએ આપના આશીસ અને શુભેચ્છાઓ અભિલાષી

IMG_1258

13 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized

13 responses to “૭૫ … વર્ષમા પ્રવેશ વેળાએ…

  1. આદરણીય પ્રજ્ઞાબેન ,

    આપને ૭૫મો જન્મ દિન મુબારક અને આપના જીવનનો હવે પછીનો સમય

    નિષ્કંટક, સુખ ,શાંતિ અને સ્વાસ્થ્ય ભર્યો બની

    રહો એવી પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના .

  2. તમને તો શતાયુ કહેવાનુંય ઓછું પડે…..બોનસ ગણીને લખ્યા કરો, ને તેને અકર્મ, વીકર્મ થવા દો…પછી નહીં નડે.

    શુભેચ્છાઓ સાથે !

  3. P.K.Davda

    બહેન,
    સમયના માપમાં આપના ૭૫ પૂરા થયા, કાર્યના માપમાં ૧૨૫.
    જન્મ દિવસ મુબારક.

  4. વિનોદભાઈના પ્રતિભાવ થકી એ દિવસોમાં ખૂબ જ વંચાતી ‘સુખ, સમૃદ્ધિ અને સામર્થ્ય’ કિતાબની યાદ આવી ગઈ. આપનું હાલ સુધીનું જીવન જ એક એવી કિતાબ સમાન બની રહ્યું કે જે થકી આપના પ્રત્યક્ષ અને પરોક્ષ સહવાસમાં આવનાર સૌ કોઈએ આપની પાસેથી વિવિધક્ષેત્રીય જીવનપાથેય મેળવ્યે રાખ્યું. વનરાજિમાંથી આવતા કોયલના મધુર અવાજને આપણે માણતા હોવા છતાં તેને પ્રત્યક્ષ જોઈ લેવાની લોભવૃત્તિના કારણે આપણે અવાજની દિશામાં ચોતરફ નજર ફેરવીએ છતાં એ નજરે પડે નહિ અને છતાંય કોઈ ધન્ય પળે તેનાં દર્શન થઈ જાય તો આપણે તેને આપણાં અહોભાગ્ય સમજીએ, તેમ આપ પણ ક્વચિત્ જ છવિરૂપે દેખાયાં છો અને તે ઉપરથી અમારું અનુમાન છે કે આપ તંદુરસ્ત છો. વિજ્ઞાનની સિદ્ધિઓ જોતાં આપના માટે સો શરદ જીવવાનું પ્રભુને પ્રાર્થતાં છેતરાયા જેવું ન લાગે એટલા માટે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ એવું દીર્ઘાયુષ્ય આપને મળી રહે એવું અમે ગોળગોળ પ્રાર્થીએ છીએ. વધારામાં મારી/અમારી મનોમનની એક પ્રાર્થનાને અમે એટલા માટે જાહેર કરીએ છીએ કે જે પરિપૂર્ણ થવામાં આપનો સહકાર મળી રહે. એ પ્રાર્થના છે આપને પ્રત્યક્ષ મળવાની, ત્યાંની કે અહીંની ધરતી ઉપર, વિધિને જ્યાં માન્ય હોય ત્યાં. મને લાગે છે કે પેનસિલ્વેનીઆ સ્ટેટના એલનટાઉન ખાતે આપની બહેનનું ઘર છે અને મારું પાર્ટ ફેમિલી પણ ત્યાં રહે છે, ત્યાં ઈન્શા અલ્લાહ (If God wills) આપણે મળીશું. ધન્યવાદ.

  5. nabhakashdeep

    આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન…નવરાત્રીના આ મંગલ દિવસોમાં જગત જનની કૃપા , આપના તથા સૌ કુટુમ્બીજનો પર વરસતી રહે એવી અંતરથી શુભેચ્છા. આપની આ ડાઈમન્ડ જુબેલી ના વિશેષ જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન.

    કેટલું સરસ નામ અને એ પ્રજ્ઞાનો પ્રકાશ ..સઘળું સાર્થક.

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. સ્મરણોના આ 75માં પડાવે , ખુબ ખુબ અભિનંદન 🙂

  7. Happy Birthday ….keep counting time with your good work.
    Geeta and Rajendra

  8. शतं जीव शरदः ।
    પ્રજ્ઞા પ્રાગટ્યની વાત બહુ રસથી વાંચી.
    જે ઘોડો નબળો હોય તેને અબલક કહેવામાં આવે છે
    તેને હય બનાવવા વેદમા અશ્વગંધા ની યોજના છે.
    આ વાત નવી જાણવા મળી.

    આમેય તમારી પાસેથી અવનવું સદા જાણવા મળે જ છે. એ યજ્ઞ ચાલુ રહો.

  9. પ્રજ્ઞાદીદી, આપને 75 મા વર્ષ્ની હાર્દિક શુભેચ્છાઓ અને આપ શતાયુ છતા નિરામય, આનન્દ,ઉલ્લાસ અને ઉમંગથી આપના પરિવાર સાથેવિતાવો એથી વિશેષ શુભેચ્છા ઇચ્છુ છુ. આમેય આપને ઇશ્વરે સર્વ પ્રદાન કર્યુજ છે અને હજુયે વધુ બક્ષે એજ અપેક્ષા.

  10. janm divas ni hardik vadhaamani. aapnu jivan shavasth, dirghaayu ane aam j gnaandaa rahe evi maa ne prarthna

  11. પિંગબેક: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ

  12. આદરણીય પ્રજ્ઞાબેન ,
    કેટલું સરસ નામ અને એ પ્રજ્ઞાનો પ્રકાશ ..સઘળું સાર્થક. આપને ૭૫મો જન્મ દિન મુબારક અને આપના જીવનનો હવે પછીનો સમય નિષ્કંટક, સુખ ,શાંતિ અને સ્વાસ્થ્ય ભર્યો બની રહો એવી પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના .

  13. આદરણીય વડિલ બહેનશ્રી પ્રજ્ઞાબહેન

    આપના જીવનના અમૃત પર્વ પ્રસંગે એટ્લે કે ૭૫મા જન્મદિવસના અભિનંદન

    આપના જીવનમાં સુખ શાંતિ ને સમૃધિ સાથે સ્વાસ્થ્ય ભર્યું ભાદરું બને

    સાથે આપનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ ધગશ સમંદર જેમ છલકાતો રહે એવી

    પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.