એક શ્રેષ્ઠ વાર્તા/પ્રજ્ઞાબેન વ્યાસ

OLYMPUS DIGITAL CAMERA

વ્હાલાં ગુજરાતી વાર્તાકાર ભાઈબહેનો,

આપ સૌ કુશળ હશો.
આપ મારા  સ્વરચિત માત્ર ટૂંકી વાર્તાઓના બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવ’ વિષે કદાચ પરિચિત હશો.
મેં મારા ઉપરોક્ત બ્લોગ ઉપર ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’ શીર્ષકે તાજેતરમાં જ એક પાનું શરૂ કર્યું છે. અહીં આપની વાર્તા સીધી મૂકવાના બદલે Reblog કરવાના આશયે માત્ર લિંક મૂકવાની મારી ગણતરી છે કે જેથી મારા બ્લોગના વાચકો આપના બ્લોગ સુધી પહોંચીને ત્યાંથી જ આપની વાર્તા વાંચી શકે અને ત્યાં જ પોતાનો પ્રતિભાવ પણ આપી શકે.
આપ આપની વાર્તાઓથી સુપરિચિત હોઈ આપની પસંદગીની આપની કોઈ એક શ્રેષ્ઠ વાર્તા અને તેનો લિંક મને મોકલી આપો તો હું મારા પાનામાં તેને સ્થાન આપી શકું. આપની જે તે વાર્તાના સ્થાને આપની અન્ય કોઈ વાર્તાને આપ સમયાંતરે બદલાવી પણ શકશો.
મેં મારા બ્લોગને કોઈપણ જાતના આર્થિક લાભની અપેક્ષા વગર માત્ર ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતીના લાભાર્થે શરૂ કર્યો હોઈ મારા આ પ્રયાસમાં આપનો સહકાર મળશે જ તેવી મારી માત્ર અપેક્ષા જ નહિ, મારો વિશ્વાસ પણ છે.
સહકારની અપેક્ષાસહ,
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
તા.ક. : (૧) આપ ભવિષ્યે કોઈ કારણોસર આપની વાર્તાને વિનાસંકોચે મારા બ્લોગ ઉપરથી દૂર કરાવી દેવા પણ સ્વતંત્ર છો. (૨) એક જ સ્થળે ચુનંદી વાર્તાઓ આપવાની/વાંચવાની તક ચૂકશો નહિ. (૩) અપડેટ થતા જતા આ પેજની અવારનવાર મુલાકાત લેવા આપને ભાવભીનું આમંત્રણ છે.
mS1tFFeF-nU_zr-dToSRUsawVRWqVJC8wD5LE8qdlhUs100-p-o

3 ટિપ્પણીઓ

Filed under વાર્તા, Uncategorized

3 responses to “એક શ્રેષ્ઠ વાર્તા/પ્રજ્ઞાબેન વ્યાસ

 1. ગરીબની હાશ અને હાય બંનેના પરીણામ વાર્તા દ્વારા સારી રીતે રજૂ કરાયા છે.

  એક આદર્શ વીરપુરના જલારામ બાપાએ ચીંધ્યો છે :
  દેનેકો ટુકડા ભલા, લેને કો હરિમાન

  અને બીજી ચેતવણી તુલસીદાસે આપી છે:
  તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય
  મુએ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય.

  Do’s and Dont સંતોની વાણીમાં સહેજે મળે પણ આચરણ કાઈ વૈખરી જેટલું સહેલું તો નથીને?

 2. સુધારો:

  દેનેકો ટુકડા ભલા, લેને કો હરિ નામ

 3. pragnaju

  વાંચવાની સરળતા માટે…
  રાગ અને ત્યાગ-ગરીબની હાયની એક ઉર વીંધતી કહાની ૧

  પોલિસ સુપરિન્ટેન્ડન્ટ રુદ્રરાયનાં નામ અને દેખાવ ભલે ગમે તેટલાં કરડાં હતાં, છતાં એ દિલના હતા અત્યંત દયાળુ; અને એ વાત સારું ય ત્રિવિધા જાણતું. જ્યારે જ્યારે કોઈ ગુંડો કે ગંજેરી, કોઈ ચોર, દારુડિયો કે જુગારી થાણાની એમની ઓફિસમાં દાખલ થતો, ત્યારે ત્યારે સામાન્ય અધિકારીઓ માટે સહજ એવી દંડા મારવાની સજા રુદ્રરાય ભાગ્યે જ કરતા. પોલિસ અધિકારી બન્યા છતાં એમના સ્વભાવને એ અનુરૂપ ન હતું બનતું. શારીરિક શિક્ષાથી તો ગૂનાહિત માનસ ઊલટું વિકૃત બને છે, એવી એમની દૃઢ માન્યતા હતી; અને આથી મોટે ભાગે તો સમજાવટ અને પ્રેમથી જ એઓ કામ લેતા. આથી ત્રિવિધામાં ગુન્હા ન થતાં એમ તો નહીં જ; છતાં એનું પ્રમાણ કાંઈક ઓછું અવશ્ય રહેતું. પોતાને અધિકાર હોવા છતાં ‘સાહેબ ખોટી સખતાઈ કરી દંડાપાટુ નથી કરતા’ એ વિચારથી એમની ઓફિસમાંથી પાછા ફરતા ગુનેગારો એમને ભાવભર્યું વંદન કરવા ભાગ્યે જ ચૂકતા, અને એમાંના કેટલાંક તો ફરીથી એવો ગૂન્હો ન કરવાની ખાતરી આપી બહાર નીકળતા. આવે સમયે રુદ્રરાયનાં વદન પર આત્મસંતોષની એક નાનકડી આભા અંકિત થઈ ઊઠતી. જો કે આથી ગૂન્હેગારો ગુન્હો કરતા અટકી જ જતાં એમ પણ નહીં; છતાં ય માનવતા પરનો એમનો અટલ વિશ્વાસ એમની આંખમાંથી સદાય નીતરી રહેતો, અને એ વધુ વિનમ્ર બની રહેતા. એમના આ ગુણોને કારણે ગામનો શિક્ષિત અને સંસ્કારી ઊંચ કે મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ અણઘડ ગણાતો પછાત વર્ગ અને કાયમ અડ્ડો ઝમાવી, પડ્યા પાથર્યા રહેતા જુગારી દારુડિયાઓ પણ એમનું બહુમાન કરવું ભાગ્યે જ ચૂકતા.

  રુદ્રરાય જેટલા દયાળુ હતા તેટલા જ પ્રમાણિક અને પરોપકારી પણ હતા. કોઈ પણ ગૂન્હેગાર પાસે લાંચ લઈ, કે માલપાણી પડાવી લઈ તેને છૂટો કરવાનું કે દુભવવાનું જો એમને ન ગમતું, તો કોઈ રાજીખુશીથી બક્ષિસ રૂપે એમને કાંઈ આપતું તો તે નકારી સામા માણસને રંજાડવાનું પણ એમને ન રુચતું. આમ જો એમનામાં ચોરવૃત્તિ ન હતી, તો પ્રામાણિકતાના ખોટા ઘમંડથી પણ એઓ દૂર હતા. આમ મધ્યમ પ્રકારનું સંતોષી જીવન જીવતાં એઓ ત્રિવિધામાં સહેજ ઊંચા ઓટલાનું એવું એક નાનકડું ઘર બંધાવી તેમાં પોતાની સાલસ, મમતાળુ અને ધર્મિષ્ઠ પત્ની સુલોચના જોડે આનંદથી દિવસો નિર્ગમન કરતા હતા. એમના એ નાનકડાં સંતોષી જીવનમાં જો કોઈ ખોટ હતી તો તે એક જ હતી. સુલોચના ઘેર આવ્યાને અઢાર અઢાર વર્ષનાં વહાણાં વાયાં તો યે ભગવાને એમને એક ખોળાનો ખૂંદનાર ન હતો દીધો; અને એનું દુઃખ માત્ર એમને કે સુલોચનાને જ નહીં, પરંતુ અડોશી પડોશીઓને તેમ જ સ્નેહી સંબંધીઓને પણ રહેતું.

  રાગ અને ત્યાગ ૨
  એક દિવસની વાત છે. રુદ્રરાય ઓફિસમાં કામ પર ગયા હતા અને સુલોચના ઘરમાં એકલી હોઈ રામાયણની વાતમાંનો પેલો કાંચનમૃગનો પ્રસંગ, જેમાં રાવણ ભિક્ષુક બની ઝૂંપડીમાં એકલી પડેલ સીતામૈયા પાસે આવી ભિક્ષા યાચતો ઊભો રહે છે, અને પતીતપાવની સીતામા એને ભિક્ષાન્ન પીરસી એનો આદર-સત્કાર કરે છે, જેના બદલામાં રાવણ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી, “હે રામ! હે રામ!”નો ચિત્કાર નાખતી જાનકીને ખાંધે ચઢાવી ભાગી જાય છે, એ વાત વાંચી રહી હતી. સીતામાતાની એ હૃદયદ્રાવક કથા વાંચતા એનાં નેત્રોમાંથી અશ્રુધાર અખંડ વહી રહી હતી. તે જ વેળા એક ભિક્ષુક આંગણે આવી કહી રહ્યો હતોઃ
  “तीन दिनका भूखा हूं, मा! थोडासा खानेका दे दे; भगवान तेरा भला करेगा, माई!”
  અને સુલોચનાએ સંશયભરી આંખે બહાર જોયું, તો એક વૃધ્ધ રક્તપિતિયો એનો જમણો હાથ પ્રસારી, દયામણે મોઢે, કાંઈક મળવાની આશાએ ઊભો છે; એનો ડાબો હાથ એના પેટમાં પડેલ ખાડાને પૂરવા વ્યર્થ મથી રહ્યો છે. ભિક્ષુકનું પોપડી જેવું પેટ, દયામણું મોઢું અને આશાભરી આંખો જોઈ સુલોચનાથી ન રહેવાયું. અને એ ઊઠી શીકા પર રાખેલ થોડાં દાળભાત, બેએક રોટલી અને થોડું શાક ઉતારવા. એક પતરાળી-દડિયો લઈ તેમાં એ બધું મૂકી એણે એ ભિક્ષુકને આપી, અને પેલા ભિક્ષુકને એને ગંધાતે-સડેલ હાથે એ ખાતો જોઈ ન જાણે શું ય વિચારતી ત્યાં ઊભી રહી ગઈ. ખાતાં ખાતાં ભિક્ષુકે સુલોચના પ્રતિ ઊંચું જોયું. એની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી, અને એ આંસુ ત્યાંથી ટપકી એની પતરાળીમાં પડી રહ્યાં હતાં. સુલોચનાથી એ દૃષ્ય ઝાઝો સમય ન જોવાયું, અને ઘરમાં જઈ એણે રામાયણની વાતોનું પેલું પુસ્તક ઉપાડ્યું. થોડી વાર ન થઈ હશે અને અવાજ આવ્યોઃ
  “थोडा सा पानी दीजिये, मा.” અને સુલોચનાએ ઊઠી એ પિતિયાના પડિયામાં પાણી રેડ્યું. પાણી પી લઈ પરિતૃપ્ત થએલ એ વૃધ્ધ ભિખારી જતાં જતાં બોલતો ગયોઃ
  भगवान तेरे लडकेको सो साल जिलाये, मा.”
  રાગ અને ત્યાગ 3

  સુલોચના એ સાંભળી રહી. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ગરીબને પેટપૂર જમાડ્યાના સંતોષથી એનું વદન લખલખ થઈ રહ્યું હતું. પેલું પુસ્તક લઈ એ ઢળી પોતાના ખાટલામાં, અને પુસ્તકને છાતી સરસું ચાંપી, પોતાનાં નેત્રો બંધ કરી દઈ, કોક ઘેરાં ચિંતનમાં પડી જઈ ત્યાં જ નિદ્રાધીન થઈ ગઈ. ઊંઘમાં ને ઊંઘમાં એની આંખના એક ખૂણામાંથી સરી પડેલ બે-એક અશ્રુબિંદુએ એના ઓશિકાને ભીંજવ્યું.

  આ પ્રસંગને એક સાલ વીતી ગયું છે, અને હવે સુલોચનાની ગોદમાં ત્રણ માસનો નાનકડો મૃદુલ માતાને નિહાળી, હસું હસું થઈ પગ પછાડી રહ્યો છે. ઉભય પતિ-પત્નીનું અત્યાર સુધી ખાલી લાગતું જીવન ભર્યું ભર્યું થઈ રહ્યું છે અને એમને કોઈ વાતની કમીના નથી. પેલા વૃધ્ધ ભિક્ષુકની ઘડી ઘડીએ યાદ આપતા એમના દિવસો આનંદ અને સંતોષમાં વ્યતીત થઈ રહ્યા છે, અને હસતો હસાવતો મૃદુલ ઘૂંટણિયાં કરતો થઈ ગયો હોઈ આખું ઘર ખૂંદી વળે છે. સુલોચના પેલા ભિક્ષુકના આશીશ ભૂલી નથી.

  એક દિવસની વાત છે. થાક્યા પાક્યા રુદ્રરાય હમણાં જ ઓફિસેથી આવ્યા હોઈ કાયમ પોતાની સંઘાતે રહેતો એમનો સીસમનો ડંડો ટેબલ પર ફગાવી ઉભરડામાં બાંધેલ હિંચોળા પર ઝૂલતાં, હળવે હાથે એનાં ખમીસનાં બટન કાઢી રહ્યા છે, અને સુલોચના એમને માટે ચા લાવવા રસોડામાં ગઈ છે. ત્યાં તો એકાએક ચીસ પાડી મૃદુલ જોર જોરથી રડી રહ્યો.
  રાગ અને ત્યાગ ૪

  “જો તો, પેલાને શું થયું? હમણા હમણા એનું તોફાન ખૂબ વધી ગયું લાગે છે.” રુદ્રરાયે સુલોચનાને હુકમ કરતા કહ્યું, અને પોતે ઝૂલણે ઝૂલી રહ્યા. ચાનો કપ પડતો મૂકી સુલોચના સફાળી દોડી બહાર આવી, અને એનાથી એક ઊંડી ચીસ નંખાઈ ગઈ. રુદ્રરાય સફાળા ઊઠી પરસાળમાં દોડ્યા, તો સામેનું દૃષ્ય જોઈ હેબતાઈ જ ગયા. જોયું તો એક વૃધ્ધ રક્તપિતિયો પોતાના લોહી ઝરતા સડેલ હાથે મૃદુલને ઉપાડી ઘરનો ઓટલો ચઢી રહ્યો છે. બન્નેને ઊભેલ જોઈ કહી રહ્યો:

  “तेरा बच्चा उपरसे गिर गया था; उसे सम्हालो, मा.”

  “अरे बच्चा वाला, रख दे उसे.” કહેતાં જ રુદ્રરાયને ન જાણે શું થયું તે ટેબલ પરથી એમનો પેલો અહિંસક દંડો ઉપાડી જોરથી વીંઝ્યો એ વૃધ્ધના બરડા પર; અને વૃધ્ધ પડતો પડતો બચી ગયો. એના શિથિલ હાથમાંથી મૃદુલને પડી જતો બચાવવા એણે ભગીરથ પ્રયાસ કર્યો, અને બચ્ચાને છાતી સરસો ધરી રાખી લથડતે અવાજે કહી રહ્યોઃ

  “लेकिन बाबा, उस बालक …. “

  પણ ત્યાં તો મૃદુલને એની પકડમાંથી છીનવી લઈ ખુન્નસમાં આવી જઈ પોતાની સમગ્ર શક્તિથી એ વૃધ્ધ ભિખારીના લમણાંમાં એવો તો ફટકો માર્યો કે એ બિચારો ઓટલા પર ઢળી પડ્યો. એના લમણામાંથી રક્તધાર વહી રહી.

  “પણ … ઓ ..ઓ… તમે આ શું કર્યું? ઓહ, આ ડોસો … આ ડોસા તો પેલા ….”

  પણ ત્યાં તો પત્નીનો એક પણ હરફ ન સાંભળતા રુદ્રરાયે જોરથી ધસી જઈ એ ભિક્ષુકને પોતાના મજબૂત પગની એક લાત લગાવી, અને વૃધ્ધ ઓટલા પરથી નીચે પડ્યો. એના લમણા અને નાક-મ્હોંમાંથી કાળા લોહીની ધાર વહી રહી. રુંધાતે સ્વરે એ માંડ બોલ્યોઃ

  “भ … भग… वान … ते…रा भ… भ… भला … क… … !” અને એણે ડોકું ઢાળી દીધું. એની ફાટી રહેલ આંખમાંથી પડેલ અશ્રુનાં બે ટીપાંથી મા વસુંધરા પાવન બની રહી; અને વૃધ્ધનું પ્રાણપખેરું દુઃખભરી આ ફાની દુનિયા છોડી સ્વધામ સિધાવ્યું. સુલોચનાએ વ્યથામાં આવી જઈ વેગપૂર્વક આંખો મીંચી, અને પોતાના ગાલને બન્ને હાથ વડે જોરથી દબાવતી એ મોઢું ફાડી વકાસી રહી. રુદ્રરાય સૌના માનીતા હોઈ જેમ ગામમાં, તેમ એમની હેડઑફિસમાં પણ એમની નામના ઠીક ઠીક પ્રસરી હતી. વળી પોતે હમેશ દયાળુ અને ન્યાયપ્રિય રહ્યા હોઈ સરકારમાં એમનો રેકોર્ડ પણ ઘણો જ સારો હતો. ઉપરાંત મર્હુમ એક વૃધ્ધ વિકલાંગ ભિખારી હતો, અને જે બાળકને એ રક્તપિતિયાએ ઉપાડ્યું હતું તેને રક્તપિત્ત જેવો ચેપી રોગ લાગી જવાની પૂરી શક્યતાને કારણે કોઈ પણ માતાપિતાનો મિજાજ જાય એ સ્વાભાવિક હતું. રુદ્રરાય એક પુત્રવત્સલ પિતા હોઈ એમનાથી જે કાંઈ બની ગયું તે એમના પિતૃહૃદયને કારણે બની ગયું, એમ વિચારી પોલિસખાતાએ રુદ્રરાય સામેનો કેઈસ ફાઈલ કરી દીધો; અને એમના આ કાર્યની શિક્ષા રૂપે ગણો કે ગમે તે રીતે ગણો, પણ રુદ્રરાયને નિયમિત રૂપે મળતો પગાર વધારો એક વર્ષ પૂરતો મોકૂફ રાખ્યો, એટલું જ. પોતાનો પતિ મૃત્યુદંડમાંથી ઊગર્યો એમ માની સુલોચનાએ ભગવાનને ઘીના સાત દીવા કરી સત્યનારાયણની કથા કરાવી.આમ રુદ્રરાય ખૂનના આરોપમાંથી બચી ગયા; પરંતુ એક ગરીબ માણસને માર્યાનો દંશ ઉભય દંપતીનાં દિલમાં રહી ગયો.
  રાગ અને ત્યાગ ૫

  રુદ્રરાય કરતાં ય કપરી દશા થઈ સુલોચનાની. એની નજર સામેથી ભિક્ષુકનો એ લોહી-નીતર્યો મૃતદેહ ખસતો ન હતો. એણે જ તો એને એનો મૃદુલ આપ્યો હતો. ત્રણ ત્રણ દિવસનાં લાંઘણ બાદ જ્યારે એ ભિક્ષુકે પોતાને આંગણે પારણાં કર્યાં ત્યારે એણે એની આંસુભરી આંખે એને આશીર્વાદ આપ્યા હતા. એના જ આશીર્વાદથી તો વર્ષો બાદ પોતાને ઘેર પારણું બંધાયું હતું. ત્યાર પછી પહેલી જ વાર એ પાછો દેખાયો ત્યારે કે જ્યારે એનો મૃદુલ ઓટલા પરથી પડી જતાં જનેતાને વ્હાલભર્યે હૈયે એને ઊપાડી પોતાને ચરણે એ ભિક્ષુક ધરી રહ્યો હતો. એ પિતિયો હતો એ સાચું, પણ એના હૃદયમાં રામ હતા. અને … અને એના ઉપકારનું ઋણ શી રીતે અદા થયું હતું?

  સુલોચના આગળ ન વિચારી શકી. મરતી વેળા એ ભિક્ષુકની નિસ્તેજ બનતી આંખમાંથી પડેલ એ અશ્રુબિન્દુ અને “ભગવાન તેરા ભલા કરેગા”નો ભીષણ આશીર્વાદ એ કેમે ય ન હતી ભૂલી શકી. … ‘એનો મૃદુલ ઝાઝો સમય એની પાસે રહેશે ખરો?… એના આ કોરી ખાતા વિચારને મારી હઠાવવા એ વિહ્વળ બની ઊઠતી, અને તો ય એ વિચાર એનો કેડો કેમે ય ન મૂકતો. રુદ્રરાય એને એવા વિહવળ બની પુત્રનું અમંગળ ન નોતરવાનું ઘણી ય વાર કહેતા. હા, તે જ દિવસે તો એ ભિક્ષુકના દેહસ્પર્શ બાદ નાનકડા મૃદુલને લઈ એ ડોક્ટર પાસે દોડ્યા હતા, અને આમ એને એ જીવલેણ રોગનો ચેપ ન લાગે એ માટે અગમચેતી રૂપે કરેલ બધા ય ઉપચારની યાદ દેવડાવી સાંત્વન આપતાં બોલ્યા હતાઃ

  “તારા મૃદુલને ઊની આંચ પણ આવવાની નથી. એના સુદૃઢ શરીર પર કોઈ કહેતાં કોઈ કલંક, કોઈ ડાઘ, તને કદીય જોવા મળવાનો નથી.”

  અને વાત પણ સાચી. મૃદુલ બાળક મટી કિશોર બન્યો તો યે એના શરીર પર કોઈ કહેતાં કોઈ ડાઘ ક્યારે ય ન જણાયો. છતાં ય સુલોચનાના મનમાં એક દહેશત કાયમ ઘર કરી ગઈ હતી. એક વિચાર એના મનમાંથી કદી ય ન હતો હઠતોઃ રખેને પોતાનો મૃદુલ પોતાની પાસેથી છીનવાઈ જાય! રખેને એને ક્યાંક કોઈ ડાઘ લાગી જાય! સુલોચનાનાં જીવનમાં ચિંતાનું ભૂત ભરાયું. રુદ્રરાયે એને ઘણી ય સમજાવી; પરંતુ એના શંકિત હૃદયમાંથી પુત્રના અમંગળ ભાવિનો ખયાલ કેમે ય ન ગયો. એનાં અંતરમાંથી પેલા ભિક્ષુકનો લોહી નીંગળતો દેહ અને એની આંખમાં ઊભળેલ અશ્રુ કેમે ય ન હઠ્યાં. જાણે હજી કાલે જ એ બનાવ ન બન્યો હોય, એમ એ હરરોજ મૃદુલનો ચહેરો, એના હાથપગ, તપાસી રહેતી. પણ એને ક્યાંય પણ ખોડખાંપણ હોય તો જણાયને!

  સમય પાણીના રેલાની માફક પસાર થઈ રહ્યો હતો . રુદ્રરાયને હવે ધોળા આવી ગયા હતા . સુલોચના હવે સુલોચના મટી સુલોચનામાશી બની ગઈ હતી. મૃદુલ પણ હવે નાનો નથી રહ્યો. કિશોરાવસ્થા વટાવી એ હવે યુવાનીનો ઉંબરો ઓળંગી રહ્યો છે. ભણીગણીને પાર ઊતરેલ મૃદુલના એક ગરીબ ઘરની પણ સુંદર અને સુશીલ સૌદામીની સાથે લગ્ન લેવાવાને હવે ત્રણ દિવસની વાર છે. સર્વત્ર આનંદ-મંગળ છવાઈ રહ્યો છે.

  “સુલુ,” સુલોચના જોડે હીંચકે ઝૂલી રહેલ વૃધ્ધ રુદ્રરાયે ઘણે લાંબે ગાળે પત્નીને જરા લાડથી બોલાવતા કહ્યું, “આપણો મૃદુલ હવે આપણો મટવાનો.”

  “હોય કાંઈ? મારો મૃદુલ એવો વહુઘેલો નથી તો ! એ તો સદા ય મારો જ હતો અને રહેશે.” સુલોચનામાશી ગૌરવ અનુભવી રહ્યા.

  “પણ છતાં યે ગંગાનો પ્રવાહ વિભક્ત થાય એટલે ….”

  “તે તેમાં શું? મૃદુલ સૌદામીનીનો થશે ત્યારે જ તો આપણને આપણો એ નાનકડો મૃદુલ પાછો મળશે!”

  “સાચું કહ્યું તેં. … અને મૃદુલ પણ સાચે મૃદુલ જ છે, હોં! એવા દીકરા મળે તેની એકોતેર પેઢી તરે; અને લાખ પુણ્ય કરીએ ત્યારે એવા દીકરા પામીએ.”

  “એ જ તો હું તમને રોજ રોજ કહું છું; પણ તમારા ધ્યાનમાં જ ક્યાં આવે છે જે ? એ ગરીબની આંતરડી ઠરી અને આપણને અઢાર અઢાર વર્ષે દેવ જેવો દીકરો મળ્યો. પણ તમે ….” અને હોંઠે આવેલ વેણ ગળી જતી સુલોચના એકાએક ગંભીર બની ગઈ.રાગ અને ત્યાગ ૬

  “હોય કાંઈ? મારો મૃદુલ એવો વહુઘેલો નથી તો ! એ તો સદા ય મારો જ હતો અને રહેશે.” સુલોચનામાશી ગૌરવ અનુભવી રહ્યા.

  “પણ છતાં યે ગંગાનો પ્રવાહ વિભક્ત થાય એટલે ….”

  “તે તેમાં શું? મૃદુલ સૌદામીનીનો થશે ત્યારે જ તો આપણને આપણો એ નાનકડો મૃદુલ પાછો મળશે!”

  “સાચું કહ્યું તેં. … અને મૃદુલ પણ સાચે મૃદુલ જ છે, હોં! એવા દીકરા મળે તેની એકોતેર પેઢી તરે; અને લાખ પુણ્ય કરીએ ત્યારે એવા દીકરા પામીએ.”

  “એ જ તો હું તમને રોજ રોજ કહું છું; પણ તમારા ધ્યાનમાં જ ક્યાં આવે છે જે ? એ ગરીબની આંતરડી ઠરી અને આપણને અઢાર અઢાર વર્ષે દેવ જેવો દીકરો મળ્યો. પણ તમે ….” અને હોંઠે આવેલ વેણ ગળી જતી સુલોચના એકાએક ગંભીર બની ગઈ.

  “પણ શું?”

  “બળ્યું, મને તો …. પણ જવા દો એ વાત.”

  “તો પણ?”

  “મારાથી તો બળ્યો એ દાઢો ભૂલ્યો ભુલાતો નથી. ઈશ્વરનો પાડ કે આપણા મૃદુલને કાંઈ થયું નહીં,”

  “તે થવાનું પણ શું હતું? અને માન કે આજે કાંઈ થાય, અને તારો મૃ …”

  “જુઓ, આજે મારે એવી અપશુકનિયાળ વાત નથી સાંભળવી. હા, કહી દઉં છું તમને. એ એની મેળે પરણે-પષ્ટાય અને સુખી રહે.” કહેતી સુલોચનામાશીની ભીની બનેલ આંખ દૂર દૂરના ભૂતને ચીંધી રહી.

  “પણ તેમાં તું આટલી બેબાકળી શું બની જાય છે? એવા બાવટાના શ્રાપ એમ તે કાંઈ થોડા જ લાગવાના હતા?”

  “પણ તેમાં એનું બિચારાનું ભૂંડું શું કામ બોલો છો? બાપડો ઉપકાર કરવા આવ્યો અને જાનથી ગયો. એણે બિચારાએ મરતાં મરતાં પણ આશીર્વાદ આપવા સિવાય બીજું શું કર્યું હતું જે?”

  “પણ તું જ કહેતી હતી ને કે ગરીબની આંતરડી કકળી છે તે એની હાય કદી ખાલી ન જાય!”

  “હું તમને પગે પડું છું. હવે તમે મારી આગળ આવી વાત ન કરશો. કોઈ પણ જાતના સંબંધ વિના એ બિચારો એનું માગતું આપી ચાલ્યો ગયો. દુઃખી થતો મટ્યો, બિચારો. … રક્તપિત્તનું દુઃખ? હાય મા! મને તો એ વિચારું છું અને એવું કાંઈ થાય છે … ” હાથમાં ટેનિસનું રેકેટ લઈ ક્યાંકથી ટપકી પડેલ મૃદુલને જોઈ સુલોચના આગળ ન બોલી શકી.

  “શાનું એવું કાંઈ થાય છે, બા?” મૃદુલે સહજ ભાવે પૂછયું.

  “કાંઈ નહીં, બેટા. આ તો તારા લગનની વાતો કરતાં હતાં. તારા બાપુજીએ કહ્યું કે હવે તારા લગ્નને ત્રણ જ દિવસ રહ્યાં, અને મેં કહ્યું, મારાથી એ આનંદ નથી જીરવાતો.”

  અને મૃદુલ મૂછમાં હસતો હસતો, ટેનિસનું રેક્રેટ ઘુમાવતો ચાલ્યો ગયો. સુલોચનામાશી એને જતો જોઈ રહ્યાં.

  રુદ્રરાય બોલ્યા, “બાવીસ બાવીસ વર્ષનો ગાળો ક્યાં વહી ગયો કાંઈ ખબર પડે છે? હવે બહુ બહુ તો બીજાં બે વર્ષ કાઢવાનાં રહ્યાં. પછી તો મૃદુલ-સૌદમીની દાદાની આ મૂછ ખેંચનારને ખોળે મૂકે એટલે પત્યું. અંતરની એટલી હોંશ પૂરી પડે એટલે જગ જીત્યાં.” અને પોતાની સફેદ મૂછ પર હળવો તાલ દેવો શરૂ કરી એઓ પત્ની તરફ સહેજ સર્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.